caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Adh-Dhaariyat الذاريات

60 આયતો · મક્કા · અવતરણ ક્રમ 67

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلذَّٰرِيَٰتِ ذَرْوًا

Gujarati Translation - Rabella Al-Omari૧. તે હવાઓની કસમ! જે માટીને ઉડાવીને વિખેરી નાખે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱلْحَٰمِلَٰتِ وِقْرًا

Gujarati Translation - Rabella Al-Omari૨. પછી તેની (કસમ) જે (વાદળોનો) ભાર ઉઠાવી રાખે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱلْجَٰرِيَٰتِ يُسْرًا

Gujarati Translation - Rabella Al-Omari૩. પછી તેની (કસમ) જે ધીમે ધીમે ચાલે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱلْمُقَسِّمَٰتِ أَمْرًا

Gujarati Translation - Rabella Al-Omari૪. પછી તેમની (કસમ) જે વસ્તુઓને વિભાજીત કરે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّمَا تُوعَدُونَ لَصَادِقٌ

Gujarati Translation - Rabella Al-Omari૫. નિ:શંક તમને જે વચનો આપવામાં આવે છે, (બધા) સાચા વચનો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِنَّ ٱلدِّينَ لَوَٰقِعٌ

Gujarati Translation - Rabella Al-Omari૬. અને નિ:શંક ન્યાયનો (દિવસ) જરૂર આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلسَّمَآءِ ذَاتِ ٱلْحُبُكِ

Gujarati Translation - Rabella Al-Omari૭. કસમ છે, વિવિધ માર્ગોવાળા આકાશની.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّكُمْ لَفِى قَوْلٍ مُّخْتَلِفٍ

Gujarati Translation - Rabella Al-Omari૮. તમે (આખિરત વિશે) વિવિધ પ્રકારની વાતો કરો છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يُؤْفَكُ عَنْهُ مَنْ أُفِكَ

Gujarati Translation - Rabella Al-Omari૯. (આખિરતની સત્યતાથી) તે જ મોઢું ફેરવે છે, જેને સત્યથી ફેરવી દેવામાં આવ્યો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قُتِلَ ٱلْخَرَّٰصُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૦. નષ્ટ થાય, કાલ્પનિક વાતો કરવાવાળા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلَّذِينَ هُمْ فِى غَمْرَةٍ سَاهُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૧. જેઓ એટલા બેદરકાર છે કે બધું જ ભુલાવી બેઠા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَسْـَٔلُونَ أَيَّانَ يَوْمُ ٱلدِّينِ

Gujarati Translation - Rabella Al-Omari૧૨. પુછે છે કે બદલાનો દિવસ કયારે આવશે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَوْمَ هُمْ عَلَى ٱلنَّارِ يُفْتَنُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૩. જે દિવસે આ લોકોને આગમાં તપવવામાં આવશે,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ذُوقُوا۟ فِتْنَتَكُمْ هَٰذَا ٱلَّذِى كُنتُم بِهِۦ تَسْتَعْجِلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૪. (અને કહેવામાં અઆવશે) કે પોતાના ઉપદ્રવનો સ્વાદ ચાખો, આ જ તે અઝાબ છે, જેની તમે ઉતાવળ કરતા હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ ٱلْمُتَّقِينَ فِى جَنَّٰتٍ وَعُيُونٍ

Gujarati Translation - Rabella Al-Omari૧૫. નિ:શંક પરહેજગાર લોકો તે દિવસે જન્નતો અને ઝરણાઓમાં હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ءَاخِذِينَ مَآ ءَاتَىٰهُمْ رَبُّهُمْ إِنَّهُمْ كَانُوا۟ قَبْلَ ذَٰلِكَ مُحْسِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૬. તેમના પાલનહારે જે કંઇ તેમને આપશે, તેને લઇ રહ્યા હશે, તે આ દિવસ આવતા પહેલા સદાચારી હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَانُوا۟ قَلِيلًا مِّنَ ٱلَّيْلِ مَا يَهْجَعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૭. તેઓ રાત્રે ખુબ જ ઓછું સૂતા હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَبِٱلْأَسْحَارِ هُمْ يَسْتَغْفِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૮. અને સહરી ના સમયે માફી માંગતા હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَفِىٓ أَمْوَٰلِهِمْ حَقٌّ لِّلسَّآئِلِ وَٱلْمَحْرُومِ

