મુખ્ય પૃષ્ઠ › સૂરહ › સૂરહ As-Saaffaat
સૂરહ As-Saaffaat الصافات
182 આયતો · મક્કા · અવતરણ ક્રમ 56
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلصَّٰٓفَّٰتِ صَفًّا
Gujarati Translation - Rabella Al-Omari ૧. લાઈનબંધ ઊભા રહેનારા (ફરિશ્તાઓ)ની કસમ!
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَٱلزَّٰجِرَٰتِ زَجْرًا
Gujarati Translation - Rabella Al-Omari ૨. પછી સંપૂર્ણ રીતે ધમકી આપનારાઓની.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَٱلتَّٰلِيَٰتِ ذِكْرًا
Gujarati Translation - Rabella Al-Omari ૩. પછી તેમની જે ઝિકર (કુરઆન)ની તિલાવત કરવાવાળા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّ إِلَٰهَكُمْ لَوَٰحِدٌ
Gujarati Translation - Rabella Al-Omari ૪. નિ:શંક તમારા સૌનો ઇલાહ એક જ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
رَّبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَرَبُّ ٱلْمَشَٰرِقِ
Gujarati Translation - Rabella Al-Omari ૫. જે આકાશો અને ધરતીનો પાલનહાર છે અને તે વસ્તુઓનો પણ, જે તે બન્નેની વચ્ચે છે અને પશ્વિમનો પાલનહાર તે જ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّا زَيَّنَّا ٱلسَّمَآءَ ٱلدُّنْيَا بِزِينَةٍ ٱلْكَوَاكِبِ
Gujarati Translation - Rabella Al-Omari ૬. અમે દુનિયાના આકાશને તારાઓથી શણગાર્યું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَحِفْظًا مِّن كُلِّ شَيْطَٰنٍ مَّارِدٍ
Gujarati Translation - Rabella Al-Omari ૭. અને વિદ્રોહી શેતાનોથી સુરક્ષા કરી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَّا يَسَّمَّعُونَ إِلَى ٱلْمَلَإِ ٱلْأَعْلَىٰ وَيُقْذَفُونَ مِن كُلِّ جَانِبٍ
Gujarati Translation - Rabella Al-Omari ૮. તે ઉપરની વાતો સાંભળી જ નથી શકતા અને દરેક બાજુથી તેઓને મારવામાં આવે છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
دُحُورًا وَلَهُمْ عَذَابٌ وَاصِبٌ
Gujarati Translation - Rabella Al-Omari ૯. જેથી તેઓ ભાગી જાય અને તેમના માટે હંમેશા રહેવાવાળો અઝાબ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِلَّا مَنْ خَطِفَ ٱلْخَطْفَةَ فَأَتْبَعَهُۥ شِهَابٌ ثَاقِبٌ
Gujarati Translation - Rabella Al-Omari ૧૦. પરંતુ જે કોઇ એકાદ વાત સાંભળી લે તો (તરત જ) તેની પાછળ સળગેલો અંગારો લાગી જાય છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَٱسْتَفْتِهِمْ أَهُمْ أَشَدُّ خَلْقًا أَم مَّنْ خَلَقْنَآ إِنَّا خَلَقْنَٰهُم مِّن طِينٍ لَّازِبٍۭ
Gujarati Translation - Rabella Al-Omari ૧૧. (હે નબી!) તમે તેમને સવાલ કરો કે તમારું સર્જન કરવું વધારે અઘરું છે અથવા જેમનું અમે (તેમના ઉપરાંત) સર્જન કર્યું? અમે (માનવીઓ)નું સર્જન ચીકણી માટી વડે કર્યું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
بَلْ عَجِبْتَ وَيَسْخَرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૨. પરંતુ તમે આશ્વર્ય પામો છો અને આ લોકો મશ્કરી કરી રહ્યા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِذَا ذُكِّرُوا۟ لَا يَذْكُرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૩. અને જ્યારે તેમને શિખામણ આપવામાં આવે છે, તો આ લોકો માનતા નથી .
