મુખ્ય પૃષ્ઠ › સૂરહ › સૂરહ Al-Muddaththir
સૂરહ Al-Muddaththir المدثر
56 આયતો · મક્કા · અવતરણ ક્રમ 4
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ يَٰٓأَيُّهَا ٱلْمُدَّثِّرُ
Gujarati Translation - Rabella Al-Omari ૧. હે (મુહમ્મદ) જે ચાદર ઓઢી સૂઈ રહ્યા છો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قُمْ فَأَنذِرْ
Gujarati Translation - Rabella Al-Omari ૨. ઉઠો અને (લોકોને ખરાબ પરિણામથી) ડરાવો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَرَبَّكَ فَكَبِّرْ
Gujarati Translation - Rabella Al-Omari ૩. અને પોતાના પાલનહારની મહાનતા બયાન કરો
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَثِيَابَكَ فَطَهِّرْ
Gujarati Translation - Rabella Al-Omari ૪. અને પોતાના કપડા પાક સાફ રાખો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱلرُّجْزَ فَٱهْجُرْ
Gujarati Translation - Rabella Al-Omari ૫. અને ગંદકીથી દૂર રહો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَا تَمْنُن تَسْتَكْثِرُ
Gujarati Translation - Rabella Al-Omari ૬. અને વધુ પ્રાપ્તિ માટે એહસાન ન કરશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلِرَبِّكَ فَٱصْبِرْ
Gujarati Translation - Rabella Al-Omari ૭. અને પોતાના પાલનહાર માટે સબર કરો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَإِذَا نُقِرَ فِى ٱلنَّاقُورِ
Gujarati Translation - Rabella Al-Omari ૮. ફરી જ્યારે સૂરમાં ફૂંક મારવામાં આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَذَٰلِكَ يَوْمَئِذٍ يَوْمٌ عَسِيرٌ
Gujarati Translation - Rabella Al-Omari ૯. તો તે દિવસ ખૂબ જ ભારે હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
عَلَى ٱلْكَٰفِرِينَ غَيْرُ يَسِيرٍ
Gujarati Translation - Rabella Al-Omari ૧૦. કાફિરો માટે સરળ નહીં હોય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ذَرْنِى وَمَنْ خَلَقْتُ وَحِيدًا
Gujarati Translation - Rabella Al-Omari ૧૧. તે વ્યક્તિની બાબત મારા પર છોડી દો, જેને મેં એકલો પેદા કર્યો છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَجَعَلْتُ لَهُۥ مَالًا مَّمْدُودًا
Gujarati Translation - Rabella Al-Omari ૧૨. તેને ખૂબ માલ આપ્યો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَبَنِينَ شُهُودًا
Gujarati Translation - Rabella Al-Omari ૧૩. અને દરેક સમયે હાજર રહેવાવાળા બાળકો આપ્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَمَهَّدتُّ لَهُۥ تَمْهِيدًا
Gujarati Translation - Rabella Al-Omari ૧૪. અને દરેક રીતે તેના માટે માર્ગ સરળ બનાવ્યો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ثُمَّ يَطْمَعُ أَنْ أَزِيدَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૫. પછી પણ લાલચ રાખે છે કે હું તેને હજુ વધારે આપું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَلَّآ إِنَّهُۥ كَانَ لِـَٔايَٰتِنَا عَنِيدًا
Gujarati Translation - Rabella Al-Omari ૧૬. આવું ક્યારેય નહીં થાય કેમકે તે અમારી આયતોથી દુશ્મની રાખે છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
سَأُرْهِقُهُۥ صَعُودًا
Gujarati Translation - Rabella Al-Omari ૧૭. હું નજીક માંજ તેને સખત ચઢાવીશ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّهُۥ فَكَّرَ وَقَدَّرَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૮. તેણે વિચાર કર્યો અને વાતો બનાવવાનો પ્રયત્ન કર્યો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَقُتِلَ كَيْفَ قَدَّرَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૯. બસ તેને નષ્ટ કરી દેવામાં આવે, તેણે કેવી વાત બનાવી?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ثُمَّ قُتِلَ كَيْفَ قَدَّرَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૦. પછી તેને નષ્ટ કરી દેવામાં આવે, તેણે કેવી વાત બનાવી?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ثُمَّ نَظَرَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૧. તેણે (પોતાના સાથીઓ તરફ) જોયુ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ثُمَّ عَبَسَ وَبَسَرَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૨. પછી તેણે કપાળ ચઢાવ્યું અને મોઢું બગાડ્યુ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ثُمَّ أَدْبَرَ وَٱسْتَكْبَرَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૩. પછી ત્યાંથી જતો રહ્યો અને ઘમંડ કરવા લાગ્યો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَقَالَ إِنْ هَٰذَآ إِلَّا سِحْرٌ يُؤْثَرُ
