caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ At-Tur الطور

49 આયતો · મક્કા · અવતરણ ક્રમ 76

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلطُّورِ

Gujarati Translation - Rabella Al-Omari૧. કસમ છે, તૂરની (એક પર્વતનું નામ).

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَكِتَٰبٍ مَّسْطُورٍ

Gujarati Translation - Rabella Al-Omari૨. અને તે કિતાબની, જે લખેલી છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فِى رَقٍّ مَّنشُورٍ

Gujarati Translation - Rabella Al-Omari૩. જે ખુલ્લા પાના ઉપર (લખાયેલ) છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلْبَيْتِ ٱلْمَعْمُورِ

Gujarati Translation - Rabella Al-Omari૪. અને કસમ છે, બૈતે મઅમૂરની.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلسَّقْفِ ٱلْمَرْفُوعِ

Gujarati Translation - Rabella Al-Omari૫. અને ઊંચી છતની.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلْبَحْرِ ٱلْمَسْجُورِ

Gujarati Translation - Rabella Al-Omari૬. અને ભડકાવવામાં આવેલ સમુદ્રના.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ عَذَابَ رَبِّكَ لَوَٰقِعٌ

Gujarati Translation - Rabella Al-Omari૭. નિ:શંક તમારા પાલનહારનો અઝાબ આવીને જ રહેશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مَّا لَهُۥ مِن دَافِعٍ

Gujarati Translation - Rabella Al-Omari૮. તેને કોઇ રોકનાર નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَوْمَ تَمُورُ ٱلسَّمَآءُ مَوْرًا

Gujarati Translation - Rabella Al-Omari૯. જે દિવસે આકાશ થરથરાવી ઉઠશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَتَسِيرُ ٱلْجِبَالُ سَيْرًا

Gujarati Translation - Rabella Al-Omari૧૦. અને પર્વતો ચાલવા લાગશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَوَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૧. તે દિવસે જુઠલાવનારાઓ માટે વિનાશ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلَّذِينَ هُمْ فِى خَوْضٍ يَلْعَبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૨. જે પોતાના વિવાદમાં ઉછળકુદ કરી રહ્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَوْمَ يُدَعُّونَ إِلَىٰ نَارِ جَهَنَّمَ دَعًّا

Gujarati Translation - Rabella Al-Omari૧૩. જે દિવસે તેમને ધક્કા મારી મારીને જહન્નમની આગ તરફ ખેંચી લાવવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

هَٰذِهِ ٱلنَّارُ ٱلَّتِى كُنتُم بِهَا تُكَذِّبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૪. (અને કહેવામાં આવશે) આ જ તે જહન્નમની આગ છે જેને તમે જુઠલાવતા હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَفَسِحْرٌ هَٰذَآ أَمْ أَنتُمْ لَا تُبْصِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૫. (હવે બતાવો) શું આ જાદુ છે? અથવા તો તમને કઈ દેખાતું જ નથી?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱصْلَوْهَا فَٱصْبِرُوٓا۟ أَوْ لَا تَصْبِرُوا۟ سَوَآءٌ عَلَيْكُمْ إِنَّمَا تُجْزَوْنَ مَا كُنتُمْ تَعْمَلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૬. આમાં દાખલ થઇ જાઓ, હવે તમારૂ ધીરજ રાખવું અને ન રાખવું તમારા માટે સરખું છે. તમને ફકત તમારી કરણીનો જ બદલો આપવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ ٱلْمُتَّقِينَ فِى جَنَّٰتٍ وَنَعِيمٍ

Gujarati Translation - Rabella Al-Omari૧૭. નિ:શંક સદાચારી લોકો જન્નતો અને નેઅમતોમાં છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٰكِهِينَ بِمَآ ءَاتَىٰهُمْ رَبُّهُمْ وَوَقَىٰهُمْ رَبُّهُمْ عَذَابَ ٱلْجَحِيمِ

