મુખ્ય પૃષ્ઠ › સૂરહ › સૂરહ Al-Hijr
સૂરહ Al-Hijr الحجر
99 આયતો · મક્કા · અવતરણ ક્રમ 54
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ الٓر تِلْكَ ءَايَٰتُ ٱلْكِتَٰبِ وَقُرْءَانٍ مُّبِينٍ
Gujarati Translation - Rabella Al-Omari ૧. અલિફ-લામ્-રૉ. [1] આ અલ્લાહની કિતાબની અને તે કુરઆનની આયતો છે, જે પોતાના આદેશો સ્પષ્ટ રીતે વર્ણન કરે છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
رُّبَمَا يَوَدُّ ٱلَّذِينَ كَفَرُوا۟ لَوْ كَانُوا۟ مُسْلِمِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૨. એક સમય આવશે, જ્યારે કાફિરો એવી આશા કરશે કે કદાચ તેઓ મુસલમાન બની ગયા હોત.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ذَرْهُمْ يَأْكُلُوا۟ وَيَتَمَتَّعُوا۟ وَيُلْهِهِمُ ٱلْأَمَلُ فَسَوْفَ يَعْلَمُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૩. તમે તેઓને (તેમની હાલત પર) છોડી દો, કે કઈક ખાઈ લે, થોડોક ફાયદો ઉઠાવી લે અને લાંબી આશાઓએ તેઓને ગફલતમાં રાખ્યા છે, નજીકમાં જ તેઓને જાણ થઇ જશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَمَآ أَهْلَكْنَا مِن قَرْيَةٍ إِلَّا وَلَهَا كِتَابٌ مَّعْلُومٌ
Gujarati Translation - Rabella Al-Omari ૪. અમે જે વસ્તીને પણ નષ્ટ કરી તો તેના માટે એક સમય પહેલાથી જ નક્કી કરેલો હતો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
مَّا تَسْبِقُ مِنْ أُمَّةٍ أَجَلَهَا وَمَا يَسْتَـْٔخِرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૫. કોઈ કોમ તે નક્કી કરેલ સમય પહેલા નષ્ટ નથી થઇ શકતી અને ન તો તે સમય પછી બાકી રહી શકે છે,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَقَالُوا۟ يَٰٓأَيُّهَا ٱلَّذِى نُزِّلَ عَلَيْهِ ٱلذِّكْرُ إِنَّكَ لَمَجْنُونٌ
Gujarati Translation - Rabella Al-Omari ૬. કાફિરો કહે છે કે હે તે વ્યક્તિ! જેના પર કુરઆન ઉતારવામાં આવે છે, ખરેખર તું તો કોઈ પાગલ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَّوْ مَا تَأْتِينَا بِٱلْمَلَٰٓئِكَةِ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૭. જો તમે સાચા જ છો, તો અમારી પાસે ફરિશ્તાઓને કેમ નથી લઇ આવતા?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
مَا نُنَزِّلُ ٱلْمَلَٰٓئِكَةَ إِلَّا بِٱلْحَقِّ وَمَا كَانُوٓا۟ إِذًا مُّنظَرِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૮. (જો કે) અમે ફરિશ્તાઓને સત્ય (નિર્ણય) ના સમયે જ ઉતારીએ છીએ અને તે સમયે તેમને મહેતલ આપવામાં નથી આવતી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّا نَحْنُ نَزَّلْنَا ٱلذِّكْرَ وَإِنَّا لَهُۥ لَحَٰفِظُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૯. ખરેખર અમે જ આ કુરઆનને ઉતાર્યું છે અને અમે જ તેની સુરક્ષા કરનાર છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَقَدْ أَرْسَلْنَا مِن قَبْلِكَ فِى شِيَعِ ٱلْأَوَّلِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૦. અમે તમારા પહેલાની કોમમાં પણ પોતાના પયગંબર મોકલ્યા હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَمَا يَأْتِيهِم مِّن رَّسُولٍ إِلَّا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૧. અને જે પણ પયગંબર તેમની પાસે આવ્યા, તેઓ તેમની ઠઠ્ઠામશ્કરી જ કરતા