Gujarati Translation - Rabella Al-Omari૧૯. અને તેમના ધનમાં માંગવાવાળાઓ માટે અને માંગવાથી બચનારાઓ બન્ને માટે ભાગ હતો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَفِى ٱلْأَرْضِ ءَايَٰتٌ لِّلْمُوقِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૦. અને મોમિનો માટે તો ધરતી પર ઘણી જ નિશાનીઓ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَفِىٓ أَنفُسِكُمْ أَفَلَا تُبْصِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૧. અને સ્વયં તમારા અસ્તિતવમાં પણ, શું તમે જોતા નથી?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَفِى ٱلسَّمَآءِ رِزْقُكُمْ وَمَا تُوعَدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૨. આકાશમાં તમારી રોજી છે, અને તે બધું પણ, જેનું વચન તમને આપવામાં આવે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَوَرَبِّ ٱلسَّمَآءِ وَٱلْأَرْضِ إِنَّهُۥ لَحَقٌّ مِّثْلَ مَآ أَنَّكُمْ تَنطِقُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૩. આકાશ અને ધરતીના પાલનહારની કસમ! આ વાત એવી જ સાચી છે, જેવી કે તમારું વાત કરવું સત્ય છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

هَلْ أَتَىٰكَ حَدِيثُ ضَيْفِ إِبْرَٰهِيمَ ٱلْمُكْرَمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૪. (હે નબી!) શું તમારી પાસે ઇબ્રાહીમના પ્રતિષ્ઠિત મહેમાનોની ખબર પહોંચી છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِذْ دَخَلُوا۟ عَلَيْهِ فَقَالُوا۟ سَلَٰمًا قَالَ سَلَٰمٌ قَوْمٌ مُّنكَرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૫. જ્યારે તેઓ ઇબ્રાહીમ પાસે આવ્યા, તો તેમણે સલામ કર્યું, ઇબ્રાહીમે સલામનો જવાબ આપ્યો (અને વિચાર કર્યો કે) આ તો અજાણ્યા લોકો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَرَاغَ إِلَىٰٓ أَهْلِهِۦ فَجَآءَ بِعِجْلٍ سَمِينٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૬. પછી ચુપચાપ ઝડપથી પોતાના ઘરવાળાઓ પાસે ગયા અને એક હષ્ટપુષ્ટ વાછરડું (નું માસ) લાવ્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَقَرَّبَهُۥٓ إِلَيْهِمْ قَالَ أَلَا تَأْكُلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૭. અને તેને તેમની સામે મુકયું. અને કહ્યું તમે ખાતા કેમ નથી?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَوْجَسَ مِنْهُمْ خِيفَةً قَالُوا۟ لَا تَخَفْ وَبَشَّرُوهُ بِغُلَٰمٍ عَلِيمٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૮. પછી મનમાં જ તેમનાથી ભયભીત થઇ ગયા, તેમણે કહ્યું “ તમે ભયભીત ન થાવ” અને તેમણે (હઝરત ઇબ્રાહીમ) ને એક જ્ઞાનવાન સંતાનની ખુશખબર આપી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَقْبَلَتِ ٱمْرَأَتُهُۥ فِى صَرَّةٍ فَصَكَّتْ وَجْهَهَا وَقَالَتْ عَجُوزٌ عَقِيمٌ

Gujarati Translation - Rabella Al-Omari૨૯. બસ! તેમની પત્નિ આગળ વધી અને આશ્ર્ચર્યમાં પોતાના મોઢાં ઉપર હાથ મારતા કહ્યું કે હું તો ઘરડી છું અને સાથે વાંઝણી પણ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالُوا۟ كَذَٰلِكِ قَالَ رَبُّكِ إِنَّهُۥ هُوَ ٱلْحَكِيمُ ٱلْعَلِيمُ

Gujarati Translation - Rabella Al-Omari૩૦. તેમણે કહ્યું હાં તારા પાલનહારે આવી જ રીતે કહ્યું છે. નિ:શંક તે હિકામ્તવાળો અને જાણવાવાળો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ فَمَا خَطْبُكُمْ أَيُّهَا ٱلْمُرْسَلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૧. (ઇબ્રાહીમે) તે ફરિશ્તાઓને કહ્યું: હે અલ્લાહના મોકલેલા (ફરિશ્તાઓ)! તમારો શું હેતુ છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالُوٓا۟ إِنَّآ أُرْسِلْنَآ إِلَىٰ قَوْمٍ مُّجْرِمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૨. તેમણે જવાબ આપ્યો કે અમને એક દુરાચારી કોમ તરફ મોકલવામાં આવ્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لِنُرْسِلَ عَلَيْهِمْ حِجَارَةً مِّن طِينٍ

