caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ An-Najm النجم

62 આયતો · મક્કા · અવતરણ ક્રમ 23

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلنَّجْمِ إِذَا هَوَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧. સિતારાઓની કસમ! જ્યારે તે આથમવા લાગે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مَا ضَلَّ صَاحِبُكُمْ وَمَا غَوَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૨. તમારા સાથી ન તો રસ્તાથી ભટકેલા છે અને ન તો પથભ્રષ્ટ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَا يَنطِقُ عَنِ ٱلْهَوَىٰٓ

Gujarati Translation - Rabella Al-Omari૩. તેઓ પોતાની ઇચ્છા પ્રમાણે કોઇ વાત નથી કરતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنْ هُوَ إِلَّا وَحْىٌ يُوحَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૪. જે કઈ તેઓ કહે છે, તે વહી હોય છે, જે તેમના પર ઉતારવામાં આવે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

عَلَّمَهُۥ شَدِيدُ ٱلْقُوَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૫. તેમને એક મજબુત શક્તિશાળી (ફરિશ્તા)એ શિક્ષા આપી છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ذُو مِرَّةٍ فَٱسْتَوَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૬. જે શક્તિશાળી છે. પછી તે સામે આવી ઉભો થઇ ગયો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَهُوَ بِٱلْأُفُقِ ٱلْأَعْلَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૭. અને તે ઊંચા આકાશના કિનારા પર હતો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ثُمَّ دَنَا فَتَدَلَّىٰ

Gujarati Translation - Rabella Al-Omari૮. પછી નજીક થયો અને ઉતરી આવ્યો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَكَانَ قَابَ قَوْسَيْنِ أَوْ أَدْنَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૯. બસ! તે બે કમાનોનાં અંતર બરાબર આવી ગયો, પરતું તેના કરતા પણ વધારે નજીક

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَوْحَىٰٓ إِلَىٰ عَبْدِهِۦ مَآ أَوْحَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧૦. બસ! તેણે અલ્લાહના બંદાને વહી પહોંચાડી જે કંઇ પણ પહોંચાડવાનું હતું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مَا كَذَبَ ٱلْفُؤَادُ مَا رَأَىٰٓ

Gujarati Translation - Rabella Al-Omari૧૧. જે કંઇ તેણે આંખો વડે જોયું હતું, દિલે તેને જુઠ્ઠું ન સમજ્યું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَفَتُمَٰرُونَهُۥ عَلَىٰ مَا يَرَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧૨. શું તમે તે વાત વિશે ઝધડો કરી રહ્યા છો, જે તેણે આંખો વડે જોયું છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَقَدْ رَءَاهُ نَزْلَةً أُخْرَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧૩. (જિબ્રઇલ) ને તમે બીજી વખત પણ જોયા હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

عِندَ سِدْرَةِ ٱلْمُنتَهَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧૪. સિદરતુલ્ મુન્તહા પાસે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

عِندَهَا جَنَّةُ ٱلْمَأْوَىٰٓ

Gujarati Translation - Rabella Al-Omari૧૫. તેની જ પાસે જન્નતુલ્ મઅવા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِذْ يَغْشَى ٱلسِّدْرَةَ مَا يَغْشَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧૬. જ્યારે કે સિદરહને છુપાવી રાખતી હતી તે વસ્તુ, જે તેના પર પડતી હતી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مَا زَاغَ ٱلْبَصَرُ وَمَا طَغَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧૭. (પયગંબરની) આંખમાં ન તો ઝાંખ પડી અને ન તો હદથી આગળ વધી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَقَدْ رَأَىٰ مِنْ ءَايَٰتِ رَبِّهِ ٱلْكُبْرَىٰٓ

Gujarati Translation - Rabella Al-Omari૧૮. નિ;શંક તેણે પોતાના પાલનહારની મોટી મોટી નિશાનીઓમાંથી કેટલીક નિશાનીઓ જોઇ લીધી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَفَرَءَيْتُمُ ٱللَّٰتَ وَٱلْعُزَّىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧૯. શું તમે લાત અને ઉઝ્ઝાને જોયા?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَنَوٰةَ ٱلثَّالِثَةَ ٱلْأُخْرَىٰٓ

Gujarati Translation - Rabella Al-Omari૨૦. અને મનાત્ જે ત્રીજા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَلَكُمُ ٱلذَّكَرُ وَلَهُ ٱلْأُنثَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૨૧. શું તમારા માટે પુત્રો અને અલ્લાહ માટે પુત્રીઓ છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