રહ્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَذَٰلِكَ نَسْلُكُهُۥ فِى قُلُوبِ ٱلْمُجْرِمِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૨. પાપીઓના હૃદયોમાં અમે આવી જ રીતે વાતો દાખલ કરીદઇએ છીએ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَا يُؤْمِنُونَ بِهِۦ وَقَدْ خَلَتْ سُنَّةُ ٱلْأَوَّلِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૩. કે તેઓ તેમના પર ઇમાન નથી લાવતા અને નિ:શંક પહેલાના લોકોની પણ આજ રીત ચાલતી આવી રહી છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَوْ فَتَحْنَا عَلَيْهِم بَابًا مِّنَ ٱلسَّمَآءِ فَظَلُّوا۟ فِيهِ يَعْرُجُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૪. અને જો અમે તેમના માટે આકાશના કોઈ દ્વાર ખોલી પણ નાંખીએ અને આ લોકો તેના પર ચઢવા પણ લાગે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَقَالُوٓا۟ إِنَّمَا سُكِّرَتْ أَبْصَٰرُنَا بَلْ نَحْنُ قَوْمٌ مَّسْحُورُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૫. તો પણ તે લોકો આ પ્રમાણે જ કહેશે કે અમારી આંખો ધોકો ખાઇ રહી છે અથવા તો અમારા પર જાદુ કરી દેવામાં આવ્યું છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَقَدْ جَعَلْنَا فِى ٱلسَّمَآءِ بُرُوجًا وَزَيَّنَّٰهَا لِلنَّٰظِرِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૬. નિ:શંક અમે આકાશોમાં “બુરૂજ” બનાવ્યા અને જોનારાઓ માટે તેને શણગારી દેવામાં આવ્યું છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَحَفِظْنَٰهَا مِن كُلِّ شَيْطَٰنٍ رَّجِيمٍ
Gujarati Translation - Rabella Al-Omari ૧૭. અને દરેક ધિક્કારેલા શેતાનથી તેની રક્ષા કરી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِلَّا مَنِ ٱسْتَرَقَ ٱلسَّمْعَ فَأَتْبَعَهُۥ شِهَابٌ مُّبِينٌ
Gujarati Translation - Rabella Al-Omari ૧૮. હાં, જો કોઈ છુપી રીતે સાંભળવાનો પ્રયત્ન કરે, તો તેની પાછળ સળગેલો (ગોળો) લાગી જાય છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱلْأَرْضَ مَدَدْنَٰهَا وَأَلْقَيْنَا فِيهَا رَوَٰسِىَ وَأَنۢبَتْنَا فِيهَا مِن كُلِّ شَىْءٍ مَّوْزُونٍ
Gujarati Translation - Rabella Al-Omari ૧૯. અને ધરતીને અમે ફેલાવી દીધી અને તેના પર પર્વતોને જમાવી દીધા અને તેમાં અમે દરેક વસ્તુને એક માપસર ઊપજાવી દીધી છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَجَعَلْنَا لَكُمْ فِيهَا مَعَٰيِشَ وَمَن لَّسْتُمْ لَهُۥ بِرَٰزِقِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૦. અને તે જ ઝમીનામાં અમે તમારા માટે રોજી બનાવી દીધી છે અને તેમના માટે પણ, જેમને તમે રોજી આપનારા નથી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِن مِّن شَىْءٍ إِلَّا عِندَنَا خَزَآئِنُهُۥ وَمَا نُنَزِّلُهُۥٓ إِلَّا بِقَدَرٍ مَّعْلُومٍ
