મુખ્ય પૃષ્ઠ › સૂરહ › સૂરહ Al-Qalam
સૂરહ Al-Qalam القلم
52 આયતો · મક્કા · અવતરણ ક્રમ 2
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ نٓ وَٱلْقَلَمِ وَمَا يَسْطُرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧. નૂન,[1] કસમ છે કલમની અને તેની, જે કંઇ પણ તે (ફરિશ્તાઓ) લખે છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
مَآ أَنتَ بِنِعْمَةِ رَبِّكَ بِمَجْنُونٍ
Gujarati Translation - Rabella Al-Omari ૨. તમે પોતાના પાલનહારની કૃપાથી પાગલ નથી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِنَّ لَكَ لَأَجْرًا غَيْرَ مَمْنُونٍ
Gujarati Translation - Rabella Al-Omari ૩. અને નિ:શંક તમારા માટે અનંત બદલો છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍ
Gujarati Translation - Rabella Al-Omari ૪. અને નિ:શંક તમે ખૂબ જ શ્રેષ્ઠ (ઉત્તમ) ચરિત્રવાળા છો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَسَتُبْصِرُ وَيُبْصِرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૫. બસ! હવે તમે પણ જોઇ લેશો અને તેઓ પણ જોઇ લેશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
بِأَييِّكُمُ ٱلْمَفْتُونُ
Gujarati Translation - Rabella Al-Omari ૬. કે તમારામાં થી કોણ પાગલપણામાં સપડાયેલો છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِۦ وَهُوَ أَعْلَمُ بِٱلْمُهْتَدِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૭. નિ:શંક તમારો પાલનહાર ખૂબ જાણે છે કે કોણ તેના માર્ગથી ભટકેલા છે અને કોણ સત્ય માર્ગ પર છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَلَا تُطِعِ ٱلْمُكَذِّبِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૮. બસ! તમે જુઠલાવનારાઓની (વાત) ન માનો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَدُّوا۟ لَوْ تُدْهِنُ فَيُدْهِنُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૯. તેઓ તો ઇચ્છે છે કે તમે થોડાક નરમ પડો તો તેઓ પણ નરમ પડી જાય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَا تُطِعْ كُلَّ حَلَّافٍ مَّهِينٍ
Gujarati Translation - Rabella Al-Omari ૧૦. અને તમે કોઇ એવા વ્યક્તિનું પણ કહેવું ન માનશો જે વધારે કસમો ખાઈ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
هَمَّازٍ مَّشَّآءٍۭ بِنَمِيمٍ
Gujarati Translation - Rabella Al-Omari ૧૧. જે નીચ, મહેણાંટોણા મારનાર અને ચાડી ખાનાર છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
مَّنَّاعٍ لِّلْخَيْرِ مُعْتَدٍ أَثِيمٍ
Gujarati Translation - Rabella Al-Omari ૧૨. ભલાઇથી રોકવાવાળો, અતિરેક કરનાર, પાપી છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
عُتُلٍّۭ بَعْدَ ذَٰلِكَ زَنِيمٍ
Gujarati Translation - Rabella Al-Omari ૧૩. અતડા સ્વભાવનો, સાથે સાથે બદનામ પણ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَن كَانَ ذَا مَالٍ وَبَنِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૪. તેનો વિદ્રોહ ફકત એટલા માટે છે કે તે ધન-સંપત્તિ વાળો અને સંતાનોવાળો છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِذَا تُتْلَىٰ عَلَيْهِ ءَايَٰتُنَا قَالَ أَسَٰطِيرُ ٱلْأَوَّلِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૫. જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે તો કહી દે છે કે આ તો પહેલાના લોકોની કથા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
سَنَسِمُهُۥ عَلَى ٱلْخُرْطُومِ
Gujarati Translation - Rabella Al-Omari ૧૬. અમે પણ તેની સૂંઢ (નાક) પર ડામ આપીશું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّا بَلَوْنَٰهُمْ كَمَا بَلَوْنَآ أَصْحَٰبَ ٱلْجَنَّةِ إِذْ أَقْسَمُوا۟ لَيَصْرِمُنَّهَا مُصْبِحِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૭. નિ:શંક અમે તેમની એવી જ રીતે કસોટી કરી જેવી રીતે કે અમે બગીચાવાળાઓની કસોટી કરી હતી. જ્યારે કે તેમણે કસમ ખાધી કે વહેલી પરોઢ થતા જ આ બગીચાના ફળ તોડી લઇશું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَا يَسْتَثْنُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૮. અને કોઈ (ફળ) બાકી નહીં રાખીએ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَطَافَ عَلَيْهَا طَآئِفٌ مِّن رَّبِّكَ وَهُمْ نَآئِمُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૯. પછી તમારા પાલનહાર તરફથી એક આફત તે બગીચા પર આવી ગઈ જ્યારે કે હજુ તે લોકો સૂઈ રહ્યા હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَأَصْبَحَتْ كَٱلصَّرِيمِ