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِذَا رَأَوْا۟ ءَايَةً يَسْتَسْخِرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૪. અને જ્યારે કોઇ નિશાની જુએ છે, તો તેની મશ્કરી કરે છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَقَالُوٓا۟ إِنْ هَٰذَآ إِلَّا سِحْرٌ مُّبِينٌ
Gujarati Translation - Rabella Al-Omari ૧૫. અને કહે છે કે આ તો ખુલ્લુ જાદુ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَءِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَٰمًا أَءِنَّا لَمَبْعُوثُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૬. શું જ્યારે આપણે મૃત્યુ પામીશું અને માટી તથા હાડકાં થઇ જઇશું, તો શું ફરીવાર આપણને ઉઠાવવામાં આવશે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَوَءَابَآؤُنَا ٱلْأَوَّلُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૭. શું આપણા પૂર્વજોને પણ ઉઠાવવામાં આવશે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قُلْ نَعَمْ وَأَنتُمْ دَٰخِرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૮. તમે તેમને જવાબ આપી દો કે હા (આવું જરૂર થશે) અને તમારૂ અપમાન પણ થશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَإِنَّمَا هِىَ زَجْرَةٌ وَٰحِدَةٌ فَإِذَا هُمْ يَنظُرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૯. તે તો ફક્ત એક સખત ઝટકો હશે, અચાનક તેઓ બધું જ જોવા લાગશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَقَالُوا۟ يَٰوَيْلَنَا هَٰذَا يَوْمُ ٱلدِّينِ
Gujarati Translation - Rabella Al-Omari ૨૦. અને કહેશે કે હાય અમારું દુર્ભાગ્ય! આ જ બદલાનો દિવસ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
هَٰذَا يَوْمُ ٱلْفَصْلِ ٱلَّذِى كُنتُم بِهِۦ تُكَذِّبُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૧. (ફરી તેમને કેહવામાં આવશે) આ જ નિર્ણયનો દિવસ છે, જેને તમે જુઠલાવતા હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ٱحْشُرُوا۟ ٱلَّذِينَ ظَلَمُوا۟ وَأَزْوَٰجَهُمْ وَمَا كَانُوا۟ يَعْبُدُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૨. (ફરિશ્તાઓને કહેવામાં આવશે કે) જાલિમ લોકોને અને તેમના સાથીઓને અને જેમની તેઓ અલ્લાહને છોડીને બંદગી કરતા હતા, બધાને એકઠા કરો
આ આયતના તમામ અનુવાદો જુઓ →
مِن دُونِ ٱللَّهِ فَٱهْدُوهُمْ إِلَىٰ صِرَٰطِ ٱلْجَحِيمِ
Gujarati Translation - Rabella Al-Omari ૨૩. (તે સૌને) ભેગા કરી તેમને જહન્નમનો માર્ગ બતાવી દો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَقِفُوهُمْ إِنَّهُم مَّسْـُٔولُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૪. અને તેમને ઉભા રાખો, તેમને સવાલ પુછવામાં આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
مَا لَكُمْ لَا تَنَاصَرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૫. તમને શું થઇ ગયું છે કે (આજે) તમે એકબીજાની મદદ કેમ નથી કરતા?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
بَلْ هُمُ ٱلْيَوْمَ مُسْتَسْلِمُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૬. પરંતુ તે (સૌ) આજના દિવસે આજ્ઞાકારી બની ગયા હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَآءَلُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૭. તે એકબીજા તરફ જોઇ સવાલ-જવાબ કરવા લાગશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالُوٓا۟ إِنَّكُمْ كُنتُمْ تَأْتُونَنَا عَنِ ٱلْيَمِينِ
Gujarati Translation - Rabella Al-Omari ૨૮. (કમજોર લોકો મોટા લોકોને) કહેશે કે તમે તો અમારી પાસે અમારી જમણી બાજુથી આવતા હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالُوا۟ بَل لَّمْ تَكُونُوا۟ مُؤْمِنِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૯. (મોટા લોકો) જવાબ આપશે કે ના (આવું નથી) પરંતુ તમે જ ઈમાન લાવનારા ન હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَمَا كَانَ لَنَا عَلَيْكُم مِّن سُلْطَٰنٍۭ بَلْ كُنتُمْ قَوْمًا طَٰغِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૦. અને અમારી બળજબરી તમારા પર હતી (જ) નહીં, પરંતુ તમે (પોતે) વિદ્રોહી હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَحَقَّ عَلَيْنَا قَوْلُ رَبِّنَآ إِنَّا لَذَآئِقُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૧. આજે અમારા પાલનહારનીએ વાત અમારા માટે સાબિત થઇ ગઈ કે અમે અઝાબનો સ્વાદ ચાખીશું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَأَغْوَيْنَٰكُمْ إِنَّا كُنَّا غَٰوِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૨. બસ! અમે તમને ગુમરાહ કર્યા કારણકે અમે પોતે જ ગુમરાહ હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَإِنَّهُمْ يَوْمَئِذٍ فِى ٱلْعَذَابِ مُشْتَرِكُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૩. આજના દિવસે તો (બધા જ) અઝાબમાં બરાબરના ભાગીદાર હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّا كَذَٰلِكَ نَفْعَلُ بِٱلْمُجْرِمِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૪. અમે અપરાધીઓ સાથે આવું જ કરીએ છીએ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّهُمْ كَانُوٓا۟ إِذَا قِيلَ لَهُمْ لَآ إِلَٰهَ إِلَّا ٱللَّهُ يَسْتَكْبِرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૫. જ્યારે તેમને કહેવામાં આવે કે અલ્લાહ સિવાય કોઇ ઇલાહ નથી, તો આ લોકો ઘમંડ કરવા લાગતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَيَقُولُونَ أَئِنَّا لَتَارِكُوٓا۟ ءَالِهَتِنَا لِشَاعِرٍ مَّجْنُونٍۭ
