Gujarati Translation - Rabella Al-Omari૯. અને અમે એક પાળ તેમની સામે બનાવી દીધી અને એક પાળ તેમની પાછળ, (આવે રીતે) અમે તેમના પર પરદો કરી રાખ્યો છે, જેથી તેઓ જોઇ નથી શકતા.
Gujarati Translation - Rabella Al-Omari૧૧. બસ! તમે ફક્ત તે જ વ્યક્તિને ડરાવી શકો છો, જે શિખામણ પ્રાપ્ત કરે અને રહમાન (અલ્લાહ) થી વિણદેખે ડરતો હોય, તમે તેને માફી અને ઇજજતવાળા વળતરની ખુશખબર આપી દો.
Gujarati Translation - Rabella Al-Omari૧૨. નિ:શંક અમે મૃતકોને જીવિત કરીશું અને અમે તે કાર્યો પણ લખીએ છીએ, જેને તે લોકો આગળ મોકલે છે અને તેમના તે કાર્યો પણ, જેને તે લોકો પાછળ છોડે છે અને અમે દરેક વસ્તુને એક સ્પષ્ટ કિતાબમાં લખી રાખ્યું છે.
Gujarati Translation - Rabella Al-Omari૧૪. જ્યારે અમે તેમની પાસે બે રસૂલ મોકલ્યા, પરંતુ તે લોકોએ બન્નેને જુઠલાવ્યા, પછી અમે ત્રીજા પયગંબર દ્વારા સમર્થન કર્યું, ત્રણેય લોકોએ કહ્યું કે અમે તમારી પાસે (પયગંબર બનાવી) મોકલવામાં આવ્યા છે.
Gujarati Translation - Rabella Al-Omari૧૫. તે લોકોએ કહ્યું કે તમે અમારા જેવા સામાન્ય વ્યક્તિ છો અને અલ્લાહએ કોઇ વસ્તુ ઉતારી નથી, તમે ખુલ્લું જુઠ બોલી રહ્યા છો.
Gujarati Translation - Rabella Al-Omari૧૮. તે લોકોએ કહ્યું કે અમે તો તમને અપશુકનિ સમજીએ છીએ, જો તમે છેટા ન રહ્યા તો અમે પથ્થરો વડે તમને નષ્ટ કરી દઇશું અને તમને અમારા તરફથી સખત તકલીફ પહોંચશે.
Gujarati Translation - Rabella Al-Omari૧૯. તે પયગંબરોએ કહ્યું કે તમારું અપશુકન તમારી પાસે જ છે, જો તમને શિખામણ આપવામાં આવે તો શું તમે તેને અપશુકન સમજો છો? પરંતુ તમે તો હદવટાવી જનાર લોકો છો.
Gujarati Translation - Rabella Al-Omari૨૦. તે સમયે એક વ્યક્તિ શહેરના છેલ્લા છેડેથી દોડતો આવ્યો, કહેવા લાગ્યો કે હે મારી કોમના લોકો! આ પયગંબરોનો માર્ગ અપનાવી લો.
Gujarati Translation - Rabella Al-Omari૨૩. શું હું અલ્લાહને છોડીને એવા લોકોને ઇલાહ બનાવી લઉ, જો રહમાન (અલ્લાહ) મને કંઈ નુકસાન પહોંચાડવા ઇચ્છે, તો તેમની ભલામણ મને કંઈ ફાયદો નહીં પહોંચાડી શકે. અને ન તો તેઓ મને બચાવી શકશે?
Gujarati Translation - Rabella Al-Omari૨૬. (જ્યારે તેને કતલ કરી દેવામાં આવ્યો તો તેને અલ્લાહ તરફથી) કહેવામાં આવ્યું કે જન્નતમાં દાખલ થઇ જા, તે કહેવા લાગ્યો કે કાશ! મારી કોમ પણ જાણતી હોત..
Gujarati Translation - Rabella Al-Omari૩૩. અને તેમના માટે (નિષ્પ્રાણ) ધરતી (પણ) એક નિશાની છે, જેને અમે જીવિત કરી દીધી અને તેમાંથી અનાજ ઉગાડ્યું, જેમાંથી તેઓ ખાય છે.
Gujarati Translation - Rabella Al-Omari૩૬. પવિત્ર છે તે હસ્તી, જેણે જમીનની ઉપજોમાં વિવિધ પ્રકારના જોડ બનાવ્યા, અને પોતાની અંદર પણ જોડા બનાવ્યા, અને એવી વસ્તુના પણ, જેને આ લોકો જાણતા પણ નથી.
Gujarati Translation - Rabella Al-Omari૩૭. અને તેમના માટે એક નિશાની રાત પણ છે, જેના દ્વારા અમે દિવસને ખેંચી લઇએ છીએ, જેથી તેઓ અચાનક અંધકારમાં જતા રહે છે.
Gujarati Translation - Rabella Al-Omari૩૮. અને સૂર્ય માટે જે નક્કી કરેલ સીમા છે, તે તેની ઉપર જ ચાલતો રહે છે, આ નક્કી કરેલ સીમાઓ છે, જે વિજયી અને જ્ઞાનવાળા અલ્લાહ તરફથી છે.
