caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Mulk الملك

30 આયતો · મક્કા · અવતરણ ક્રમ 77

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ تَبَٰرَكَ ٱلَّذِى بِيَدِهِ ٱلْمُلْكُ وَهُوَ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ

Gujarati Translation - Rabella Al-Omari૧. ખુબ જ બરકતવાળો છે તે (અલ્લાહ), જેના હાથમાં સામ્રાજ્ય છે. અને જે દરેક વસ્તુઓ પર કુદરત ધરાવે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلَّذِى خَلَقَ ٱلْمَوْتَ وَٱلْحَيَوٰةَ لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًا وَهُوَ ٱلْعَزِيزُ ٱلْغَفُورُ

Gujarati Translation - Rabella Al-Omari૨. જેણે મૃત્યુ અને જીવન એટલા માટે પેદા કર્યુ કે તમારી કસોટી કરે, કે તમારા માંથી કોણ સારા કાર્યો કરે છે. અને તે પ્રભુત્વશાળી અને માફ કરવાવાળો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلَّذِى خَلَقَ سَبْعَ سَمَٰوَٰتٍ طِبَاقًا مَّا تَرَىٰ فِى خَلْقِ ٱلرَّحْمَٰنِ مِن تَفَٰوُتٍ فَٱرْجِعِ ٱلْبَصَرَ هَلْ تَرَىٰ مِن فُطُورٍ

Gujarati Translation - Rabella Al-Omari૩. જેણે સાત આકાશો તળ પર તળ બનાવ્યા, તમે અલ્લાહ કૃપાળુના સર્જનમાં કોઇ અવ્યવસ્થા નહી જુઓ, ફરીવાર આકાશ તરફ જુઓ, શું કોઇ તિરાડ પણ દેખાઇ છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ثُمَّ ٱرْجِعِ ٱلْبَصَرَ كَرَّتَيْنِ يَنقَلِبْ إِلَيْكَ ٱلْبَصَرُ خَاسِئًا وَهُوَ حَسِيرٌ

Gujarati Translation - Rabella Al-Omari૪. વારંવાર તેને જુઓ, તમારી નજર પોતાની તરફ અપમાનિત, થાકીને પાછી આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَقَدْ زَيَّنَّا ٱلسَّمَآءَ ٱلدُّنْيَا بِمَصَٰبِيحَ وَجَعَلْنَٰهَا رُجُومًا لِّلشَّيَٰطِينِ وَأَعْتَدْنَا لَهُمْ عَذَابَ ٱلسَّعِيرِ

Gujarati Translation - Rabella Al-Omari૫. નિ:શંક અમે દુનિયાના આકાશને દીવાઓ (તારાઓ) વડે શણગાર્યું અને તેને શૈતાનોને મારવાનું માધ્યમ બનાવી દીધુ છે અને શૈતાનો માટે અમે (જહન્નમની આગ) તૈયાર કરી રાખી છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلِلَّذِينَ كَفَرُوا۟ بِرَبِّهِمْ عَذَابُ جَهَنَّمَ وَبِئْسَ ٱلْمَصِيرُ

Gujarati Translation - Rabella Al-Omari૬. અને જે લોકોએ પોતાના પાલનહારનો ઇન્કાર કર્યો, તેમના માટે જહન્નમનો અઝાબ છે, અને તે ખૂબ જ ખરાબ ઠેકાણું છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِذَآ أُلْقُوا۟ فِيهَا سَمِعُوا۟ لَهَا شَهِيقًا وَهِىَ تَفُورُ

Gujarati Translation - Rabella Al-Omari૭. જ્યારે તેઓ તેમાં નાખવામાં આવશે, તો તેનો ખુબ જ મોટો અવાજ સાંભળશે અને તે જોશ મારી રહી હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