Gujarati Translation - Rabella Al-Omari ૩૬. અને કહેતા હતા કે શું અમે એક પાગલ કવિની વાત માની લઇને અમારા મઅબૂદોને છોડી દઇએ?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
بَلْ جَآءَ بِٱلْحَقِّ وَصَدَّقَ ٱلْمُرْسَلِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૭. જો કે તે (પયગંબર) તો સત્ય લઈને લાવ્યા અને તેણે દરેક પયગંબરોને પુષ્ટિ કરી હતી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّكُمْ لَذَآئِقُوا۟ ٱلْعَذَابِ ٱلْأَلِيمِ
Gujarati Translation - Rabella Al-Omari ૩૮. (ફરી તેમને કહેવામાં આવશે) કે આજે તમારે દુ:ખદાયી અઝાબનો સ્વાદ ચાખવો પડશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَمَا تُجْزَوْنَ إِلَّا مَا كُنتُمْ تَعْمَلُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૯. તમને તેનો જ બદલો આપવામાં આવશે, જે તમે કરતા હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૦. પરંતુ અલ્લાહ તઆલાના મુખલિસ (નિખાલસ) બંદાઓ (આ અઝાબથી) સુરક્ષિત હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أُو۟لَٰٓئِكَ لَهُمْ رِزْقٌ مَّعْلُومٌ
Gujarati Translation - Rabella Al-Omari ૪૧. તેમના માટે નક્કી કરેલ રોજી હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَوَٰكِهُ وَهُم مُّكْرَمُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૨. અર્થાત (દરેક પ્રકારના) ફળો અને તે ઇજજતવાળા, પ્રતિષ્ઠિત હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فِى جَنَّٰتِ ٱلنَّعِيمِ
Gujarati Translation - Rabella Al-Omari ૪૩. નેઅમતો વાળી જન્નતોમાં,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
عَلَىٰ سُرُرٍ مُّتَقَٰبِلِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૪. આસનો પર એકબીજાની સામે બેઠા હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
يُطَافُ عَلَيْهِم بِكَأْسٍ مِّن مَّعِينٍۭ
Gujarati Translation - Rabella Al-Omari ૪૫. સાફ શરાબના પ્યાલા ભરી-ભરીને તેમની વચ્ચે ફેરવવામાં આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
بَيْضَآءَ لَذَّةٍ لِّلشَّٰرِبِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૬. જે પારદર્શક હશે અને પીવામાં સ્વાદિષ્ટ હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَا فِيهَا غَوْلٌ وَلَا هُمْ عَنْهَا يُنزَفُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૭. ન તેનાથી માથાનો દુખાવો થશે અને ન તો તેઓ વિકૃત થશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَعِندَهُمْ قَٰصِرَٰتُ ٱلطَّرْفِ عِينٌ
Gujarati Translation - Rabella Al-Omari ૪૮. અને તેમની પાસે નીચી નજરોવાળી, સુંદર આંખોવાળી (હૂરો) હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَأَنَّهُنَّ بَيْضٌ مَّكْنُونٌ
Gujarati Translation - Rabella Al-Omari ૪૯. એવી, જેવું કે છૂપાયેલા ઇંડા હોય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَآءَلُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૫૦. (જન્નતી લોકો) એકબીજા સામે જોઇ સવાલ કરશે,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالَ قَآئِلٌ مِّنْهُمْ إِنِّى كَانَ لِى قَرِينٌ
Gujarati Translation - Rabella Al-Omari ૫૧. તેમના માંથી એક કહેશે કે (દુનિયામાં) મારો એક મિત્ર હતો,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
يَقُولُ أَءِنَّكَ لَمِنَ ٱلْمُصَدِّقِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૫૨. જે મને કહેતો હતો કે શું તું પણ (કયામતના દિવસ પર) યકીન કરવાવાળાઓ માંથી બની ગયો?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَءِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَٰمًا أَءِنَّا لَمَدِينُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૫૩. શું જ્યારે આપણે મૃત્યુ પામી, માટી અને હાડકાં બની જઇશું, તે દિવસે આપણને બદલો આપવામાં આવશે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالَ هَلْ أَنتُم مُّطَّلِعُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૫૪. પછી તે કહેશે કે શું તમે તેની દશા જોવા ઇચ્છો છો?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَٱطَّلَعَ فَرَءَاهُ فِى سَوَآءِ ٱلْجَحِيمِ
Gujarati Translation - Rabella Al-Omari ૫૫. જોતાં ની સાથે જ તેને જહન્નમની વચ્ચે જોશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالَ تَٱللَّهِ إِن كِدتَّ لَتُرْدِينِ
Gujarati Translation - Rabella Al-Omari ૫૬. કહેશે, અલ્લાહ! શક્ય હતું કે તું મને (પણ) બરબાદ કરી દેતો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَوْلَا نِعْمَةُ رَبِّى لَكُنتُ مِنَ ٱلْمُحْضَرِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૫૭. જો મારા પાલનહારનો ઉપકાર ન હોત, તો હું પણ જહન્નમમાં હાજર કરવાવાળાઓ માંથી હોત.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَفَمَا نَحْنُ بِمَيِّتِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૫૮. પછી (ખુશીથી પોતાના દિલમાં કહેશે) શું હવે અમે મૃત્યુ પામવાના જ નથી?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِلَّا مَوْتَتَنَا ٱلْأُولَىٰ وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૫૯. અમારે પ્રથમ વખત જ મૃત્યુ પામવાના હતા, હવે અમને અઝાબ પણ નહીં થાય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّ هَٰذَا لَهُوَ ٱلْفَوْزُ ٱلْعَظِيمُ