Gujarati Translation - Rabella Al-Omari ૨૧. અને જેટલી પણ વસ્તુઓ છે તે બધાંના ખજાના અમારી પાસે છે અને અમે દરેક વસ્તુને તેના માપસર જ ઉતારીએ છીએ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأَرْسَلْنَا ٱلرِّيَٰحَ لَوَٰقِحَ فَأَنزَلْنَا مِنَ ٱلسَّمَآءِ مَآءً فَأَسْقَيْنَٰكُمُوهُ وَمَآ أَنتُمْ لَهُۥ بِخَٰزِنِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૨. અને અમે પાણીનો ભારે ઉઠાવેલી હવાઓ મોકલીએ છીએ, પછી આકાશ માંથી પાણી વરસાવી તેના દ્વારા તમને પાણી પીવડાવીએ છીએ અને તે પાણીનો સંગ્રહ કરનાર પણ અમે જ છીએ, તમે નથી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِنَّا لَنَحْنُ نُحْىِۦ وَنُمِيتُ وَنَحْنُ ٱلْوَٰرِثُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૩. અમે જ જીવન પ્રદાન કરીએ છીએ અને અમે જ મૃત્યુ પણ આપીએ છીએ અને અમે જ (દરેક વસ્તુઓના) વારસદાર છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَقَدْ عَلِمْنَا ٱلْمُسْتَقْدِمِينَ مِنكُمْ وَلَقَدْ عَلِمْنَا ٱلْمُسْتَـْٔخِرِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૪. અને તે લોકોને પણ જાણીએ છીએ, જેઓ તમારા કરતા આગળ વધી ગયા અને (તે લોકોને પણ જાણે છે) જેઓ પાછળ રહી જનારા છે,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِنَّ رَبَّكَ هُوَ يَحْشُرُهُمْ إِنَّهُۥ حَكِيمٌ عَلِيمٌ
Gujarati Translation - Rabella Al-Omari ૨૫. તમારો પાલનહાર જ બધાંને ભેગા કરશે, નિ:શંક તે ખૂબ જ હિકમતવાળો અને બધું જ જાણવાવાળો છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَقَدْ خَلَقْنَا ٱلْإِنسَٰنَ مِن صَلْصَٰلٍ مِّنْ حَمَإٍ مَّسْنُونٍ
Gujarati Translation - Rabella Al-Omari ૨૬. નિ:શંક અમે મનુષ્યનું સર્જન, કાળી, સડેલી અને ખણખણ બોલનારી માટીથી કર્યું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱلْجَآنَّ خَلَقْنَٰهُ مِن قَبْلُ مِن نَّارِ ٱلسَّمُومِ
Gujarati Translation - Rabella Al-Omari ૨૭. અને આ પહેલા અમે જિન્નાતોનું સર્જન, લૂં વાળી આગ વડે કર્યું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِذْ قَالَ رَبُّكَ لِلْمَلَٰٓئِكَةِ إِنِّى خَٰلِقٌۢ بَشَرًا مِّن صَلْصَٰلٍ مِّنْ حَمَإٍ مَّسْنُونٍ
Gujarati Translation - Rabella Al-Omari ૨૮. અને (તે સમય પણ યાદ કરો) જ્યારે તમારા પાલનહારે ફરિશ્તાઓને કહ્યું કે હું કાળી, સડેલી અને ખણખણ બોલનારી માટી વડે એક મનુષ્યનું સર્જન કરવાનો છું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَإِذَا سَوَّيْتُهُۥ وَنَفَخْتُ فِيهِ مِن رُّوحِى فَقَعُوا۟ لَهُۥ سَٰجِدِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૯. તો જ્યારે હું તેને સંપૂર્ણ બનાવી લઉ અને તેમાં પોતાની રૂહ ફૂંકી દઉં, તો તમે સૌ તેની સામે સિજદો કરજો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَسَجَدَ ٱلْمَلَٰٓئِكَةُ كُلُّهُمْ أَجْمَعُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૦. છેવટે દરેક ફરિશ્તાઓએ (આદમ)ને સિજદો કર્યો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِلَّآ إِبْلِيسَ أَبَىٰٓ أَن يَكُونَ مَعَ ٱلسَّٰجِدِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૧. ફક્ત ઇબ્લિસ સિવાય, કે તેણ સિજદો કરવાવાળોનો સાથ આપવાથી ઇન્કાર કર્યો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالَ يَٰٓإِبْلِيسُ مَا لَكَ أَلَّا تَكُونَ مَعَ ٱلسَّٰجِدِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૨. (અલ્લાહ તઆલાએ) તેને કહ્યું હે ઇબ્લિસ! તને શું થઈ ગયું છે કે તું સિજદો કરવાવાળોનો સાથ ન આપ્યો?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالَ لَمْ أَكُن لِّأَسْجُدَ لِبَشَرٍ خَلَقْتَهُۥ مِن صَلْصَٰلٍ مِّنْ حَمَإٍ مَّسْنُونٍ