Gujarati Translation - Rabella Al-Omari ૨૦. બસ! તે બગીચો એવો થઇ ગયો જેવી કે કપાયેલી ખેતી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَتَنَادَوْا۟ مُصْبِحِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૧. હવે સવાર થતા જ તેઓ એકબીજાને પોકારવા લાગ્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَنِ ٱغْدُوا۟ عَلَىٰ حَرْثِكُمْ إِن كُنتُمْ صَٰرِمِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૨. કે અગર તમારે ફળ તોડવા હોય તો વહેલી પરોઢમાં પોતાની ખેતી તરફ ચાલી નીકળો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَٱنطَلَقُوا۟ وَهُمْ يَتَخَٰفَتُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૩. ફરી તે લોકો ધીરે-ધીરે વાતો કરતા નીકળ્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَن لَّا يَدْخُلَنَّهَا ٱلْيَوْمَ عَلَيْكُم مِّسْكِينٌ
Gujarati Translation - Rabella Al-Omari ૨૪. કે આજના દિવસે કોઇ લાચાર તમારી પાસે ન આવી શકે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَغَدَوْا۟ عَلَىٰ حَرْدٍ قَٰدِرِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૫. અને લપકતા સવાર સવારમાં નીકળ્યા (સમજી રહ્યા હતા) કે અમે (ફળ તોડવા માટે) સમર્થ છીએ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَلَمَّا رَأَوْهَا قَالُوٓا۟ إِنَّا لَضَآلُّونَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૬. જ્યારે તેમણે બગીચો જોયો તો કહેવા લાગ્યા, નિ:શંક અમે રસ્તો ભુલી ગયા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
بَلْ نَحْنُ مَحْرُومُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૭. ના ના, પરંતુ આપણું ભાગ્ય ફુટી ગયુ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالَ أَوْسَطُهُمْ أَلَمْ أَقُل لَّكُمْ لَوْلَا تُسَبِّحُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૮. તે લોકોમાં, જે વચલો હતો તેણે કહ્યુ કે હું તમને નહતો કહેતો કે તમે અલ્લાહની પવિત્રતાનું વર્ણન કેમ નથી કરતા?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالُوا۟ سُبْحَٰنَ رَبِّنَآ إِنَّا كُنَّا ظَٰلِمِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૯. તેઓ કહેવા લાગ્યા, આપણો પાલનહાર પવિત્ર છે, નિ:શંક આપણે જ જાલિમ હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَلَٰوَمُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૦. ફરી તેઓ એક-બીજા તરફ ફરીને એક-બીજાને ઠપકો આપવા લાગ્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالُوا۟ يَٰوَيْلَنَآ إِنَّا كُنَّا طَٰغِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૧. કહેવા લાગ્યા ખૂબ અફસોસ! ખરેખર અમે જ વિદ્રોહી હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
عَسَىٰ رَبُّنَآ أَن يُبْدِلَنَا خَيْرًا مِّنْهَآ إِنَّآ إِلَىٰ رَبِّنَا رَٰغِبُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૨. આશા છે કે અમારો પાલનહાર અમને આનાથી સારો બદલો આપશે, અમે તો હવે પોતાના પાલનહારથી જ અપેક્ષા કરીએ છીએ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَذَٰلِكَ ٱلْعَذَابُ وَلَعَذَابُ ٱلْـَٔاخِرَةِ أَكْبَرُ لَوْ كَانُوا۟ يَعْلَمُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૩. આવી જ રીતે મુસીબત આવે છે. અને આખિરતનનો અઝાબ તો આના કરતા મોટો હશે, કાશ તે લોકો જાણતા હોત.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّ لِلْمُتَّقِينَ عِندَ رَبِّهِمْ جَنَّٰتِ ٱلنَّعِيمِ
Gujarati Translation - Rabella Al-Omari ૩૪. ડરનારાઓ માટે તેમના પાલનહાર પાસે નેઅમતોવાળી જન્નતો છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَفَنَجْعَلُ ٱلْمُسْلِمِينَ كَٱلْمُجْرِمِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૫. શું અમે મુસલમાનો પાપીઓ જેવા કરી દઇશું .