Gujarati Translation - Rabella Al-Omari ૬૦. પછી તો આ ભવ્ય સફળતા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لِمِثْلِ هَٰذَا فَلْيَعْمَلِ ٱلْعَٰمِلُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૬૧. આવી (સફળતા) માટે કર્મો કરનારાઓએ કર્મ કરવા જોઇએ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَذَٰلِكَ خَيْرٌ نُّزُلًا أَمْ شَجَرَةُ ٱلزَّقُّومِ
Gujarati Translation - Rabella Al-Omari ૬૨. શું આ મહેમાન નવાજી સારી છે અથવા ઝક્કુમ (થોર)ના વૃક્ષની?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّا جَعَلْنَٰهَا فِتْنَةً لِّلظَّٰلِمِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૬૩. જેને અમે જાલિમ લોકો માટે એક અજમાયશ બનાવ્યું છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّهَا شَجَرَةٌ تَخْرُجُ فِىٓ أَصْلِ ٱلْجَحِيمِ
Gujarati Translation - Rabella Al-Omari ૬૪. તે વૃક્ષ જહન્નમની જડ માંથી નીકળે છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
طَلْعُهَا كَأَنَّهُۥ رُءُوسُ ٱلشَّيَٰطِينِ
Gujarati Translation - Rabella Al-Omari ૬૫. જેના ગુચ્છા શેતાનોના માથા જેવા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَإِنَّهُمْ لَـَٔاكِلُونَ مِنْهَا فَمَالِـُٔونَ مِنْهَا ٱلْبُطُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૬૬. (જહન્નમના લોકો) આ જ વૃક્ષને ખાશે અને તેનાથી જ પેટ ભરશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ثُمَّ إِنَّ لَهُمْ عَلَيْهَا لَشَوْبًا مِّنْ حَمِيمٍ
Gujarati Translation - Rabella Al-Omari ૬૭. પછી તેના ઉપર પીવા માટે, ઊકળતું પાણી લાવવામાં આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ثُمَّ إِنَّ مَرْجِعَهُمْ لَإِلَى ٱلْجَحِيمِ
Gujarati Translation - Rabella Al-Omari ૬૮. પછી તે સૌને જહન્નમ તરફ ફેરવવામાં આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّهُمْ أَلْفَوْا۟ ءَابَآءَهُمْ ضَآلِّينَ
Gujarati Translation - Rabella Al-Omari ૬૯. તે લોકોએ પોતાના પૂર્વજોને ગુમરાહ જોયા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَهُمْ عَلَىٰٓ ءَاثَٰرِهِمْ يُهْرَعُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૭૦. અને આ લોકો તેમના જ માર્ગ ઉપર દોડતા રહ્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَقَدْ ضَلَّ قَبْلَهُمْ أَكْثَرُ ٱلْأَوَّلِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૭૧. જો કે તેમના પહેલાના ઘણા લોકો ગુમરાહ થઇ ગયા હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَقَدْ أَرْسَلْنَا فِيهِم مُّنذِرِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૭૨. જેમની પાસે અમે ડરાવનાર મોકલ્યા હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَٱنظُرْ كَيْفَ كَانَ عَٰقِبَةُ ٱلْمُنذَرِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૭૩. હવે તમે જોઇ લો કે જે લોકોને ધમકી આપવામાં આવી હતી, તેમની દશા કેવી થઇ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૭૪. (તે લોકો માંથી) ફક્ત નિખાલસ બંદાઓ જ સુરક્ષિત રહ્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَقَدْ نَادَىٰنَا نُوحٌ فَلَنِعْمَ ٱلْمُجِيبُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૭૫. અને અમને નૂહએ પોકાર્યા, તો (જોઇ લો) અમે કેટલા શ્રેષ્ઠ દુઆ કબૂલ કરનારા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَنَجَّيْنَٰهُ وَأَهْلَهُۥ مِنَ ٱلْكَرْبِ ٱلْعَظِيمِ
Gujarati Translation - Rabella Al-Omari ૭૬. અમે તેમને અને તેમના ઘરવાળાઓને તે ભયાનક મુસીબતથી બચાવી દીધા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَجَعَلْنَا ذُرِّيَّتَهُۥ هُمُ ٱلْبَاقِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૭૭. અને ફક્ત તેમની સંતાનને બાકી રાખી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَتَرَكْنَا عَلَيْهِ فِى ٱلْـَٔاخِرِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૭૮. અને અમે તેમનું (સારું નામ) પાછળના લોકોમાં જાળવી રાખ્યું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
سَلَٰمٌ عَلَىٰ نُوحٍ فِى ٱلْعَٰلَمِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૭૯. નૂહ પર સમગ્ર સૃષ્ટિના સલામ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૮૦. અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّهُۥ مِنْ عِبَادِنَا ٱلْمُؤْمِنِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૮૧. તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ثُمَّ أَغْرَقْنَا ٱلْـَٔاخَرِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૮૨. પછી અમે બીજાને ડુબાડી દીધા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِنَّ مِن شِيعَتِهِۦ لَإِبْرَٰهِيمَ
