caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Ash-Shu'araa الشعراء

227 આયતો · મક્કા · અવતરણ ક્રમ 47

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ طسٓمٓ

Gujarati Translation - Rabella Al-Omari૧. તો-સીમ્-મીમ [1]

આ આયતના તમામ અનુવાદો જુઓ →

تِلْكَ ءَايَٰتُ ٱلْكِتَٰبِ ٱلْمُبِينِ

Gujarati Translation - Rabella Al-Omari૨. આ તે કિતાબની આયતો છે, જે સત્યને સ્પષ્ટ કરી દે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَعَلَّكَ بَٰخِعٌ نَّفْسَكَ أَلَّا يَكُونُوا۟ مُؤْمِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩. (હે નબી) જો આ લોકો ઈમાન નથી લાવતા તો આ દુ:ખમાં કદાચ તમે પોતાને જ હલાક કરી નાખો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِن نَّشَأْ نُنَزِّلْ عَلَيْهِم مِّنَ ٱلسَّمَآءِ ءَايَةً فَظَلَّتْ أَعْنَٰقُهُمْ لَهَا خَٰضِعِينَ

Gujarati Translation - Rabella Al-Omari૪. જો અમે ઇચ્છતા તો તેમના માટે આકાશ માંથી કોઈ એવી નિશાની ઉતારતા કે જેની સામે તે લોકોની ગરદનો ઝૂકી પડતી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَا يَأْتِيهِم مِّن ذِكْرٍ مِّنَ ٱلرَّحْمَٰنِ مُحْدَثٍ إِلَّا كَانُوا۟ عَنْهُ مُعْرِضِينَ

Gujarati Translation - Rabella Al-Omari૫. અને તેમની પાસે રહમાન (અલ્લાહ) તરફથી જે કોઈ નવી શિખામણ આવે છે, તો આ લોકો તેનાથી મોઢું ફેરવી લે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَقَدْ كَذَّبُوا۟ فَسَيَأْتِيهِمْ أَنۢبَٰٓؤُا۟ مَا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ

Gujarati Translation - Rabella Al-Omari૬. તે લોકોએ જુઠલાવી ચુક્યા છે, હવે તેમના માટે નજીકમાં જ તે વાતોની ખબર પડી જશે, જેની તેઓ મશ્કરી કરી રહ્યા હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَوَلَمْ يَرَوْا۟ إِلَى ٱلْأَرْضِ كَمْ أَنۢبَتْنَا فِيهَا مِن كُلِّ زَوْجٍ كَرِيمٍ

Gujarati Translation - Rabella Al-Omari૭. શું તે લોકોએ ધરતી પર જોયું નથી કે અમે તેમાં દરેક પ્રકારની ઉત્તમ જોડીઓ કેવી રીતે ઊપજાવી છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૮. નિ:શંક તેમાં નિશાની છે અને તે લોકો માંથી વધારે પડતા લોકો ઈમાન નથી લાવતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ

Gujarati Translation - Rabella Al-Omari૯. અને ખરેખર તમારો પાલનહાર દરેક વસ્તુ પર પ્રભુત્વ ધરાવે છે અને અત્યંત દયાળુ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذْ نَادَىٰ رَبُّكَ مُوسَىٰٓ أَنِ ٱئْتِ ٱلْقَوْمَ ٱلظَّٰلِمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૦. અને (તે કિસ્સો યાદ કરો) જ્યારે તમારા પાલનહારે મૂસાને પોકાર્યા કે તમે જાલિમ કોમ તરફ જાઓ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَوْمَ فِرْعَوْنَ أَلَا يَتَّقُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૧. અર્થાત ફિરઔનની કોમ પાસે, શું તે ડરતા નથી?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ رَبِّ إِنِّىٓ أَخَافُ أَن يُكَذِّبُونِ

Gujarati Translation - Rabella Al-Omari૧૨. મૂસાએ કહ્યું, મારા પાલનહાર! મને તો ડર લાગે છે કે ક્યાંક તેઓ મને જુઠલાવી દેશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَيَضِيقُ صَدْرِى وَلَا يَنطَلِقُ لِسَانِى فَأَرْسِلْ إِلَىٰ هَٰرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૩. અને મારું હૃદય તંગ થઇ રહ્યું છે અને મારી જબાન ચાલતી નથી, બસ! તું હારૂન તરફ પણ (વહી) ઉતાર.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَهُمْ عَلَىَّ ذَنۢبٌ فَأَخَافُ أَن يَقْتُلُونِ

Gujarati Translation - Rabella Al-Omari૧૪. અને મારા પર તેમનો એક ભૂલનો (દાવો) પણ છે, મને ડર લાગે છે કે ક્યાંક તેઓ મને મારી ન નાંખે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ كَلَّا فَٱذْهَبَا بِـَٔايَٰتِنَآ إِنَّا مَعَكُم مُّسْتَمِعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૫. અલ્લાહએ કહ્યું, આવું ક્યારેય નહીં થાય, તમે બન્ને અમારી નિશાનીઓ લઇને જાઓ, અમે તમારી સાથે છે. અમે બધું જ સાંભળી રહ્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأْتِيَا فِرْعَوْنَ فَقُولَآ إِنَّا رَسُولُ رَبِّ ٱلْعَٰلَمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૬. તમે બન્ને ફિરઔન પાસે જઇને કહો કે ખરેખર અમે સમગ્ર સૃષ્ટિના પાલનહારના પયગંબર છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَنْ أَرْسِلْ مَعَنَا بَنِىٓ إِسْرَٰٓءِيلَ

Gujarati Translation - Rabella Al-Omari૧૭. (અને એટલા માટે આવ્યા છે) કે તું બની ઇસ્રાઇલને (આઝાદ કરી) અમારી સાથે મોકલી દે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ أَلَمْ نُرَبِّكَ فِينَا وَلِيدًا وَلَبِثْتَ فِينَا مِنْ عُمُرِكَ سِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૮. ફિરઔને કહ્યું કે શું અમે અમારે ત્યાં તારું બાળપણમાં પાલન-પોષણ કર્યું ન હતું? અને તે પોતાની વયના ઘણા વર્ષો અમારી સાથે પસાર કર્યા ન હતા?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَفَعَلْتَ فَعْلَتَكَ ٱلَّتِى فَعَلْتَ وَأَنتَ مِنَ ٱلْكَٰفِرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૯. પછી તેં તે કામ કર્યું, જે તું કરીને જતો રહ્યો અને તું કૃતઘ્ની છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ فَعَلْتُهَآ إِذًا وَأَنَا۠ مِنَ ٱلضَّآلِّينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૦. મૂસાએ જવાબ આપ્યો કે તે કામ મારાથી ભૂલથી થઇ ગયું હતું,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَفَرَرْتُ مِنكُمْ لَمَّا خِفْتُكُمْ فَوَهَبَ لِى رَبِّى حُكْمًا وَجَعَلَنِى مِنَ ٱلْمُرْسَلِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૧. પછી તમારા ભયથી હું તમારી પાસેથી ભાગી ગયો, પછી મને મારા પાલનહારે હિકમત આપી. અને મને તેના પયગંબરો માંથી કરી દીધો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَتِلْكَ نِعْمَةٌ تَمُنُّهَا عَلَىَّ أَنْ عَبَّدتَّ بَنِىٓ إِسْرَٰٓءِيلَ

