Gujarati Translation - Rabella Al-Omari૧. અલિફ-લામ-રૉ. [1] આ કિતાબ અમે તમારી તરફ એટલા માટે ઉતારી છે, તમે લોકોને અંધકાર માંથી કાઢી પ્રકાશ તરફ લાવો, (અર્થાત) તેમના પાલનહારના આદેશથી લોકોને તે માર્ગ તરફ લાવો, જે જબરદસ્ત અને પ્રશંસાવાળા અલ્લાહનો માર્ગ છે.
Gujarati Translation - Rabella Al-Omari૩. જે આખિરતની સરખામણીમાં દુનિયાના જીવનને પસંદ કરે છે અને અલ્લાહના માર્ગથી લોકોને રોકે છે અને તેમાં પોતાની ઈચ્છા પ્રમાણે ટીકા કરવાનું શોધે છે, આ જ લોકો છેલ્લી કક્ષાની ગુમરાહીમાં છે.
Gujarati Translation - Rabella Al-Omari૪. અને અમે જે પયગંબરો પણ મોકલ્યાત, તેણે પોતાની કોમની ભાષામાં જ આદેશો આપ્યા, જેથી તે પયગંબર તે લોકો માટે સરેક વાત સ્પષ્ટ રીતે વર્ણન કરી શકે, હવે અલ્લાહ જેને ઇચ્છે તેને ગુમરાહ કરી દે અને જેને ઇચ્છે તેને સત્યમાર્ગ બતાવે છે, અને તે દરેક વિજયી અને હિકમતવાળો છે.
Gujarati Translation - Rabella Al-Omari૫. અને અમે મૂસાને મુઅજિઝહ લઇ મોકલ્યા (અને કહ્યું) કે તું પોતાની કોમને અંધકાર માંથી કાઢી પ્રકાશ તરફ બોલાવો, અને તેમને અલ્લાહના (અઝાબ વિશે) યાદ જણાવો,, તેમાં દરેક ધીરજ રાખનાર અને આભાર વ્યકત કરનાર માટે નિશાનીઓ છે.
Gujarati Translation - Rabella Al-Omari૬. અને (યાદ કરો) જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું કે, અલ્લાહના તે ઉપકારો યાદ કરો જે તેણે તમારા પર કર્યા છે, જ્યારે તેણે તમને ફિરઔનના લોકોથી છુટકારો આપ્યો જે તમને ઘણી તકલીફ આપતા હતા, તમારા બાળકોને કતલ કરી દેતા અને તમારી બાળકીઓને જીવિત છોડી દેતા હતા, તેમાં તમારા પાલનહાર તરફથી તમારા પર ઘણી કઠિન કસોટી હતી.
Gujarati Translation - Rabella Al-Omari૭. અને જ્યારે તમારા પાલનહારે તમને જણાવી દીધું હતું કે જો તમે શુકર (આભાર) કરશો તો ખરેખર હું તમને વધુ આપીશ અને જો તમે શુકર નહીં કરો તો ખરેખર મારો અઝાબ પણ ઘણો સખત છે.
Gujarati Translation - Rabella Al-Omari૮. અને મૂસાએ તમને કહ્યું કે જો તમે બધા અને ધરતીના દરેક લોકો કુફર કરશો, તો પણ અલ્લાહ (તમારા બધાથી) બેનિયાઝ (નિરપેક્ષ) અને પ્રશંસાવાળો છે.
Gujarati Translation - Rabella Al-Omari૯. શું તમારી પાસે તમારા કરતા પહેલાના લોકોની ખબર નથી આવી? એટલે કે નૂહ, આદ અને ષમૂદની કોમની અને તેમના પછી આવનારા લોકોની, જેમને અલ્લાહ સિવાય કોઈ નથી જાણતુ, તેમની પાસે તેમના પયગંબર સ્પષ્ટ પુરાવા લઇને આવ્યા, પરંતુ તેમણે પોતાના હાથ પોતાના મોઢામાં દબાવી દીધા અને સ્પષ્ટ કહી દીધું કે જે કંઈ તમે લઇનેઆવ્યા છો અમે તેનો ઇન્કાર કરીએ છીએ અને જે વસ્તુ તરફ તમે અમને બોલાવી રહ્યા છો અમને તો એવી શંકમાં પડેલા છે, જેણે અમને બેચેન કરી દીધા છે.