تِلْكَ إِذًا قِسْمَةٌ ضِيزَىٰٓ

Gujarati Translation - Rabella Al-Omari૨૨. આ તો હવે ખુબ જ અન્યાય ની વાત છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنْ هِىَ إِلَّآ أَسْمَآءٌ سَمَّيْتُمُوهَآ أَنتُمْ وَءَابَآؤُكُم مَّآ أَنزَلَ ٱللَّهُ بِهَا مِن سُلْطَٰنٍ إِن يَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّ وَمَا تَهْوَى ٱلْأَنفُسُ وَلَقَدْ جَآءَهُم مِّن رَّبِّهِمُ ٱلْهُدَىٰٓ

Gujarati Translation - Rabella Al-Omari૨૩. ખરેખર આ તો એક નામ છે, જે તમે અને તમારા બાપ-દાદાઓએ રાખી લીધા છે. અલ્લાહ તઆલાએ તેના માટે કોઇ પુરાવા નથી ઉતારયા, આ લોકો તો ફકત પોતાના અનુમાનનું અનુસરણ કરી રહ્યા છે, અથવા પછી તે વસ્તુની જે તેમના દિલ ઈચ્છતા હોય, ખરેખર તેમના પાલનહાર તરફથી તેમની પાસે હિદાયત આવી પહોંચી છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمْ لِلْإِنسَٰنِ مَا تَمَنَّىٰ

Gujarati Translation - Rabella Al-Omari૨૪. શું દરેક વ્યક્તિ જે ઇચ્છે, તે તેને મળી જાય છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَلِلَّهِ ٱلْـَٔاخِرَةُ وَٱلْأُولَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૨૫. આખિરત અને દુનિયામાં અધિકાર તો ફક્ત અલ્લાહને જ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَكَم مِّن مَّلَكٍ فِى ٱلسَّمَٰوَٰتِ لَا تُغْنِى شَفَٰعَتُهُمْ شَيْـًٔا إِلَّا مِنۢ بَعْدِ أَن يَأْذَنَ ٱللَّهُ لِمَن يَشَآءُ وَيَرْضَىٰٓ

Gujarati Translation - Rabella Al-Omari૨૬. અને આકાશોમાં ઘણા ફરિશ્તાઓ છે, જેમની શિફારીશ કંઇ પણ ફાયદો નહીં પહોચાડી શકે, પરંતુ અલ્લાહ તઆલા જેને ઈચ્છે તેને શિફારિશ કરવાની પરવાનગી આપી શકે છે, અને તે તેના પર રાજી પણ હોય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ ٱلَّذِينَ لَا يُؤْمِنُونَ بِٱلْـَٔاخِرَةِ لَيُسَمُّونَ ٱلْمَلَٰٓئِكَةَ تَسْمِيَةَ ٱلْأُنثَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૨૭. નિ:શંક જે લોકો આખિરત પર ઇમાન નથી લાવતા તેઓ ફરિશ્તાઓને સ્ત્રીઓના નામ આપી દે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَا لَهُم بِهِۦ مِنْ عِلْمٍ إِن يَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّ وَإِنَّ ٱلظَّنَّ لَا يُغْنِى مِنَ ٱلْحَقِّ شَيْـًٔا

Gujarati Translation - Rabella Al-Omari૨૮. જો કે તેઓને આ વિશે કંઇ પણ જ્ઞાન નથી. તેઓ ફકત પોતાના અનુમાનનું અનુસરણ કરી રહ્યા છે. અને નિ:શંક અનુમાન સત્ય સામે કંઇ કામ નથી આવતું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَعْرِضْ عَن مَّن تَوَلَّىٰ عَن ذِكْرِنَا وَلَمْ يُرِدْ إِلَّا ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا

Gujarati Translation - Rabella Al-Omari૨૯. જે લોકો મારી યાદથી મોઢું ફેરવે છે, તમે તેની પરવા ન કરશો, આવો વ્યક્તિ દુનિયાના જીવન સિવાય કઈ નથી ઈચ્છતો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ذَٰلِكَ مَبْلَغُهُم مِّنَ ٱلْعِلْمِ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِۦ وَهُوَ أَعْلَمُ بِمَنِ ٱهْتَدَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૩૦. આ જ તેઓના જ્ઞાનની સીમા છે. તમારો પાલનહાર તેઓને ખુબ જ જાણે છે જે તેના માર્ગથી ભટકેલા છે. અને તેને પણ ખુબ જ જાણે છે જે તેના માર્ગ પર છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلِلَّهِ مَا فِى ٱلسَّمَٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ لِيَجْزِىَ ٱلَّذِينَ أَسَٰٓـُٔوا۟ بِمَا عَمِلُوا۟ وَيَجْزِىَ ٱلَّذِينَ أَحْسَنُوا۟ بِٱلْحُسْنَى