Gujarati Translation - Rabella Al-Omari૨૨. જે ઉપકાર તું મારી સામે વર્ણન કરી રહ્યો છે, તે એટલા માટે કે તે બને ઇસ્રાઇલને ગુલામ બનાવી રાખી હતી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ فِرْعَوْنُ وَمَا رَبُّ ٱلْعَٰلَمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૩. ફિરઔને કહ્યું “રબ્બુલ્ આલમીન્” (સૃષ્ટિનો પાલનહાર) શું છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ رَبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَآ إِن كُنتُم مُّوقِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૪. મૂસાએ કહ્યું, તે આકાશો, ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓનો પાલનહાર છે. જો તમે વિશ્વાસ કરતા હોય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ لِمَنْ حَوْلَهُۥٓ أَلَا تَسْتَمِعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૫. ફિરઔને પોતાના આજુ-બાજુના લોકોને કહ્યું કે શું તમે સાંભળતા નથી? (જે આ કહે છે)

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ رَبُّكُمْ وَرَبُّ ءَابَآئِكُمُ ٱلْأَوَّلِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૬. મૂસાએ કહ્યું, હા, તે જ તમારો અને તમારા પૂર્વજોનો પાલનહાર છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ إِنَّ رَسُولَكُمُ ٱلَّذِىٓ أُرْسِلَ إِلَيْكُمْ لَمَجْنُونٌ

Gujarati Translation - Rabella Al-Omari૨૭. ફિરઔને કહ્યું, આ પયગંબર, જે તમારી તરફ મોકલવામાં આવ્યો છે, તે તો ખરેખર પાગલ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ رَبُّ ٱلْمَشْرِقِ وَٱلْمَغْرِبِ وَمَا بَيْنَهُمَآ إِن كُنتُمْ تَعْقِلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૮. મૂસાએ કહ્યું, તે જ પૂર્વ અને પશ્ચિમ અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુનો પાલનહાર છે, જો તમે બુદ્ધિ ધરાવતા હોવ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ لَئِنِ ٱتَّخَذْتَ إِلَٰهًا غَيْرِى لَأَجْعَلَنَّكَ مِنَ ٱلْمَسْجُونِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૯. ફિરઔન કહેવા લાગ્યો, સાંભળ! જો તેં મારા સિવાય બીજા કોઈને ઇલાહ બનાવ્યો તો હું તને કેદમાં નાખી દઈશ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ أَوَلَوْ جِئْتُكَ بِشَىْءٍ مُّبِينٍ

Gujarati Translation - Rabella Al-Omari૩૦. મૂસાએ કહ્યું, જો હું તારી સામે કોઈ સ્પષ્ટ નિશાની લઇ આવું?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ فَأْتِ بِهِۦٓ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૧. ફિરઔને કહ્યું, જો તું સાચા લોકો માંથી હોવ, તો તેને લઈ આવ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَلْقَىٰ عَصَاهُ فَإِذَا هِىَ ثُعْبَانٌ مُّبِينٌ

Gujarati Translation - Rabella Al-Omari૩૨. મૂસાએ (તે જ સમયે) પોતાની લાકડી નાખી, જે અચાનક ખુલ્લો અજગર બની ગઇ,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَنَزَعَ يَدَهُۥ فَإِذَا هِىَ بَيْضَآءُ لِلنَّٰظِرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૩. અને પોતાનો હાથ (બગલ માંથી) ખેંચ્યો તો, તે પણ તે જ સમયે દરેક જોનારા માટે સફેદ ચમકદાર દેખાવા લાગ્યો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ لِلْمَلَإِ حَوْلَهُۥٓ إِنَّ هَٰذَا لَسَٰحِرٌ عَلِيمٌ

Gujarati Translation - Rabella Al-Omari૩૪. ફિરઔન પોતાની આજુબાજુ સરદારોને કહેવા લાગ્યો, ભાઇ આ તો ખૂબ જ જાણકાર જાદુગર છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يُرِيدُ أَن يُخْرِجَكُم مِّنْ أَرْضِكُم بِسِحْرِهِۦ فَمَاذَا تَأْمُرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૫. આ તો ઇચ્છે છે કે પોતાના જાદુ વડે તમને તમારી ધરતી પરથી કાઢી મૂકે, કહો! હવે તમે શું મશવરો આપો છો?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالُوٓا۟ أَرْجِهْ وَأَخَاهُ وَٱبْعَثْ فِى ٱلْمَدَآئِنِ حَٰشِرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૬. તે સૌએ કહ્યું, કે તમે તેને અને તેના ભાઇને મહેતલ આપો અને દરેક શહેરોમાં પોતાના લોકોને મોકલી દો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَأْتُوكَ بِكُلِّ سَحَّارٍ عَلِيمٍ

Gujarati Translation - Rabella Al-Omari૩૭. જે તમારી પાસે જાણકાર જાદુગરોને લઇ આવે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَجُمِعَ ٱلسَّحَرَةُ لِمِيقَٰتِ يَوْمٍ مَّعْلُومٍ

Gujarati Translation - Rabella Al-Omari૩૮. પછી એક નક્કી કરેલ દિવસે દરેક જાદુગરોને ભેગા કરવામાં આવ્યા,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَقِيلَ لِلنَّاسِ هَلْ أَنتُم مُّجْتَمِعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૯. અને દરેક લોકોને પૂછવામાં આવ્યું કે શું તમે પણ આ સભામાં હાજર રહેશો?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَعَلَّنَا نَتَّبِعُ ٱلسَّحَرَةَ إِن كَانُوا۟ هُمُ ٱلْغَٰلِبِينَ

Gujarati Translation - Rabella Al-Omari૪૦. જેથી જો જાદુગરો વિજય પ્રાપ્ત કરે, તો અમે તેમનું જ અનુસરણ કરવું પડશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَلَمَّا جَآءَ ٱلسَّحَرَةُ قَالُوا۟ لِفِرْعَوْنَ أَئِنَّ لَنَا لَأَجْرًا إِن كُنَّا نَحْنُ ٱلْغَٰلِبِينَ

Gujarati Translation - Rabella Al-Omari૪૧. જયારે જાદુગરો (મેદાનમાં) આવી ગયા તો ફિરઔનને કહેવા લાગ્યા, કે જો અમે વિજય મેળવી લઇએ તો શું અમને કંઇ ઇનામ મળશે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ نَعَمْ وَإِنَّكُمْ إِذًا لَّمِنَ ٱلْمُقَرَّبِينَ

Gujarati Translation - Rabella Al-Omari૪૨. ફિરઔને કહ્યું, હાં, જો એવું થયું તો (તમને ઇનામ પણ મળશે) અને તમે મારા ખાસ લોકો બની જશો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ لَهُم مُّوسَىٰٓ أَلْقُوا۟ مَآ أَنتُم مُّلْقُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૩. મૂસાએ જાદુગરોને કહ્યું, જે કંઇ તમારે નાંખવું હોય, નાખી દો,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَلْقَوْا۟ حِبَالَهُمْ وَعِصِيَّهُمْ وَقَالُوا۟ بِعِزَّةِ فِرْعَوْنَ إِنَّا لَنَحْنُ ٱلْغَٰلِبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૪. તેઓએ પોતાના દોરડા અને લાકડીઓ નાખી દીધી અને કહેવા લાગ્યા કે ફિરઔનની ઇજજતની કસમ! ખરેખર અમે જ વિજય મેળવીશું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَلْقَىٰ مُوسَىٰ عَصَاهُ فَإِذَا هِىَ تَلْقَفُ مَا يَأْفِكُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૫. હવે મૂસાએ પણ પોતાની લાકડી મેદાનમાં નાખી દીધી, જેણે તે જ સમયે તેમના જુઠ્ઠા કરતબને ગળી જવાનું શરું કર્યું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأُلْقِىَ ٱلسَّحَرَةُ سَٰجِدِينَ