Gujarati Translation - Rabella Al-Omari ૮૩. અને તે (નૂહનું) અનુસરણ કરનારાઓ માંથી (જ) ઇબ્રાહીમ પણ હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِذْ جَآءَ رَبَّهُۥ بِقَلْبٍ سَلِيمٍ
Gujarati Translation - Rabella Al-Omari ૮૪. જ્યારે પોતાના પાલનહાર પાસે પવિત્ર દિલ લઈને આવ્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِۦ مَاذَا تَعْبُدُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૮૫. તેમણે પોતાના પિતા અને કોમના લોકોને કહ્યું, તમે કઇ વસ્તુની પૂજા કરી રહ્યા છો?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَئِفْكًا ءَالِهَةً دُونَ ٱللَّهِ تُرِيدُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૮૬. શું તમે અલ્લાહ ને છોડીને ઘડી કાઢેલા પૂજ્યો ઇચ્છો છો?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَمَا ظَنُّكُم بِرَبِّ ٱلْعَٰلَمِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૮૭. તો એવું (જણાવો કે) તમે સમગ્રસૃષ્ટિના પાલનહારને શું સમજો છો?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَنَظَرَ نَظْرَةً فِى ٱلنُّجُومِ
Gujarati Translation - Rabella Al-Omari ૮૮. પછી (એકવાર) તેમણે તારાઓ તરફ એક નજર કરી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَقَالَ إِنِّى سَقِيمٌ
Gujarati Translation - Rabella Al-Omari ૮૯. અને કહ્યું કે હું બિમાર છું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَتَوَلَّوْا۟ عَنْهُ مُدْبِرِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૯૦. આમ તે લોકો તેનાથી મોઢું ફેરવી જતા રહ્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَرَاغَ إِلَىٰٓ ءَالِهَتِهِمْ فَقَالَ أَلَا تَأْكُلُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૯૧. (ઇબ્રાહીમ) તેમના પૂજ્યો પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે ભોજન કેમ નથી લેતા?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
مَا لَكُمْ لَا تَنطِقُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૯૨. તમને શું થઇ ગયું છે કે વાત પણ નથી કરતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَرَاغَ عَلَيْهِمْ ضَرْبًۢا بِٱلْيَمِينِ
Gujarati Translation - Rabella Al-Omari ૯૩. પછી જમણા હાથ વડે તેમને ખૂબ મારવા લાગ્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَأَقْبَلُوٓا۟ إِلَيْهِ يَزِفُّونَ
Gujarati Translation - Rabella Al-Omari ૯૪. (પાછા આવીને કોમે જ્યારે આ સ્થિતિ જોઈ) દોડતા દોડતા ઈબ્રાહીમ પાસે આવ્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالَ أَتَعْبُدُونَ مَا تَنْحِتُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૯૫. (ઇબ્રાહીમે) કહ્યું, શું તમે તેમની પૂજા કરી રહ્યા છો, જેમને તમે પોતે જ કોતરો છો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૯૬. જો કે તમારું અને તમારી બનાવેલી વસ્તુઓનું સર્જન અલ્લાહએ જ કર્યું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالُوا۟ ٱبْنُوا۟ لَهُۥ بُنْيَٰنًا فَأَلْقُوهُ فِى ٱلْجَحِيمِ
Gujarati Translation - Rabella Al-Omari ૯૭. તેઓ કહેવા લાગ્યા, તેના માટે એક ઘર બનાવો અને તે (ભળકે બળતી) આગમાં તેને નાંખી દો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَأَرَادُوا۟ بِهِۦ كَيْدًا فَجَعَلْنَٰهُمُ ٱلْأَسْفَلِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૯૮. તેમણે તો તેમની (ઇબ્રાહીમ) સાથે યુક્તિ કરવાનું ઇચ્છયું, પરંતુ અમે તેમને જ હીન કરી દીધા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَقَالَ إِنِّى ذَاهِبٌ إِلَىٰ رَبِّى سَيَهْدِينِ
Gujarati Translation - Rabella Al-Omari ૯૯. અને તેમણે કહ્યું, હું તો હિજરત કરી પોતાના પાલનહાર તરફ જવાનો છું, તે જરૂર મને માર્ગ બતાવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
رَبِّ هَبْ لِى مِنَ ٱلصَّٰلِحِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૦૦. હે મારા પાલનહાર! મને સદાચારી સંતાન આપ,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبَشَّرْنَٰهُ بِغُلَٰمٍ حَلِيمٍ
Gujarati Translation - Rabella Al-Omari ૧૦૧. તો અમે તેમને એક ધૈર્યવાન બાળકની ખુશખબરી આપી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَلَمَّا بَلَغَ مَعَهُ ٱلسَّعْىَ قَالَ يَٰبُنَىَّ إِنِّىٓ أَرَىٰ فِى ٱلْمَنَامِ أَنِّىٓ أَذْبَحُكَ فَٱنظُرْ مَاذَا تَرَىٰ قَالَ يَٰٓأَبَتِ ٱفْعَلْ مَا تُؤْمَرُ سَتَجِدُنِىٓ إِن شَآءَ ٱللَّهُ مِنَ ٱلصَّٰبِرِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૦૨. પછી જ્યારે તે (બાળક) એટલી વયે પહોંચ્યો કે તેમની સાથે હરે-ફરે, તો તેમણે કહ્યું, મારા વ્હાલા દીકરા! હું સપનામાં તને ઝબહ કરતા જોઇ રહ્યો છું, હવે તું જણાવ કે તારો વિચાર શું છે? દીકરાએ જવાબ આપ્યો કે, પિતાજી! જે આદેશ આપવામાં આવ્યો છે તેને કરી લો, "ઇન્ શાઅ અલ્લાહ" તમે મને ધીરજ રાખનાર પામશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَلَمَّآ أَسْلَمَا وَتَلَّهُۥ لِلْجَبِينِ
Gujarati Translation - Rabella Al-Omari ૧૦૩. જ્યારે બન્ને માની ગયા અને તેમણે (પિતાએ) તેને (દીકરાને) કપાળે ઊંધો પાડી દીધો,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَنَٰدَيْنَٰهُ أَن يَٰٓإِبْرَٰهِيمُ
Gujarati Translation - Rabella Al-Omari ૧૦૪. તો અમે અવાજ આપ્યો કે હે ઇબ્રાહીમ!
