સૂરહ Al-Ghaashiya الغاشية
26 આયતો · મક્કા · અવતરણ ક્રમ 68
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ هَلْ أَتَىٰكَ حَدِيثُ ٱلْغَٰشِيَةِ
Gujarati Translation - Rabella Al-Omari૧. શું તમારી પાસે છવાઈ જનારી (કયામત) ની વાત પહોંચી?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وُجُوهٌ يَوْمَئِذٍ خَٰشِعَةٌ
Gujarati Translation - Rabella Al-Omari૨. તે દિવસે કેટલાક ચહેરા ભયભીત હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
عَامِلَةٌ نَّاصِبَةٌ
Gujarati Translation - Rabella Al-Omari૩. (અને) પરિશ્રમ કરનારા થાકેલા હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
تَصْلَىٰ نَارًا حَامِيَةً
Gujarati Translation - Rabella Al-Omari૪. તેઓ ભડકતી આગમાં જશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
تُسْقَىٰ مِنْ عَيْنٍ ءَانِيَةٍ
Gujarati Translation - Rabella Al-Omari૫. અતિશય ઉકળતા ઝરણાનું પાણી તેઓને પીવડાવવામાં આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَّيْسَ لَهُمْ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٍ
Gujarati Translation - Rabella Al-Omari૬. તેમના માટે કાંટાવાળા સુકા ઘાસ સિવાય કંઇ ભોજન નહીં હોય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَّا يُسْمِنُ وَلَا يُغْنِى مِن جُوعٍ
Gujarati Translation - Rabella Al-Omari૭. જે ન હૃષ્ટપૃષ્ટ કરશે અને ન ભુખ દૂર કરશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وُجُوهٌ يَوْمَئِذٍ نَّاعِمَةٌ
Gujarati Translation - Rabella Al-Omari૮. અને કેટલાક ચહેરા તે દિવસે તાજગીભર્યા અને (ખુશહાલ) હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لِّسَعْيِهَا رَاضِيَةٌ
Gujarati Translation - Rabella Al-Omari૯. પોતાના પ્રયત્નોથી ખુશ હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فِى جَنَّةٍ عَالِيَةٍ
Gujarati Translation - Rabella Al-Omari૧૦. ઉચ્ચશ્રેણી ની જન્નતમાં હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَّا تَسْمَعُ فِيهَا لَٰغِيَةً
Gujarati Translation - Rabella Al-Omari૧૧. તેમાં કોઇ બકવાસ વાત નહી સાંભળે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فِيهَا عَيْنٌ جَارِيَةٌ
Gujarati Translation - Rabella Al-Omari૧૨. તેમાં એક વહેતુ ઝરણું હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فِيهَا سُرُرٌ مَّرْفُوعَةٌ
Gujarati Translation - Rabella Al-Omari૧૩. (અને) તેમાં ઊંચા-ઊંચા આસન હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأَكْوَابٌ مَّوْضُوعَةٌ
Gujarati Translation - Rabella Al-Omari૧૪. તેમાં સામે મુકેલા પ્યાલા (હશે).
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَنَمَارِقُ مَصْفُوفَةٌ
Gujarati Translation - Rabella Al-Omari૧૫. અને એક કતારમાં મુકેલા તકીયા હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَزَرَابِىُّ مَبْثُوثَةٌ
Gujarati Translation - Rabella Al-Omari૧૬. અને મખમલી જાજમો ફેલાયેલી હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَفَلَا يَنظُرُونَ إِلَى ٱلْإِبِلِ كَيْفَ خُلِقَتْ
Gujarati Translation - Rabella Al-Omari૧૭. શું તેઓ ઊંટ તરફ જોતા નથી કે તે કઇ રીતે પેદા કરવામાં આવ્યુ છે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِلَى ٱلسَّمَآءِ كَيْفَ رُفِعَتْ
Gujarati Translation - Rabella Al-Omari૧૮. અને આકાશ તરફ, કે કઇ રીતે ઊંચુ કરવામાં આવ્યું છે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِلَى ٱلْجِبَالِ كَيْفَ نُصِبَتْ
Gujarati Translation - Rabella Al-Omari૧૯. અને પર્વતો તરફ, કે કઇ રીતે ઠોસી દેવામાં આવ્યા છે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِلَى ٱلْأَرْضِ كَيْفَ سُطِحَتْ
Gujarati Translation - Rabella Al-Omari૨૦. અને ધરતી તરફ કે કઇ રીતે પાથરવામાં આવી છે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَذَكِّرْ إِنَّمَآ أَنتَ مُذَكِّرٌ
Gujarati Translation - Rabella Al-Omari૨૧. બસ તમે નસીહત કરતા રહો. (કારણકે) તમે તો ફક્ત નસીહત કરનાર છો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَّسْتَ عَلَيْهِم بِمُصَيْطِرٍ
Gujarati Translation - Rabella Al-Omari૨૨. તમે તેમના ઉપર રખેવાળ નથી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِلَّا مَن تَوَلَّىٰ وَكَفَرَ
Gujarati Translation - Rabella Al-Omari૨૩. હા! જે વ્યક્તિ મોઢું ફેરવશે અને કુફ્ર કરશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَيُعَذِّبُهُ ٱللَّهُ ٱلْعَذَابَ ٱلْأَكْبَرَ
Gujarati Translation - Rabella Al-Omari૨૪. તેને અલ્લાહ તઆલા ભારે સજા આપશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّ إِلَيْنَآ إِيَابَهُمْ
Gujarati Translation - Rabella Al-Omari૨૫. ખરેખર અમારા તરફ જ તેમને પાછા ફરવાનું છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ثُمَّ إِنَّ عَلَيْنَا حِسَابَهُم
Gujarati Translation - Rabella Al-Omari૨૬. અને ખરેખર તેમનો હિસાબ અમારા શિરે છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→