Gujarati Translation - Rabella Al-Omari ૩૩. તેણે કહ્યું કે, મને યોગ્ય ના લાગ્યું કે હું એવા વ્યક્તિને સિજદો કરું, જેને તે કાળી, સડેલી અને ખણખણ બોલનારી માટી વડે પેદા કર્યો હોય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالَ فَٱخْرُجْ مِنْهَا فَإِنَّكَ رَجِيمٌ
Gujarati Translation - Rabella Al-Omari ૩૪. અલ્લ્લાહ તઆલાએ કહ્યું, હવે તું અહિયાથી નીકળી જા, કારણકે તુ ધિક્કારેલો છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِنَّ عَلَيْكَ ٱللَّعْنَةَ إِلَىٰ يَوْمِ ٱلدِّينِ
Gujarati Translation - Rabella Al-Omari ૩૫. અને તારા પર મારી ફિટકાર કયામત સુધી રહેશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالَ رَبِّ فَأَنظِرْنِىٓ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૬. કહેવા લાગ્યો કે હે મારા પાલનહાર! મને તે દિવસ સુધી (જીવિત રહેવાની) મહેતલ આપી દે કે જ્યારે લોકો બીજી વાર જીવિત કરવામાં આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالَ فَإِنَّكَ مِنَ ٱلْمُنظَرِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૭. કહ્યું કે સારું તને મહેતલ આપવામાં આવે છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِلَىٰ يَوْمِ ٱلْوَقْتِ ٱلْمَعْلُومِ
Gujarati Translation - Rabella Al-Omari ૩૮. તે દિવસ સુધી જેનો સમય નક્કી જ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالَ رَبِّ بِمَآ أَغْوَيْتَنِى لَأُزَيِّنَنَّ لَهُمْ فِى ٱلْأَرْضِ وَلَأُغْوِيَنَّهُمْ أَجْمَعِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૯. (શૈતાને) કહ્યું કે હે મારા પાલનહાર! જો કે તે મને (આદમ દ્વારા) ગેરમાર્ગે કરી દીધો છે. હું પણ સોગંદ ખાઉં છે કે હું પણ દુનિયામાં લોકોને (તેમના ગુનાહ) શણગારીને બતાવીશ, અને તે બધાને ગેર માર્ગે દોરીશ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِلَّا عِبَادَكَ مِنْهُمُ ٱلْمُخْلَصِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૦. તારા આજ્ઞાકારી બંદાઓ સિવાય (તેઓ બચી જાય તો બીજી વાત છે).
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالَ هَٰذَا صِرَٰطٌ عَلَىَّ مُسْتَقِيمٌ
Gujarati Translation - Rabella Al-Omari ૪૧. અલ્લાહ તઆલાએ કહ્યું કે, હાં, આ તે રસ્તો છે, જે સીધો મારા સુધી પહોચે છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّ عِبَادِى لَيْسَ لَكَ عَلَيْهِمْ سُلْطَٰنٌ إِلَّا مَنِ ٱتَّبَعَكَ مِنَ ٱلْغَاوِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૨. મારા (સાચા) બંદાઓ પર તારો કોઈ પ્રભાવ નહીં પડે, પરંતુ તારો પ્રભાવ ફક્ત તે ગુમરાહ લોકો પર હશે, જે તારું અનુસરણ કરશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِنَّ جَهَنَّمَ لَمَوْعِدُهُمْ أَجْمَعِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૩. અને જહન્નમ જ તટે જગ્યા છે, જેનું વચન આવા લોકોને આપવામાં આવ્યું છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَهَا سَبْعَةُ أَبْوَٰبٍ لِّكُلِّ بَابٍ مِّنْهُمْ جُزْءٌ مَّقْسُومٌ
Gujarati Translation - Rabella Al-Omari ૪૪. જેના સાત દરવાજા છે, દરેક દરવાજા માટે એક વહેંચાયેલો ભાગ હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّ ٱلْمُتَّقِينَ فِى جَنَّٰتٍ وَعُيُونٍ