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَدْ صَدَّقْتَ ٱلرُّءْيَآ إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૦૫. ખરેખર તમે પોતાના સપનાને સાચું કરી બતાવ્યું. નિ:શંક અમે સત્કાર્યો કરનારને આવી જ રીતે બદલો આપીએ છીએ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّ هَٰذَا لَهُوَ ٱلْبَلَٰٓؤُا۟ ٱلْمُبِينُ
Gujarati Translation - Rabella Al-Omari ૧૦૬. ખરેખર આ ખુલ્લી કસોટી હતી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَفَدَيْنَٰهُ بِذِبْحٍ عَظِيمٍ
Gujarati Translation - Rabella Al-Omari ૧૦૭. અને અમે એક મોટી કુરબાની તેના ફિદયહમાં (બદલામાં) આપી દીધી,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَتَرَكْنَا عَلَيْهِ فِى ٱلْـَٔاخِرِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૦૮. અને અમે તેમનું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
سَلَٰمٌ عَلَىٰٓ إِبْرَٰهِيمَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૦૯. ઇબ્રાહીમ પર સલામ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૧૦. અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّهُۥ مِنْ عِبَادِنَا ٱلْمُؤْمِنِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૧૧. નિ:શંક તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَبَشَّرْنَٰهُ بِإِسْحَٰقَ نَبِيًّا مِّنَ ٱلصَّٰلِحِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૧૨. અને અમે તેમને ઇસ્હાકની ખુશખબરી આપી,જે સદાચારી લોકો માંથી, પયગંબર હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَبَٰرَكْنَا عَلَيْهِ وَعَلَىٰٓ إِسْحَٰقَ وَمِن ذُرِّيَّتِهِمَا مُحْسِنٌ وَظَالِمٌ لِّنَفْسِهِۦ مُبِينٌ
Gujarati Translation - Rabella Al-Omari ૧૧૩. અને અમે ઇબ્રાહીમ અને ઇસ્હાક પર ખૂબ કૃપા કરી અને તે બન્નેના સંતાન માંથી કેટલાક સદાચારી છે અને કેટલાક પોતાના પર ખુલ્લો અત્યાચાર કરવાવાળા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَقَدْ مَنَنَّا عَلَىٰ مُوسَىٰ وَهَٰرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૧૪. નિ:શંક અમે મૂસા અને હારૂન પર ઘણો જ ઉપકાર કર્યો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَنَجَّيْنَٰهُمَا وَقَوْمَهُمَا مِنَ ٱلْكَرْبِ ٱلْعَظِيمِ
Gujarati Translation - Rabella Al-Omari ૧૧૫. અને તેમને તથા તેમની કોમને મોટા દુઃખથી છુટકારો આપ્યો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَنَصَرْنَٰهُمْ فَكَانُوا۟ هُمُ ٱلْغَٰلِبِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૧૬. અને તેમની મદદ કરી, જેથી તેઓ જ વિજયી રહ્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَءَاتَيْنَٰهُمَا ٱلْكِتَٰبَ ٱلْمُسْتَبِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૧૭. અને અમે તેમને પ્રકાશિત કિતાબ આપી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَهَدَيْنَٰهُمَا ٱلصِّرَٰطَ ٱلْمُسْتَقِيمَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૧૮. અને તેમને સત્ય માર્ગ પર રાખ્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَتَرَكْنَا عَلَيْهِمَا فِى ٱلْـَٔاخِرِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૧૯. અને અમે તે બન્નેનું સારૂ નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
سَلَٰمٌ عَلَىٰ مُوسَىٰ وَهَٰرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૨૦. કે મૂસા અને હારૂન પર સલામ થાય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૨૧. નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّهُمَا مِنْ عِبَادِنَا ٱلْمُؤْمِنِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૨૨. નિ:શંક તે બન્ને અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِنَّ إِلْيَاسَ لَمِنَ ٱلْمُرْسَلِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૨૩. નિ:શંક ઇલ્યાસ પણ પયગંબરો માંથી હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِذْ قَالَ لِقَوْمِهِۦٓ أَلَا تَتَّقُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૨૪. જ્યારે તેમણે પોતાની કોમને કહ્યું, તમે અલ્લાહથી ડરતા નથી?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَتَدْعُونَ بَعْلًا وَتَذَرُونَ أَحْسَنَ ٱلْخَٰلِقِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૨૫. શું તમે બ-અ-લ (એક મૂર્તિનું નામ)ને પોકારો છો? અને સૌથી શ્રેષ્ઠ સર્જનહારને છોડી દો છો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ٱللَّهَ رَبَّكُمْ وَرَبَّ ءَابَآئِكُمُ ٱلْأَوَّلِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૨૬. તે અલ્લાહને, જે તમારો અને તમારાથી પહેલાના લોકોનો પાલનહાર છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَكَذَّبُوهُ فَإِنَّهُمْ لَمُحْضَرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૨૭. પરંતુ કોમના લોકોએ તેમને જુઠલાવ્યા. બસ! તેઓને જરૂર (અઝાબ માટે) હાજર કરવામાં આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૨૮. અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ (સુરક્ષિત રહેશે.)