Gujarati Translation - Rabella Al-Omari૪૩. અને જો અમે ઇચ્છતા, તો તેમને ડુબાડી દેતા, પછી ન તો કોઇ તેમની ફરિયાદ કરવાવાળો હોત અને ન તે લોકોને બચાવવામાં આવતા.
Gujarati Translation - Rabella Al-Omari૪૫. અને તેમને જ્યારે કહેવામાં આવે છે કે તે પરિણામથી ડરો, જે તમારી સામે છે અથવા પાછળ થઇ ગયું છે, જેથી તમારા પર કૃપા કરવામાં આવે.(તો તેની તરફ કઈ ધ્યાન આપ્તા નથી)
Gujarati Translation - Rabella Al-Omari૪૭. અને જ્યારે તે લોકોને કહેવામાં આવે છે કે અલ્લાહએ આપેલ (ધન) માંથી (અલ્લાહના માર્ગમાં) ખર્ચ કરો, તો કાફિર ઈમાનવાળાઓને જવાબ આપે છે કે અમે તેમને કેમ ખવડાવીએ, અલ્લાહ ઇચ્છતો તો પોતે જ ખવડાવી દેતો, તમે સ્પષ્ટ રીતે ગુમરાહિમાં છો.
Gujarati Translation - Rabella Al-Omari૫૨. કહેવા લાગશે, હાય અફસોસ! અમને અમારા સપનાના સ્થળેથી કોણે જગાડ્યા? આ તે જ વસ્તુ છે, જેનું વચન રહમાને આપ્યું હતું અને પયગંબરોએ સાચું કહી દીધું હતું.
Gujarati Translation - Rabella Al-Omari૬૫. આજના દિવસે અમે તેમના મોઢા ઉપર મહોર લગાવી દઇશું અને તેમના હાથ અમારી સાથે વાત-ચીત કરશે અને તેમના પગ સાક્ષી આપશે, તે કાર્યોની, જે તેઓ કરતા હતાં.
Gujarati Translation - Rabella Al-Omari૬૬. જો અમે ઇચ્છતા તો તેમને દૃષ્ટિહિન કરી દેતા, પછી આ લોકો માર્ગ મેળવવા માટે ભાગદોડ કરતા, પરંતુ તે લોકો કેવી રીતે જોઇ શકે?
Gujarati Translation - Rabella Al-Omari૬૯. ન તો અમે તે પયગંબરને શાયરી (કવિતા) શિખવાડી અને ન તો તેમને તે શોભે છે, તે તો ફક્ત શિખામણ અને સ્પષ્ટ કુરઆન (ની આયતો) છે.
Gujarati Translation - Rabella Al-Omari૭૧. શું તેઓ જોતા નથી કે અમે અમારા હાથ વડે બનાવેલી વસ્તુઓ માંથી તેમના માટે ઢોરોનું સર્જન કર્યું, જેના તેઓ માલિક થઇ ગયા છે.
Gujarati Translation - Rabella Al-Omari૭૩. તેઓને તેનાથી બીજા ઘણા ફાયદા મળે છે અને પ્રવાહી મળે છે અને પીવા માટેની વસ્તુઓ, શું તો (પણ) તેઓ આભાર વ્યક્ત નથી કરતા.
Gujarati Translation - Rabella Al-Omari૭૫. (જો કે) તેઓમાં તેમની મદદ કરવાની શક્તિ જ નથી, (પરંતુ) તે લોકોમાં તેમની મદદ કરવાની શક્તિ જ નથી, પરતું તે તેમના માટે એક એવું (વિરોધી) લશ્કર બનશે, જેને કયામતના દિવસે તેમની સમક્ષ હાજર કરવામાં આવશે.
Gujarati Translation - Rabella Al-Omari૭૭. શું માનવીને એટલી પણ ખબર નથી કે અમે તેનું સર્જન એક ટીપા વડે કર્યું? પછી તરત જ તે ખુલ્લો ઝઘડો કરવાવાળો બની ગયો.
Gujarati Translation - Rabella Al-Omari૭૮. અને તેણે આપણા માટે ઉદાહરણ આપ્યું અને પોતાની જન્મને ભૂલી ગયો, કહેવા લાગ્યો, આ સડી ગયેલા હાડકાંઓને કોણ જીવિત કરી શકશે?
Gujarati Translation - Rabella Al-Omari૭૯. તમે તેમને જવાબ આપી દો કે આ હાડકાને તે જીવિત કરશે, જેણે તેમનું સર્જન પ્રથમ વાર કર્યું હતું, જે દરેક પ્રકારના સર્જનને ખૂબ સારી રીતે જાણે છે.
Gujarati Translation - Rabella Al-Omari૮૧. શું જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું, શું તે આ લોકો જેવાનું સર્જન નથી કરી શક્તો? નિ:શંક કરી શકે છે અને તે જ તો, પેદા કરવાવાળો અને જાણવાવાળો, સર્જક (અલ્લાહ) છે.
Gujarati Translation - Rabella Al-Omari૮૩. બસ! પવિત્ર છે તે અલ્લાહ, જેના હાથમાં દરેક વસ્તુની સંપૂર્ણ સત્તા છે અને જેની તરફ તમે બધા પાછા ફેરવવામાં આવશો.