caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Mutaffifin المطففين

36 આયતો · મક્કા · અવતરણ ક્રમ 86

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَيْلٌ لِّلْمُطَفِّفِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧. વિનાશ છે માપતોલમાં ઘટાડો કરનારાઓ માટે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلَّذِينَ إِذَا ٱكْتَالُوا۟ عَلَى ٱلنَّاسِ يَسْتَوْفُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨. આવા લોકો જ્યારે બીજા પાસેથી તોલીને લે છે, તો પૂરેપૂરૂ લે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَا كَالُوهُمْ أَو وَّزَنُوهُمْ يُخْسِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩. અને જ્યારે બીજાને માપીને કે તોલીને આપે છે, તો ઓછુ આપે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَلَا يَظُنُّ أُو۟لَٰٓئِكَ أَنَّهُم مَّبْعُوثُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪. શું તેઓ સમજતા નથી કે તેમને ફરી જીવિત કરવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لِيَوْمٍ عَظِيمٍ

Gujarati Translation - Rabella Al-Omari૫. તે મહાન દિવસ માટે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَوْمَ يَقُومُ ٱلنَّاسُ لِرَبِّ ٱلْعَٰلَمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૬. જે દિવસે દરેક લોકો પોતાના પાલનહારની સામે ઉભા હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَلَّآ إِنَّ كِتَٰبَ ٱلْفُجَّارِ لَفِى سِجِّينٍ

Gujarati Translation - Rabella Al-Omari૭. કદાપિ નહી, દુરાચારીઓના કર્મપત્ર સિજ્જીનમાં છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَآ أَدْرَىٰكَ مَا سِجِّينٌ

Gujarati Translation - Rabella Al-Omari૮. તમને શું ખબર કે સિજ્જીન શું છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كِتَٰبٌ مَّرْقُومٌ

Gujarati Translation - Rabella Al-Omari૯. (આ તો) એક લખેલી કિતાબ છે,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૦. તે દિવસે જુઠલાવનારા માટે વિનાશ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلَّذِينَ يُكَذِّبُونَ بِيَوْمِ ٱلدِّينِ

Gujarati Translation - Rabella Al-Omari૧૧. જેઓ બદલાના દિવસને જુઠલાવે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَا يُكَذِّبُ بِهِۦٓ إِلَّا كُلُّ مُعْتَدٍ أَثِيمٍ

Gujarati Translation - Rabella Al-Omari૧૨. તેને ફકત તેઓ જ જુઠલાવે છે, જેઓ હદનું ઉલ્લંઘન કરનાર (અને) ગુનેહગાર હોય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِذَا تُتْلَىٰ عَلَيْهِ ءَايَٰتُنَا قَالَ أَسَٰطِيرُ ٱلْأَوَّلِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૩. જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે, તો કહી દે છે કે આ તો પુર્વજોની કાલ્પનિક વાર્તાઓ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَلَّا بَلْ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا۟ يَكْسِبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૪. કદાપિ નહી, વાત એવી નથી, પરંતુ તેમના હૃદયો પર તેમના ખરાબ કર્મોના કાટ (ચઢી ગયો) છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَلَّآ إِنَّهُمْ عَن رَّبِّهِمْ يَوْمَئِذٍ لَّمَحْجُوبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૫. કદાપિ નહી, આ લોકોને તે દિવસે પોતાના પાલનહારના (દિદારથી) છેટા રાખવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ثُمَّ إِنَّهُمْ لَصَالُوا۟ ٱلْجَحِيمِ

Gujarati Translation - Rabella Al-Omari૧૬. ફરી તે લોકો જહન્નમમાં દાખલ કરવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ثُمَّ يُقَالُ هَٰذَا ٱلَّذِى كُنتُم بِهِۦ تُكَذِّبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૭. પછી તેમને કહીં દેવામાં આવશે કે આ જ તે વસ્તુ છે, જેને તમે જુઠલાવતા હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَلَّآ إِنَّ كِتَٰبَ ٱلْأَبْرَارِ لَفِى عِلِّيِّينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૮. કદાપિ નહી, સદાચારીઓના કર્મપત્ર ઇલ્લિય્યીનમાં છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَآ أَدْرَىٰكَ مَا عِلِّيُّونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૯. તમને શું ખબર કે ઇલ્લિય્યીન શું છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كِتَٰبٌ مَّرْقُومٌ