Gujarati Translation - Rabella Al-Omari૧૦. તેમના પયગંબરોએ તેમને કહ્યું કે, શું તે અલ્લાહ વિશે તમને શંકા છે, જે આકાશો અને ધરતીને બનાવનાર છે? તે તો તમને એટલા માટે બોલાવી રહ્યો છે કે તે તમારા બધા ગુના માફ કરી દે અને એક નક્કી કરેલ સમય સુધી તમને મહેતલ આપે. તેઓ કહેવા લાગ્યા, તમે તો અમારી જેમ જ ઇન્સાન છો, તમે એવું ઇચ્છો છો કે અમને તે માબૂદોથી રોકી દો જેમની બંદગી અમારા પૂર્વજો કરતા હતાં, સારું તો અમારી સામે કોઈ સ્પષ્ટ નિશાની લાવો.
Gujarati Translation - Rabella Al-Omari૧૧. તેમના પયગંબરોએ તેમને કહ્યું કે આ તો સાચું છે કે અમે તમારી જેમ જ ઇન્સાન છે, પરંતુ અલ્લાહ તઆલા પોતાના બંદાઓ માંથી જેના પર ઇચ્છે છે, પોતાની કૃપા કરે છે. અલ્લાહના આદેશ વગર અમારી શક્તિ નથી કે અમે કોઈ નિશાની તમારી સામે લાવી બતાવીએ અને ઇમાનવાળાઓએ ફક્ત અલ્લાહ તઆલા પર જ ભરોસો કરવો જોઇએ.
Gujarati Translation - Rabella Al-Omari૧૨. છેવટે શું કારણ છે કે અમે અલ્લાહ તઆલા પર ભરોસો ન કરીએ, જ્યારે કે તેણે જ અમને સત્ય માર્ગ બતાવ્યો છે, અલ્લાહના સોગંદ, જે તકલીફ તમે અમને આપશો, અમે તેના પર ધીરજ રાખીશું, ભરોસો કરનારાઓએ અલ્લાહ પર જ ભરોસો કરવો જોઇએ.
Gujarati Translation - Rabella Al-Omari૧૩. કાફિરોએ પોતાના પયગંબરોને કહ્યું કે, અમે તમને શહેર માંથી કાઢી મૂકીશું, અથવા તમે ફરીથી અમારા ધર્મનો સ્વીકાર કરી લો, તો તેમના પાલનહારે તેમની તરફ વહી મોકલી કે અમે તે જાલિમ લોકોને નષ્ટ કરી દઇશું.
Gujarati Translation - Rabella Al-Omari૧૪. અને તેમના પછી અમે તમને આ ધરતી પર વસાવીશું, આ (ઇનામ) છે તેમના માટે, જે મારી સામે (જવાબ આપવાથી) ઊભા રહેવાનો ડર રાખે. અને મારી ચેતવણીથી ડરતો રહે.
Gujarati Translation - Rabella Al-Omari૧૭. જેને મુશ્કેલીથી ઘુંટડો ઘુંટડો પીશે, તો પણ એને ગળે ઉતારી નહીં શકે અને તેને દરેક બાજુથી મૃત્યુ દેખાશે, પરંતુ તે મૃત્યુ નહીં પામે, ત્યાર પછી પણ તેના માટે સખત અઝાબ હશે.
Gujarati Translation - Rabella Al-Omari૧૮. જે લોકોએ પોતાના પાલનહારનો ઇન્કાર કર્યો, તેમના કાર્યોનું ઉદાહરણ તે રાખ જેવું છે, જેને ભયંકર વાવાઝોડાએ ઉડાવી દીધું હોય, તે લોકો પોતે કરેલા કાર્યો માંથી કઈ પણ ફાયદો ઉઠાવી નહીં શકે. આ જ દૂરની ગુમરાહી છે.