Gujarati Translation - Rabella Al-Omari૧૮. જે કઈ તેમનો પાલનહાર તેમને આપશે, તેનો આનંદ લઇ રહ્યા હશે, અને તેમનો પાલનહાર તેમને જહન્નમનાં અઝાબથી બચાવી લેશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كُلُوا۟ وَٱشْرَبُوا۟ هَنِيٓـًٔۢا بِمَا كُنتُمْ تَعْمَلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૯. (તેમને કહેવામાં આવશે) મસ્ત ખાતા પીતા રહો, આ તે કાર્યોનો બદલો છે, જે તમે કરતા રહ્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مُتَّكِـِٔينَ عَلَىٰ سُرُرٍ مَّصْفُوفَةٍ وَزَوَّجْنَٰهُم بِحُورٍ عِينٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૦. ક્રમિક પાથરેલી ઉત્તમ આસનો ઉપર તકિયા લગાવેલ બેઠા હશે અને અમે તેમના લગ્ન ગોરી-ગોરી મોટી આંખોવાળી (હૂરો) સાથે કરી દઈશું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلَّذِينَ ءَامَنُوا۟ وَٱتَّبَعَتْهُمْ ذُرِّيَّتُهُم بِإِيمَٰنٍ أَلْحَقْنَا بِهِمْ ذُرِّيَّتَهُمْ وَمَآ أَلَتْنَٰهُم مِّنْ عَمَلِهِم مِّن شَىْءٍ كُلُّ ٱمْرِئٍۭ بِمَا كَسَبَ رَهِينٌ

Gujarati Translation - Rabella Al-Omari૨૧. જે લોકો ઇમાન લાવ્યા અને તેમની સંતાનોએ પણ ઇમાનમાં તેમનું અનુસરણ કર્યુ, તો અમે તેમના સંતાનોને તેમની સાથે પહોંચાડી દઇશું અને અમે તેમના કર્મમાંથી ઘટાડો નહીં કરીએ, દરેક વ્યક્તિ પોતાના કર્મોમાં જકડાયેલો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَمْدَدْنَٰهُم بِفَٰكِهَةٍ وَلَحْمٍ مِّمَّا يَشْتَهُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૨. અમે તેમના માટે ફળો અને મનપસંદ ગોશ્ત પુષ્કળ પ્રમાણમાં ફેલાવી દઇશું

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَتَنَٰزَعُونَ فِيهَا كَأْسًا لَّا لَغْوٌ فِيهَا وَلَا تَأْثِيمٌ

Gujarati Translation - Rabella Al-Omari૨૩. ત્યાં મોજમસ્તી સાથે જામ (શરાબ) ઝુંટવી રહ્યા હશે. જે શરાબમાં ન બકવાસ હશે અને ન તો કોઈ પાપ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَيَطُوفُ عَلَيْهِمْ غِلْمَانٌ لَّهُمْ كَأَنَّهُمْ لُؤْلُؤٌ مَّكْنُونٌ

Gujarati Translation - Rabella Al-Omari૨૪. અને તેમની આજુ બાજુ નાના નાના બાળકો ચાલી ફરી રહ્યા હશે અને તેઓ એવા સુંદર હશે, જેવા કે છુપાવીને રાખેલા મોતી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَآءَلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૫. તે અંદર અંદર એક-બીજાથી સવાલ કરશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالُوٓا۟ إِنَّا كُنَّا قَبْلُ فِىٓ أَهْلِنَا مُشْفِقِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૬. કહેશે કે આ પહેલા આપણે પોતાના ઘરવાળાઓથી ખુબ જ ડરતા હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَمَنَّ ٱللَّهُ عَلَيْنَا وَوَقَىٰنَا عَذَابَ ٱلسَّمُومِ

Gujarati Translation - Rabella Al-Omari૨૭. બસ! આજે અલ્લાહ તઆલાએ અમારા ઉપર ખુબ જ ઉપકાર કર્યો અને અમને લૂ ના અઝાબથી બચાવી લીધા