Gujarati Translation - Rabella Al-Omari૪૬. આ જોતાજ જાદુગર તરત જ સિજદામાં પડી ગયા,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالُوٓا۟ ءَامَنَّا بِرَبِّ ٱلْعَٰلَمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૪૭. અને તેઓએ સ્પષ્ટ કહી દીધું કે અમે તો અલ્લાહ સમગ્રસૃષ્ટિના પાલનહાર પર ઈમાન લાવ્યા,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

رَبِّ مُوسَىٰ وَهَٰرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૮. એટલે કે મૂસા અને હારૂનના પાલનહાર પર,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ ءَامَنتُمْ لَهُۥ قَبْلَ أَنْ ءَاذَنَ لَكُمْ إِنَّهُۥ لَكَبِيرُكُمُ ٱلَّذِى عَلَّمَكُمُ ٱلسِّحْرَ فَلَسَوْفَ تَعْلَمُونَ لَأُقَطِّعَنَّ أَيْدِيَكُمْ وَأَرْجُلَكُم مِّنْ خِلَٰفٍ وَلَأُصَلِّبَنَّكُمْ أَجْمَعِينَ

Gujarati Translation - Rabella Al-Omari૪૯. ફિરઔને કહ્યું કે મારી પરવાનગી પહેલા જ આના પર ઈમાન લઇ આવ્યા? ખરેખર આ તમારો મોટો (શિક્ષક) છે, જેણે તમને સૌને જાદુ શિખવાડ્યું છે, તમને હમણા જ ખબર પડી જશે. સોગંદ છે, હું હમણાં જ તમારા હાથ અને પગને વિરુદ્ધ દિશા માંથી કાપી નાખીશ. અને તમને સૌને ફાંસીએ લટકાવી દઇશ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالُوا۟ لَا ضَيْرَ إِنَّآ إِلَىٰ رَبِّنَا مُنقَلِبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૦. તેમણે કહ્યું, કંઇ વાંધો નથી, અમે તો અમારા પાલનહાર તરફ પાછા ફરવાવાળા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّا نَطْمَعُ أَن يَغْفِرَ لَنَا رَبُّنَا خَطَٰيَٰنَآ أَن كُنَّآ أَوَّلَ ٱلْمُؤْمِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૫૧. અમને આશા છે કે અમારો પાલનહાર અમારા બધા જ પાપોને માફ કરી દેશે. એટલા માટે કે અમે સૌ પ્રથમ ઈમાન લાવ્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَوْحَيْنَآ إِلَىٰ مُوسَىٰٓ أَنْ أَسْرِ بِعِبَادِىٓ إِنَّكُم مُّتَّبَعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૨. અને અમે મૂસાને વહી કરી કે રાત્રે જ મારા બંદાઓને લઇને નીકળી જાવ, તમારો સૌનો પીછો કરવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَرْسَلَ فِرْعَوْنُ فِى ٱلْمَدَآئِنِ حَٰشِرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૫૩. આના માટે (ફોજ ભેગી કરવા) ફિરઔને શહેરોમાં પોતાના લોકોને મોકલી દીધા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ هَٰٓؤُلَآءِ لَشِرْذِمَةٌ قَلِيلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૪. (અને તેમને કહી મોકલ્યા કે) આ (બની ઇસરાઈલ) થોડાક જ લોકો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِنَّهُمْ لَنَا لَغَآئِظُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૫. અને અમને આ લોકો સખત ગુસ્સે કરી રહ્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِنَّا لَجَمِيعٌ حَٰذِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૬. અને ખરેખર અમારું જૂથ મોટું છે, તેમનાથી ચેતીને રહેનારા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَخْرَجْنَٰهُم مِّن جَنَّٰتٍ وَعُيُونٍ

Gujarati Translation - Rabella Al-Omari૫૭. છેવટે અમે તેઓને બગીચા અને ઝરણા વડે બહાર કાઢી લાવ્યા,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَكُنُوزٍ وَمَقَامٍ كَرِيمٍ

Gujarati Translation - Rabella Al-Omari૫૮. અને ખજાના વડે ઉત્તમ જગ્યાઓથી કાઢી મુક્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَذَٰلِكَ وَأَوْرَثْنَٰهَا بَنِىٓ إِسْرَٰٓءِيلَ

Gujarati Translation - Rabella Al-Omari૫૯. અને અમે બની ઇસરાઇલને તે વસ્તુઓના વારસદાર બનાવી દીધા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَتْبَعُوهُم مُّشْرِقِينَ

Gujarati Translation - Rabella Al-Omari૬૦. બસ! ફિરઔનના લોકો સૂર્ય ઉગતાની સાથે જ તેમનો પીછો કરવા લાગ્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَلَمَّا تَرَٰٓءَا ٱلْجَمْعَانِ قَالَ أَصْحَٰبُ مُوسَىٰٓ إِنَّا لَمُدْرَكُونَ

Gujarati Translation - Rabella Al-Omari૬૧. બસ! જ્યારે બન્નેએ એકબીજાને જોઇ લીધા, તો મૂસાના મિત્રોએ કહ્યું, ખરેખર અમે તો પકડાઇ ગયા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ كَلَّآ إِنَّ مَعِىَ رَبِّى سَيَهْدِينِ

Gujarati Translation - Rabella Al-Omari૬૨. મૂસાએ કહ્યું, ક્યારેય નહીં, ખરેખર મારો પાલનહાર મારી સાથે છે, જે જરૂર મને માર્ગ બતાવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَوْحَيْنَآ إِلَىٰ مُوسَىٰٓ أَنِ ٱضْرِب بِّعَصَاكَ ٱلْبَحْرَ فَٱنفَلَقَ فَكَانَ كُلُّ فِرْقٍ كَٱلطَّوْدِ ٱلْعَظِيمِ

Gujarati Translation - Rabella Al-Omari૬૩. અમે મૂસા તરફ વહી કરી કે દરીયા પર પોતાની લાકડી માર, બસ! તે જ સમયે દરીયો ફાટી ગયો અને પાણીનો દરેક ભાગ મોટા પર્વતો જેવો થઇ ગયો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَزْلَفْنَا ثَمَّ ٱلْـَٔاخَرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૬૪. અને અમે તે જ જગ્યાએ બીજાને નજીક લાવી દીધા,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنجَيْنَا مُوسَىٰ وَمَن مَّعَهُۥٓ أَجْمَعِينَ

Gujarati Translation - Rabella Al-Omari૬૫. અને મૂસા અને તેમના દરેક મિત્રોને બચાવી લીધા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ثُمَّ أَغْرَقْنَا ٱلْـَٔاخَرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૬૬. પછી બીજા લોકોને ડુબાડી દીધા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૬૭. ખરેખર આમાં મોટી શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ

Gujarati Translation - Rabella Al-Omari૬૮. અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ પ્રતિષ્ઠિત અને દયાળુ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱتْلُ عَلَيْهِمْ نَبَأَ إِبْرَٰهِيمَ

