સૂરહ Al-Qiyaama القيامة
40 આયતો · મક્કા · અવતરણ ક્રમ 31
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ لَآ أُقْسِمُ بِيَوْمِ ٱلْقِيَٰمَةِ
Gujarati Translation - Rabella Al-Omari૧. હું કયામતના દિવસની કસમ ખાઉં છું
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَآ أُقْسِمُ بِٱلنَّفْسِ ٱللَّوَّامَةِ
Gujarati Translation - Rabella Al-Omari૨. અને ઠપકો આપનાર નફસની કસમ ખાઉં છું .
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَيَحْسَبُ ٱلْإِنسَٰنُ أَلَّن نَّجْمَعَ عِظَامَهُۥ
Gujarati Translation - Rabella Al-Omari૩. શું માનવી એમ સમજે છે કે અમે તેના હાડકા ભેગા નહી કરી શકીએ?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
بَلَىٰ قَٰدِرِينَ عَلَىٰٓ أَن نُّسَوِّىَ بَنَانَهُۥ
Gujarati Translation - Rabella Al-Omari૪. કેમ નહીં અમે આ વાત પર કુદરત ધરાવીએ છીએ કે તેના ટેરવા સુધ્ધા ઠીક કરી દઈશુ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
بَلْ يُرِيدُ ٱلْإِنسَٰنُ لِيَفْجُرَ أَمَامَهُۥ
Gujarati Translation - Rabella Al-Omari૫. પરંતુ માનવી ઇચ્છે છે કે આગળ આગળ અવજ્ઞા કરતો રહે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
يَسْـَٔلُ أَيَّانَ يَوْمُ ٱلْقِيَٰمَةِ
Gujarati Translation - Rabella Al-Omari૬. સવાલ કરે છે કે કયામતનો દિવસ કયારે આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَإِذَا بَرِقَ ٱلْبَصَرُ
Gujarati Translation - Rabella Al-Omari૭. તો (તેનો જવાબ એ છે કે)જ્યારે નજર પથરાઇ જશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَخَسَفَ ٱلْقَمَرُ
Gujarati Translation - Rabella Al-Omari૮. અને ચંદ્ર પ્રકાશહીન થઇ જશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَجُمِعَ ٱلشَّمْسُ وَٱلْقَمَرُ
Gujarati Translation - Rabella Al-Omari૯. સૂર્ય અને ચંદ્ર ભેગા કરી દેવામાં આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
يَقُولُ ٱلْإِنسَٰنُ يَوْمَئِذٍ أَيْنَ ٱلْمَفَرُّ
Gujarati Translation - Rabella Al-Omari૧૦. તે દિવસે માનવી કહેશે કે ક્યા ભાગીને જાવું?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَلَّا لَا وَزَرَ
Gujarati Translation - Rabella Al-Omari૧૧. ના ના તેને કોઇ પનાહની જગ્યા નહીં મળે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ ٱلْمُسْتَقَرُّ
Gujarati Translation - Rabella Al-Omari૧૨. આજે તો તારા પાલનહાર તરફ જ રુકવાનું છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
يُنَبَّؤُا۟ ٱلْإِنسَٰنُ يَوْمَئِذٍۭ بِمَا قَدَّمَ وَأَخَّرَ
Gujarati Translation - Rabella Al-Omari૧૩. તે દિવસે માનવીને જણાવવામાં આવશે કે તેણે આગળ શું મોકલ્યું છે અને પાછળ શું છોડ્યું છે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
بَلِ ٱلْإِنسَٰنُ عَلَىٰ نَفْسِهِۦ بَصِيرَةٌ
Gujarati Translation - Rabella Al-Omari૧૪. પરંતુ માનવી સ્વયં પોતે પોતાને જોવાવાળો છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَوْ أَلْقَىٰ مَعَاذِيرَهُۥ
Gujarati Translation - Rabella Al-Omari૧૫. ભલેને તે કેટલાય બહાના રજૂ કેમ ન કરે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَا تُحَرِّكْ بِهِۦ لِسَانَكَ لِتَعْجَلَ بِهِۦٓ
Gujarati Translation - Rabella Al-Omari૧૬. (હે પયગંબર) તમે કુરઆન મજીદને જલ્દી (યાદ કરવા) માટે પોતાની જબાનને હલાવો નહીં.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّ عَلَيْنَا جَمْعَهُۥ وَقُرْءَانَهُۥ
Gujarati Translation - Rabella Al-Omari૧૭. તેનું ભેગું કરવું અને (તમારી જબાનથી) પઢાવવું અમારા શિરે છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَإِذَا قَرَأْنَٰهُ فَٱتَّبِعْ قُرْءَانَهُۥ
Gujarati Translation - Rabella Al-Omari૧૮. પછી જ્યારે અમે તમને પઢાવી દઈએ તો પછી તેવી જ રીતે પઢો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُۥ
Gujarati Translation - Rabella Al-Omari૧૯. પછી આનો (અર્થ) સ્પષ્ટ કરી દેવો પણ અમારા શિરે છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَلَّا بَلْ تُحِبُّونَ ٱلْعَاجِلَةَ
