મુખ્ય પૃષ્ઠ › સૂરહ › સૂરહ Al-Qamar
સૂરહ Al-Qamar القمر
55 આયતો · મક્કા · અવતરણ ક્રમ 37
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ ٱقْتَرَبَتِ ٱلسَّاعَةُ وَٱنشَقَّ ٱلْقَمَرُ
Gujarati Translation - Rabella Al-Omari ૧. કયામત નજીક આવી ગઇ અને ચંદ્ર ફાટી ગયો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِن يَرَوْا۟ ءَايَةً يُعْرِضُوا۟ وَيَقُولُوا۟ سِحْرٌ مُّسْتَمِرٌّ
Gujarati Translation - Rabella Al-Omari ૨. આ (કાફિર) જો કોઇ નિશાની જોઇ લે છે, તો મોઢું ફેરવી લે છે અને કહી દે છે કે આ તો જાદુ છે, જે પહેલાથી ચાલતું આવ્યું છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَكَذَّبُوا۟ وَٱتَّبَعُوٓا۟ أَهْوَآءَهُمْ وَكُلُّ أَمْرٍ مُّسْتَقِرٌّ
Gujarati Translation - Rabella Al-Omari ૩. તેમણે તેને જુઠલાવ્યા અને પોતાની મનેચ્છાઓનું અનુસરણ કર્યું. જ્યારે કે દરેક કાર્યનો એક સમય નક્કી છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَقَدْ جَآءَهُم مِّنَ ٱلْأَنۢبَآءِ مَا فِيهِ مُزْدَجَرٌ
Gujarati Translation - Rabella Al-Omari ૪. નિ:શંક તેમની પાસે (પહેલાની કોમોની) ખબર પહોચી ગઈ છે, જેમાં ઘણી ચેતવણીઓ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
حِكْمَةٌۢ بَٰلِغَةٌ فَمَا تُغْنِ ٱلنُّذُرُ
Gujarati Translation - Rabella Al-Omari ૫. (તેમાં) સંપૂર્ણ બુધ્ધીવાળી વાત છે. પરંતુ ચેતવણીઓ તેમના કોઈ કામમાં ન આવી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَتَوَلَّ عَنْهُمْ يَوْمَ يَدْعُ ٱلدَّاعِ إِلَىٰ شَىْءٍ نُّكُرٍ
Gujarati Translation - Rabella Al-Omari ૬. બસ! (હે પયગંબર) તમે તેમના પરવા ન કરશો, જે દિવસે એક પોકારવાવાળો અણગમતી વસ્તુ તરફ પોકારશે,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
خُشَّعًا أَبْصَٰرُهُمْ يَخْرُجُونَ مِنَ ٱلْأَجْدَاثِ كَأَنَّهُمْ جَرَادٌ مُّنتَشِرٌ
Gujarati Translation - Rabella Al-Omari ૭. આ લોકો તે દિવસે પોતાની આંખો ઝુકાવી કબરોમાંથી એવી રીતે નીકળશે, જેવાકે વિખેરાયેલા તીડાં છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
مُّهْطِعِينَ إِلَى ٱلدَّاعِ يَقُولُ ٱلْكَٰفِرُونَ هَٰذَا يَوْمٌ عَسِرٌ
Gujarati Translation - Rabella Al-Omari ૮. પોકારવાવાળા તરફ દોડતા હશે, (તે દિવસે) કાફિર કહેશે કે આ દિવસ ઘણો જ સખત છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ فَكَذَّبُوا۟ عَبْدَنَا وَقَالُوا۟ مَجْنُونٌ وَٱزْدُجِرَ
Gujarati Translation - Rabella Al-Omari ૯. તેમના પહેલા નૂહની કોમ પણ અમારા બંદાને જુઠલાવી ચૂકી છે અને કહેવા લાગ્યા કે આ તો પાગલ છે, અને તેને ઝાટકી નાખ્યો હતો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَدَعَا رَبَّهُۥٓ أَنِّى مَغْلُوبٌ فَٱنتَصِرْ
Gujarati Translation - Rabella Al-Omari ૧૦. બસ! તેણે પોતાના પાલનહારથી દુઆ કરી કે હું લાચાર થઇ ગયો છું, હવે તું તેમનાથી બદલો લે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَفَتَحْنَآ أَبْوَٰبَ ٱلسَّمَآءِ بِمَآءٍ مُّنْهَمِرٍ