Gujarati Translation - Rabella Al-Omari૬૯. તે લોકોને ઇબ્રાહીમનો કિસ્સો (પણ) સંભળાવી દો,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِۦ مَا تَعْبُدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૭૦. જ્યારે તેમણે પોતાના પિતા અને પોતાની કોમને કહ્યું કે તમે કોની બંદગી કરો છો?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالُوا۟ نَعْبُدُ أَصْنَامًا فَنَظَلُّ لَهَا عَٰكِفِينَ

Gujarati Translation - Rabella Al-Omari૭૧. તેમણે જવાબ આપ્યો કે મૂર્તિઓની બંદગી કરી રહ્યા છે, અમે તો તેમની ખૂબ જ બંદગી કરનારા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ هَلْ يَسْمَعُونَكُمْ إِذْ تَدْعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૭૨. તેમણે કહ્યું કે જ્યારે તમે તેમને પોકારો છો, તો શું તેઓ સાંભળે છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَوْ يَنفَعُونَكُمْ أَوْ يَضُرُّونَ

Gujarati Translation - Rabella Al-Omari૭૩. અથવા તમને ફાયદો અને નુકસાન પણ પહોંચાડી શકે છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالُوا۟ بَلْ وَجَدْنَآ ءَابَآءَنَا كَذَٰلِكَ يَفْعَلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૭૪. તે લોકોએ જવાબ આપ્યો, આ (કંઇ નથી જાણતા), અમે તો અમારા પૂર્વજોને આવી રીતે કરતા જોયા,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ أَفَرَءَيْتُم مَّا كُنتُمْ تَعْبُدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૭૫. ઇબ્રાહિમે કહ્યું, તમે ક્યારેય તે વસ્તુને ધ્યાનથી જોયા છે, જેની તમે બંદગી કરી રહ્યા છો

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَنتُمْ وَءَابَآؤُكُمُ ٱلْأَقْدَمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૭૬. તમે અને તમારા પૂર્વજો જેની ઈબાદત કરતા હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَإِنَّهُمْ عَدُوٌّ لِّىٓ إِلَّا رَبَّ ٱلْعَٰلَمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૭૭. આ સૌ મારા શત્રુઓ છે, એક અલ્લાહ સિવાય

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلَّذِى خَلَقَنِى فَهُوَ يَهْدِينِ

Gujarati Translation - Rabella Al-Omari૭૮. જેણે મારું સર્જન કર્યું અને તે જ મને માર્ગદર્શન આપે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلَّذِى هُوَ يُطْعِمُنِى وَيَسْقِينِ

Gujarati Translation - Rabella Al-Omari૭૯. તે જ છે, જે મને ખવડાવે અને પીવડાવે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَا مَرِضْتُ فَهُوَ يَشْفِينِ

Gujarati Translation - Rabella Al-Omari૮૦. અને જ્યારે હું બિમાર પડું તો તે જ મને તંદુરસ્તી આપે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلَّذِى يُمِيتُنِى ثُمَّ يُحْيِينِ

Gujarati Translation - Rabella Al-Omari૮૧. અને તે જ મને મૃત્યુ આપશે અને ફરી જીવિત કરશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلَّذِىٓ أَطْمَعُ أَن يَغْفِرَ لِى خَطِيٓـَٔتِى يَوْمَ ٱلدِّينِ

Gujarati Translation - Rabella Al-Omari૮૨. અને જેનાથી આશા છે કે બદલાના દિવસે તે મારા પાપોને માફ કરી દેશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

رَبِّ هَبْ لِى حُكْمًا وَأَلْحِقْنِى بِٱلصَّٰلِحِينَ

Gujarati Translation - Rabella Al-Omari૮૩. (ત્યારબાદ ઈબ્રાહીમે દુઆ કરી કે) હે મારા પાલનહાર! મને હિકમત આપ અને મને સદાચારી લોકો માંથી કરી દે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱجْعَل لِّى لِسَانَ صِدْقٍ فِى ٱلْـَٔاخِرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૮૪. અને મારું સન્માન પાછળના લોકોમાં બાકી રાખ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱجْعَلْنِى مِن وَرَثَةِ جَنَّةِ ٱلنَّعِيمِ

Gujarati Translation - Rabella Al-Omari૮૫. મને નેઅમતોવાળી જન્નતના વારસદારો માંથી બનાવ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱغْفِرْ لِأَبِىٓ إِنَّهُۥ كَانَ مِنَ ٱلضَّآلِّينَ

Gujarati Translation - Rabella Al-Omari૮૬. અને મારા પિતાને માફ કરી દે, ખરેખર તે ગુમરાહ લોકો માંથી છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَا تُخْزِنِى يَوْمَ يُبْعَثُونَ

Gujarati Translation - Rabella Al-Omari૮૭. અને તે દિવસે, જ્યારે લોકો ફરી વાર જીવિત કરવામાં આવશે, મને અપમાનિત ન કર.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَوْمَ لَا يَنفَعُ مَالٌ وَلَا بَنُونَ

Gujarati Translation - Rabella Al-Omari૮૮. જે દિવસે ધન અને સંતાન કંઇ કામ નહીં આવે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِلَّا مَنْ أَتَى ٱللَّهَ بِقَلْبٍ سَلِيمٍ

Gujarati Translation - Rabella Al-Omari૮૯. જે વ્યક્તિ અલ્લાહ પાસે સલામતીવાળું દિલ લીને આવશે, (તેને નજાત મળશે.)

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأُزْلِفَتِ ٱلْجَنَّةُ لِلْمُتَّقِينَ

Gujarati Translation - Rabella Al-Omari૯૦. (તે દિવસે) જન્નત પરહેજગારોની અત્યંત નજીક કરી દેવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَبُرِّزَتِ ٱلْجَحِيمُ لِلْغَاوِينَ

Gujarati Translation - Rabella Al-Omari૯૧. અને ગુમરાહ લોકોને જહન્નમ જાહેર કરી દેવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَقِيلَ لَهُمْ أَيْنَ مَا كُنتُمْ تَعْبُدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૯૨. અને તેમને સવાલ કરવામાં આવશે કે જેમની તમે બંદગી કરતા રહ્યા તે લોકો ક્યાં છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مِن دُونِ ٱللَّهِ هَلْ يَنصُرُونَكُمْ أَوْ يَنتَصِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૯૩. જે અલ્લાહ સિવાય હતા, શું તેઓ તમારી મદદ કરી શકે છે અથવા તેઓ પોતાને જ બચાવી શકે છે,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَكُبْكِبُوا۟ فِيهَا هُمْ وَٱلْغَاوُۥنَ

Gujarati Translation - Rabella Al-Omari૯૪. બસ! તે સૌ ઇલાહ અને બધા ગુમરાહ લોકોને જહન્નમમાં ઊંધા નાખવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَجُنُودُ إِبْلِيسَ أَجْمَعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૯૫. અને ઇબ્લિસના લશ્કરો પણ .

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالُوا۟ وَهُمْ فِيهَا يَخْتَصِمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૯૬. ત્યાં અંદરો અંદર ઝઘડો કરી (પોતાના ઇલાહોને) કહેશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

تَٱللَّهِ إِن كُنَّا لَفِى ضَلَٰلٍ مُّبِينٍ

Gujarati Translation - Rabella Al-Omari૯૭. કે અલ્લાહની કસમ! ખરેખર અમે તો સ્પષ્ટ રીતે ગુમરાહ હતાં.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِذْ نُسَوِّيكُم بِرَبِّ ٱلْعَٰلَمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૯૮. જ્યારે તમને અલ્લાહ-સમગ્રસૃષ્ટિના પાલનહારના ભાગીદાર સમજી બેઠા હતાં.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَآ أَضَلَّنَآ إِلَّا ٱلْمُجْرِمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૯૯. અને અમને તો તે મોટા અપરાધીઓ જ ગુમરાહ કર્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَمَا لَنَا مِن شَٰفِعِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૦૦. હવે તો અમારા માટે કોઈ ભલામણ કરવાવાળો નથી .

