મુખ્ય પૃષ્ઠ › સૂરહ › સૂરહ Al-Fajr
સૂરહ Al-Fajr الفجر
30 આયતો · મક્કા · અવતરણ ક્રમ 10
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلْفَجْرِ
Gujarati Translation - Rabella Al-Omari ૧. કસમ છે ફજરના સમયની,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَيَالٍ عَشْرٍ
Gujarati Translation - Rabella Al-Omari ૨. અને દસ રાતોની
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱلشَّفْعِ وَٱلْوَتْرِ
Gujarati Translation - Rabella Al-Omari ૩. અને યુગ્મ અને વિષમની
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱلَّيْلِ إِذَا يَسْرِ
Gujarati Translation - Rabella Al-Omari ૪. અને રાતની, જ્યારે તે જવા લાગે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
هَلْ فِى ذَٰلِكَ قَسَمٌ لِّذِى حِجْرٍ
Gujarati Translation - Rabella Al-Omari ૫. એક બુધ્ધિશાળી વ્યક્તિને (યકીન અપાવવા) માટે આટલી કસમો પુરતી નથી?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِعَادٍ
Gujarati Translation - Rabella Al-Omari ૬. શું તમે જોયું નથી કે તમારા પાલનહારે આદની સાથે કેવો વર્તાવ કર્યો?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِرَمَ ذَاتِ ٱلْعِمَادِ
Gujarati Translation - Rabella Al-Omari ૭. સ્તંભોવાળા ઇરમની સાથે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ٱلَّتِى لَمْ يُخْلَقْ مِثْلُهَا فِى ٱلْبِلَٰدِ
Gujarati Translation - Rabella Al-Omari ૮. જેમના જેવી (કોઇ કોમ) દુનિયામાં પેદા કરવામાં નથી આવી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَثَمُودَ ٱلَّذِينَ جَابُوا۟ ٱلصَّخْرَ بِٱلْوَادِ
Gujarati Translation - Rabella Al-Omari ૯. અને ષમૂદવાળા સાથે (કેવો વર્તાવ કર્યો), જે લોકોએ વાદીમાં પથ્થરો કોતર્યા હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَفِرْعَوْنَ ذِى ٱلْأَوْتَادِ
Gujarati Translation - Rabella Al-Omari ૧૦. અને ફિરઔન સાથે, જે ખુંટાવાળો હતો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ٱلَّذِينَ طَغَوْا۟ فِى ٱلْبِلَٰدِ
Gujarati Translation - Rabella Al-Omari ૧૧. આ તે લોકો હતા, જે લોકોએ શહેરોમાં વિદ્રોહ કર્યો હતો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَأَكْثَرُوا۟ فِيهَا ٱلْفَسَادَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૨. અને અતિશય ફસાદ ફેલાવ્યો હતો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَصَبَّ عَلَيْهِمْ رَبُّكَ سَوْطَ عَذَابٍ
Gujarati Translation - Rabella Al-Omari ૧૩. છેવટે તારા પાલનહારે તેમના પર અઝાબનો કોરડો વરસાવી દીધો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّ رَبَّكَ لَبِٱلْمِرْصَادِ
Gujarati Translation - Rabella Al-Omari ૧૪. હકીકતમાં તારો પાલનહાર તાકમાં છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَأَمَّا ٱلْإِنسَٰنُ إِذَا مَا ٱبْتَلَىٰهُ رَبُّهُۥ فَأَكْرَمَهُۥ وَنَعَّمَهُۥ فَيَقُولُ رَبِّىٓ أَكْرَمَنِ
Gujarati Translation - Rabella Al-Omari ૧૫. પરતું મનુષ્ય સ્થિતિ એવી હોય છે કે જયારે તેનો પાલનહાર તેને અજમાયશમાં નાખે છે અને તેને ઇઝઝત તેમજ નેઅમતો આપે છે, તો તે કહે છે કે મારા પાલનહારે મારુ સન્માન કર્યું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأَمَّآ إِذَا مَا ٱبْتَلَىٰهُ فَقَدَرَ عَلَيْهِ رِزْقَهُۥ فَيَقُولُ رَبِّىٓ أَهَٰنَنِ