Gujarati Translation - Rabella Al-Omari૨૦. ના ના, (સાચી વાત એ છે કે) તમે ઝડપથી મળવાવાળી (દુનિયા) થી પ્રેમ કરો છો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَتَذَرُونَ ٱلْـَٔاخِرَةَ
Gujarati Translation - Rabella Al-Omari૨૧. અને આખિરતને છોડી બેઠા છો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وُجُوهٌ يَوْمَئِذٍ نَّاضِرَةٌ
Gujarati Translation - Rabella Al-Omari૨૨. તે દિવસે ઘણા ચહેરા તાજગીભર્યા હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِلَىٰ رَبِّهَا نَاظِرَةٌ
Gujarati Translation - Rabella Al-Omari૨૩. પોતાના પાલનહાર તરફ જોઇ રહ્યા હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَوُجُوهٌ يَوْمَئِذٍۭ بَاسِرَةٌ
Gujarati Translation - Rabella Al-Omari૨૪. અને કેટલાક ચહેરા તે દિવસે ઉદાસ હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
تَظُنُّ أَن يُفْعَلَ بِهَا فَاقِرَةٌ
Gujarati Translation - Rabella Al-Omari૨૫. સમજતા હશે કે તેમની સાથે કમર તોડી નાખનારો વ્યવહાર કરવામાં આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَلَّآ إِذَا بَلَغَتِ ٱلتَّرَاقِىَ
Gujarati Translation - Rabella Al-Omari૨૬. ના ના જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَقِيلَ مَنْ رَاقٍ
Gujarati Translation - Rabella Al-Omari૨૭. અને કહેવામાં આવશે કે કોઇ મંત્ર-તંત્ર કરનાર છે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَظَنَّ أَنَّهُ ٱلْفِرَاقُ
Gujarati Translation - Rabella Al-Omari૨૮. અને મૃત્યુ પામનારને યકીન થઇ જાય છે કે આ તેની જુદાઈનો સમય છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱلْتَفَّتِ ٱلسَّاقُ بِٱلسَّاقِ
Gujarati Translation - Rabella Al-Omari૨૯. અને એક પિંડલી બીજી પિંડલી સાથે ભેગી થઇ જશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ ٱلْمَسَاقُ
Gujarati Translation - Rabella Al-Omari૩૦. આજે તારા પાલનહાર તરફ ફરવાનું છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَلَا صَدَّقَ وَلَا صَلَّىٰ
Gujarati Translation - Rabella Al-Omari૩૧. તેણે ન તો પુષ્ટિ કરી અને ન તો નમાઝ પઢી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَٰكِن كَذَّبَ وَتَوَلَّىٰ
Gujarati Translation - Rabella Al-Omari૩૨. પરંતુ સત્યને જુઠલાવ્યુ અને મોઢું ફેરવી લીધું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ثُمَّ ذَهَبَ إِلَىٰٓ أَهْلِهِۦ يَتَمَطَّىٰٓ
Gujarati Translation - Rabella Al-Omari૩૩. પછી પોતાના ઘરવાળાઓ પાસે ઇતરાઇને ગયો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰ
Gujarati Translation - Rabella Al-Omari૩૪. ખેદ છે તારા પર, અફસોસ છે તારા પર.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ثُمَّ أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰٓ
Gujarati Translation - Rabella Al-Omari૩૫. પછી ખેદ છે તારા પર અને અફસોસ છે તારા માટે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَيَحْسَبُ ٱلْإِنسَٰنُ أَن يُتْرَكَ سُدًى
Gujarati Translation - Rabella Al-Omari૩૬. શું માનવી એમ સમજે છે કે તેને આમ જ નિરર્થક છોડી દેવામાં આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَلَمْ يَكُ نُطْفَةً مِّن مَّنِىٍّ يُمْنَىٰ
Gujarati Translation - Rabella Al-Omari૩૭. શું તે વીર્યનું એક ટીપું ન હતો, જે ટપકાવવામાં આવ્યું હતું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ثُمَّ كَانَ عَلَقَةً فَخَلَقَ فَسَوَّىٰ
Gujarati Translation - Rabella Al-Omari૩૮. પછી તે લોહીનો લોચો બની ગયો, પછી અલ્લાહએ તેને ઠીક માનવી બનાવ્યો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَجَعَلَ مِنْهُ ٱلزَّوْجَيْنِ ٱلذَّكَرَ وَٱلْأُنثَىٰٓ
Gujarati Translation - Rabella Al-Omari૩૯. પછી તેનાથી જોડકાં એટલે કે નર અને માદા બનાવ્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَلَيْسَ ذَٰلِكَ بِقَٰدِرٍ عَلَىٰٓ أَن يُحْـِۧىَ ٱلْمَوْتَىٰ
Gujarati Translation - Rabella Al-Omari૪૦. શું (અલ્લાહ તઆલા) તે (વાત) પર કુદરત નથી ધરાવતો કે મૃતકને ફરી જીવિત કરી દે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→