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَتَرَكْنَا عَلَيْهِ فِى ٱلْـَٔاخِرِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૨૯. અમે (ઇલ્યાસ) નું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
سَلَٰمٌ عَلَىٰٓ إِلْ يَاسِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૩૦. ઇલ્યાસ પર સલામ થાય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૩૧. અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّهُۥ مِنْ عِبَادِنَا ٱلْمُؤْمِنِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૩૨. નિ:શંક તે અમારા સદાચારી બંદાઓ માંથી હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِنَّ لُوطًا لَّمِنَ ٱلْمُرْسَلِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૩૩. નિ:શંક લૂત પણ પયગંબરો માંથી હતા,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِذْ نَجَّيْنَٰهُ وَأَهْلَهُۥٓ أَجْمَعِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૩૪. અમે તેમને અને તેમના ઘરવાળાઓ, દરેકને (અઝાબથી) છુટકારો આપ્યો,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِلَّا عَجُوزًا فِى ٱلْغَٰبِرِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૩૫. તે વૃદ્વ સ્ત્રી સિવાય, જે પાછળ રહેનારા લોકોમાં બાકી રહી ગઇ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ثُمَّ دَمَّرْنَا ٱلْـَٔاخَرِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૩૬. પછી અમે બીજાને નષ્ટ કરી દીધા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِنَّكُمْ لَتَمُرُّونَ عَلَيْهِم مُّصْبِحِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૩૭. અને તમે (તે ઉજ્જડ વસ્તી) પાસેથી સવારના સમયે પસાર થાવ છો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَبِٱلَّيْلِ أَفَلَا تَعْقِلُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૩૮. અને રાતના સમયે પણ (પસાર થાવ છો), શું તો પણ સમજતા નથી?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِنَّ يُونُسَ لَمِنَ ٱلْمُرْسَلِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૩૯. અને નિ:શંક યૂનુસ પયગંબરો માંથી હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِذْ أَبَقَ إِلَى ٱلْفُلْكِ ٱلْمَشْحُونِ
Gujarati Translation - Rabella Al-Omari ૧૪૦. જ્યારે ભાગીને ભરેલી હોડી તરફ પહોંચ્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَسَاهَمَ فَكَانَ مِنَ ٱلْمُدْحَضِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૪૧. પછી ચિઠ્ઠી નાંખવામાં આવી, તો તેઓ હારી ગયા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَٱلْتَقَمَهُ ٱلْحُوتُ وَهُوَ مُلِيمٌ
Gujarati Translation - Rabella Al-Omari ૧૪૨. તો પછી તેમને માછલી ગળી ગઇ અને તેઓ પોતાને જ દોષિત ઠેરવવા લાગ્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَلَوْلَآ أَنَّهُۥ كَانَ مِنَ ٱلْمُسَبِّحِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૪૩. બસ! જો તેઓ પવિત્રતાનું વર્ણન ન કરતા,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَلَبِثَ فِى بَطْنِهِۦٓ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૪૪. તો કયામત સુધી માછલીના પેટમાં જ રહેતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَنَبَذْنَٰهُ بِٱلْعَرَآءِ وَهُوَ سَقِيمٌ
Gujarati Translation - Rabella Al-Omari ૧૪૫. બસ! તેમને અમે સપાટ મેદાનમાં નાંખી દીધા અને તેઓ તે સમયે બિમાર હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأَنۢبَتْنَا عَلَيْهِ شَجَرَةً مِّن يَقْطِينٍ
Gujarati Translation - Rabella Al-Omari ૧૪૬. અને તેમના પર છાંયડો કરવા માટે એક વેલવાળું વૃક્ષ અમે ઉગાડી દીધું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأَرْسَلْنَٰهُ إِلَىٰ مِا۟ئَةِ أَلْفٍ أَوْ يَزِيدُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૪૭. અને (ત્યારબાદ) અમે તેમને એક લાખ કરતાં પણ વધારે લોકો તરફ (પયગંબર બનાવી) મોકલ્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَـَٔامَنُوا۟ فَمَتَّعْنَٰهُمْ إِلَىٰ حِينٍ
Gujarati Translation - Rabella Al-Omari ૧૪૮. બસ! તેઓ ઈમાન લાવ્યા અને અમે તેમને એક સમયગાળા સુધી વૈભવી જીવન આપ્યું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَٱسْتَفْتِهِمْ أَلِرَبِّكَ ٱلْبَنَاتُ وَلَهُمُ ٱلْبَنُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૪૯. તેમને પૂછો કે શું તમારા પાલનહારને દીકરીઓ છે અને તેમના દીકરા છે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَمْ خَلَقْنَا ٱلْمَلَٰٓئِكَةَ إِنَٰثًا وَهُمْ شَٰهِدُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૫૦. અથવા આ લોકો તે સમયે હાજર હતા, જ્યારે અમે ફરિશ્તાઓનું સર્જન સ્ત્રીજાતિમાં કર્યું?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَلَآ إِنَّهُم مِّنْ إِفْكِهِمْ لَيَقُولُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૫૧. જાણી લો કે આ લોકો પોતે ઘડી કાઢેલી વાતો કહી રહ્યા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَدَ ٱللَّهُ وَإِنَّهُمْ لَكَٰذِبُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૫૨. કે અલ્લાહને સંતાન છે, ખરેખર આ લોકો જુઠ્ઠા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَصْطَفَى ٱلْبَنَاتِ عَلَى ٱلْبَنِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૫૩. શું અલ્લાહ તઆલાએ પોતાના માટે દીકરીઓને દીકરાઓ પર પ્રાથમિકતા આપી?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૫૪. તમને શું થઇ ગયું છે? કેવી વાતો કહેતા ફરો છો?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَفَلَا تَذَكَّرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૫૫. શું તમે સમજતા પણ નથી?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَمْ لَكُمْ سُلْطَٰنٌ مُّبِينٌ