Gujarati Translation - Rabella Al-Omari ૧૧. ત્યારે અમે આકાશના દ્વારને મુશળધાર વરસાદથી ખોલી નાખ્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَفَجَّرْنَا ٱلْأَرْضَ عُيُونًا فَٱلْتَقَى ٱلْمَآءُ عَلَىٰٓ أَمْرٍ قَدْ قُدِرَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૨. અને ધરતી માંથી ઝરણાઓને વહેતા કરી દીધા. બસ! તે કાર્ય પર જેટલું પાણી મુકદ્દર કરવામાં આવ્યુ હતું તે નિમીત થઇ ગયું
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَحَمَلْنَٰهُ عَلَىٰ ذَاتِ أَلْوَٰحٍ وَدُسُرٍ
Gujarati Translation - Rabella Al-Omari ૧૩. અને અમે તેને પાટિયા અને ખીલાવાળી (નૌકા) પર સવાર કરી દીધા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
تَجْرِى بِأَعْيُنِنَا جَزَآءً لِّمَن كَانَ كُفِرَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૪. જે અમારી દેખરેખ હેઠળ ચાલી રહી હતી. આ હતો બદલો, તે લોકો માટે જેનો ઇન્કાર કરવામાં આવી રહ્યો હતો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَقَد تَّرَكْنَٰهَآ ءَايَةً فَهَلْ مِن مُّدَّكِرٍ
Gujarati Translation - Rabella Al-Omari ૧૫. અને તે હોડીને અમે એક નિશાની બનાવી છોડી દીધી, શું કોઈ છે શિખામણ પ્રાપ્ત કરનાર?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَكَيْفَ كَانَ عَذَابِى وَنُذُرِ
Gujarati Translation - Rabella Al-Omari ૧૬. પછી (જુઓ) મારો અઝાબ કેવો હતો અને મારી ચેતવણીઓ પણ કેવી હતી?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَقَدْ يَسَّرْنَا ٱلْقُرْءَانَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ
Gujarati Translation - Rabella Al-Omari ૧૭. અને નિ:શંક અમે આ કુરઆનને સમજવા માટે સરળ કરી દીધુ છે, બસ! કોઇ છે બોધ ગ્રહણ કરનાર?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَذَّبَتْ عَادٌ فَكَيْفَ كَانَ عَذَابِى وَنُذُرِ
Gujarati Translation - Rabella Al-Omari ૧૮. આદની કોમે પણ જુઠલાવ્યા, બસ! પછી (જુઓ) મારો અઝાબ કેવો હતો અને મારી ચેતવણીઓ પણ કેવી હતી?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّآ أَرْسَلْنَا عَلَيْهِمْ رِيحًا صَرْصَرًا فِى يَوْمِ نَحْسٍ مُّسْتَمِرٍّ
Gujarati Translation - Rabella Al-Omari ૧૯. અમે તેમના પર સખત વાવાઝોડું, એક ભયાવહ દિવસે મોકલ્યું, જે સતત ચાલતું રહ્યું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
تَنزِعُ ٱلنَّاسَ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ مُّنقَعِرٍ
Gujarati Translation - Rabella Al-Omari ૨૦. જે લોકોને એવી રીતે ઉખાડી ફેંકતુ હતું, જેમકે મૂળમાંથી ઉખાડેલા ખજૂરના વૃક્ષો હોય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَكَيْفَ كَانَ عَذَابِى وَنُذُرِ
Gujarati Translation - Rabella Al-Omari ૨૧. પછી (જુઓ) મારો અઝાબ કેવો હતો અને મારી ચેતવણીઓ પણ કેવી હતી?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَقَدْ يَسَّرْنَا ٱلْقُرْءَانَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ
Gujarati Translation - Rabella Al-Omari ૨૨. નિ:શંક અમે અમે કુરઆનને સમજવા માટે સરળ કરી દીધુ છે, બસ! કોઇ છે બોધ ગ્રહણ કરનાર?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَذَّبَتْ ثَمُودُ بِٱلنُّذُرِ
Gujarati Translation - Rabella Al-Omari ૨૩. ષમૂદની કોમે પણ ચેતવણી આપનારને જુઠલાવ્યા હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَقَالُوٓا۟ أَبَشَرًا مِّنَّا وَٰحِدًا نَّتَّبِعُهُۥٓ إِنَّآ إِذًا لَّفِى ضَلَٰلٍ وَسُعُرٍ
Gujarati Translation - Rabella Al-Omari ૨૪. અને તેઓ કહેવા લાગ્યા શું અમારા માંથી જ એક વ્યક્તિની વાતોનું અનુસરણ કરીએ? ત્યારે તો અમે ગુમરાહી અને પાગલપણામાં પડી જઈશું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَءُلْقِىَ ٱلذِّكْرُ عَلَيْهِ مِنۢ بَيْنِنَا بَلْ هُوَ كَذَّابٌ أَشِرٌ
Gujarati Translation - Rabella Al-Omari ૨૫. શું અમારા માંથી ફકત તેના પર જ વહી ઉતારવામાં આવી? ના પરંતુ તે તો જુઠો અને બડાઈ મારનાર છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
سَيَعْلَمُونَ غَدًا مَّنِ ٱلْكَذَّابُ ٱلْأَشِرُ
Gujarati Translation - Rabella Al-Omari ૨૬. આ લોકો નજીકમાં જ જાણી લે શે કે જુઠો અને બડાઈ મારનાર કોણ છે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّا مُرْسِلُوا۟ ٱلنَّاقَةِ فِتْنَةً لَّهُمْ فَٱرْتَقِبْهُمْ وَٱصْطَبِرْ
Gujarati Translation - Rabella Al-Omari ૨૭. (હે સાલિહ) અમે તેમની કસોટી માટે ઊંટણી મુકલી રહ્યા છે. બસ! તમે સાબર કરી તેમના (પરિણામ)ની રાહ જુવો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَنَبِّئْهُمْ أَنَّ ٱلْمَآءَ قِسْمَةٌۢ بَيْنَهُمْ كُلُّ شِرْبٍ مُّحْتَضَرٌ
Gujarati Translation - Rabella Al-Omari ૨૮. હાં તેઓને ચેતવણી આપી દો કે પાણી તેમની અને ઊંટણીની વચ્ચે વહેંચાય જશે, દરેક પોતાની વારી પર હાજર થશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَنَادَوْا۟ صَاحِبَهُمْ فَتَعَاطَىٰ فَعَقَرَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૯. તેમણે પોતાના એક સાથીને બોલાવ્યો, જેણે હુમલો કર્યો અને તેના પગ કાપી નાખ્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَكَيْفَ كَانَ عَذَابِى وَنُذُرِ
Gujarati Translation - Rabella Al-Omari ૩૦. પછી (જુઓ) મારો અઝાબ કેવો હતો અને મારી ચેતવણીઓ પણ કેવી હતી?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّآ أَرْسَلْنَا عَلَيْهِمْ صَيْحَةً وَٰحِدَةً فَكَانُوا۟ كَهَشِيمِ ٱلْمُحْتَظِرِ
Gujarati Translation - Rabella Al-Omari ૩૧. અમે તેઓના પર એક અવાજ (ભયંકર ચીસ) મોકલી. બસ! એવા થઇ ગયા જેવા કે કાંટાની છુંદાયેલી વાડ હોય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَقَدْ يَسَّرْنَا ٱلْقُرْءَانَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ
Gujarati Translation - Rabella Al-Omari ૩૨. અમે શિખામણ માટે કુરઆનને સરળ કરી દીધુ છે, બસ! છે કોઇ જે બોધ ગ્રહણ કરે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَذَّبَتْ قَوْمُ لُوطٍۭ بِٱلنُّذُرِ