تَكَادُ تَمَيَّزُ مِنَ ٱلْغَيْظِ كُلَّمَآ أُلْقِىَ فِيهَا فَوْجٌ سَأَلَهُمْ خَزَنَتُهَآ أَلَمْ يَأْتِكُمْ نَذِيرٌ

Gujarati Translation - Rabella Al-Omari૮. એવું લાગશે કે (હમણા) ક્રોધથી ફાટી જશે, જ્યારે પણ તેમાં કોઇ જૂથ નાખવામાં આવશે તો જહન્નમના રખેવાળો તેમને સવાલ કરશે કે શું તમારી પાસે ડરાવનાર કોઇ નહતા આવ્યા?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالُوا۟ بَلَىٰ قَدْ جَآءَنَا نَذِيرٌ فَكَذَّبْنَا وَقُلْنَا مَا نَزَّلَ ٱللَّهُ مِن شَىْءٍ إِنْ أَنتُمْ إِلَّا فِى ضَلَٰلٍ كَبِيرٍ

Gujarati Translation - Rabella Al-Omari૯. તે જવાબ આપશે કે કેમ નહી, ડરાવનાર અમારી પાસે આવ્યા હતા, પરંતુ અમે તેમને જુઠલાવ્યા અને અમે કહ્યું કે અલ્લાહ તઆલાએ કશું પણ ઉતાર્યું નથી. તમે જ ખુબ સ્પષ્ટ ગુમરાહીમાં છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَقَالُوا۟ لَوْ كُنَّا نَسْمَعُ أَوْ نَعْقِلُ مَا كُنَّا فِىٓ أَصْحَٰبِ ٱلسَّعِيرِ

Gujarati Translation - Rabella Al-Omari૧૦. અને કહેશે કે કાશ! અમે (તેમની વાતો) સાંભળતા હોત અથવા તો સમજતા હોત તો જહન્નમીઓ માંથી ન હોત.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱعْتَرَفُوا۟ بِذَنۢبِهِمْ فَسُحْقًا لِّأَصْحَٰبِ ٱلسَّعِيرِ

Gujarati Translation - Rabella Al-Omari૧૧. બસ! તે પોતાના ગુનાહ સ્વીકારી લેશે, હવે જહન્નમીઓ દૂર થઇ જાવ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ ٱلَّذِينَ يَخْشَوْنَ رَبَّهُم بِٱلْغَيْبِ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ كَبِيرٌ

Gujarati Translation - Rabella Al-Omari૧૨. નિ:શંક જે લોકો પોતાના પાલનહારથી વિણદેખે ડરતા રહે છે તેમના માટે માફી અને ખૂબ જ મોટો સવાબ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَسِرُّوا۟ قَوْلَكُمْ أَوِ ٱجْهَرُوا۟ بِهِۦٓ إِنَّهُۥ عَلِيمٌۢ بِذَاتِ ٱلصُّدُورِ

Gujarati Translation - Rabella Al-Omari૧૩. તમે છુપી રીતે વાત કરો અથવા ઊચા અવાજે વાત કરો, તે તો દિલોના ભેદ પણ જાણે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَلَا يَعْلَمُ مَنْ خَلَقَ وَهُوَ ٱللَّطِيفُ ٱلْخَبِيرُ

Gujarati Translation - Rabella Al-Omari૧૪. શું તે જ ન જાણે, જેણે સૌનું સર્જન કર્યુ? તે દરેક વસ્તુની ખબર રાખનાર છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

هُوَ ٱلَّذِى جَعَلَ لَكُمُ ٱلْأَرْضَ ذَلُولًا فَٱمْشُوا۟ فِى مَنَاكِبِهَا وَكُلُوا۟ مِن رِّزْقِهِۦ وَإِلَيْهِ ٱلنُّشُورُ