Gujarati Translation - Rabella Al-Omari ૧૫૬. અથવા તમારી પાસે આ વાતનો કોઇ સ્પષ્ટ પુરાવો છે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَأْتُوا۟ بِكِتَٰبِكُمْ إِن كُنتُمْ صَٰدِقِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૫૭. તો જાવ, સાચા હોવ તો પોતાની જ કિતાબ લઇ આવો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَجَعَلُوا۟ بَيْنَهُۥ وَبَيْنَ ٱلْجِنَّةِ نَسَبًا وَلَقَدْ عَلِمَتِ ٱلْجِنَّةُ إِنَّهُمْ لَمُحْضَرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૫૮. અને તે લોકોએ અલ્લાહ અને જિન્નાત વચ્ચે સંબંધ ઠેરાવ્યો, જો કે જિન્નાતો પોતે જાણે છે કે તેઓ (આવી આસ્થા રાખનારા લોકોને)અઝાબ સામે રજૂ કરવામાં આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
سُبْحَٰنَ ٱللَّهِ عَمَّا يَصِفُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૫૯. જે કંઈ આ લોકો વર્ણન કરી રહ્યા છે તેનાથી અલ્લાહ તઆલા પવિત્ર છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૬૦. અલ્લાહના નિખાલસ બંદાઓ સિવાય. (જેઓ આવા આરોપ લગાવતા નથી)
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَإِنَّكُمْ وَمَا تَعْبُدُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૬૧. ખરેખર તમે સૌ અને તમારા પૂજ્યો,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
مَآ أَنتُمْ عَلَيْهِ بِفَٰتِنِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૬૨. આ (નિખાલસ બંદાઓને) અલ્લાહ વિરૂદ્વ ફિતનામા નાખી શકતા નથી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِلَّا مَنْ هُوَ صَالِ ٱلْجَحِيمِ
Gujarati Translation - Rabella Al-Omari ૧૬૩. જે જહન્નમમાં રહેવાવાળો છે, તેના સિવાય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَمَا مِنَّآ إِلَّا لَهُۥ مَقَامٌ مَّعْلُومٌ
Gujarati Translation - Rabella Al-Omari ૧૬૪. અને (ફરિશ્તાઓની વાત એવી છે કે) અમારા માંથી દરેકની જગ્યા નક્કી છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِنَّا لَنَحْنُ ٱلصَّآفُّونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૬૫. અને અમે (અલ્લાહની બંદગી માટે) લાઇનબંધ ઊભા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِنَّا لَنَحْنُ ٱلْمُسَبِّحُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૬૬. અને અમે અલ્લાહની તસ્બીહ કરનાર છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِن كَانُوا۟ لَيَقُولُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૬૭. અને આ (કાફિર લોકો) પહેલા તો આવું કહેતા હતા,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَوْ أَنَّ عِندَنَا ذِكْرًا مِّنَ ٱلْأَوَّلِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૬૮. કે જો અમારી પાસે પહેલાના લોકોની જેમ કોઈ શિખામણ હોત.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَكُنَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૬૯. તો અમે પણ અલ્લાહના નિકટના બંદા બની જતાં.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَكَفَرُوا۟ بِهِۦ فَسَوْفَ يَعْلَمُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૭૦. (અને જ્યારે કુરઆન આવી ગયું) તો તેઓએ ત્તેનો ઇન્કાર કરવા લાગ્યા, બસ! હવે નજીકમાં જ જાણી લેશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَقَدْ سَبَقَتْ كَلِمَتُنَا لِعِبَادِنَا ٱلْمُرْسَلِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૭૧. અને અમારું વચન, જે પયગંબર છે, તેમના હકમાં પહેલાથીજ આદેશ મળી ગયો છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّهُمْ لَهُمُ ٱلْمَنصُورُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૭૨. કે ખરેખર તે લોકોની જ મદદ કરવામાં આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِنَّ جُندَنَا لَهُمُ ٱلْغَٰلِبُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૭૩. અને અમારું જ લશ્કર વિજય મેળવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ
Gujarati Translation - Rabella Al-Omari ૧૭૪. હવે તમે થોડાંક દિવસ સુધી તેમનાથી મોઢું ફેરવી લો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأَبْصِرْهُمْ فَسَوْفَ يُبْصِرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૭૫. (હે પયગંબર!) તેમને જોતા રહો અને તે લોકો પણ આગળ જોઇ લેશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૭૬. શું આ લોકો અમારા અઝાબની ઉતાવળ કરી રહ્યા છે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَإِذَا نَزَلَ بِسَاحَتِهِمْ فَسَآءَ صَبَاحُ ٱلْمُنذَرِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૭૭. સાંભળો! જ્યારે અમારો અઝાબ તેમના મેદાનમાં આવી જશે, તે સમયે તેમની સવાર ખૂબ જ ખરાબ હશે, જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ
Gujarati Translation - Rabella Al-Omari ૧૭૮. તમે થોડોક સમય સુધી તેમનો વિચાર કરવાનું છોડી દો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأَبْصِرْ فَسَوْفَ يُبْصِرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૭૯. અને જોતા રહો કે તે લોકો પણ હમણા જ જોઇ લેશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
سُبْحَٰنَ رَبِّكَ رَبِّ ٱلْعِزَّةِ عَمَّا يَصِفُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૮૦. પવિત્ર છે, તમારો પાલનહાર, જે ઘણી જ ઇજજતવાળો છે, તે દરેક વસ્તુથી પાક છે. (જેનું મુશરિક લોકો વર્ણન કરે છે.)
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَسَلَٰمٌ عَلَى ٱلْمُرْسَلِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૮૧. પયગંબરો પર સલામ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱلْحَمْدُ لِلَّهِ رَبِّ ٱلْعَٰلَمِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૮૨. અને દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
← સૂરહ Yaseen
સૂરહ Saad →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→
Arabic text and translations via Tanzil and QuranEnc — verbatim, unmodified · Translations belong to their translators and are not the Qur'an itself
આ સંશોધન સહાયક છે; ધાર્મિક ચુકાદાનો સ્રોત નથી.