Gujarati Translation - Rabella Al-Omari ૩૩. લૂતની કોમે પણ ચેતવણી આપનારાઓને જુઠલાવ્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّآ أَرْسَلْنَا عَلَيْهِمْ حَاصِبًا إِلَّآ ءَالَ لُوطٍ نَّجَّيْنَٰهُم بِسَحَرٍ
Gujarati Translation - Rabella Al-Omari ૩૪. નિ:શંક અમે તેમના પર પત્થરો નો વરસાદ મોકલ્યો. પરંતુ અમે લૂતના ઘરવાળાઓને સહરીના સમયે બચાવી નિકાળી લીધા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
نِّعْمَةً مِّنْ عِندِنَا كَذَٰلِكَ نَجْزِى مَن شَكَرَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૫. આ મારા તરફથી ઉપકાર હતો, અમે દરેક આભારીને આવી જ રીતે બદલો આપીએ છીએ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَقَدْ أَنذَرَهُم بَطْشَتَنَا فَتَمَارَوْا۟ بِٱلنُّذُرِ
Gujarati Translation - Rabella Al-Omari ૩૬. નિ:શંક (લૂતે) તેઓને અમારી પકડથી ડરાવ્યા હતા. પરંતુ તેમણે ચેતવણી આપનાર સાથે (શંકા અને) ઝઘડો કર્યો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَقَدْ رَٰوَدُوهُ عَن ضَيْفِهِۦ فَطَمَسْنَآ أَعْيُنَهُمْ فَذُوقُوا۟ عَذَابِى وَنُذُرِ
Gujarati Translation - Rabella Al-Omari ૩૭. અને તેઓ (લૂત) પાસે તેમના મહેમાનોની માંગણી કરતા રહ્યા, બસ! અમે તેઓને આંધળા કરી દીધા, (અને કહી દીધુ) હવે મારો અઝાબ અને મારી ચેતવણીનો સ્વાદ ચાખો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَقَدْ صَبَّحَهُم بُكْرَةً عَذَابٌ مُّسْتَقِرٌّ
Gujarati Translation - Rabella Al-Omari ૩૮. અને પરોઢમાં જ એક જ્ગ્યા પર નક્કી કરેલ અઝાબ નષ્ટ કરી દીધા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَذُوقُوا۟ عَذَابِى وَنُذُرِ
Gujarati Translation - Rabella Al-Omari ૩૯. બસ! (અમે કહ્યું) કે હવે મારા અઝાબ અને મારી ચેતવણીઓનો સ્વાદ ચાખો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَقَدْ يَسَّرْنَا ٱلْقُرْءَانَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ
Gujarati Translation - Rabella Al-Omari ૪૦. અને નિ:શંક અમે કુરઆનને શિખામણ માટે સરળ કરી દીધું છે, બસ! છે કોઇ જે બોધ ગ્રહણ કરે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَقَدْ جَآءَ ءَالَ فِرْعَوْنَ ٱلنُّذُرُ
Gujarati Translation - Rabella Al-Omari ૪૧. અને ફિરઔનની કોમ પાસે પણ ચેતવણી આપનાર આવ્યા હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَذَّبُوا۟ بِـَٔايَٰتِنَا كُلِّهَا فَأَخَذْنَٰهُمْ أَخْذَ عَزِيزٍ مُّقْتَدِرٍ
Gujarati Translation - Rabella Al-Omari ૪૨. તે લોકોએ અમારી દરેક નિશાનીઓ જુઠલાવી દીધી . બસ! અમે તેઓને ખુબ જ વિજયી, તાકાતવાર પકડનારની માફક પકડી લીધા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَكُفَّارُكُمْ خَيْرٌ مِّنْ أُو۟لَٰٓئِكُمْ أَمْ لَكُم بَرَآءَةٌ فِى ٱلزُّبُرِ
Gujarati Translation - Rabella Al-Omari ૪૩. શું તમારા કાફિરો તેમના કરતા શ્રેષ્ઠ છે, અથવા તમારા માટે આકાશીય કિતાબોમાં નજાત લખી દેવામાં આવી છે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَمْ يَقُولُونَ نَحْنُ جَمِيعٌ مُّنتَصِرٌ