Gujarati Translation - Rabella Al-Omari૧૯. શું તમે નથી જોયું કે અલ્લાહ તઆલાએ આકાશો અને ધરતીને ઉત્તમ વ્યવસ્થા સાથે બનાવ્યા? જો તે ઇચ્છે તો તમને બધાને નષ્ટ કરી દે અને (તમારી જગ્યા પર) નવું સર્જન લાવી દે.
Gujarati Translation - Rabella Al-Omari૨૧. અને જ્યારે આ લોકો અલ્લાહની સમક્ષ હાજર થશે તો તે સમયે અશક્ત લોકો અહંકારીઓને કહેશે, અમે તો (દુનિયામાં) તમારી પાછળ લાગેલા હતા, હવે)બતાવો આજે) તમે અમને અલ્લાહના અઝાબથી બચાવવા માટે કઈ કામમાં આવી શકો છો? જો અલ્લાહ અમને હિદાયત આપતો તો અમે પણ તમને હિદાયત તરફ જ માર્ગદર્શન આપતા, હવે તો અમારા પર અફસોસ કરો અથવા ધૈર્ય રાખો, બન્ને સરખું છે, આપણા માટે કોઈ છૂટકારો નથી.
Gujarati Translation - Rabella Al-Omari૨૨. જ્યારે દરેક કર્મોનો ફેંસલો કરી દેવામાં આવશે તો શેતાન કહેશે કે અલ્લાહએ તો તમને સાચું વચન આપ્યું હતું અને તે સાચો હતો, અને મેં પણ તમને વચન આપ્યું હતું, જેનું મેં વચનભંગ કર્યું, મારું તમારા પર કોઈ દબાણ હતું જ નહીં, હાં મે તમને પોકાર્યા અને તમે મારી વાતોને માની લીધી, તમે મારા પર આરોપ ન લગાવો, પરંતુ પોતે પોતાને જ દોષી માની લો, (આજ) ન હું તમારી ફરિયાદ સાંભળી શકું છું અને ન તો તમે મારી, આ પહેલા તમે લોકો મને અલ્લાહ સાથે ભાગીદાર ઠહેરાવતા રહ્યા,હું તો તેનો ઇન્કાર કરું છું, આવા જાલિમ લોકો માટે સખત અઝાબ છે.
Gujarati Translation - Rabella Al-Omari૨૩. જે લોકો ઇમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા તેમને તે જન્નતોમાં પ્રવેશ આપવામાં આવશે, જેની નીચે નહેરો વહી રહી છે, જ્યાં તેઓ પોતાના પાલનહારના આદેશથી હંમેશા રહેશે, જ્યાં તેમનું સ્વાગત “સલામ” સાથે કરવામાં આવશે.
Gujarati Translation - Rabella Al-Omari૨૪. શું તમે જોતા નથી કે અલ્લાહ તઆલાએ કલિમએ તય્યિબહ (તોહીદ) નું શ્રેષ્ઠ ઉદાહરણ કઈ રીતે વર્ણન કર્યું છે? એક પવિત્ર વૃક્ષ વડે જેનું મૂળ્યું મજબૂત છે અને જેની ડાળીઓ આકાશો સાથે વાતચીત કરી રહી હોય.
Gujarati Translation - Rabella Al-Omari૨૫. જે પોતાના પાલનહારના આદેશથી દરેક સમયે પોતાનું ફળ ઉપજાવે છે અને અલ્લાહ તઆલા લોકોની સામે એટલા માટે ઉદાહરણનું વર્ણન કરી રહ્યો છે જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે.
Gujarati Translation - Rabella Al-Omari૨૬. અને અપવિત્ર વાતનું ઉદાહરણ ખરાબ વૃક્ષ જેવું છે, જે ધરતી માંથી ઉપરથી જ ઉખાડી દેવામાં આવ્યું હોય, તેને કંઈ મજબૂતાઇ નથી.