Gujarati Translation - Rabella Al-Omari૧૫. તે તો છે, જેણે તમારા માટે જમીનને નિમ્ન અને આજ્ઞાવર્તી બનાવી દીધી છે, જેથી તમે તેના રસ્તાઓ પર હરતા ફરતા રહો અને અલ્લાહની રોજી માંથી ખાઓ (પીઓ), તેની જ તરફ (તમારે) જીવિત થઇ પાછું ફરવાનું છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ءَأَمِنتُم مَّن فِى ٱلسَّمَآءِ أَن يَخْسِفَ بِكُمُ ٱلْأَرْضَ فَإِذَا هِىَ تَمُورُ

Gujarati Translation - Rabella Al-Omari૧૬. શું તમે એ વાતથી નીડર થઇ ગયા છો કે આકાશોવાળો તમને જમીનમાં ધસાવી દે અને એકાએક જમીન ડગમગી જાય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمْ أَمِنتُم مَّن فِى ٱلسَّمَآءِ أَن يُرْسِلَ عَلَيْكُمْ حَاصِبًا فَسَتَعْلَمُونَ كَيْفَ نَذِيرِ

Gujarati Translation - Rabella Al-Omari૧૭. અથવા શું તમે આ વાતથી નીડર થઇ ગયા છો કે આકાશોવાળો તમારા પર પથ્થર વરસાવી દે, પછી તો તમને ખબર પડી જ જશે કે મારી ચેતવણી કેવી હોય છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَقَدْ كَذَّبَ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ فَكَيْفَ كَانَ نَكِيرِ

Gujarati Translation - Rabella Al-Omari૧૮. અને તેમનાથી પહેલાના લોકોએ પણ જુઠલાવ્યુ, તો (જોઈ લો) કે મારી પકડ કેવી સખત હતી?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَوَلَمْ يَرَوْا۟ إِلَى ٱلطَّيْرِ فَوْقَهُمْ صَٰٓفَّٰتٍ وَيَقْبِضْنَ مَا يُمْسِكُهُنَّ إِلَّا ٱلرَّحْمَٰنُ إِنَّهُۥ بِكُلِّ شَىْءٍۭ بَصِيرٌ

Gujarati Translation - Rabella Al-Omari૧૯. શું આ લોકો પોતાની ઉપર પંખીઓને નથી જોતા કે કઈ રીતે તે પોતાના પંખ ફેલાવે છે અને બંધ કરે છે, રહેમાન સિવાય કોઈ નથી, જે તેમને થામી રાખે છે, તે દરેક વસ્તુને જોઈ રહ્યો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمَّنْ هَٰذَا ٱلَّذِى هُوَ جُندٌ لَّكُمْ يَنصُرُكُم مِّن دُونِ ٱلرَّحْمَٰنِ إِنِ ٱلْكَٰفِرُونَ إِلَّا فِى غُرُورٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૦. તમારી પાસે તે કેવું લશ્કર છે, જે રહમાન વિરૂદ્વ તમારી મદદ કરશ, આ કાફિરો તો ધોકામાં પડેલા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمَّنْ هَٰذَا ٱلَّذِى يَرْزُقُكُمْ إِنْ أَمْسَكَ رِزْقَهُۥ بَل لَّجُّوا۟ فِى عُتُوٍّ وَنُفُورٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૧. જો તે (અલ્લાહ તઆલા) તમારી રોજી રોકી લે તો કોણ છે, જે તમને ફરી રોજી આપશે? પરંતુ (ઇન્કારીઓ) તો વિદ્રોહ અને ગુમરાહીમાં પડેલા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَفَمَن يَمْشِى مُكِبًّا عَلَىٰ وَجْهِهِۦٓ أَهْدَىٰٓ أَمَّن يَمْشِى سَوِيًّا عَلَىٰ صِرَٰطٍ مُّسْتَقِيمٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૨. તે વ્યક્તિ જે ઊંધા મોઢા ચાલી રહ્યો હોય તે વધુ સત્ય માર્ગ પર છે, અથવા તે, જે સત્યના માર્ગને પારખીને સીધો ચાલતો હોય?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قُلْ هُوَ ٱلَّذِىٓ أَنشَأَكُمْ وَجَعَلَ لَكُمُ ٱلسَّمْعَ وَٱلْأَبْصَٰرَ وَٱلْأَفْـِٔدَةَ قَلِيلًا مَّا تَشْكُرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૩. કહી દો! કે તે જ (અલ્લાહ) છે, જેણે તમારૂ સર્જન કર્યુ અને તમારા કાન, આંખો અને હૃદય બનાવ્યા, તમે ખુબ જ ઓછો આભાર માનો છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قُلْ هُوَ ٱلَّذِى ذَرَأَكُمْ فِى ٱلْأَرْضِ وَإِلَيْهِ تُحْشَرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૪. કહી દો! કે તે જ છે, જેણે તમને ધરતી પર ફેલાવી દીધા અને તેની તરફ તમને એકઠા કરવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا ٱلْوَعْدُ إِن كُنتُمْ صَٰدِقِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૫. તેઓ સવાલ કરે છે કે જો તમે સાચા હોય, તો વચન ક્યારે પૂરું થશે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قُلْ إِنَّمَا ٱلْعِلْمُ عِندَ ٱللَّهِ وَإِنَّمَآ أَنَا۠ نَذِيرٌ مُّبِينٌ