Gujarati Translation - Rabella Al-Omari ૧૬. અને જ્યારે તેને અજમાયશમાં અનાખી, તેની રોજી તંગ કરી દે છે, તો તે કહે છે કે મારા પાલનહારે મારુ અપમાન કર્યું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَلَّا بَل لَّا تُكْرِمُونَ ٱلْيَتِيمَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૭. (આવું કરવું યોગ્ય નથી) પરંતુ (વાત એવી છે) કે તમે જ અનાથનો આદર નથી કરતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَا تَحَٰٓضُّونَ عَلَىٰ طَعَامِ ٱلْمِسْكِينِ
Gujarati Translation - Rabella Al-Omari ૧૮. અને ગરીબોને ખવડાવવા માટે એક-બીજાને ઉભારતા નથી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَتَأْكُلُونَ ٱلتُّرَاثَ أَكْلًا لَّمًّا
Gujarati Translation - Rabella Al-Omari ૧૯. અને વારસાની સંપત્તિ સમેટીને હડપ કરી જાઓ છો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَتُحِبُّونَ ٱلْمَالَ حُبًّا جَمًّا
Gujarati Translation - Rabella Al-Omari ૨૦. અને માલથી ખુબ પ્રેમ કરો છો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَلَّآ إِذَا دُكَّتِ ٱلْأَرْضُ دَكًّا دَكًّا
Gujarati Translation - Rabella Al-Omari ૨૧. કદાપિ નહીં, જ્યારે ધરતી ચૂરે ચૂરા કરીને બરાબર કરી દેવામાં આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَجَآءَ رَبُّكَ وَٱلْمَلَكُ صَفًّا صَفًّا
Gujarati Translation - Rabella Al-Omari ૨૨. અને તમારો પાલનહાર અને કતારબંધ ફરિશ્તાઓ (હશ્રના મેદાનમાં) આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَجِا۟ىٓءَ يَوْمَئِذٍۭ بِجَهَنَّمَ يَوْمَئِذٍ يَتَذَكَّرُ ٱلْإِنسَٰنُ وَأَنَّىٰ لَهُ ٱلذِّكْرَىٰ
Gujarati Translation - Rabella Al-Omari ૨૩. અને જે દિવસે જહન્નમ પણ લાવવામાં આવશે, તે સમયે માનવે નસીહત તો કબુલ કરશે, પરતું તે દિવસે નસીહત કબુલ કરવું તેને કઈ ફાયદો નહીં પહોચાડે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
يَقُولُ يَٰلَيْتَنِى قَدَّمْتُ لِحَيَاتِى
Gujarati Translation - Rabella Al-Omari ૨૪. અને તે કહેશે કે કાશ! મેં પોતાના આ જીવન માટે કંઇ આગળ મોકલ્યું હોત.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَيَوْمَئِذٍ لَّا يُعَذِّبُ عَذَابَهُۥٓ أَحَدٌ
Gujarati Translation - Rabella Al-Omari ૨૫. બસ આજે અલ્લાહના અઝાબ જેવો અઝાબ કોઇનો નહીં હોય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَا يُوثِقُ وَثَاقَهُۥٓ أَحَدٌ
Gujarati Translation - Rabella Al-Omari ૨૬. અને જે રીતે પકડી શકે છે, તેના જેવી પકડ કોઈ નથી કરી શકતું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
يَٰٓأَيَّتُهَا ٱلنَّفْسُ ٱلْمُطْمَئِنَّةُ
Gujarati Translation - Rabella Al-Omari ૨૭. ઓ સંતોષી જીવ!
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ٱرْجِعِىٓ إِلَىٰ رَبِّكِ رَاضِيَةً مَّرْضِيَّةً
Gujarati Translation - Rabella Al-Omari ૨૮. તું પોતાના પાલનહાર તરફ ચાલ, એવી રીતે કે તું તેનાથી પ્રસન્ન, તે તારા થી પ્રસન્ન હોય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَٱدْخُلِى فِى عِبَٰدِى
Gujarati Translation - Rabella Al-Omari ૨૯. બસ મારા નેક બંદાઓ સાથે થઇ જા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱدْخُلِى جَنَّتِى
Gujarati Translation - Rabella Al-Omari ૩૦. અને મારી જન્નતમાં દાખલ થઇ જા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
← સૂરહ Al-Ghaashiya
સૂરહ Al-Balad →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→
Arabic text and translations via Tanzil and QuranEnc — verbatim, unmodified · Translations belong to their translators and are not the Qur'an itself
આ સંશોધન સહાયક છે; ધાર્મિક ચુકાદાનો સ્રોત નથી.