મુખ્ય પૃષ્ઠ › સૂરહ › સૂરહ Al-Haaqqa
સૂરહ Al-Haaqqa الحاقة
52 આયતો · મક્કા · અવતરણ ક્રમ 78
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ ٱلْحَآقَّةُ
Gujarati Translation - Rabella Al-Omari ૧. સાબિત થવાવાળી
આ આયતના તમામ અનુવાદો જુઓ →
مَا ٱلْحَآقَّةُ
Gujarati Translation - Rabella Al-Omari ૨. સાબિત થવાવાળી શું છે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَمَآ أَدْرَىٰكَ مَا ٱلْحَآقَّةُ
Gujarati Translation - Rabella Al-Omari ૩. અને તમને શું ખબર કે તે સાબિત થનાર શું છે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَذَّبَتْ ثَمُودُ وَعَادٌۢ بِٱلْقَارِعَةِ
Gujarati Translation - Rabella Al-Omari ૪. ષમૂદ અને આદની કોમે ખખડાવી દેનારી (કયામત)ને જુઠલાવી હતી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَأَمَّا ثَمُودُ فَأُهْلِكُوا۟ بِٱلطَّاغِيَةِ
Gujarati Translation - Rabella Al-Omari ૫. (જેના પરિણામ રૂપે) ષમૂદને ભયજનક અવાજ વડે નષ્ટ કરવામાં આવ્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأَمَّا عَادٌ فَأُهْلِكُوا۟ بِرِيحٍ صَرْصَرٍ عَاتِيَةٍ
Gujarati Translation - Rabella Al-Omari ૬. અને આદને તીવ્ર તોફાની આંધીથી નષ્ટ કરી દેવામાં આવ્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
سَخَّرَهَا عَلَيْهِمْ سَبْعَ لَيَالٍ وَثَمَٰنِيَةَ أَيَّامٍ حُسُومًا فَتَرَى ٱلْقَوْمَ فِيهَا صَرْعَىٰ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ خَاوِيَةٍ
Gujarati Translation - Rabella Al-Omari ૭. જેને તેમના પર નિરંતર સાત રાત્રિઓ અને આઠ દિવસ સુધી (અલ્લાહએ) છવાયેલી રાખી. (જો તમે ત્યાં હોત તો) તમે જોતા કે તે લોકો જમીન પર એવી રીતે ઊંધા પડયા હતા, જેવી રીતે કે ખજૂરના ખોખલા થડ હોય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَهَلْ تَرَىٰ لَهُم مِّنۢ بَاقِيَةٍ
Gujarati Translation - Rabella Al-Omari ૮. શું તમે તેમના માંથી કોઇ પણ બાકી જુઓ છો?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَجَآءَ فِرْعَوْنُ وَمَن قَبْلَهُۥ وَٱلْمُؤْتَفِكَٰتُ بِٱلْخَاطِئَةِ
Gujarati Translation - Rabella Al-Omari ૯. ફિરઔન અને તેનાથી પહેલાના લોકો અને જેમની વસ્તીઓ પલટાવી નાખી, સૌ ગુનાહના કાર્યો કરતા હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَعَصَوْا۟ رَسُولَ رَبِّهِمْ فَأَخَذَهُمْ أَخْذَةً رَّابِيَةً
Gujarati Translation - Rabella Al-Omari ૧૦. તે સૌએ પોતાના પાલનહારના પયગંબરની અવગણના કરી. (છેવટે) અલ્લાહ એ તેઓને (પણ) સખત પકડમાં લઇ લીધા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّا لَمَّا طَغَا ٱلْمَآءُ حَمَلْنَٰكُمْ فِى ٱلْجَارِيَةِ
Gujarati Translation - Rabella Al-Omari ૧૧. જ્યારે પાણીનું તોફાન વધારે થયું તો તે સમયે અમે જ તમને હોળીમાં સવાર કરી દીધા હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لِنَجْعَلَهَا لَكُمْ تَذْكِرَةً وَتَعِيَهَآ أُذُنٌ وَٰعِيَةٌ
Gujarati Translation - Rabella Al-Omari ૧૨. જેથી અમે તેને તમારા માટે શિખામણ અને યાદગાર બનાવી દઈએ અને (જેથી) યાદ રાખવાવાળા કાન તેને યાદ રાખે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَإِذَا نُفِخَ فِى ٱلصُّورِ نَفْخَةٌ وَٰحِدَةٌ
Gujarati Translation - Rabella Al-Omari ૧૩. બસ! જ્યારે સૂરમાં એક ફૂંક મારવામાં આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَحُمِلَتِ ٱلْأَرْضُ وَٱلْجِبَالُ فَدُكَّتَا دَكَّةً وَٰحِدَةً
Gujarati Translation - Rabella Al-Omari ૧૪. અને જમીન તથા પર્વતો ઉઠાવી લેવામાં આવશે. અને એક જ પ્રહારમાં ચૂરેચૂરા કરી દેવામાં આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَيَوْمَئِذٍ وَقَعَتِ ٱلْوَاقِعَةُ
Gujarati Translation - Rabella Al-Omari ૧૫. તે દિવસે સાબિત થવાવાળી (કયામત) થઇને રહેશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱنشَقَّتِ ٱلسَّمَآءُ فَهِىَ يَوْمَئِذٍ وَاهِيَةٌ
Gujarati Translation - Rabella Al-Omari ૧૬. અને આકશ ફાટી જશે, અને તે દિવસે ઘણું જ નબળુ પડી જશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱلْمَلَكُ عَلَىٰٓ أَرْجَآئِهَا وَيَحْمِلُ عَرْشَ رَبِّكَ فَوْقَهُمْ يَوْمَئِذٍ ثَمَٰنِيَةٌ