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَا صَدِيقٍ حَمِيمٍ

Gujarati Translation - Rabella Al-Omari૧૦૧. અને ન તો શુભેચ્છુક મિત્ર.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَلَوْ أَنَّ لَنَا كَرَّةً فَنَكُونَ مِنَ ٱلْمُؤْمِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૦૨. જો કદાચ અમને એક વાર ફરી (દુનિયામાં) પાછા જવાનું મળે તો અમે સાચા ઈમાનવાળા બની જઈશુ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૦૩. આમાં પણ એક જબરદસ્ત નિશાની છે. તેમના માંથી વધારે લોકો ઈમાન લાવવાવાળા નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ

Gujarati Translation - Rabella Al-Omari૧૦૪. નિ:શંક તમારો પાલનહાર જ વિજયી, દયાળુ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَذَّبَتْ قَوْمُ نُوحٍ ٱلْمُرْسَلِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૦૫. નૂહની કોમના લોકોએ (પણ) પયગંબરોને જુઠલાવ્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ نُوحٌ أَلَا تَتَّقُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૦૬. જ્યારે કે તેમના ભાઇ નૂહએ કહ્યું, કે શું તમેં (અલ્લાહથી) ડરતા નથી?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌ

Gujarati Translation - Rabella Al-Omari૧૦૭. હું તમારી તરફ અલ્લાહનો નિષ્ઠાવાન પયગંબર છું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ

Gujarati Translation - Rabella Al-Omari૧૦૮. બસ! તમારે અલ્લાહનો ડર રાખવો જોઇએ અને મારી વાત માનવી જોઇએ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَٰلَمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૦૯. હું તમારી પાસે (આ પ્રચાર કરવા પર) કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ

Gujarati Translation - Rabella Al-Omari૧૧૦. બસ! તમે અલ્લાહનો ડર રાખો અને મારી આજ્ઞાનું પાલન કરો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالُوٓا۟ أَنُؤْمِنُ لَكَ وَٱتَّبَعَكَ ٱلْأَرْذَلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૧૧. કૌમે જવાબ આપ્યો, કે શું અમે તારા પર ઈમાન લાવીએ તારું આજ્ઞાપાલન તો નબળા લોકોએ કર્યું છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ وَمَا عِلْمِى بِمَا كَانُوا۟ يَعْمَلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૧૨. પયગંબરે જવાબ આપ્યો, મને શું ખબર કે તેઓ શું કામ કરે છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنْ حِسَابُهُمْ إِلَّا عَلَىٰ رَبِّى لَوْ تَشْعُرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૧૩. તેમનો હિસાબ તો મારા પાલનહારના શિરે છે, જો તમને સમજતા હોવ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَآ أَنَا۠ بِطَارِدِ ٱلْمُؤْمِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૧૪. હું ઈમાનવાળાઓને ધક્કા મારનારો નથી,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنْ أَنَا۠ إِلَّا نَذِيرٌ مُّبِينٌ

Gujarati Translation - Rabella Al-Omari૧૧૫. હું તો સ્પષ્ટ રીતે સચેત કરનારો છું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالُوا۟ لَئِن لَّمْ تَنتَهِ يَٰنُوحُ لَتَكُونَنَّ مِنَ ٱلْمَرْجُومِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૧૬. તે લોકોએ જવાબ આપ્યો, કે હે નૂહ! જો તું છેટો ન રહ્યો તો ખરેખર તને પથ્થરો વડે મારી નાખીશું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ رَبِّ إِنَّ قَوْمِى كَذَّبُونِ

Gujarati Translation - Rabella Al-Omari૧૧૭. નૂહએ કહ્યું કે હે મારા પાલનહાર! મારી કોમના લોકોએ મને જુઠલાવી દીધો,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱفْتَحْ بَيْنِى وَبَيْنَهُمْ فَتْحًا وَنَجِّنِى وَمَن مَّعِىَ مِنَ ٱلْمُؤْمِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૧૮. બસ! તું મારી અને તેમની વચ્ચે સચોટ નિર્ણય કરી દે અને મને અને ઈમાનવાળાઓને છૂટકારો આપ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَنجَيْنَٰهُ وَمَن مَّعَهُۥ فِى ٱلْفُلْكِ ٱلْمَشْحُونِ

Gujarati Translation - Rabella Al-Omari૧૧૯. છેવટે અમે તેને અને તેના સાથીઓને ભરેલી હોડીમાં (સવારી કરાવી) છૂટકારો આપી દીધો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ثُمَّ أَغْرَقْنَا بَعْدُ ٱلْبَاقِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૨૦. બીજા દરેક લોકોને અમે ડુબાડી દીધા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૨૧. નિ:શંક આમાં મોટી શિખામણ છે, તેમાંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ

Gujarati Translation - Rabella Al-Omari૧૨૨. અને નિ:શંક તમારો પાલનહાર દરેક પર વિજયી અને અત્યંત દયાળુ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَذَّبَتْ عَادٌ ٱلْمُرْسَلِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૨૩. આદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ هُودٌ أَلَا تَتَّقُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૨૪. જ્યારે તેમને તેમના ભાઇ હૂદે કહ્યું, કે શું તમે (અલ્લાહથી) ડરતા નથી?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌ

Gujarati Translation - Rabella Al-Omari૧૨૫. હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ

Gujarati Translation - Rabella Al-Omari૧૨૬. બસ! અલ્લાહથી ડરો અને મારી વાત માનો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَٰلَمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૨૭. હું તમારી પાસે (આ પ્રચાર કરવા પર) કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَتَبْنُونَ بِكُلِّ رِيعٍ ءَايَةً تَعْبَثُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૨૮. આ શું વાત છે કે તમે દરેક ઊચી જગ્યા પર કોઈ કારણ વગર એક આલીશાન ઇમારત બનાવી લો છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَتَتَّخِذُونَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૨૯. અને ઘણા મજબૂત મહેલો બનાવી રહ્યા છો, જાણે કે તમે હંમેશા અહીંયા જ રહેશો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَا بَطَشْتُم بَطَشْتُمْ جَبَّارِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૩૦. અને જ્યારે કોઈને સજા આપો છો તો સખત જાલિમ બની આપો છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ

Gujarati Translation - Rabella Al-Omari૧૩૧. અલ્લાહથી ડરો અને મારી આજ્ઞાનું પાલન કરો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱتَّقُوا۟ ٱلَّذِىٓ أَمَدَّكُم بِمَا تَعْلَمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૩૨. તેનાથી ડરો, જેણે તમને તે બધું જ આપ્યું છે, જેને તમે જાણો છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمَدَّكُم بِأَنْعَٰمٍ وَبَنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૩૩. તેણે તમારી ધન અને સંતાન દ્વારા મદદ કરી,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَجَنَّٰتٍ وَعُيُونٍ

Gujarati Translation - Rabella Al-Omari૧૩૪. બગીચા અને ઝરણાં દ્વારા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنِّىٓ أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ

Gujarati Translation - Rabella Al-Omari૧૩૫. મને તો તમારી બાબતે મોટા દિવસના અઝાબનો ભય છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالُوا۟ سَوَآءٌ عَلَيْنَآ أَوَعَظْتَ أَمْ لَمْ تَكُن مِّنَ ٱلْوَٰعِظِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૩૬. તે લોકોએ કહ્યું કે તમે શિખામણ આપો અથવા ન આપો અમારા માટે સરખું છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنْ هَٰذَآ إِلَّا خُلُقُ ٱلْأَوَّلِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૩૭. આ તો તે જ વાતો છે, જે પહેલાનાં લોકો કહેતા આવ્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૩૮. અને અમારા પર ક્યારેય અઝાબ નહી આવે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَكَذَّبُوهُ فَأَهْلَكْنَٰهُمْ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૩૯. જો કે આદના લોકોએ હૂદને જુઠલાવ્યા, એટલા માટે અમે તે લોકોને નષ્ટ કરી દીધા, ખરેખર આમાં નિશાની છે અને તેમના માંથી વધારે પડતા લોકો માનતા નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ

Gujarati Translation - Rabella Al-Omari૧૪૦. નિ:શંક તમારો પાલનહાર વિજયી, દયાળુ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَذَّبَتْ ثَمُودُ ٱلْمُرْسَلِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૪૧. ષમૂદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ صَٰلِحٌ أَلَا تَتَّقُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૪૨. તેમના ભાઇ સાલિહએ તેમને કહ્યું કે શું તમે (અલ્લાહથી) ડરતા નથી?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌ

Gujarati Translation - Rabella Al-Omari૧૪૩. હું તમારી તરફ નિષ્ઠાવાન પયગંબર છું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ

Gujarati Translation - Rabella Al-Omari૧૪૪. તો તમે અલ્લાહથી ડરો અને મારી વાત માનો,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَٰلَمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૪૫. હું તમારી પાસે (આ પ્રચાર કરવા પર) કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَتُتْرَكُونَ فِى مَا هَٰهُنَآ ءَامِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૪૬. શું આ વસ્તુઓમાં, જે અહીંયા છે, તમને અમસ્તા જ છોડી દેવામાં આવશો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فِى جَنَّٰتٍ وَعُيُونٍ

Gujarati Translation - Rabella Al-Omari૧૪૭. એટલે કે આ બગીચાઓ અને ઝરણાઓમાં,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَزُرُوعٍ وَنَخْلٍ طَلْعُهَا هَضِيمٌ

Gujarati Translation - Rabella Al-Omari૧૪૮. અને તે ખેતરો તથા ખજૂરોના બગીચાઓમાં, જેમના ગુચ્છા નરમ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَتَنْحِتُونَ مِنَ ٱلْجِبَالِ بُيُوتًا فَٰرِهِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૪૯. અને તમે પર્વતોને કોતરીને ગર્વ માટે મકાનો બનાવી રહ્યા છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ

Gujarati Translation - Rabella Al-Omari૧૫૦. બસ! અલ્લાહથી ડરો અને મારી આજ્ઞાનું પાલન કરો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَا تُطِيعُوٓا۟ أَمْرَ ٱلْمُسْرِفِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૫૧. નીડરતાથી હદ વટાવી જનારાઓનું કહ્યું ન માનો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلَّذِينَ يُفْسِدُونَ فِى ٱلْأَرْضِ وَلَا يُصْلِحُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૫૨. જે રાજ્યમાં વિદ્રોહ ફેલાવી રહ્યા છે અને પોતાનો સુધારો નથી કરતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالُوٓا۟ إِنَّمَآ أَنتَ مِنَ ٱلْمُسَحَّرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૫૩. તેમણે કહ્યું કે બસ! તમે તે લોકો માંથી છો, જેમના પર જાદુ કરી દેવામાં આવ્યું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مَآ أَنتَ إِلَّا بَشَرٌ مِّثْلُنَا فَأْتِ بِـَٔايَةٍ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૫૪. તમે તો અમારા જેવા જ માનવી છો, જો તમે સાચા છો, તો કોઈ નિશાની લઈને આવો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ هَٰذِهِۦ نَاقَةٌ لَّهَا شِرْبٌ وَلَكُمْ شِرْبُ يَوْمٍ مَّعْلُومٍ

Gujarati Translation - Rabella Al-Omari૧૫૫. પયગંબરે કહ્યું છે. (લો) આ છે ઊંટડી, આ ઊંટડીના પાણી પીવા માટે દિવસ નક્કી છે અને એક દિવસ તમારા સૌ માટે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَا تَمَسُّوهَا بِسُوٓءٍ فَيَأْخُذَكُمْ عَذَابُ يَوْمٍ عَظِيمٍ

Gujarati Translation - Rabella Al-Omari૧૫૬. (ખબરદાર) તેને ખરાબ ઇરાદા સાથે હાથ પણ ન લગાવશો, નહિતો એક મોટા દિવસનો અઝાબ તમારી પકડ કરી લેશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَعَقَرُوهَا فَأَصْبَحُوا۟ نَٰدِمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૫૭. તો પણ તેઓએ તેના પગ કાપી નાંખ્યા, પછી તેઓ (અઝાબના ડરથી) પસ્તાવો કરવા લાગ્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَخَذَهُمُ ٱلْعَذَابُ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૫૮. છેવટે અઝાબે તેમની પકડ કરી લીધી, નિ:શંક આમાં શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ

Gujarati Translation - Rabella Al-Omari૧૫૯. અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ જબરદસ્ત અને દયાળુ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَذَّبَتْ قَوْمُ لُوطٍ ٱلْمُرْسَلِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૬૦. લૂતની કોમના લોકોએ પણ પયગંબરને જુઠલાવ્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ لُوطٌ أَلَا تَتَّقُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૬૧. તેમને તેમના ભાઇ લૂતએ કહ્યું, શું તમે અલ્લાહનો ડર નથી રાખતા?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌ

Gujarati Translation - Rabella Al-Omari૧૬૨. હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ

Gujarati Translation - Rabella Al-Omari૧૬૩. બસ! તમે અલ્લાહથી ડરો અને મારી આજ્ઞાનું પાલન કરો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَٰلَمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૬૪. હું તમારી પાસે (આ પ્રચાર કરવા પર) કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَتَأْتُونَ ٱلذُّكْرَانَ مِنَ ٱلْعَٰلَمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૬૫. શું તમે દુનિયાના લોકો માંથી પુરુષો સાથે પોતાની ઈચ્છા પૂરી કરો છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَتَذَرُونَ مَا خَلَقَ لَكُمْ رَبُّكُم مِّنْ أَزْوَٰجِكُم بَلْ أَنتُمْ قَوْمٌ عَادُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૬૬. અને તમારી પત્નીઓ, જે તમારા પાલનહારે તમારા માટે બનાવી છે, તેમને છોડી દો છો,પરંતુ તમે હદ વટાવી જનારા લોકો છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالُوا۟ لَئِن لَّمْ تَنتَهِ يَٰلُوطُ لَتَكُونَنَّ مِنَ ٱلْمُخْرَجِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૬૭. તે લોકોએ જવાબ આપ્યો, કે હે લૂત! જો તુ આનાથી વંચિત ન રહ્યો તો ખરેખર તારો દેશનિકાલ કરવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ إِنِّى لِعَمَلِكُم مِّنَ ٱلْقَالِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૬૮. લૂતે કહ્યું કે હું તમારા કાર્યથી ખૂબ જ નારાજ છું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