Gujarati Translation - Rabella Al-Omari ૨૪. અને કહેવા લાગ્યો કે આ તો ફકત જાદુ છે, જે નકલ કરવામાં આવી રહ્યું છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنْ هَٰذَآ إِلَّا قَوْلُ ٱلْبَشَرِ
Gujarati Translation - Rabella Al-Omari ૨૫. આ તો માનવીની જ વાત છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
سَأُصْلِيهِ سَقَرَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૬. હું નજીકમાં તેને જહન્નમમાં નાખીશ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَمَآ أَدْرَىٰكَ مَا سَقَرُ
Gujarati Translation - Rabella Al-Omari ૨૭. અને તમને શું ખબર કે જહન્નમ શું છે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَا تُبْقِى وَلَا تَذَرُ
Gujarati Translation - Rabella Al-Omari ૨૮. ન તે બાકી રાખશે અને ન તો છોડશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَوَّاحَةٌ لِّلْبَشَرِ
Gujarati Translation - Rabella Al-Omari ૨૯. ચામડીને બાળી નાખશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
عَلَيْهَا تِسْعَةَ عَشَرَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૦. અને તેના પર ઓગણીસ (ફરિશ્તાઓ નક્કી) છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَمَا جَعَلْنَآ أَصْحَٰبَ ٱلنَّارِ إِلَّا مَلَٰٓئِكَةً وَمَا جَعَلْنَا عِدَّتَهُمْ إِلَّا فِتْنَةً لِّلَّذِينَ كَفَرُوا۟ لِيَسْتَيْقِنَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَٰبَ وَيَزْدَادَ ٱلَّذِينَ ءَامَنُوٓا۟ إِيمَٰنًا وَلَا يَرْتَابَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَٰبَ وَٱلْمُؤْمِنُونَ وَلِيَقُولَ ٱلَّذِينَ فِى قُلُوبِهِم مَّرَضٌ وَٱلْكَٰفِرُونَ مَاذَآ أَرَادَ ٱللَّهُ بِهَٰذَا مَثَلًا كَذَٰلِكَ يُضِلُّ ٱللَّهُ مَن يَشَآءُ وَيَهْدِى مَن يَشَآءُ وَمَا يَعْلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَ وَمَا هِىَ إِلَّا ذِكْرَىٰ لِلْبَشَرِ
Gujarati Translation - Rabella Al-Omari ૩૧. અમે જહન્નમની દેખરેખ રાખનાર ફકત ફરિશ્તાઓ રાખ્યા છે અને અમે તેમની સંખ્યાને કાફિરો માટે કસોટી બનાવી છે. જેથી અહલે કિતાબ યકીન કરવા લાગે કે ઇમાનવાળાઓના ઇમાનમાં વધારો થાય અને અહલે કિતાબ અને ઇમાનવાળા કોઈ શંકા ન કરે અને જેના હૃદયોમાં બિમારી છે તે અને ઇન્કારી કહે કે આ બયાનથી અલ્લાહ તઆલા શું ઇચ્છે છે? આવી જ રીતે અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે, તેને ગુમરાહ કરી દે છે અને જેને ઇચ્છે, હિદાયત પર લાવી દે છે અને તમારા પાલનહારના લશ્કરને તેના સિવાય કોઇ નથી જાણતુ. આ (જહન્નમનું વર્ણન) ફક્ત એટલા માટે કે લોકો શિખામણ પ્રાપ્ત કરે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَلَّا وَٱلْقَمَرِ
Gujarati Translation - Rabella Al-Omari ૩૨. (પરંતુ આ લોકો ક્યારેય શિખામણ પ્રાપ્ત નહી કરે) ચંદ્રની કસમ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱلَّيْلِ إِذْ أَدْبَرَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૩. અને રાતની, જ્યારે તે જવા લાગે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱلصُّبْحِ إِذَآ أَسْفَرَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૪. અને સવારની, જ્યારે તે પ્રકાશિત થઇ જાય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّهَا لَإِحْدَى ٱلْكُبَرِ
Gujarati Translation - Rabella Al-Omari ૩૫. કે (નિ:શંક તે જહન્નમ) મોટી વસ્તુઓમાંથી એક છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
نَذِيرًا لِّلْبَشَرِ
Gujarati Translation - Rabella Al-Omari ૩૬. તે માનવીઓ માટે ભયનું કારણ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لِمَن شَآءَ مِنكُمْ أَن يَتَقَدَّمَ أَوْ يَتَأَخَّرَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૭. જે તમારા માંથી આગળ વધવા ઈચ્છે અથવા પાછળ રહેવા ઈચ્છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كُلُّ نَفْسٍۭ بِمَا كَسَبَتْ رَهِينَةٌ