Gujarati Translation - Rabella Al-Omari ૪૫. (તેની વિરુદ્ધ) પરહેજગાર લોકો બગીચાઓ અને ઝરણાઓમાં હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ٱدْخُلُوهَا بِسَلَٰمٍ ءَامِنِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૬. (તેમને કહેવામાં આવશે) સલામતી અને શાંતિ સાથે તેમાં પ્રવેશ કરો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَنَزَعْنَا مَا فِى صُدُورِهِم مِّنْ غِلٍّ إِخْوَٰنًا عَلَىٰ سُرُرٍ مُّتَقَٰبِلِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૭. તેમના હૃદયોમાં જો કપટ અને નિરાશા હશે તો તેને કાઢી લઇશું, તેઓ ભાઇ-ભાઇ બની એક-બીજાની સામે આસનો પર બેઠા હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَا يَمَسُّهُمْ فِيهَا نَصَبٌ وَمَا هُم مِّنْهَا بِمُخْرَجِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૮. ન તો ત્યાં તેમને કોઈ તકલીફ ઉઠાવવી પડશે અને ન તો તેઓને ત્યાંથી કાઢવામાં આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
نَبِّئْ عِبَادِىٓ أَنِّىٓ أَنَا ٱلْغَفُورُ ٱلرَّحِيمُ
Gujarati Translation - Rabella Al-Omari ૪૯. (હે નબી)! મારા બંદાઓને જણાવી દો કે હું ઘણો જ માફ કરનાર અને અત્યંત દયાળુ છું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأَنَّ عَذَابِى هُوَ ٱلْعَذَابُ ٱلْأَلِيمُ
Gujarati Translation - Rabella Al-Omari ૫૦. અને સાથે સાથે એ પણ જણાવી દો કે મારો અઝાબ પણ અત્યંત દુ:ખદાયી અઝાબ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَنَبِّئْهُمْ عَن ضَيْفِ إِبْرَٰهِيمَ
Gujarati Translation - Rabella Al-Omari ૫૧. તેઓને ઇબ્રાહીમના મહેમાનો વિશે જણાવો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِذْ دَخَلُوا۟ عَلَيْهِ فَقَالُوا۟ سَلَٰمًا قَالَ إِنَّا مِنكُمْ وَجِلُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૫૨. કે જ્યારે તેઓ તેમની પાસે આવ્યા તો ઇબ્રાહીમને સલામ કહ્યું, ઇબ્રાહીમે કહ્યું કે અમને તો તમારાથી ડર લાગે છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالُوا۟ لَا تَوْجَلْ إِنَّا نُبَشِّرُكَ بِغُلَٰمٍ عَلِيمٍ
Gujarati Translation - Rabella Al-Omari ૫૩. તેઓએ કહ્યું કે ડરો નહીં, અમે તમને એક જ્ઞાની બાળકની ખુશખબર આપીએ છીએ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالَ أَبَشَّرْتُمُونِى عَلَىٰٓ أَن مَّسَّنِىَ ٱلْكِبَرُ فَبِمَ تُبَشِّرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૫૪. ઈબ્રાહીમે કહ્યું, શું મને આ સ્થિતિમાં (બાળકની) ખુશખબર આપી રહ્યા છો, જ્યારે કે હું વૃદ્ધ થઇ ગયો છે, પછી તમે કેવી રીતે આ ખુશખબર આપી રહ્યા છો?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالُوا۟ بَشَّرْنَٰكَ بِٱلْحَقِّ فَلَا تَكُن مِّنَ ٱلْقَٰنِطِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૫૫. તેઓએ કહ્યું કે અમે તમને સાચી ખુશખબરી આપી રહ્યા છીએ. તમે નિરાશ ન થશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالَ وَمَن يَقْنَطُ مِن رَّحْمَةِ رَبِّهِۦٓ إِلَّا ٱلضَّآلُّونَ