رَبِّ نَجِّنِى وَأَهْلِى مِمَّا يَعْمَلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૬૯. મારા પાલનહાર! જે હરકત આ લોકો કરી રહ્યા છે, તેનાથી મને અને મારા ઘરવાળાઓને બચાવી લે

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَنَجَّيْنَٰهُ وَأَهْلَهُۥٓ أَجْمَعِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૭૦. બસ! અમે તેને અને તેના ઘરવાળાઓને બચાવી લીધા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِلَّا عَجُوزًا فِى ٱلْغَٰبِرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૭૧. એક વૃદ્વ સ્ત્રી સિવાય, તે પાછળ રહી જનારા લોકો માંથી થઇ ગઇ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ثُمَّ دَمَّرْنَا ٱلْـَٔاخَرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૭૨. પછી અમે બીજા દરેકને નષ્ટ કરી દીધા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَمْطَرْنَا عَلَيْهِم مَّطَرًا فَسَآءَ مَطَرُ ٱلْمُنذَرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૭૩. અને અમે તેમના પર એક ઝબરદસ્ત વરસાદ વરસાવ્યો. બસ! ઘણો જ ખરાબ વરસાદ હતો, જે સચેત કરવામાં આવેલ લોકો પર વરસ્યો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૭૪. આ વાતમાં પણ ખરેખર શિખામણ છે, તો પણ તેમના માંથી વધારે પડતા લોકો ઈમાન નથી લાવતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ

Gujarati Translation - Rabella Al-Omari૧૭૫. નિ:શંક તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَذَّبَ أَصْحَٰبُ لْـَٔيْكَةِ ٱلْمُرْسَلِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૭૬. અયકહવાળાઓએ પણ પયગંબરને જુઠલાવ્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِذْ قَالَ لَهُمْ شُعَيْبٌ أَلَا تَتَّقُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૭૭. જ્યારે તેમને શુઐબએ કહ્યું, કે શું તમે (અલ્લાહથી) ડરતા નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌ

Gujarati Translation - Rabella Al-Omari૧૭૮. હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ

Gujarati Translation - Rabella Al-Omari૧૭૯. અલ્લાહથી ડરો અને મારી આજ્ઞાનું પાલન કરો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ إِنْ أَجْرِىَ إِلَّا عَلَىٰ رَبِّ ٱلْعَٰلَمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૮૦. હું આના (પ્રચાર માટે) તમારી પાસે કંઇ વળતર નથી ઇચ્છતો, મારું વળતર સમગ્ર સૃષ્ટિના પાલનહાર પાસે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَوْفُوا۟ ٱلْكَيْلَ وَلَا تَكُونُوا۟ مِنَ ٱلْمُخْسِرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૮૧. માપ-તોલ પૂરેપૂરું આપો, ઓછું આપનારા ન બનો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَزِنُوا۟ بِٱلْقِسْطَاسِ ٱلْمُسْتَقِيمِ

Gujarati Translation - Rabella Al-Omari૧૮૨. અને સાચા ત્રાજવા વડે તોલો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَا تَبْخَسُوا۟ ٱلنَّاسَ أَشْيَآءَهُمْ وَلَا تَعْثَوْا۟ فِى ٱلْأَرْضِ مُفْسِدِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૮૩. લોકોને તેમની વસ્તુ ઓછી કરીને ન આપો. નીડરતા સાથે ધરતીમાં વિદ્રોહ કરતા ન ફરો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱتَّقُوا۟ ٱلَّذِى خَلَقَكُمْ وَٱلْجِبِلَّةَ ٱلْأَوَّلِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૮૪. તે અલ્લાહનો ડર રાખો, જેણે તમારું અને તમારા પૂર્વજોનું સર્જન કર્યું

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالُوٓا۟ إِنَّمَآ أَنتَ مِنَ ٱلْمُسَحَّرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૮૫. તે લોકોએ કહ્યું, તમે તે લોકો માંથી છો, જેમના પર જાદુ કરી દેવામાં આવ્યુ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَآ أَنتَ إِلَّا بَشَرٌ مِّثْلُنَا وَإِن نَّظُنُّكَ لَمِنَ ٱلْكَٰذِبِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૮૬. અને તું તો અમારા જેવો જ એક માનવી છે. અને અમે તો તને જુઠો સમજીએ છીએ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَسْقِطْ عَلَيْنَا كِسَفًا مِّنَ ٱلسَّمَآءِ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૮૭. જો તું સાચા લોકો માંથી હોય તો અમારા પર આકાશ માંથી કોઈ ટુકડો ફેંકી બતાઓ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ رَبِّىٓ أَعْلَمُ بِمَا تَعْمَلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૮૮. શુએબે કહ્યું કે જે કંઇ તમે કરી રહ્યા છો. મારો પાલનહાર તેને ખૂબ સારી રીતે જાણે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَكَذَّبُوهُ فَأَخَذَهُمْ عَذَابُ يَوْمِ ٱلظُّلَّةِ إِنَّهُۥ كَانَ عَذَابَ يَوْمٍ عَظِيمٍ

Gujarati Translation - Rabella Al-Omari૧૮૯. કારણકે તે લોકોએ તેમને જુઠલાવ્યા તો તેમને છાંયડાના દિવસના અઝાબે પકડી લીધા, તે ભારે દિવસનો અઝાબ હતો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૯૦. નિ:શંક આમાં મોટી શિખામણ છે પરતું તેમના માંથી વધારે પડતા લોકો ઈમાન નથી લાવતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِنَّ رَبَّكَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ

Gujarati Translation - Rabella Al-Omari૧૯૧. અને ખરેખર તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِنَّهُۥ لَتَنزِيلُ رَبِّ ٱلْعَٰلَمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૯૨. અને નિ:શંક આ (કુરઆન) સમગ્ર સૃષ્ટિના પાલનહારે ઉતાર્યું છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

نَزَلَ بِهِ ٱلرُّوحُ ٱلْأَمِينُ

Gujarati Translation - Rabella Al-Omari૧૯૩. આને રૂહુલ અમીન દ્વારા ઉતારવામાં આવ્યું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

عَلَىٰ قَلْبِكَ لِتَكُونَ مِنَ ٱلْمُنذِرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૯૪. (હે પયગંબર) તમારા હૃદય પર ઉતાર્યું છે, કે તમે સચેત કરનારાઓ માંથી થઇ જાવ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

بِلِسَانٍ عَرَبِىٍّ مُّبِينٍ

Gujarati Translation - Rabella Al-Omari૧૯૫. સ્પષ્ટ અરબી ભાષામાં છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِنَّهُۥ لَفِى زُبُرِ ٱلْأَوَّلِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૯૬. આ કિતાબનું વર્ણન પહેલાનાં સહીફાઓમાં કરવામાં આવ્યું છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَوَلَمْ يَكُن لَّهُمْ ءَايَةً أَن يَعْلَمَهُۥ عُلَمَٰٓؤُا۟ بَنِىٓ إِسْرَٰٓءِيلَ