Gujarati Translation - Rabella Al-Omari૩૩. જેથી અમે તેમના પર માટીની કાંકરીઓ વરસાવીએ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مُّسَوَّمَةً عِندَ رَبِّكَ لِلْمُسْرِفِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૪. જે તમારા પાલનહાર તરફથી ચિન્હિત છે, તે સીમાઓનું ઉલ્લંઘન કરનારાઓ માટે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَخْرَجْنَا مَن كَانَ فِيهَا مِنَ ٱلْمُؤْمِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૫. બસ! જેટલા ઇમાનવાળાઓ ત્યાં હતા, અમે તેમને બચાવી લીધા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَمَا وَجَدْنَا فِيهَا غَيْرَ بَيْتٍ مِّنَ ٱلْمُسْلِمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૬. અને અમે ત્યાં મુસલ્માનોનું ફકત એક જ ઘર જોયું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَتَرَكْنَا فِيهَآ ءَايَةً لِّلَّذِينَ يَخَافُونَ ٱلْعَذَابَ ٱلْأَلِيمَ

Gujarati Translation - Rabella Al-Omari૩૭. અને અમે ત્યાં તેમના માટે એક નિશાની છોડી. જે દુ:ખદાયી અઝાબથી ડરે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَفِى مُوسَىٰٓ إِذْ أَرْسَلْنَٰهُ إِلَىٰ فِرْعَوْنَ بِسُلْطَٰنٍ مُّبِينٍ

Gujarati Translation - Rabella Al-Omari૩૮. અને મૂસાના (કિસ્સા) માં (પણ અમારા તરફથી) એક નિશાની કે અમે તેને ફિરઓન તરફ સ્પષ્ટ મુઅજિઝા આપી મોકલ્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَتَوَلَّىٰ بِرُكْنِهِۦ وَقَالَ سَٰحِرٌ أَوْ مَجْنُونٌ

Gujarati Translation - Rabella Al-Omari૩૯. બસ! તેણે પોતાના સામર્થ્ય ઉપર મોંઢુ ફેરવ્યું અને કહેવા લાગ્યો આ જાદુગર છે અથવા તો પાગલ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَخَذْنَٰهُ وَجُنُودَهُۥ فَنَبَذْنَٰهُمْ فِى ٱلْيَمِّ وَهُوَ مُلِيمٌ

Gujarati Translation - Rabella Al-Omari૪૦. છેવટે અમે તેને અને તેના લશ્કરને પકડી લીધા અને દરિયામાં નાખી દીધા અને તે હતો જ ધૂત્કારને લાયક.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَفِى عَادٍ إِذْ أَرْسَلْنَا عَلَيْهِمُ ٱلرِّيحَ ٱلْعَقِيمَ

Gujarati Translation - Rabella Al-Omari૪૧. આવી જ રીતે આદનાં કિસ્સામાં (પણ અમારા તરફ થી એક નિશાની છે) જ્યારે અમે તેઓના પર ઉજ્જડ પવન મોકલ્યો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مَا تَذَرُ مِن شَىْءٍ أَتَتْ عَلَيْهِ إِلَّا جَعَلَتْهُ كَٱلرَّمِيمِ

Gujarati Translation - Rabella Al-Omari૪૨. તે જે વસ્તુ પર પડતી તેને સડી ગયેલા હાડકાની જેમ (ચૂરે ચૂરા) કરી નાખતી હતી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَفِى ثَمُودَ إِذْ قِيلَ لَهُمْ تَمَتَّعُوا۟ حَتَّىٰ حِينٍ

Gujarati Translation - Rabella Al-Omari૪૩. અને ષમૂદ (ના કિસ્સા)માં પણ (ચેતવણી) છે, જ્યારે તેઓને કહેવામાં આવ્યુ કે તમે થોડાક દિવસો સુધી ફાયદો ઉઠાવી લો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَعَتَوْا۟ عَنْ أَمْرِ رَبِّهِمْ فَأَخَذَتْهُمُ ٱلصَّٰعِقَةُ وَهُمْ يَنظُرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૪. પરંતુ (આ ચેતવણી આપ્યા છતાં) તેઓએ પોતાના પાલનહારના આદેશનો ભંગ કર્યો, જેથી તેઓના પર વીજળીનો અઝાબ આવી ગયો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَمَا ٱسْتَطَٰعُوا۟ مِن قِيَامٍ وَمَا كَانُوا۟ مُنتَصِرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૪૫. બસ! ન તો તેઓ ઉભા થઇ શક્યા અને ન તો તેઓ પોતાનો બચાવ કરી શક્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَقَوْمَ نُوحٍ مِّن قَبْلُ إِنَّهُمْ كَانُوا۟ قَوْمًا فَٰسِقِينَ