Gujarati Translation - Rabella Al-Omari૨૦. (તે તો) એક લેખિત પુસ્તક છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَشْهَدُهُ ٱلْمُقَرَّبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૧. નિકટ (ફરિશ્તાઓ) તેની દેખરેખ કરી રહ્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ ٱلْأَبْرَارَ لَفِى نَعِيمٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૨. નિ:શંક સદાચારીઓ (ખુબ જ) નેઅમતોમાં હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

عَلَى ٱلْأَرَآئِكِ يَنظُرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૩. ઉચ્ચ આસનો પર બેસી જોઈ રહ્યા હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

تَعْرِفُ فِى وُجُوهِهِمْ نَضْرَةَ ٱلنَّعِيمِ

Gujarati Translation - Rabella Al-Omari૨૪. તમે તેમના ચહેરાઓ પરથી જ તેમની પ્રસન્નતાને ઓળખી લેશો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يُسْقَوْنَ مِن رَّحِيقٍ مَّخْتُومٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૫. આ લોકોને સિલબંધ ઉત્તમ શરાબ પીવડાવવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

خِتَٰمُهُۥ مِسْكٌ وَفِى ذَٰلِكَ فَلْيَتَنَافَسِ ٱلْمُتَنَٰفِسُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૬. જેના પર કસ્તુરીનું સિલ હશે. અને જે વ્યક્તિ આ બધી નેઅમતોની પ્રાપ્તિ ઈચ્છતો હોય તો તેણે આગળ વધવું જોઈએ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمِزَاجُهُۥ مِن تَسْنِيمٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૭. અને તેની મિલાવટ તસ્નીમની હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

عَيْنًا يَشْرَبُ بِهَا ٱلْمُقَرَّبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૮. (એટલે કે) તે ઝરણું જેનું પાણી નિકટનાં લોકો પીશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ ٱلَّذِينَ أَجْرَمُوا۟ كَانُوا۟ مِنَ ٱلَّذِينَ ءَامَنُوا۟ يَضْحَكُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૯. અપરાધીઓ (દુનિયામાં) ઇમાન વાળોઓની મજાક ઉડાવતા હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَا مَرُّوا۟ بِهِمْ يَتَغَامَزُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૦. અને જ્યારે તેમની પાસેથી પસાર થતા તો એક-બીજાને આંખોના ઇશારા કરતા હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَا ٱنقَلَبُوٓا۟ إِلَىٰٓ أَهْلِهِمُ ٱنقَلَبُوا۟ فَكِهِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૧. અને જ્યારે પોતાના લોકો તરફ પાછા ફરતા તો હસી મજાક કરતા પાછા ફરતા હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَا رَأَوْهُمْ قَالُوٓا۟ إِنَّ هَٰٓؤُلَآءِ لَضَآلُّونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૨. અને જ્યારે ઈમાનવાળાઓને જોતા તો કહેતા, ખરેખર આ જ લોકો ગુમરાહ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَآ أُرْسِلُوا۟ عَلَيْهِمْ حَٰفِظِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૩. જો કે તેઓ તેમના પર નિરીક્ષક બનાવીને મોકલવામાં નથી આવ્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱلْيَوْمَ ٱلَّذِينَ ءَامَنُوا۟ مِنَ ٱلْكُفَّارِ يَضْحَكُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૪. બસ! આજે ઇમાનવાળાઓ તે કાફિરો પર હસતા હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

عَلَى ٱلْأَرَآئِكِ يَنظُرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૫. ઉચ્ચ આસન પર બેસી તેમની (હાલત) જોઇ રહ્યા હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

هَلْ ثُوِّبَ ٱلْكُفَّارُ مَا كَانُوا۟ يَفْعَلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૬. કાફિરોને તેમના કર્મોનો જરૂર બદલો આપવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70