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّا كُنَّا مِن قَبْلُ نَدْعُوهُ إِنَّهُۥ هُوَ ٱلْبَرُّ ٱلرَّحِيمُ

Gujarati Translation - Rabella Al-Omari૨૮. અમે આ પહેલા (દુનિયામાં) તેની જ બંદગી કરતા હતા, નિ:શંક તે ઉપકારી અને દયાળુ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَذَكِّرْ فَمَآ أَنتَ بِنِعْمَتِ رَبِّكَ بِكَاهِنٍ وَلَا مَجْنُونٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૯. તો તમે સમજાવતા રહો, કારણકે તમે પોતાના પાલનહારની કૃપાથી ન તો જ્યોતિશ છો અને ન તો પાગલ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمْ يَقُولُونَ شَاعِرٌ نَّتَرَبَّصُ بِهِۦ رَيْبَ ٱلْمَنُونِ

Gujarati Translation - Rabella Al-Omari૩૦. અથવા તેઓ કહે છે કે આ કવિ છે? અમે તેના પર જમાનાની દુર્ઘટનાની (મૃત્યુ) વાટ જોઇ રહ્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قُلْ تَرَبَّصُوا۟ فَإِنِّى مَعَكُم مِّنَ ٱلْمُتَرَبِّصِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૧. કહીં દો! તમે પ્રતીક્ષા કરો, હું પણ તમારી સાથે પ્રતીક્ષા કરનારો છું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمْ تَأْمُرُهُمْ أَحْلَٰمُهُم بِهَٰذَآ أَمْ هُمْ قَوْمٌ طَاغُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૨. શું તેઓને તેમની બુધ્ધી આવું જ શીખવાડે છે અથવા તો આ લોકો જ બળવાખોર છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمْ يَقُولُونَ تَقَوَّلَهُۥ بَل لَّا يُؤْمِنُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૩. શું આ લોકો કહે છે કે આ પયગંબરે (કુરઆન) પોતે ઘડી કાઢ્યું છે? વાત એવી છે કે તેઓ ઇમાન લાવશે જ નહિ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَلْيَأْتُوا۟ بِحَدِيثٍ مِّثْلِهِۦٓ إِن كَانُوا۟ صَٰدِقِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૪. જો તે લોકો (પોતાની વાતોમાં) સાચા છે તો પછી આના જેવી જ એક વાત લઈને આવે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمْ خُلِقُوا۟ مِنْ غَيْرِ شَىْءٍ أَمْ هُمُ ٱلْخَٰلِقُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૫. શું આ લોકો કોઇ સર્જન કરનાર વગર જાતે જ પેદા થઇ ગયા છે? અથવા તો આ પોતે સર્જન કરનારા છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمْ خَلَقُوا۟ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ بَل لَّا يُوقِنُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૬. શું આકાશો અને ધરતીને તે લોકોએ પેદા કર્યા છે? સાચી વાત એ છે કે તેઓ (અલ્લાહની કુદરત પર) યકીન જ નથી રાખતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمْ عِندَهُمْ خَزَآئِنُ رَبِّكَ أَمْ هُمُ ٱلْمُصَۣيْطِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૭. અથવા શું તેમની પાસે તારા પાલનહારના ખજાના છે? અથવા (તે ખજાનાના) દેખરેખ રાખનાર છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمْ لَهُمْ سُلَّمٌ يَسْتَمِعُونَ فِيهِ فَلْيَأْتِ مُسْتَمِعُهُم بِسُلْطَٰنٍ مُّبِينٍ