Gujarati Translation - Rabella Al-Omari ૫૬. ઇબ્રાહીમે કહ્યું (હું નિરાશ નથી કારણકે) પોતાના પાલનહારની કૃપાથી નિરાશ તો ફકત ગુમરાહ લોકો જ થાય છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالَ فَمَا خَطْبُكُمْ أَيُّهَا ٱلْمُرْسَلُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૫૭. પછી તેઓને પુછ્યું કે, અલ્લાહએ મોકલેલા (ફરિશ્તાઓ)! તમારું એવું શું અગત્યનું કામ છે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالُوٓا۟ إِنَّآ أُرْسِلْنَآ إِلَىٰ قَوْمٍ مُّجْرِمِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૫૮. તેમણે જવાબ આપ્યો કે અમે એક અપરાધી કોમ તરફ મોકલવામાં આવ્યા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِلَّآ ءَالَ لُوطٍ إِنَّا لَمُنَجُّوهُمْ أَجْمَعِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૫૯. લૂતના કુટુંબીજનો સિવાય, અમે તે સૌને જરૂર બચાવી લઇશું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِلَّا ٱمْرَأَتَهُۥ قَدَّرْنَآ إِنَّهَا لَمِنَ ٱلْغَٰبِرِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૬૦. જો કે લૂતની પત્ની માટે (અલ્લાહના આદેશ પ્રમાણે) અમે નક્કી કર્યું છે કે તેઓ પાછળ રહી જનારા લોકો માંથી થઇ જશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَلَمَّا جَآءَ ءَالَ لُوطٍ ٱلْمُرْسَلُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૬૧. પછી જ્યારે મોકલેલા ફરિશ્તા લૂત (અ.સ.) ના કુટુંબીજનો પાસે પહોંચ્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالَ إِنَّكُمْ قَوْمٌ مُّنكَرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૬૨. તો લૂતે તે લોકોને કહ્યું કે તમે તો કોઈ અજાણ્યા લાગો છો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالُوا۟ بَلْ جِئْنَٰكَ بِمَا كَانُوا۟ فِيهِ يَمْتَرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૬૩. તેઓ કહેવા લાગ્યા, પરંતુ અમે તમાંરી પાસે તે (અઝાબ) લઇને આવ્યા છીએ, જેના વિશે આ લોકો શંકામાં હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأَتَيْنَٰكَ بِٱلْحَقِّ وَإِنَّا لَصَٰدِقُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૬૪. અમે તો તમારી પાસે (ઠોસ) વાત લઇને આવ્યા છીએ અને અમે પણ સાચા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَأَسْرِ بِأَهْلِكَ بِقِطْعٍ مِّنَ ٱلَّيْلِ وَٱتَّبِعْ أَدْبَٰرَهُمْ وَلَا يَلْتَفِتْ مِنكُمْ أَحَدٌ وَٱمْضُوا۟ حَيْثُ تُؤْمَرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૬૫. હવે તમે પોતાના કુટુંબીજો સાથે રાત્રિના કોઈ પ્રહરમાં ચાલી નીકળો અને તમે તે સૌની પાછળ રહેજો અને (ખબરદાર) તમારા માંથી કોઈ (પાછળ) ફરીને ન જુએ. અને ત્યાં જાઓ જે જગ્યા પર જવાનો તમને આદેશ આપવામાં આવ્યો છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَقَضَيْنَآ إِلَيْهِ ذَٰلِكَ ٱلْأَمْرَ أَنَّ دَابِرَ هَٰٓؤُلَآءِ مَقْطُوعٌ مُّصْبِحِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૬૬. અને અમે લૂતને અમારો નિર્ણય સભળાવી દીધો, કે સવાર થતાં જ તે લોકોના મૂળ ઉખાડી ફેંકીશું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَجَآءَ أَهْلُ ٱلْمَدِينَةِ يَسْتَبْشِرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૬૭. એટલા માંજ શહેરવાળાઓ ખુશી ખુશી લૂત પાસે આવ્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالَ إِنَّ هَٰٓؤُلَآءِ ضَيْفِى فَلَا تَفْضَحُونِ
Gujarati Translation - Rabella Al-Omari ૬૮. લૂતે તેમને કહ્યું, આ લોકો મારા મહેમાન છે તેમની સામે મારું અપમાન ન કરશો .