Gujarati Translation - Rabella Al-Omari૨૭. ઇમાનવાળાઓને અલ્લાહ તઆલા સાચી વાત સાથે દુનિયામાં જકડી રાખે છે અને આખેરતમાં પણ જકડી રાખશે, જે જાલિમ છે, અલ્લાહ તેને ગુમરાહ કરી દે છે, અને અલ્લાહ તે જ કરે છે, જેની ઈચ્છા કરે છે.
Gujarati Translation - Rabella Al-Omari૨૮. શું તમે તે લોકોની દશા તરફ ન જોયું જે લોકોએ અલ્લાહની નેઅમત (ઈમાન)ને કુફ્ર વડે બદલી નાખી, અને પોતાની કોમને વિનાશકના ઘરમાં ઉતારી દીધા.
Gujarati Translation - Rabella Al-Omari૩૦. તેમણે અલ્લાહના કેટલાય ભાગીદાર બનાવી લીધા, જેથી લોકોને અલ્લાહના માર્ગથી હટાવી દે, તમે કહી દો કે ભલે મજા કરી લો, તમારું છેલ્લું ઠેકાણું તો જહન્નમ જ છે.
Gujarati Translation - Rabella Al-Omari૩૧. (હે નબી!) મારા ઇમાનવાળા બંદાઓને કહી દો કે તેઓ નમાઝ કાયમ કરે અને જે કંઈ પણ અમે તેઓને આપી રાખ્યું છે તેમાંથી થોડુંક પણ છુપી રીતે અથવા જાહેરમાં દાન કરતા રહે, એ પહેલા કે તે દિવસ આવી પહોંચે જેમાં ન તો લે-વેચ થશે અને ન તો મિત્રતા કામમાં આવશે.
Gujarati Translation - Rabella Al-Omari૩૨. અલ્લાહ તે છે, જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું અને આકાશો માંથી વરસાદ વરસાવી તેના દ્વારા તમારી રોજી માટે ફળ ઉપજાવ્યા અને હોડીઓને તમારા વશમાં કરી દીધી છે, જે સમુદ્રોમાં તેના આદેશથી ચાલે છે, તેણે જ નહેરોને પણ તમારી હેઠળ કરી દીધી છે.
Gujarati Translation - Rabella Al-Omari૩૩. તેણે જ તમારા માટે સૂર્ય અને ચંદ્રને કામે લગાડેલા છે, કે સતત ચાલી રહ્યા છે. તથા રાત અને દિવસને પણ તમારા કામ પર લગાડેલ છે.
Gujarati Translation - Rabella Al-Omari૩૪. તેણે જ તમારી ઇચ્છા પ્રમાણેની દરેક વસ્તુ આપી રાખી છે, જો તમે અલ્લાહની નેઅમતો ગણવા ઇચ્છો તો ક્યારેય તેનો હિસાબ નહીં કરી શકો, નિ:શંક માનવી ઘણો જ અન્યાયી અને કૃતઘ્ની છે.
Gujarati Translation - Rabella Al-Omari૩૫. અને યાદ કરો) જ્યારે ઇબ્રાહીમે દુઆ કરી હતી, હે મારા પાલનહાર! આ શહેરને શાંતિપૂર્ણ બનાવી દે તથા મને અને મારા સંતાનને મૂર્તિપૂજાથી બચાવી લે.
Gujarati Translation - Rabella Al-Omari૩૬. હે મારા પાલનહાર! તેઓએ ઘણા લોકોને સત્ય માર્ગથી ગુમરાહ કરી દીધા, બસ! જેણે મારું અનુસરણ કર્યું તે મારો (સાથી) છે અને જે મારી અવજ્ઞા કરે, તો તું ઘણો જ માફ કરનાર અને દયાળુ છે.
Gujarati Translation - Rabella Al-Omari૩૭. હે મારા પાલનહાર! મેં મારા અમુક સંતાનને આ વેરાન અને જ્યાં કોઈ ખેતી પણ નથી, એવી ધરતી પર તારા પવિત્ર ઘર પાસે છોડ્યા છે, હે મારા પાલનહાર! આ એટલા માટે કે તેઓ નમાઝ કાયમ કરે, બસ! તું કેટલાક લોકોના હૃદયોને તેમની તરફ ઝૂકાવી દે અને તેમને ફળોની રોજી આપ, જેથી તે લોકો આભાર વ્યક્ત કરે.