Gujarati Translation - Rabella Al-Omari૧૯૭. શું આ લોકો (મક્કાના લોકો) માટે આ નિશાની પૂરતી નથી કે કુરઆનની સત્યતાને તો બની ઇસ્રાઇલના વિદ્વાનો પણ જાણે છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَوْ نَزَّلْنَٰهُ عَلَىٰ بَعْضِ ٱلْأَعْجَمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૯૮. અને જો અમે આ (કુરઆન)ને કોઈ ગેરઅરબ પર ઉતારતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَقَرَأَهُۥ عَلَيْهِم مَّا كَانُوا۟ بِهِۦ مُؤْمِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૯૯. જે તેમની સામે આ કુરઆન પઢી સંભળાવતો તો પણ આ લોકો ઈમાન ન લાવતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَذَٰلِكَ سَلَكْنَٰهُ فِى قُلُوبِ ٱلْمُجْرِمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૦૦. આવી જ રીતે અમે પાપીઓના દિલમાં (વ્યર્થ વિરોધ) જ નાખી દીધો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَا يُؤْمِنُونَ بِهِۦ حَتَّىٰ يَرَوُا۟ ٱلْعَذَابَ ٱلْأَلِيمَ

Gujarati Translation - Rabella Al-Omari૨૦૧. તે લોકો જ્યાં સુધી દુ:ખદાયી અઝાબને જોઇ ન લે, ત્યાં સુધી ઈમાન નહીં લાવે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَيَأْتِيَهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૦૨. બસ! અચાનક તેમના પર દુઃખદાયી અઝાબ આવી જશે અને તેમને આના વિશે ભાન પણ નહીં હોય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَيَقُولُوا۟ هَلْ نَحْنُ مُنظَرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૦૩. તે સમયે કહેશે કે શું અમને થોડીક મહેતલ આપવામાં આવશે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૦૪. બસ! શું આ લોકો અમારા અઝાબ માટે ઉતાવળ કરે છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَفَرَءَيْتَ إِن مَّتَّعْنَٰهُمْ سِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૦૫. સારું, જો અમે તેમને ઘણા વર્ષો સુધી ઠાઠમાઠ જીવન આપી દઈએ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ثُمَّ جَآءَهُم مَّا كَانُوا۟ يُوعَدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૦૬. પછી તેમના પર તે અઝાબ આવી જાય, જેનું વચન તે લોકોને આપવામાં આવતું હતું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مَآ أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا۟ يُمَتَّعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૦૭. તો પણ તેમનો સામાન, જેનાથી લાભ ઉઠાવી રહ્યા હતા, તેમને કંઇ પણ ફાયદો નહીં પહોંચડે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَآ أَهْلَكْنَا مِن قَرْيَةٍ إِلَّا لَهَا مُنذِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૦૮. અમે ક્યારેય કોઈ એવી વસ્તીને નષ્ટ નથી કરી, જ્યાં અમારા તરફથી કોઈ સચેત કરનાર (પયગંબર) ન પહોચ્યો હોય .

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ذِكْرَىٰ وَمَا كُنَّا ظَٰلِمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૦૯. જે તેમને શિખામણ આપે. અને અમે જાલિમ નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَا تَنَزَّلَتْ بِهِ ٱلشَّيَٰطِينُ

Gujarati Translation - Rabella Al-Omari૨૧૦. આ કુરઆનને શેતાન નથી લાવ્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَا يَنۢبَغِى لَهُمْ وَمَا يَسْتَطِيعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૧૧. તે આના માટે સક્ષમ નથી, ન તો તે આ બાબતે શક્તિ ધરાવે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّهُمْ عَنِ ٱلسَّمْعِ لَمَعْزُولُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૧૨. પરંતુ તે તો સાંભળવાથી પણ વંચિત કરી દેવામાં આવ્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَلَا تَدْعُ مَعَ ٱللَّهِ إِلَٰهًا ءَاخَرَ فَتَكُونَ مِنَ ٱلْمُعَذَّبِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૧૩. બસ! (હે નબી) તમે અલ્લાહ સિવાય કોઈ બીજા ઇલાહને ન પોકારશો, નહીં તો તમે પણ સજા પામનારા લોકો માંથી થઇ જશો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنذِرْ عَشِيرَتَكَ ٱلْأَقْرَبِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૧૪. અને (હે નબી) પોતાના સંબંધીઓને સચેત કરી દો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱخْفِضْ جَنَاحَكَ لِمَنِ ٱتَّبَعَكَ مِنَ ٱلْمُؤْمِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૧૫. જે પણ ઈમાન લાવી તમારું અનુસરણ કરે, તેમની સાથે નમ્રતાભર્યું વર્તન કરો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَإِنْ عَصَوْكَ فَقُلْ إِنِّى بَرِىٓءٌ مِّمَّا تَعْمَلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૧૬. જો આ લોકો તમારી અવજ્ઞા કરે તો તમે જાહેર કરી દો કે, હું તે કાર્યોથી અળગો છું જે તમે કરી રહ્યા છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَتَوَكَّلْ عَلَى ٱلْعَزِيزِ ٱلرَّحِيمِ

Gujarati Translation - Rabella Al-Omari૨૧૭. અને વિજયી, દયાળુ અલ્લાહ પર ભરોસો કરો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلَّذِى يَرَىٰكَ حِينَ تَقُومُ

Gujarati Translation - Rabella Al-Omari૨૧૮. જે તમને જોતો રહે છે, જ્યારે તમે (ઈબાદત માટે) ઊભા થાવ છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَتَقَلُّبَكَ فِى ٱلسَّٰجِدِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૧૯. અને સિજદા કરવાવાળાઓની વચ્ચે તમારા (રૂકુઅ અને સીજદા)ને પણ જોવે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ

Gujarati Translation - Rabella Al-Omari૨૨૦. તે બધું જ સાંભળવાવાળો અને જાણવાવાળો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

هَلْ أُنَبِّئُكُمْ عَلَىٰ مَن تَنَزَّلُ ٱلشَّيَٰطِينُ

Gujarati Translation - Rabella Al-Omari૨૨૧. તમે લોકોને કહો કે શું હું તમને જણાવું કે શેતાન કોની તરફ આવે છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

تَنَزَّلُ عَلَىٰ كُلِّ أَفَّاكٍ أَثِيمٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૨૨. તે દરેક જુઠ્ઠા અને પાપીઓ તરફ આવે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يُلْقُونَ ٱلسَّمْعَ وَأَكْثَرُهُمْ كَٰذِبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૨૩. જે (શેતાન તરફ) પોતાના કાન લગાવે છે અને તેમના માંથી વધારે પડતા લોકો જુઠ્ઠા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلشُّعَرَآءُ يَتَّبِعُهُمُ ٱلْغَاوُۥنَ

Gujarati Translation - Rabella Al-Omari૨૨૪. કવિઓનું અનુસરણ ગુમરાહ લોકો જ કરે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَلَمْ تَرَ أَنَّهُمْ فِى كُلِّ وَادٍ يَهِيمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૨૫. શું તમે જોતા નથી કે તેઓ (વિચારોના) જંગલોમાં ભટકતા ફરે છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنَّهُمْ يَقُولُونَ مَا لَا يَفْعَلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૨૬. અને એવી વાતો કહે છે, જે કરતા નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ وَذَكَرُوا۟ ٱللَّهَ كَثِيرًا وَٱنتَصَرُوا۟ مِنۢ بَعْدِ مَا ظُلِمُوا۟ وَسَيَعْلَمُ ٱلَّذِينَ ظَلَمُوٓا۟ أَىَّ مُنقَلَبٍ يَنقَلِبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૨૭. હા તે લોકો અળગા છે, જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા અને અલ્લાહને વધુ યાદ કરે છે, અને પોતાના પર થયેલ અત્યાચાર પછી બદલો લીધો, અને જુલમ કરવાવાળાઓને નજીકમાં જ ખબર પડી જશે કે તેઓ કેવા પરિણામ તરફ જઈ રહ્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70