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱتَّقُوا۟ ٱللَّهَ وَلَا تُخْزُونِ
Gujarati Translation - Rabella Al-Omari ૬૯. અલ્લાહ તઆલાથી ડરો અને મારું અપમાન ન કરશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالُوٓا۟ أَوَلَمْ نَنْهَكَ عَنِ ٱلْعَٰلَمِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૭૦. તેઓએ કહ્યું શું અમે તમને દુનિયાની (ઠેકેદારી) લેવાથી રોક્યા નથી?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالَ هَٰٓؤُلَآءِ بَنَاتِىٓ إِن كُنتُمْ فَٰعِلِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૭૧. લૂતે કહ્યું, જો તમારે કંઈક કરવું જ હોય તો આ મારી બાળકીઓ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَعَمْرُكَ إِنَّهُمْ لَفِى سَكْرَتِهِمْ يَعْمَهُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૭૨. (હે નબી ﷺ) તમારી ઉંમરની કસમ! તે સમયે પોતાની મસ્તીમાં પાગલ બની ગયા હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَأَخَذَتْهُمُ ٱلصَّيْحَةُ مُشْرِقِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૭૩. બસ! સૂર્ય નીકળતા જ તેમને એક મોટા અવાજે પકડી લીધા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَجَعَلْنَا عَٰلِيَهَا سَافِلَهَا وَأَمْطَرْنَا عَلَيْهِمْ حِجَارَةً مِّن سِجِّيلٍ
Gujarati Translation - Rabella Al-Omari ૭૪. છેવટે અમે તે શહેરના ઉપરના ભાગને નીચે કરી દીધો અને તે લોકો પર કાંકરીઓ જેવા પથ્થર વરસાવ્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَٰتٍ لِّلْمُتَوَسِّمِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૭૫. ખરેખર બુદ્ધિશાળી લોકો માટે આ કિસ્સામાં ઘણી નિશાનીઓ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِنَّهَا لَبِسَبِيلٍ مُّقِيمٍ
Gujarati Translation - Rabella Al-Omari ૭૬. આ વસ્તી સામાન્ય માર્ગની વચ્ચે આવતી હતી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً لِّلْمُؤْمِنِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૭૭. અને તેમાં ઇમાનવાળાઓ માટે ઘણી નિશાનીઓ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِن كَانَ أَصْحَٰبُ ٱلْأَيْكَةِ لَظَٰلِمِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૭૮. “અયકહ”ના લોકો પણ અત્યંત જાલિમ લોકો હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَٱنتَقَمْنَا مِنْهُمْ وَإِنَّهُمَا لَبِإِمَامٍ مُّبِينٍ
Gujarati Translation - Rabella Al-Omari ૭૯. અમે તેમનાથી)પણ) બદલો લઈ લીધો અને આ બન્ને શહેરના સામાન્ય માર્ગ ઉપર રહેતા હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَقَدْ كَذَّبَ أَصْحَٰبُ ٱلْحِجْرِ ٱلْمُرْسَلِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૮૦. અને હિજર વાળાઓએ પણ પયગંબરોને જુઠલાવ્યા હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَءَاتَيْنَٰهُمْ ءَايَٰتِنَا فَكَانُوا۟ عَنْهَا مُعْرِضِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૮૧. અને અમે તેમને પોતાની નિશાનીઓ પણ બતાવી. પરંતુ તે લોકો તે નિશાનીઓની અવગણના જ કરતા રહ્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَكَانُوا۟ يَنْحِتُونَ مِنَ ٱلْجِبَالِ بُيُوتًا ءَامِنِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૮૨. આ લોકો પર્વતોને કોતરીને ઘરો બનાવી, શાંતિપૂર્વક તેમાં રહેતા હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَأَخَذَتْهُمُ ٱلصَّيْحَةُ مُصْبِحِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૮૩. છેવટે સવારના સમયે તેઓને એક ધમાકાએ પકડી લીધા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَمَآ أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا۟ يَكْسِبُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૮૪. અને જે કઈ (પથ્થરના ઘરો વગેરે) બનાવતા હતા, સહેજ પણ તેમના કામમાં ના આવ્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَمَا خَلَقْنَا ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ وَمَا بَيْنَهُمَآ إِلَّا بِٱلْحَقِّ وَإِنَّ ٱلسَّاعَةَ لَـَٔاتِيَةٌ فَٱصْفَحِ ٱلصَّفْحَ ٱلْجَمِيلَ
Gujarati Translation - Rabella Al-Omari ૮૫. અમે આકાશ અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓને યોગ્યતા પ્રમાણે પેદા કરી છે, અને કયામત જરૂર આવશે. એટલા માટે (હે નબી! આ કાફિરોની ભૂલો પર) તમે સારી રીતે તેમને દરગુજર કરી દો. .
