મુખ્ય પૃષ્ઠ › સૂરહ › સૂરહ Al-Muzzammil
સૂરહ Al-Muzzammil المزمل
20 આયતો · મક્કા · અવતરણ ક્રમ 3
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ يَٰٓأَيُّهَا ٱلْمُزَّمِّلُ
Gujarati Translation - Rabella Al-Omari ૧. હે (મુહમ્મદ)! જેઓ ચાદર ઓઢી (સૂઈ ગયા છો)
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قُمِ ٱلَّيْلَ إِلَّا قَلِيلًا
Gujarati Translation - Rabella Al-Omari ૨. રાતના થોડો ભાગ છોડી બાકીની રાત (નમાઝ માટે) ઉભા રહો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
نِّصْفَهُۥٓ أَوِ ٱنقُصْ مِنْهُ قَلِيلًا
Gujarati Translation - Rabella Al-Omari ૩. રાતનો અડધો ભાગ અથવા તેનાથી સહેજ ઓછો ભાગ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَوْ زِدْ عَلَيْهِ وَرَتِّلِ ٱلْقُرْءَانَ تَرْتِيلًا
Gujarati Translation - Rabella Al-Omari ૪. અથવા તો તેના કરતા થોડુક વધારે, અને કુરઆન રુકી રુકીને (સ્પષ્ટ) પઢતા રહો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّا سَنُلْقِى عَلَيْكَ قَوْلًا ثَقِيلًا
Gujarati Translation - Rabella Al-Omari ૫. નિ:શંક અમે તમારા પર એક ભારે વાત ઉતારવાના છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّ نَاشِئَةَ ٱلَّيْلِ هِىَ أَشَدُّ وَطْـًٔا وَأَقْوَمُ قِيلًا
Gujarati Translation - Rabella Al-Omari ૬. નિ:શંક રાતમાં ઉઠવું ખરેખર મન ઉપર કાબૂ મેળવવા માટે ખુબ જ અસરકારક છે અને કુરઆન પઢવા માટે યોગ્ય સમય છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّ لَكَ فِى ٱلنَّهَارِ سَبْحًا طَوِيلًا
Gujarati Translation - Rabella Al-Omari ૭. દિવસે તમને ખૂબ જ વ્યસ્તતા હોય છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱذْكُرِ ٱسْمَ رَبِّكَ وَتَبَتَّلْ إِلَيْهِ تَبْتِيلًا
Gujarati Translation - Rabella Al-Omari ૮. (એટલા માટે રાત્રે) તમે પોતાના પાલનહારના નામનું ઝિકર કરતા રહો અને દરેક વસ્તુ તરફ ધ્યાન હટાવી તેની જ તરફ પોતાનું ધ્યાન ધરો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
رَّبُّ ٱلْمَشْرِقِ وَٱلْمَغْرِبِ لَآ إِلَٰهَ إِلَّا هُوَ فَٱتَّخِذْهُ وَكِيلًا
Gujarati Translation - Rabella Al-Omari ૯. તે પૂર્વ અને પશ્ર્ચિમનો પાલનહાર છે, તેના સિવાય કોઇ મઅબૂદ નથી, તમે તેને જ પોતાનો કારસાજ બનાવી લો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَٱهْجُرْهُمْ هَجْرًا جَمِيلًا
Gujarati Translation - Rabella Al-Omari ૧૦. અને જે કઇં (કાફિરો) કહે છે તેના પર સબર કરો અને સજ્જનતાપૂર્વક તેમનાથી જુદા થઇ જાવ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَذَرْنِى وَٱلْمُكَذِّبِينَ أُو۟لِى ٱلنَّعْمَةِ وَمَهِّلْهُمْ قَلِيلًا
Gujarati Translation - Rabella Al-Omari ૧૧. જુઠલાવનાર ખુશહાલ લોકોની બાબત મારા પર છોડી દો અને તેમને થોડીક મહેતલ આપી દો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّ لَدَيْنَآ أَنكَالًا وَجَحِيمًا
Gujarati Translation - Rabella Al-Omari ૧૨. નિ:શંક અમારી પાસે તેમના માટે સખત સાંકળો છે અને ભળકે બળતી જહન્નમ પણ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَطَعَامًا ذَا غُصَّةٍ وَعَذَابًا أَلِيمًا
Gujarati Translation - Rabella Al-Omari ૧૩. અને ગળામાં ફસાઇ જનાર ખોરાક છે અને દુ:ખદાયી અઝાબ પણ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
يَوْمَ تَرْجُفُ ٱلْأَرْضُ وَٱلْجِبَالُ وَكَانَتِ ٱلْجِبَالُ كَثِيبًا مَّهِيلًا
Gujarati Translation - Rabella Al-Omari ૧૪. જે દિવસે ધરતી અને પર્વતો ધ્રૂજી ઉઠશે અને પર્વતો વિખેરાયેલી રેતી જેવા બની જશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّآ أَرْسَلْنَآ إِلَيْكُمْ رَسُولًا شَٰهِدًا عَلَيْكُمْ كَمَآ أَرْسَلْنَآ إِلَىٰ فِرْعَوْنَ رَسُولًا