Gujarati Translation - Rabella Al-Omari૩૮. હે મારા પાલનહાર! જે કઇ અમે છુપાવીએ છીએ અને જે કઈ અમે જાહેર કરીએ છીએ તેને તું ખૂબ સારી રીતે જાણે છે, ધરતી અને આકાશની કોઈ વસ્તુ અલ્લાહથી છુપી નથી.
Gujarati Translation - Rabella Al-Omari૪૨. (મોમિનો) આવું ક્યારેય ન વિચારશો કે જાલિમ જે કઈ પણ કરે છે અલ્લાહ તેમનાથી અજાણ છે, તેણે તો તેઓને તે દિવસ સુધી મહેતલ આપી છે, જે દિવસે આંખો ફાટેલી રહી જશે.
Gujarati Translation - Rabella Al-Omari૪૩. તે પોતાના માથાને ઉપર ઉઠાવી ભાગ-દોડ કરી રહ્યા હશે, તેઓ પોતાના તરફ પણ નહીં જુએ અને તેમના હૃદયો (ગભરાટના કારણે) ભટકી રહ્યા હશે.
Gujarati Translation - Rabella Al-Omari૪૪. (હે નબી!) લોકોને તે દિવસથી સચેત કરી દો, જ્યારે તેમની પાસે અઝાબ આવી પહોંચશે અને તે દિવસે જાલિમ કહેશે કે હે અમારા પાલનહાર! અમને થોડાંક સમયની મહેતલ આપ જેથી અમે તારી વાતનું અનુસરણ કરી લઇએ અને તારા પયગંબરોનું પણ અનુસરણ કરવા લાગીએ. (અલ્લાહ તઆલા તેઓને જવાબ આપશે) શું તમે તે જ લોકો છો, જેઓ આ પહેલા કસમો ખાતા હતા કે અમને નષ્ટતા ક્યારેય સ્પર્શ નહીં કરે?
Gujarati Translation - Rabella Al-Omari૪૫. જો કે તમે એવા લોકોની વસ્તીમાં રહેતા હતા, જે લોકોએ પોતાના પર જુલમ કર્યો હતો, અને તમને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું કે અમે તે લોકોની કેવી દશા કરી હતી, અને તમારા માટે અમે તેમના ઉદાહરણ પણ વર્ણન કરી દીધા હતા.
Gujarati Translation - Rabella Al-Omari૪૬. આ લોકોએ (સત્યની વિરુદ્ધ) ઘણી યુક્તિઓ કરી અને અલ્લાહને તેમની દરેક યુક્તિઓનું જ્ઞાન છે અને તેમની યુક્તિઓ એટલી ખતરનાક રહેતી કે તેનાથી પર્વતો પણ પોતાની જગ્યા પરથી ખસી જાય.
Gujarati Translation - Rabella Al-Omari૪૭. (હે નબી!) તમે ક્યારેય એવો વિચાર ન કરશો કે અલ્લાહ પોતાના પયગંબરો સાથે વચનભંગ કરશે, અલ્લાહ ઘણો જ વિજયી અને બદલો લેવાવાળો છે.
Gujarati Translation - Rabella Al-Omari૫૧. આ એટલા માટે કે અલ્લાહ તઆલા દરેક વ્યક્તિને તેના કર્મોનો બદલો આપશે, નિ:શંક અલ્લાહ તઆલાને હિસાબ લેતા કંઈ પણ વાર નહીં થાય.
Gujarati Translation - Rabella Al-Omari૫૨. આ કુરઆન દરેક લોકો સુધી પહોચાડવાની વસ્તુ છે, જેથી તેના દ્વારા તેઓને સચેત કરવામાં આવે, અને એટલા માટે પણ કે તેઓ જાણી લે કે અલ્લાહ એકલો જ ઇલાહ છે, અને એટલા માટે પણ કે બુદ્ધિશાળી લોકો શિખામણ પ્રાપ્ત કરે.