Gujarati Translation - Rabella Al-Omari ૧૭. તેના કિનારાઓ પર ફરિશ્તાઓ હશે, અને તે દિવસે આઠ (ફરિશ્તાઓ) તમારા પાલનાહારના અર્શને પોતાના ઉપર ઉઠાવીને રાખ્યું હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
يَوْمَئِذٍ تُعْرَضُونَ لَا تَخْفَىٰ مِنكُمْ خَافِيَةٌ
Gujarati Translation - Rabella Al-Omari ૧૮. તે દિવસે તમે સૌ (અલ્લાહની સમક્ષ) રજૂ કરવામાં આવશો, તમારુ કોઇ રહસ્ય છૂપાયેલું નહી રહે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَأَمَّا مَنْ أُوتِىَ كِتَٰبَهُۥ بِيَمِينِهِۦ فَيَقُولُ هَآؤُمُ ٱقْرَءُوا۟ كِتَٰبِيَهْ
Gujarati Translation - Rabella Al-Omari ૧૯. પછી જેને તેનું કર્મપત્ર જમણા હાથમાં આપવામાં આવશે, તો તે કહેવા લાગશે કે “ લો મારુ કર્મપત્ર વાંચી લો”.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنِّى ظَنَنتُ أَنِّى مُلَٰقٍ حِسَابِيَهْ
Gujarati Translation - Rabella Al-Omari ૨૦. મને તો સંપૂર્ણ વિશ્ર્વાસ હતો કે મને મારો હિસાબ મળવાનો છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَهُوَ فِى عِيشَةٍ رَّاضِيَةٍ
Gujarati Translation - Rabella Al-Omari ૨૧. બસ! તે એક મનગમતા જીવનમાં હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فِى جَنَّةٍ عَالِيَةٍ
Gujarati Translation - Rabella Al-Omari ૨૨. ઉચ્ચ દરજ્જાવાળી જન્નતમાં
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قُطُوفُهَا دَانِيَةٌ
Gujarati Translation - Rabella Al-Omari ૨૩. જેના ગુચ્છા નમી પડેલા હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كُلُوا۟ وَٱشْرَبُوا۟ هَنِيٓـًٔۢا بِمَآ أَسْلَفْتُمْ فِى ٱلْأَيَّامِ ٱلْخَالِيَةِ
Gujarati Translation - Rabella Al-Omari ૨૪. (તેમને કહેવામાં આવશે) કે આનંદથી ખાઓ પીઓ, પોતાના તે કર્મોના બદલામાં, જે તમે વિતેલા દિવસોમાં કર્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأَمَّا مَنْ أُوتِىَ كِتَٰبَهُۥ بِشِمَالِهِۦ فَيَقُولُ يَٰلَيْتَنِى لَمْ أُوتَ كِتَٰبِيَهْ
Gujarati Translation - Rabella Al-Omari ૨૫. પરંતુ જેનું કર્મપત્ર તેના ડાબા હાથમાં આપવામાં આવશે તો તે કહશે કે “ કાશ મને મારુ કર્મપત્ર આપવામાં જ ન આવ્યુ હોત”.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَمْ أَدْرِ مَا حِسَابِيَهْ
Gujarati Translation - Rabella Al-Omari ૨૬. અને હું જાણતો જ ન હોત કે હિસાબ શું છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
يَٰلَيْتَهَا كَانَتِ ٱلْقَاضِيَةَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૭. કાશ! કે મૃત્યુ (મારુ) કામ પુરૂ કરી દેત.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
مَآ أَغْنَىٰ عَنِّى مَالِيَهْ
Gujarati Translation - Rabella Al-Omari ૨૮. મારૂ ધન પણ મને કંઇ ફાયદો ન પહોંચાડી શક્યુ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
هَلَكَ عَنِّى سُلْطَٰنِيَهْ
Gujarati Translation - Rabella Al-Omari ૨૯. મારી સત્તા પણ બરબાદ થઇ ગઈ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
خُذُوهُ فَغُلُّوهُ
Gujarati Translation - Rabella Al-Omari ૩૦. આદેશ આપવામાં આવશે, તેને પકડી લો પછી તેને ગાળિયું પહેરાવી દો,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ثُمَّ ٱلْجَحِيمَ صَلُّوهُ
Gujarati Translation - Rabella Al-Omari ૩૧. પછી તેને જહન્નમમાં નાખી દો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ثُمَّ فِى سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًا فَٱسْلُكُوهُ
Gujarati Translation - Rabella Al-Omari ૩૨. પછી તેને સિત્તેર હાથ લાંબી સાંકળમાં બાંધી દો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّهُۥ كَانَ لَا يُؤْمِنُ بِٱللَّهِ ٱلْعَظِيمِ
Gujarati Translation - Rabella Al-Omari ૩૩. નિ:શંક તે મહાનતાવાળા અલ્લાહ પર ઇમાન નહતો રાખતો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلْمِسْكِينِ
Gujarati Translation - Rabella Al-Omari ૩૪. અને લાચારને ખવડાવવા માટે પ્રોત્સાહન નહતો આપતો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَلَيْسَ لَهُ ٱلْيَوْمَ هَٰهُنَا حَمِيمٌ