Gujarati Translation - Rabella Al-Omari૪૬. અને આ પહેલા નૂહની કોમને પણ (નષ્ટ કર્યા હતા), તેઓ પણ ઘણા જ અવજ્ઞાકારી લોકો હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلسَّمَآءَ بَنَيْنَٰهَا بِأَيْي۟دٍ وَإِنَّا لَمُوسِعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૭. આકાશને અમે (પોતાના) હાથો વડે બનાવ્યું છે અને નિ:શંક અમે વિસ્તૃત કરવાવાળા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلْأَرْضَ فَرَشْنَٰهَا فَنِعْمَ ٱلْمَٰهِدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૮. અને ધરતીને અમે પાથરણું બનાવી દીધી, અને અમે ખુબ જ સારી રીતે પાથરવાવાળા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمِن كُلِّ شَىْءٍ خَلَقْنَا زَوْجَيْنِ لَعَلَّكُمْ تَذَكَّرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૯. અને દરેક વસ્તુને અમે જોડકામાં પેદા કરી છે. જેથી તમે (તેમનાથી) શિખામણ પ્રાપ્ત કરો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَفِرُّوٓا۟ إِلَى ٱللَّهِ إِنِّى لَكُم مِّنْهُ نَذِيرٌ مُّبِينٌ

Gujarati Translation - Rabella Al-Omari૫૦. બસ! તમે અલ્લાહ તરફ દોડો ભાગો. નિ:શંક હું તમને તેના તરફથી ખુલ્લે ખુલ્લી ચેતવણી આપનારો છું

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَا تَجْعَلُوا۟ مَعَ ٱللَّهِ إِلَٰهًا ءَاخَرَ إِنِّى لَكُم مِّنْهُ نَذِيرٌ مُّبِينٌ

Gujarati Translation - Rabella Al-Omari૫૧. અને અલ્લાહ સાથે બીજા કોઇને પણ ઇલાહ ન ઠેરવો. નિ:શંક હું તમને તેની તરફ ખુલ્લી ચેતવણી આપનાર છું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَذَٰلِكَ مَآ أَتَى ٱلَّذِينَ مِن قَبْلِهِم مِّن رَّسُولٍ إِلَّا قَالُوا۟ سَاحِرٌ أَوْ مَجْنُونٌ

Gujarati Translation - Rabella Al-Omari૫૨. આવી જ રીતે આ (મક્કાના કાફિરો) પહેલા જે પયગંબર આવ્યા, તેઓએ આ જ કહ્યું કે આ તો જાદુગર છે અથવા તો પાગલ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَتَوَاصَوْا۟ بِهِۦ بَلْ هُمْ قَوْمٌ طَاغُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૩. શું આ લોકોએ તે વાતની એકબીજાને વસિયત કરી છે? (ના) પરંતુ આ બધા જ વિદ્રોહી છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَتَوَلَّ عَنْهُمْ فَمَآ أَنتَ بِمَلُومٍ

Gujarati Translation - Rabella Al-Omari૫૪. તો તમે તેઓથી મોઢું ફેરવી લો, તમારા પર કોઇ વાંધો નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَذَكِّرْ فَإِنَّ ٱلذِّكْرَىٰ تَنفَعُ ٱلْمُؤْمِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૫૫. અને શિખામણ આપતા રહો, નિ:શંક શિખામણ ઇમાનવાળાઓને ફાયદો પહોંચાડે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَا خَلَقْتُ ٱلْجِنَّ وَٱلْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ

Gujarati Translation - Rabella Al-Omari૫૬. મેં જિન્નાત અને માનવીઓને ફકત એટલા માટે જ પેદા કર્યા છે કે તેઓ ફકત મારી જ બંદગી કરે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مَآ أُرِيدُ مِنْهُم مِّن رِّزْقٍ وَمَآ أُرِيدُ أَن يُطْعِمُونِ

Gujarati Translation - Rabella Al-Omari૫૭. ન હું તેમની પાસે રોજી નથી માંગતો અને ન તો મારી ઇચ્છા છે કે તે લોકો મને ખવડાવે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ ٱللَّهَ هُوَ ٱلرَّزَّاقُ ذُو ٱلْقُوَّةِ ٱلْمَتِينُ

Gujarati Translation - Rabella Al-Omari૫૮. અલ્લાહ તઆલા તો પોતે જ દરેકને રોજી પહોંચાડે છે, શક્તિમાન અને તાકાતવર છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَإِنَّ لِلَّذِينَ ظَلَمُوا۟ ذَنُوبًا مِّثْلَ ذَنُوبِ أَصْحَٰبِهِمْ فَلَا يَسْتَعْجِلُونِ

Gujarati Translation - Rabella Al-Omari૫૯. બસ! જે લોકોએ જુલમ કર્યો છે, તેમની પણ એ જ દશા થશેમ જે દશા તેમના કરતા પહેલા સાથીઓની થઇ, એટલા માટે તે લોકો મારાથી (અઝાબ) માટે ઉતાવળ ન કરે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَوَيْلٌ لِّلَّذِينَ كَفَرُوا۟ مِن يَوْمِهِمُ ٱلَّذِى يُوعَدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૬૦. કુફ્ર કરનારાઓ માટે તે દિવસે નષ્ટતા હશે, જે દિવસથી તેમને ડરાવવામાં આવે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70