Gujarati Translation - Rabella Al-Omari૨૬. તમે તેમને કહી દો! કે તેનું જ્ઞાન તો અલ્લાહ પાસે જ છે, હું તો ફકત સ્પષ્ટ રીતે સચેત કરવાવાળો છું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَلَمَّا رَأَوْهُ زُلْفَةً سِيٓـَٔتْ وُجُوهُ ٱلَّذِينَ كَفَرُوا۟ وَقِيلَ هَٰذَا ٱلَّذِى كُنتُم بِهِۦ تَدَّعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૭. જ્યારે આ લોકો તે વચન (અઝાબ)ને નજીક જોઇ લેશે તો તે સમયે કાફિરોના ચહેરા બગડી જશે અને કહી દેવામાં આવશે કે આ જ તે વસ્તુ છે, જેની તમે ઇચ્છા કરતા હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قُلْ أَرَءَيْتُمْ إِنْ أَهْلَكَنِىَ ٱللَّهُ وَمَن مَّعِىَ أَوْ رَحِمَنَا فَمَن يُجِيرُ ٱلْكَٰفِرِينَ مِنْ عَذَابٍ أَلِيمٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૮. તમે કહી દો! જો મને અને મારા સાથીઓને અલ્લાહ તઆલા નષ્ટ કરી દે, અથવા અમારા પર દયા કરે, (બન્ને પરિસ્થિતીઓમાં એવું તો બતાવો) કે કાફિરોને દુ:ખદાયી અઝાબથી કોણ બચાવશે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قُلْ هُوَ ٱلرَّحْمَٰنُ ءَامَنَّا بِهِۦ وَعَلَيْهِ تَوَكَّلْنَا فَسَتَعْلَمُونَ مَنْ هُوَ فِى ضَلَٰلٍ مُّبِينٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૯. તમે કહી દો! કે તે જ રહમાન છે, જેના પર અમે ઇમાન લાવી ચુકયા અને તેના પર જ અમારો વિશ્ર્વાસ છે. તમને નજીકમાં જ ખબર પડી જશે કે સ્પષ્ટ ગુમરાહીમાં કોણ છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قُلْ أَرَءَيْتُمْ إِنْ أَصْبَحَ مَآؤُكُمْ غَوْرًا فَمَن يَأْتِيكُم بِمَآءٍ مَّعِينٍۭ

Gujarati Translation - Rabella Al-Omari૩૦. તમે તેમને પૂછો કે જો તમારુ (પીવાનું) પાણી જમીનમાં જતું રહે તો કોણ છે, જે તમારા માટે વહેતું પાણી લાવે શકે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70