Gujarati Translation - Rabella Al-Omari૩૧. અને અલ્લાહનું જ છે જે કંઇ આકાશોમાં છે અને જે કંઇ ધરતીમાં છે, જેથી અલ્લાહ તઆલા ખરાબ કાર્ય કરવાવાળાને તેમના કર્મોનો બદલો આપે અને સારા કર્મ કરવાવાળાઓને સારો બદલો આપે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلَّذِينَ يَجْتَنِبُونَ كَبَٰٓئِرَ ٱلْإِثْمِ وَٱلْفَوَٰحِشَ إِلَّا ٱللَّمَمَ إِنَّ رَبَّكَ وَٰسِعُ ٱلْمَغْفِرَةِ هُوَ أَعْلَمُ بِكُمْ إِذْ أَنشَأَكُم مِّنَ ٱلْأَرْضِ وَإِذْ أَنتُمْ أَجِنَّةٌ فِى بُطُونِ أُمَّهَٰتِكُمْ فَلَا تُزَكُّوٓا۟ أَنفُسَكُمْ هُوَ أَعْلَمُ بِمَنِ ٱتَّقَىٰٓ

Gujarati Translation - Rabella Al-Omari૩૨. જે લોકો મોટા ગુનાહો અને અશ્ર્લિલતા કાર્યોથી બચે છે, (તેઓને પણ ખુબ જાણે છે) હાં કોઇ નાના ગુનાહ સિવાય, (એટલે કે થઇ જાય) નિ:શંક તારો પાલનહાર વ્યાપક માફીવાળો છે, તે તમને ખુબ સારી રીતે જાણે છે, જ્યારે કે તેણે તમને ધરતી માંથી પેદા કર્યા અને જ્યારે કે તમે તમારી માતાઓના ગર્ભમાં બાળક હતા, બસ! તમે પોતાની પવિત્રતા પોતે જ બયાન ન કરો, તે જ ડરવાવાળાઓને ખુબ જ જાણે છે,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَفَرَءَيْتَ ٱلَّذِى تَوَلَّىٰ

Gujarati Translation - Rabella Al-Omari૩૩. શું તમે તેને જોયો, જેણે મોઢું ફેરવી લીધું?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَعْطَىٰ قَلِيلًا وَأَكْدَىٰٓ

Gujarati Translation - Rabella Al-Omari૩૪. ઘણું જ ઓછુ આપ્યું અને હાથ પણ રોકી લીધા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَعِندَهُۥ عِلْمُ ٱلْغَيْبِ فَهُوَ يَرَىٰٓ

Gujarati Translation - Rabella Al-Omari૩૫. શું તેને અદ્ર્શ્યનું જ્ઞાન છે કે તે (બધુ જ) જોઇ રહ્યો છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمْ لَمْ يُنَبَّأْ بِمَا فِى صُحُفِ مُوسَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૩૬. શું તેની પાસે આ બધી વાત નથી પહોચી, જે મૂસાના સહિફામાં છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِبْرَٰهِيمَ ٱلَّذِى وَفَّىٰٓ

Gujarati Translation - Rabella Al-Omari૩૭. અને પ્રમાણીક ઇબ્રાહીમના પુસ્તિકાઓમાં પણ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَلَّا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૩૮. કે કોઇ વ્યક્તિ બીજાનો ભાર નહીં ઉઠાવે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَن لَّيْسَ لِلْإِنسَٰنِ إِلَّا مَا سَعَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૩૯. અને એ કે દરેક વ્યક્તિ માટે તે જ છે, જેનો પ્રયાસ તેણે પોતે જ કર્યો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنَّ سَعْيَهُۥ سَوْفَ يُرَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૪૦. અને એ કે નિ;શંક તેનો પ્રયાસ નજીકમાં જ જોવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ثُمَّ يُجْزَىٰهُ ٱلْجَزَآءَ ٱلْأَوْفَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૪૧. પછી તેને પુરે પુરો બદલો આપવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنَّ إِلَىٰ رَبِّكَ ٱلْمُنتَهَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૪૨. અને એ કે તમારા પાલનહાર તરફ જ અંતિમ ઠેકાણું છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنَّهُۥ هُوَ أَضْحَكَ وَأَبْكَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૪૩. અને એ કે તે જ હસાવે છે અને તે જ રડાવે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنَّهُۥ هُوَ أَمَاتَ وَأَحْيَا