Gujarati Translation - Rabella Al-Omari ૩૮. દરેક વ્યક્તિ પોતાના કાર્યોના બદલામાં ગિરવે છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِلَّآ أَصْحَٰبَ ٱلْيَمِينِ
Gujarati Translation - Rabella Al-Omari ૩૯. સિવાય જમણા હાથવાળા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فِى جَنَّٰتٍ يَتَسَآءَلُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૦. કે તેઓ જન્નતોમાં હશે, તેઓ પૂછી રહ્યા હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
عَنِ ٱلْمُجْرِمِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૧. ગુનેગાર વિશે
આ આયતના તમામ અનુવાદો જુઓ →
مَا سَلَكَكُمْ فِى سَقَرَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૨. તમને જહન્નમમાં કઇ વસ્તુ લઈને આવી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَالُوا۟ لَمْ نَكُ مِنَ ٱلْمُصَلِّينَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૩. તેઓ જવાબ આપશે કે અમે નમાઝ નહતા પઢતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَمْ نَكُ نُطْعِمُ ٱلْمِسْكِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૪. ન તો લાચારોને ખાવાનુ ખવડાવતા હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَكُنَّا نَخُوضُ مَعَ ٱلْخَآئِضِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૫. અને અમે વાદવિવાદ કરનારની સાથે વ્યસ્ત રહેતા હતાં.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَكُنَّا نُكَذِّبُ بِيَوْمِ ٱلدِّينِ
Gujarati Translation - Rabella Al-Omari ૪૬. અને બદલાના દિવસને જૂઠલાવતા હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
حَتَّىٰٓ أَتَىٰنَا ٱلْيَقِينُ
Gujarati Translation - Rabella Al-Omari ૪૭. અહીં સુધી કે અમને મોત આવી ગઈ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَمَا تَنفَعُهُمْ شَفَٰعَةُ ٱلشَّٰفِعِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૮. (તે સમયે) ભલામણ કરનારાઓની ભલામણ તેમને કઈ ફાયદો નહીં પહોંચાડી શકે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَمَا لَهُمْ عَنِ ٱلتَّذْكِرَةِ مُعْرِضِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૯. તેમને શું થઇ ગયું છે? કે શિખામણથી મોઢું ફેરવી રહ્યા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَأَنَّهُمْ حُمُرٌ مُّسْتَنفِرَةٌ
Gujarati Translation - Rabella Al-Omari ૫૦. જાણે કે તેઓ જંગલી ગધેડા હોય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَرَّتْ مِن قَسْوَرَةٍۭ
Gujarati Translation - Rabella Al-Omari ૫૧. જે સિંહથી ડરીને ભાગ્યા હોય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
بَلْ يُرِيدُ كُلُّ ٱمْرِئٍ مِّنْهُمْ أَن يُؤْتَىٰ صُحُفًا مُّنَشَّرَةً
Gujarati Translation - Rabella Al-Omari ૫૨. પરંતુ તેમના માંથી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેને સ્પષ્ટ કિતાબ આપવામાં આવે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَلَّا بَل لَّا يَخَافُونَ ٱلْـَٔاخِرَةَ
Gujarati Translation - Rabella Al-Omari ૫૩. ક્યારેય નહિ, સાચી વાત એ કે આ લોકો આખિરતથી નથી ડરતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَلَّآ إِنَّهُۥ تَذْكِرَةٌ
Gujarati Translation - Rabella Al-Omari ૫૪. સત્ય વાત તો એ છે કે આ (કુરઆન) એક શિખામણ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَمَن شَآءَ ذَكَرَهُۥ
Gujarati Translation - Rabella Al-Omari ૫૫. હવે જે ઇચ્છે, તે શિખામણ પ્રાપ્ત કરે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَمَا يَذْكُرُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ هُوَ أَهْلُ ٱلتَّقْوَىٰ وَأَهْلُ ٱلْمَغْفِرَةِ
Gujarati Translation - Rabella Al-Omari ૫૬. અને તેઓ શિખામણ પ્રાપ્ત નહીં કરે પરંતુ એ કે અલ્લાહ તઆલા ઇચ્છે, તે (અલ્લાહ) જ આનો હકદાર છે કે તેનાથી ડરવામાં આવે, અને તે જ માફ કરવાવાળો છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
← સૂરહ Al-Muzzammil
સૂરહ Al-Qiyaama →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→
Arabic text and translations via Tanzil and QuranEnc — verbatim, unmodified · Translations belong to their translators and are not the Qur'an itself
આ સંશોધન સહાયક છે; ધાર્મિક ચુકાદાનો સ્રોત નથી.