સૂરહ Al-Inshiqaaq الإنشقاق
25 આયતો · મક્કા · અવતરણ ક્રમ 83
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ إِذَا ٱلسَّمَآءُ ٱنشَقَّتْ
Gujarati Translation - Rabella Al-Omari૧. જ્યારે આકાશ ફાટી જશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ
Gujarati Translation - Rabella Al-Omari૨. અને પોતાના પાલનહારનો આદેશ માની લેશે, અને તેના માટે જરૂરી છે કે તે આવું જ કરે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِذَا ٱلْأَرْضُ مُدَّتْ
Gujarati Translation - Rabella Al-Omari૩. અને જ્યારે જમીન ફેલાવી દેવામાં આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأَلْقَتْ مَا فِيهَا وَتَخَلَّتْ
Gujarati Translation - Rabella Al-Omari૪. અને તેમાં જે કંઇ પણ છે, તેને તે બહાર ફેંકી દેશે અને ખાલી થઇ જશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ
Gujarati Translation - Rabella Al-Omari૫. અને પોતાના પાલનહારનો આદેશ માની લેશે, અને તેના માટે જરૂરી છે કે તે આવું જ કરે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
يَٰٓأَيُّهَا ٱلْإِنسَٰنُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدْحًا فَمُلَٰقِيهِ
Gujarati Translation - Rabella Al-Omari૬. હે માનવી! તું પોતાના પાલનહાર પાસે પહોચતા સુધી સતત કોઈ મહેનત કરતો રહીશ, અહી સુધી કે તેની પાસે જતો રહીશ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَأَمَّا مَنْ أُوتِىَ كِتَٰبَهُۥ بِيَمِينِهِۦ
Gujarati Translation - Rabella Al-Omari૭. પછી જેનું કર્મનોંધ તેના જમણા હાથમાં આપવામાં આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَسَوْفَ يُحَاسَبُ حِسَابًا يَسِيرًا
Gujarati Translation - Rabella Al-Omari૮. તેનો હિસાબ તો ખુબ જ સરળ લેવામાં આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَيَنقَلِبُ إِلَىٰٓ أَهْلِهِۦ مَسْرُورًا
Gujarati Translation - Rabella Al-Omari૯. અને તે પોતાના ઘરવાળાઓ તરફ ખુશી ખુશી પાછો ફરશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأَمَّا مَنْ أُوتِىَ كِتَٰبَهُۥ وَرَآءَ ظَهْرِهِۦ
Gujarati Translation - Rabella Al-Omari૧૦. હા! જે વ્યક્તિને તેનો કર્મનોંધ તેની પીઠ પાછળથી આપવામાં આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَسَوْفَ يَدْعُوا۟ ثُبُورًا
Gujarati Translation - Rabella Al-Omari૧૧. તો તે નષ્ટતા પોકારશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَيَصْلَىٰ سَعِيرًا
Gujarati Translation - Rabella Al-Omari૧૨. અને ભડકે બળતી જહન્નમમાં દાખલ થશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّهُۥ كَانَ فِىٓ أَهْلِهِۦ مَسْرُورًا
Gujarati Translation - Rabella Al-Omari૧૩. તે પોતાના ઘરવાળાઓ સાથે (દુનિયામાં) ઘણો ખુશ હતો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّهُۥ ظَنَّ أَن لَّن يَحُورَ
Gujarati Translation - Rabella Al-Omari૧૪. તે સમજતો હતો કે તે ક્યારેય મારી તરફ પાછો નહીં આવે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
بَلَىٰٓ إِنَّ رَبَّهُۥ كَانَ بِهِۦ بَصِيرًا
Gujarati Translation - Rabella Al-Omari૧૫. કેમ નહી આવે, નિ:શંક તેનો પાલનહાર તેને સારી રીતે જોઇ રહ્યો હતો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَلَآ أُقْسِمُ بِٱلشَّفَقِ
Gujarati Translation - Rabella Al-Omari૧૬. હું સંધ્યાની લાલાશની કસમ ખાઉ છુ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱلَّيْلِ وَمَا وَسَقَ
Gujarati Translation - Rabella Al-Omari૧૭. અને રાતની અને જે કઈ તે સમેટે છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱلْقَمَرِ إِذَا ٱتَّسَقَ
Gujarati Translation - Rabella Al-Omari૧૮. અને ચંદ્રની, જ્યારે તે સંપૂર્ણ થઇ જાય છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَتَرْكَبُنَّ طَبَقًا عَن طَبَقٍ
Gujarati Translation - Rabella Al-Omari૧૯. નિ:શંક તમે એક સ્થિતિથી બીજી સ્થિતિ સુધી પહોંચશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَمَا لَهُمْ لَا يُؤْمِنُونَ
Gujarati Translation - Rabella Al-Omari૨૦. તેમને શું થઇ ગયું છે કે તેઓ ઇમાન નથી લાવતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِذَا قُرِئَ عَلَيْهِمُ ٱلْقُرْءَانُ لَا يَسْجُدُونَ
Gujarati Translation - Rabella Al-Omari૨૧. અને જ્યારે તેમની પાસે કુરઆન પઢવામાં આવે છે, તો સિજદો નથી કરતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
بَلِ ٱلَّذِينَ كَفَرُوا۟ يُكَذِّبُونَ
Gujarati Translation - Rabella Al-Omari૨૨. પરંતુ કાફિરો તો જુઠલાવી રહ્યા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱللَّهُ أَعْلَمُ بِمَا يُوعُونَ
Gujarati Translation - Rabella Al-Omari૨૩. અને અલ્લાહ તઆલા ખુબ જાણે છે, જે કંઇ તેમના દિલમાં છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ
Gujarati Translation - Rabella Al-Omari૨૪. તેઓને દુ:ખદાયક અઝાબની શુભસુચના સંભળાવી દો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ لَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍۭ
Gujarati Translation - Rabella Al-Omari૨૫. હા, જેઓ ઈમાન લાવ્યા અને નેક અમલ કર્યા તેમના માટે એવો બદલો છે, જે ક્યારેય ખતમ નહી થાય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→