Gujarati Translation - Rabella Al-Omari ૧૫. નિ:શંક અમે તમારી તરફ એક પયગંબરને તમારા પર સાક્ષી બનાવી મોકલ્યો છે. જેવું કે અમે ફિરઔન તરફ એક પયગંબર મોકલ્યા હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَعَصَىٰ فِرْعَوْنُ ٱلرَّسُولَ فَأَخَذْنَٰهُ أَخْذًا وَبِيلًا
Gujarati Translation - Rabella Al-Omari ૧૬. તો ફિરઔને તે પયગંબરની વાત ન માની તો અમે તેને સખત (સજામાં) પકડી લીધો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَكَيْفَ تَتَّقُونَ إِن كَفَرْتُمْ يَوْمًا يَجْعَلُ ٱلْوِلْدَٰنَ شِيبًا
Gujarati Translation - Rabella Al-Omari ૧૭. હવે જો તમે તે (રસૂલનો) ઇન્કાર કરશો, તો તે દિવસની (સખતીથી) કેમના બચી શકશો, જે દિવસ બાળકોને વૃધ્ધ કરી દેશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ٱلسَّمَآءُ مُنفَطِرٌۢ بِهِۦ كَانَ وَعْدُهُۥ مَفْعُولًا
Gujarati Translation - Rabella Al-Omari ૧૮. જેની (સખતીથી) આકાશ ફાટી જશે, અને આ અલ્લાહ તઆલાનું વચન છે, જે પૂરું થઇને જ રહશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّ هَٰذِهِۦ تَذْكِرَةٌ فَمَن شَآءَ ٱتَّخَذَ إِلَىٰ رَبِّهِۦ سَبِيلًا
Gujarati Translation - Rabella Al-Omari ૧૯. નિ:શંક આ (કુરઆન) એક શિખામણ છે, બસ! જે ઇચ્છે તે પોતાના પાલનહાર તરફ જતો (માર્ગ) અપનાવી લેં.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّ رَبَّكَ يَعْلَمُ أَنَّكَ تَقُومُ أَدْنَىٰ مِن ثُلُثَىِ ٱلَّيْلِ وَنِصْفَهُۥ وَثُلُثَهُۥ وَطَآئِفَةٌ مِّنَ ٱلَّذِينَ مَعَكَ وَٱللَّهُ يُقَدِّرُ ٱلَّيْلَ وَٱلنَّهَارَ عَلِمَ أَن لَّن تُحْصُوهُ فَتَابَ عَلَيْكُمْ فَٱقْرَءُوا۟ مَا تَيَسَّرَ مِنَ ٱلْقُرْءَانِ عَلِمَ أَن سَيَكُونُ مِنكُم مَّرْضَىٰ وَءَاخَرُونَ يَضْرِبُونَ فِى ٱلْأَرْضِ يَبْتَغُونَ مِن فَضْلِ ٱللَّهِ وَءَاخَرُونَ يُقَٰتِلُونَ فِى سَبِيلِ ٱللَّهِ فَٱقْرَءُوا۟ مَا تَيَسَّرَ مِنْهُ وَأَقِيمُوا۟ ٱلصَّلَوٰةَ وَءَاتُوا۟ ٱلزَّكَوٰةَ وَأَقْرِضُوا۟ ٱللَّهَ قَرْضًا حَسَنًا وَمَا تُقَدِّمُوا۟ لِأَنفُسِكُم مِّنْ خَيْرٍ تَجِدُوهُ عِندَ ٱللَّهِ هُوَ خَيْرًا وَأَعْظَمَ أَجْرًا وَٱسْتَغْفِرُوا۟ ٱللَّهَ إِنَّ ٱللَّهَ غَفُورٌ رَّحِيمٌۢ
Gujarati Translation - Rabella Al-Omari ૨૦. (હે પયગંબર) તમારો પાલનહાર સારી રીતે જાણે છે કે તમે અને તમારા સાથેનું એક જૂથ લગભગ બે-તૃતિયાંશ રાત અથવા અડધી રાત અથવા ક્યારેક એક- તૃતિયાંશ રાતમાં (નમાઝમાં) ઉભા થાય છે. અને રાત દિવસનો હિસાબ અલ્લાહ તઆલા પાસે જ છે, તે (ખૂબ) જાણે છે કે તમે સમયનો યોગ્ય અંદાજો નહીં કરી શકો બસ! તેણે તમારા પર કૃપા કરી, જેથી હવે જેટલું કુરઆન પઢવું તમારા માટે સરળ હોય તેટલું પઢી લો, તે જાણે છે કે તમારામાંથી કેટલાક બિમાર પણ હશે, કેટલાક બીજા ધરતી પર હરી-ફરીને અલ્લાહ તઆલાની કૃપા (એટલે કે રોજી) પણ શોધે છે અને કેટલાક લોકો અલ્લાહ તઆલાના રસ્તામાં જિહાદ કરે છે, તો તમે જેટલું કુરઆન સરળતાથી પઢી શકતા હોય, તેટલું પઢી લો અને નમાઝ પાબંદીથી પઢતા રહો અને ઝકાત આપતા રહો અને અલ્લાહ તઆલાને સારૂ ઋણ આપો અને જે સદકાર્ય તમે તમારા માટે આગળ મોકલશો તેને અલ્લાહ તઆલાને ત્યાં અતિઉત્તમ અને બદલામાં ખુબજ વધારે પામશો, અલ્લાહ તઆલા પાસે માફી માંગતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા માફ કરવાવાળો, દયાળુ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
← સૂરહ Al-Jinn
સૂરહ Al-Muddaththir →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→
Arabic text and translations via Tanzil and QuranEnc — verbatim, unmodified · Translations belong to their translators and are not the Qur'an itself
આ સંશોધન સહાયક છે; ધાર્મિક ચુકાદાનો સ્રોત નથી.