આ આયતના તમામ અનુવાદો જુઓ →
مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૬. તમને શું થઇ ગયુ છે, કેવા નિર્ણયો કરો છો?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَمْ لَكُمْ كِتَٰبٌ فِيهِ تَدْرُسُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૭. શું તમારી પાસે કોઇ કિતાબ છે, જે તમે પઢતા હોય?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّ لَكُمْ فِيهِ لَمَا تَخَيَّرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૮. કે તેમાં તમારી મનચાહી વાતો હોય?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَمْ لَكُمْ أَيْمَٰنٌ عَلَيْنَا بَٰلِغَةٌ إِلَىٰ يَوْمِ ٱلْقِيَٰمَةِ إِنَّ لَكُمْ لَمَا تَحْكُمُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૯. અથવા તો અમારા શિરે તમારી કેટલીક કસમો છે? જે કયામત સૂધી બાકી રહે, કે તમારા માટે તે બધુ જ છે, જે તમે પોતાની તરફથી નક્કી કરી લો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
سَلْهُمْ أَيُّهُم بِذَٰلِكَ زَعِيمٌ
Gujarati Translation - Rabella Al-Omari ૪૦. (હે પયગંબર) તમે તેમને પુછો કે તેમના માંથી કોણ આ વાતનો જવાબદાર (દાવેદાર) છે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَمْ لَهُمْ شُرَكَآءُ فَلْيَأْتُوا۟ بِشُرَكَآئِهِمْ إِن كَانُوا۟ صَٰدِقِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૧. શું તેમના કોઇ ભાગીદાર છે? જો તે સાચા હોય તો પોત પોતાના ભાગીદારો લઇને આવે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
يَوْمَ يُكْشَفُ عَن سَاقٍ وَيُدْعَوْنَ إِلَى ٱلسُّجُودِ فَلَا يَسْتَطِيعُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૨. જે દિવસે પિંડલી (ઢીચણ નો નીચલો ભાગ) ખોલી નાખવામાં આવશે અને સિજદો કરવા માટે બોલવવામાં આવશે. તો (સિજદો) નહી કરી શકે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
خَٰشِعَةً أَبْصَٰرُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ وَقَدْ كَانُوا۟ يُدْعَوْنَ إِلَى ٱلسُّجُودِ وَهُمْ سَٰلِمُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૩. નજરો નીચી હશે અને તેમના પર અપમાન છવાઇ રહ્યુ હશે. તેઓ (દુનિયામાં) સિજદા કરવા માટે બોલાવવામાં આવતા હતા જ્યારે કે તંદુરસ્ત હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَذَرْنِى وَمَن يُكَذِّبُ بِهَٰذَا ٱلْحَدِيثِ سَنَسْتَدْرِجُهُم مِّنْ حَيْثُ لَا يَعْلَمُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૪. બસ! મને અને આ કલામને જુઠલાવનારાઓને છોડી દો, અમે તેમને આમ ધીરે ધીરે ખેંચીશું કે તેમને ખબર પણ નહીં પડે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأُمْلِى لَهُمْ إِنَّ كَيْدِى مَتِينٌ
Gujarati Translation - Rabella Al-Omari ૪૫. અને હું તેમને ઢીલ આપીશ, નિ:શંક મારી યોજના સખત સચોટ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَمْ تَسْـَٔلُهُمْ أَجْرًا فَهُم مِّن مَّغْرَمٍ مُّثْقَلُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૬. શું તમે તેમનાથી કોઇ વળતર ઇચ્છો છો, જેના દંડના બોજ હેઠળ દબાઇ રહ્યા હોય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَمْ عِندَهُمُ ٱلْغَيْبُ فَهُمْ يَكْتُبُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૭. અથવા તો તેમની પાસે ગૈબનું ઇલ્મ છે, જેને તેઓ લખી રહ્યા હોય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَٱصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تَكُن كَصَاحِبِ ٱلْحُوتِ إِذْ نَادَىٰ وَهُوَ مَكْظُومٌ
Gujarati Translation - Rabella Al-Omari ૪૮. બસ! તમે પોતાના પાલનહારનો આદેશ આવતા સુધી ધીરજ રાખો અને માછલીવાળા (યૂનુસ) જેવા ન થઇ જાવ, જ્યારે તેમણે અમને દુઃખના સમયે પોકાર્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَّوْلَآ أَن تَدَٰرَكَهُۥ نِعْمَةٌ مِّن رَّبِّهِۦ لَنُبِذَ بِٱلْعَرَآءِ وَهُوَ مَذْمُومٌ
Gujarati Translation - Rabella Al-Omari ૪૯. અગર તેમના પાલનહારની મદદ ન આવી હોત તો નિ:શંક તે તેઓ ખરાબ પરિસ્થિતિમાં સપાટ મેદાન પર નાખી દેવામાં આવતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَٱجْتَبَٰهُ رَبُّهُۥ فَجَعَلَهُۥ مِنَ ٱلصَّٰلِحِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૫૦. તેમના પાલનહારે ફરી પસંદ કરી લીધા અને તેમને સદાચારી લોકોમાં કરી દીધા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِن يَكَادُ ٱلَّذِينَ كَفَرُوا۟ لَيُزْلِقُونَكَ بِأَبْصَٰرِهِمْ لَمَّا سَمِعُوا۟ ٱلذِّكْرَ وَيَقُولُونَ إِنَّهُۥ لَمَجْنُونٌ
Gujarati Translation - Rabella Al-Omari ૫૧. અને કાફિરો જ્યારે કુરઆન સાભળે છે તો તમારી સામે એવે રીતે જુવે છે કે તેઓ તમને ડગમગાવી દેશે, અને કહે છે કે આ તો એક પાગલ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَمَا هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَٰلَمِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૫૨. ખરેખર આ (કુરઆન) તો સમગ્ર માનવજાતિ માટે શિખામણ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
← સૂરહ Al-Mulk
સૂરહ Al-Haaqqa →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→
Arabic text and translations via Tanzil and QuranEnc — verbatim, unmodified · Translations belong to their translators and are not the Qur'an itself
આ સંશોધન સહાયક છે; ધાર્મિક ચુકાદાનો સ્રોત નથી.