Gujarati Translation - Rabella Al-Omari ૩૫. બસ! આજે તેનો કોઈ મિત્ર નહીં હોય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَا طَعَامٌ إِلَّا مِنْ غِسْلِينٍ
Gujarati Translation - Rabella Al-Omari ૩૬. અને પરૂ સિવાય તેને કઈ ભોજન નહીં મળે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَّا يَأْكُلُهُۥٓ إِلَّا ٱلْخَٰطِـُٔونَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૭. જેને ગુનેગાર સિવાય કોઇપણ નહીં ખાય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَلَآ أُقْسِمُ بِمَا تُبْصِرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૮. બસ! હું તે વસ્તુની પણ કસમ ખાઉ છું, જે તમે જુવો છો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَمَا لَا تُبْصِرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૯. અને તે વસ્તુઓની પણ, જે તમે જોતા નથી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّهُۥ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ
Gujarati Translation - Rabella Al-Omari ૪૦. કે નિ:શંક આ (કુરઆન) પ્રતિષ્ઠિત પયગંબરની જબાન વડે પહોચાડવામાં આવ્યું છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَمَا هُوَ بِقَوْلِ شَاعِرٍ قَلِيلًا مَّا تُؤْمِنُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૧. આ કોઇ કવિનું કથન નથી (અફસોસ) તમે ભાગ્યે જ ઇમાન લાવો છો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَا بِقَوْلِ كَاهِنٍ قَلِيلًا مَّا تَذَكَّرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૨. અને ન તો આ કોઇ જયોતિષનું કથન છે. (અફસોસ) તમે ભાગ્યે જ શિખામણ પ્રાપ્ત કરો છો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
تَنزِيلٌ مِّن رَّبِّ ٱلْعَٰلَمِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૩. (આ તો) જગતના પાલનહારે ઉતાર્યું છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَوْ تَقَوَّلَ عَلَيْنَا بَعْضَ ٱلْأَقَاوِيلِ
Gujarati Translation - Rabella Al-Omari ૪૪. અને જો આ (મુહમ્મદ પયગંબર) અમારા પર કોઇપણ વાત ઘડી લેતો,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَأَخَذْنَا مِنْهُ بِٱلْيَمِينِ
Gujarati Translation - Rabella Al-Omari ૪૫. તો જરૂરથી અમે તેનો જમણો હાથ પકડી લેતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ثُمَّ لَقَطَعْنَا مِنْهُ ٱلْوَتِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૬. પછી તેની ધોરી નસ કાપી નાખતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَمَا مِنكُم مِّنْ أَحَدٍ عَنْهُ حَٰجِزِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૭. પછી તમારામાંથી કોઇ પણ અમને આ કામથી રોકનાર ન હોત.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِنَّهُۥ لَتَذْكِرَةٌ لِّلْمُتَّقِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૮. નિ:શંક આ કુરઆન ડરવાવાળાઓ માટે શિખામણ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِنَّا لَنَعْلَمُ أَنَّ مِنكُم مُّكَذِّبِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૯. અને અમને સારી રીતે જાણીએ છીએ કે તમારામાંથી કેટલાક તેને જુઠલાવનારા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِنَّهُۥ لَحَسْرَةٌ عَلَى ٱلْكَٰفِرِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૫૦. નિ:શંક (આ જુઠલાવવુ) ઇન્કારીઓ ઉપર ખેદ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِنَّهُۥ لَحَقُّ ٱلْيَقِينِ
Gujarati Translation - Rabella Al-Omari ૫૧. અને નિ:શંક આ તદ્દન વિશ્ર્વાસનિય સત્ય છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَسَبِّحْ بِٱسْمِ رَبِّكَ ٱلْعَظِيمِ
Gujarati Translation - Rabella Al-Omari ૫૨. બસ! (હે નબી) તમે પોતાના મહાન પાલનહારની પવિત્રતા બયાન કરો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
← સૂરહ Al-Qalam
સૂરહ Al-Ma'aarij →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→
Arabic text and translations via Tanzil and QuranEnc — verbatim, unmodified · Translations belong to their translators and are not the Qur'an itself
આ સંશોધન સહાયક છે; ધાર્મિક ચુકાદાનો સ્રોત નથી.