Gujarati Translation - Rabella Al-Omari૩૮. અથવા તો શું તેમની પાસે કોઇ સીડી છે જેના પર ચઢીને તેઓ (આકાશોની વાતો) જાણી લાવે છે? (જો આવું જ હોય) તો તેમનો કોઇ સાંભળનાર ખુલ્લી દલીલ આપે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمْ لَهُ ٱلْبَنَٰتُ وَلَكُمُ ٱلْبَنُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૯. શું તે (અલ્લાહ) માટે તો પુત્રીઓ છે? અને તમારા માટે પુત્રો છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمْ تَسْـَٔلُهُمْ أَجْرًا فَهُم مِّن مَّغْرَمٍ مُّثْقَلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૦. શું તમે તે લોકોથી કોઇ મહેનતાણુ ઇચ્છો છો? જેથી તેના ભારથી આ લોકો દબાયેલા છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمْ عِندَهُمُ ٱلْغَيْبُ فَهُمْ يَكْتُبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૧. શું તે લોકો પાસે ગેબનું જ્ઞાન છે? જેને તેઓ લખી રહ્યા હોય?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمْ يُرِيدُونَ كَيْدًا فَٱلَّذِينَ كَفَرُوا۟ هُمُ ٱلْمَكِيدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૨. અથવા શું આ લોકો કોઇ ચાલ રમવા ઇચ્છે છે? તમે નિશ્ર્ચિત થઇ જાવ ચાલ ચલનારા (લોકો) ઇન્કારીઓ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمْ لَهُمْ إِلَٰهٌ غَيْرُ ٱللَّهِ سُبْحَٰنَ ٱللَّهِ عَمَّا يُشْرِكُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૩. શું અલ્લાહ સિવાય તેઓનો કોઇ મઅબૂદ છે? (કદાપિ નહીં) અલ્લાહ તઆલા તેઓના ભાગીદારો ઠેરવવાથી પવિત્ર છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِن يَرَوْا۟ كِسْفًا مِّنَ ٱلسَّمَآءِ سَاقِطًا يَقُولُوا۟ سَحَابٌ مَّرْكُومٌ

Gujarati Translation - Rabella Al-Omari૪૪. જો આ લોકો આકાશના કોઇ ટુકડાને (ધરતી પર) પડતો જોઇ લે, તો પણ આમ જ કહેશે કે આ તો એક પછી એક વાદળ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَذَرْهُمْ حَتَّىٰ يُلَٰقُوا۟ يَوْمَهُمُ ٱلَّذِى فِيهِ يُصْعَقُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૫. તમે તેઓને છોડી દો, ત્યાં સુધી કે તેઓ તે દિવસને જોઇ લે, જે દિવસે તેઓ બેહોશ કરી નાખવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَوْمَ لَا يُغْنِى عَنْهُمْ كَيْدُهُمْ شَيْـًٔا وَلَا هُمْ يُنصَرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૬. જે દિવસે તેમની કોઈ ચાલ તેમના કોઇ કામમાં નહીં આવે અને ન તો તેમને મદદ કરવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِنَّ لِلَّذِينَ ظَلَمُوا۟ عَذَابًا دُونَ ذَٰلِكَ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૭. નિ:શંક જાલિમ લોકો માટે આખિરતના અઝાબ સિવાય (દુનિયામાં પણ) અઝાબ છે, પરંતુ ઘણા લોકો જાણતા નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱصْبِرْ لِحُكْمِ رَبِّكَ فَإِنَّكَ بِأَعْيُنِنَا وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ حِينَ تَقُومُ

Gujarati Translation - Rabella Al-Omari૪૮. (હે નબી!) તમે પોતાના પાલનહારના આદેશની પ્રતિક્ષામાં ધૈર્ય વડે કામ લો, નિ:શંક તમે અમારી આંખોની સામે છો, અને જ્યારે તમે સવારે ઉઠો તો પોતાના પાલનહારની પવિત્રતા અને પ્રશંસા બયાન કરો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمِنَ ٱلَّيْلِ فَسَبِّحْهُ وَإِدْبَٰرَ ٱلنُّجُومِ

Gujarati Translation - Rabella Al-Omari૪૯. અને રાત્રે પણ તેની તસ્બીહ કરો અને તારાઓ આથમવાના સમયે પણ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70