Gujarati Translation - Rabella Al-Omari ૪૪. શું તે લોકો એવું કહે છે કે અમે વિજય પામનારૂ જૂથ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
سَيُهْزَمُ ٱلْجَمْعُ وَيُوَلُّونَ ٱلدُّبُرَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૫. નજીકમાં જ આ જૂથ હારી જશે, અને પીઠ બતાવી ભાગી જશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
بَلِ ٱلسَّاعَةُ مَوْعِدُهُمْ وَٱلسَّاعَةُ أَدْهَىٰ وَأَمَرُّ
Gujarati Translation - Rabella Al-Omari ૪૬. પરંતુ તેમના વચનનો ખરેખર સમય તો કયામત છે અને કયામત ઘણી જ સખત અને કડવી વસ્તુ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّ ٱلْمُجْرِمِينَ فِى ضَلَٰلٍ وَسُعُرٍ
Gujarati Translation - Rabella Al-Omari ૪૭. નિ;શંક દુરાચારી લોકો ગુમરાહી પાગલપણામાં પડેલા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
يَوْمَ يُسْحَبُونَ فِى ٱلنَّارِ عَلَىٰ وُجُوهِهِمْ ذُوقُوا۟ مَسَّ سَقَرَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૮. જે દિવસે તેઓ પોતાના મોઢા ભેર આગમાં ઘસડીને લઇ જવામાં આવશે, (અને તેમને કહેવામાં આવશે) હવે જહન્નમની આગનો મજા ચાખો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّا كُلَّ شَىْءٍ خَلَقْنَٰهُ بِقَدَرٍ
Gujarati Translation - Rabella Al-Omari ૪૯. નિ:શંક અમે દરેક વસ્તુને એક અંદાજા પર પેદા કરી છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَمَآ أَمْرُنَآ إِلَّا وَٰحِدَةٌ كَلَمْحٍۭ بِٱلْبَصَرِ
Gujarati Translation - Rabella Al-Omari ૫૦. અને અમારો આદેશ ફકત એક વખત જ હોય છે, જેમકે પલકવારમાં.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَقَدْ أَهْلَكْنَآ أَشْيَاعَكُمْ فَهَلْ مِن مُّدَّكِرٍ
Gujarati Translation - Rabella Al-Omari ૫૧. અને અમે તમારા જેવા ઘણાને નષ્ટ કરી દીધા, બસ! છે કોઇ શિખામણ ગ્રહણ કરનાર?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَكُلُّ شَىْءٍ فَعَلُوهُ فِى ٱلزُّبُرِ
Gujarati Translation - Rabella Al-Omari ૫૨. જે કંઇ પણ તેઓએ (કર્મો) કર્યા છે તે બધુ જ કર્મનોંધમાં લખેલ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَكُلُّ صَغِيرٍ وَكَبِيرٍ مُّسْتَطَرٌ
Gujarati Translation - Rabella Al-Omari ૫૩. (આવી જ રીતે) દરેક નાની મોટી વાત પર લખેલ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّ ٱلْمُتَّقِينَ فِى جَنَّٰتٍ وَنَهَرٍ
Gujarati Translation - Rabella Al-Omari ૫૪. નિ:શંક અમારો ડર રાખનાર જન્નતો અને નહેરોમાં છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فِى مَقْعَدِ صِدْقٍ عِندَ مَلِيكٍ مُّقْتَدِرٍۭ
Gujarati Translation - Rabella Al-Omari ૫૫. સાચું પ્રતિષ્ઠાનું સ્થાન, તાકાતવર બાદશાહ પાસે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
← સૂરહ An-Najm
સૂરહ Ar-Rahmaan →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→
Arabic text and translations via Tanzil and QuranEnc — verbatim, unmodified · Translations belong to their translators and are not the Qur'an itself
આ સંશોધન સહાયક છે; ધાર્મિક ચુકાદાનો સ્રોત નથી.