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّ رَبَّكَ هُوَ ٱلْخَلَّٰقُ ٱلْعَلِيمُ
Gujarati Translation - Rabella Al-Omari ૮૬. નિ:શંક તમારો પાલનહાર જ સર્જન કરનાર અને બધું જ જાણવાવાળો છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَقَدْ ءَاتَيْنَٰكَ سَبْعًا مِّنَ ٱلْمَثَانِى وَٱلْقُرْءَانَ ٱلْعَظِيمَ
Gujarati Translation - Rabella Al-Omari ૮૭. નિ:શંક અમે તમને સાત આયતો એવી આપી રાખી છે, જેને વારંવાર પઢવામાં આવે છે અને પ્રભાવશાળી કુરઆન પણ આપી રાખ્યું છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَا تَمُدَّنَّ عَيْنَيْكَ إِلَىٰ مَا مَتَّعْنَا بِهِۦٓ أَزْوَٰجًا مِّنْهُمْ وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَٱخْفِضْ جَنَاحَكَ لِلْمُؤْمِنِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૮૮. એટલા માટે અમે ઘણા લોકોને જે દુનિયાનો સામાન આપી રાખ્યો છે, તે તરફ નજર ઊઠાવીને પણ ન જોશો, અને ન તો તેમના માટે નિરાશ ન થશો, અને ઇમાનવાળાઓ માટે પોતાની “બાજુ” ઝૂકાવી રાખો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَقُلْ إِنِّىٓ أَنَا ٱلنَّذِيرُ ٱلْمُبِينُ
Gujarati Translation - Rabella Al-Omari ૮૯. અને કહી દો કે હું તો સ્પષ્ટ રીતે (અઝાબથી) સચેત કરનારો છું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَمَآ أَنزَلْنَا عَلَى ٱلْمُقْتَسِمِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૯૦. જેવું કે અમે (અઝાબ) તે મતભેદ કરનારાઓ પર ઉતાર્યો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ٱلَّذِينَ جَعَلُوا۟ ٱلْقُرْءَانَ عِضِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૯૧. જેઓએ તે અલ્લાહની કિતાબના ટુકડે-ટુકડા કરી નાખ્યા હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَوَرَبِّكَ لَنَسْـَٔلَنَّهُمْ أَجْمَعِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૯૨. તમારા પાલનહારની કસમ! અમે તેઓને (તે કાર્યો વિશે) જરૂર પૂછીશું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
عَمَّا كَانُوا۟ يَعْمَلُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૯૩. દરેક તે બાબત વિશે, જે તેઓ કરતા હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَٱصْدَعْ بِمَا تُؤْمَرُ وَأَعْرِضْ عَنِ ٱلْمُشْرِكِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૯૪. બસ! તમને જે આદેશ આપવામાં આવી રહ્યો છે. ખુલ્લી રીતે જણાવી દો અને મુશરિકો લોકોની પરવા ન કરશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّا كَفَيْنَٰكَ ٱلْمُسْتَهْزِءِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૯૫. તમારી સાથે જે લોકો મશ્કરી કરે છે તેમની સજા માટે અમે પૂરતા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ٱلَّذِينَ يَجْعَلُونَ مَعَ ٱللَّهِ إِلَٰهًا ءَاخَرَ فَسَوْفَ يَعْلَمُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૯૬. જે અલ્લાહની સાથે બીજાને ઇલાહ નક્કી કરે છે, નજીકમાં જ તેઓને જાણ થઇ જશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَقَدْ نَعْلَمُ أَنَّكَ يَضِيقُ صَدْرُكَ بِمَا يَقُولُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૯૭. અમે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે તેમની વાતોથી તમારું હૃદય ખૂબ પરેશાન થાય છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَكُن مِّنَ ٱلسَّٰجِدِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૯૮. તમે પોતાના પાલનહારના વખાણ કરતા તસ્બીહ પઢતા રહો, અને સિજદો કરો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱعْبُدْ رَبَّكَ حَتَّىٰ يَأْتِيَكَ ٱلْيَقِينُ
Gujarati Translation - Rabella Al-Omari ૯૯. અને પોતાના પાલનહારની બંદગી મૃત્યુ સુધી કરતા રહો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
← સૂરહ Ibrahim
સૂરહ An-Nahl →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→
Arabic text and translations via Tanzil and QuranEnc — verbatim, unmodified · Translations belong to their translators and are not the Qur'an itself
આ સંશોધન સહાયક છે; ધાર્મિક ચુકાદાનો સ્રોત નથી.