Gujarati Translation - Rabella Al-Omari૪૪. અને એ કે તે જ મૃત્યુ આપે છે અને તે જ જીવિત કરે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنَّهُۥ خَلَقَ ٱلزَّوْجَيْنِ ٱلذَّكَرَ وَٱلْأُنثَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૪૫. અને એ કે તેણે જ જોડકા એટલે કે નર અને માદા પેદા કર્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مِن نُّطْفَةٍ إِذَا تُمْنَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૪૬. ટીપા વડે જ્યારે કે (ગર્ભમાં) ટપકાવવામાં આવે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنَّ عَلَيْهِ ٱلنَّشْأَةَ ٱلْأُخْرَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૪૭. અને એ કે તેના જ શિરે બીજી વખત જીવિત કરવાનું છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنَّهُۥ هُوَ أَغْنَىٰ وَأَقْنَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૪૮. અને એ કે તે જ ધનવાન બનાવે છે અને તે જ લાચાર કરે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنَّهُۥ هُوَ رَبُّ ٱلشِّعْرَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૪૯. અને એ કે તે જ શિઅરા (તારાનું નામ)નો રબ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنَّهُۥٓ أَهْلَكَ عَادًا ٱلْأُولَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૫૦. અને એ કે તેણે જ પ્રથમ આદને નષ્ટ કર્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَثَمُودَا۟ فَمَآ أَبْقَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૫૧. અને ષમૂદીયોને પણ (જેમાથી) એકને પણ બાકી ન છોડયા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَقَوْمَ نُوحٍ مِّن قَبْلُ إِنَّهُمْ كَانُوا۟ هُمْ أَظْلَمَ وَأَطْغَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૫૨. અને આ પહેલા નૂહની કોમને (પણ નષ્ટ કરી), નિ:શંક તેઓ ખુબ જ જાલિમ અને બળવાખોર હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلْمُؤْتَفِكَةَ أَهْوَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૫૩. અને મુઅતફીકા (શહેર અથવા ફેરવેલી વસ્તીઓને) તેણે જ ફેરવી નાખી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَغَشَّىٰهَا مَا غَشَّىٰ

Gujarati Translation - Rabella Al-Omari૫૪. પછી તેમના પર (નષ્ટતા) છવાઈ ગઈ, જેણે તે વસ્તીના લોકોને સપૂર્ણ ઢાંકી લીધા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكَ تَتَمَارَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૫૫. બસ! હે માનવી તુ પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતો ઉપર શંકા કરીશ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

هَٰذَا نَذِيرٌ مِّنَ ٱلنُّذُرِ ٱلْأُولَىٰٓ

Gujarati Translation - Rabella Al-Omari૫૬. આ (પયગંબર) પણ પેહલા ડરાવનાર પયગંબરોની જેમ જ ડરાવનાર છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَزِفَتِ ٱلْـَٔازِفَةُ

Gujarati Translation - Rabella Al-Omari૫૭. કયામત નજીક આવી ગઇ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَيْسَ لَهَا مِن دُونِ ٱللَّهِ كَاشِفَةٌ

Gujarati Translation - Rabella Al-Omari૫૮. અલ્લાહ સિવાય તેને હટાવી શકે તેઓ કોઈ નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَفَمِنْ هَٰذَا ٱلْحَدِيثِ تَعْجَبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૯. બસ! શું તમે આ વાતથી નવાઇ પામો છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَتَضْحَكُونَ وَلَا تَبْكُونَ

Gujarati Translation - Rabella Al-Omari૬૦. અને હસો છો. રડતા નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنتُمْ سَٰمِدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૬૧. (પરંતુ) તમે રમત-ગમતમાં પડી તેનાથી ગાફેલ થઇ ગયા છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱسْجُدُوا۟ لِلَّهِ وَٱعْبُدُوا۟

Gujarati Translation - Rabella Al-Omari૬૨. હવે અલ્લાહની સમક્ષ સિજદા કરો અને (તેની જ) બંદગી કરતા રહો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70