caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ An-Naba النبإ

40 આયતો · મક્કા · અવતરણ ક્રમ 80

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ عَمَّ يَتَسَآءَلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧. કઈ વસ્તુ બાબતે તેઓ સવાલ કરી રહ્યા છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

عَنِ ٱلنَّبَإِ ٱلْعَظِيمِ

Gujarati Translation - Rabella Al-Omari૨. તે જબરદસ્ત ખબર વિશે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلَّذِى هُمْ فِيهِ مُخْتَلِفُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩. જેના વિશે તેઓ એકબીજાથી મતભેદ કરી રહ્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَلَّا سَيَعْلَمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪. કદાપિ નહી, તેઓ નજીકમાં જ જાણી લેશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ثُمَّ كَلَّا سَيَعْلَمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫. ફરી તેઓ નજીકમાં જ જાણી લેશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَلَمْ نَجْعَلِ ٱلْأَرْضَ مِهَٰدًا

Gujarati Translation - Rabella Al-Omari૬. શું અમે ધરતીને પાથરણું નથી બનાવ્યું?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلْجِبَالَ أَوْتَادًا

Gujarati Translation - Rabella Al-Omari૭. અને પર્વતોને ખુંટા (નથી બનાવ્યા?)

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَخَلَقْنَٰكُمْ أَزْوَٰجًا

Gujarati Translation - Rabella Al-Omari૮. અને તમને જોડકામાં પેદા કર્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَجَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًا

Gujarati Translation - Rabella Al-Omari૯. અને તમારી નિદ્રાને તમારા માટે આરામનું કારણ બનાવી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَجَعَلْنَا ٱلَّيْلَ لِبَاسًا

Gujarati Translation - Rabella Al-Omari૧૦. અને રાતને અમે પરદાનું કારણ બનાવ્યું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَجَعَلْنَا ٱلنَّهَارَ مَعَاشًا

Gujarati Translation - Rabella Al-Omari૧૧. અને દિવસને કમાણી માટે બનાવ્યો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَبَنَيْنَا فَوْقَكُمْ سَبْعًا شِدَادًا

Gujarati Translation - Rabella Al-Omari૧૨. અને અમે તમારા ઉપર સાત મજબુત (આકાશો) બનાવ્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَجَعَلْنَا سِرَاجًا وَهَّاجًا

Gujarati Translation - Rabella Al-Omari૧૩. અને એક ચમકતો દીવો (સૂર્ય) બનાવ્યો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنزَلْنَا مِنَ ٱلْمُعْصِرَٰتِ مَآءً ثَجَّاجًا

Gujarati Translation - Rabella Al-Omari૧૪. અને અમે જ ભરેલા વાદળો માંથી મુશળધાર વરસાદ વરસાવ્યો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لِّنُخْرِجَ بِهِۦ حَبًّا وَنَبَاتًا

Gujarati Translation - Rabella Al-Omari૧૫. જેથી તેનાથી અમે અનાજ અને વનસ્પતિ ઉપજાવીએ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَجَنَّٰتٍ أَلْفَافًا

Gujarati Translation - Rabella Al-Omari૧૬. અને હર્યા-ભર્યા બાગ. (પણ ઉપજાવીએ)

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ يَوْمَ ٱلْفَصْلِ كَانَ مِيقَٰتًا

Gujarati Translation - Rabella Al-Omari૧૭. નિ:શંક ફેસલાનો દિવસ એક નક્કી કરેલ સમય છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَوْمَ يُنفَخُ فِى ٱلصُّورِ فَتَأْتُونَ أَفْوَاجًا

Gujarati Translation - Rabella Al-Omari૧૮. જે દિવસે સૂર ફુકવામાં આવશે, પછી તમે જુથ ના જુથ નીકળી આવશો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَفُتِحَتِ ٱلسَّمَآءُ فَكَانَتْ أَبْوَٰبًا

Gujarati Translation - Rabella Al-Omari૧૯. અને આકાશ ખોલી નાખવામાં આવશે . તેમાં દ્વાર જ દ્વાર થઇ જશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَسُيِّرَتِ ٱلْجِبَالُ فَكَانَتْ سَرَابًا

Gujarati Translation - Rabella Al-Omari૨૦. અને પર્વતને ચલાવવામાં આવશે, તો તે ચમકતી રેતીની જેમ બની જશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَادًا

Gujarati Translation - Rabella Al-Omari૨૧. નિ:શંક જહન્નમ ઘાતમાં છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لِّلطَّٰغِينَ مَـَٔابًا

Gujarati Translation - Rabella Al-Omari૨૨. જે દુરાચારીઓનું ઠેકાણુ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَّٰبِثِينَ فِيهَآ أَحْقَابًا

Gujarati Translation - Rabella Al-Omari૨૩. જેમાં તેઓ અગણિત વર્ષો સુધી એવી રીતે પડ્યા હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَّا يَذُوقُونَ فِيهَا بَرْدًا وَلَا شَرَابًا

Gujarati Translation - Rabella Al-Omari૨૪. કે ન તો તેઓ ત્યાં કોઈ ઠંડકનો સ્વાદ ચાખશે અને ન તો પીવા માટે પીણુંનો સ્વાદ ચાખી શકશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِلَّا حَمِيمًا وَغَسَّاقًا

Gujarati Translation - Rabella Al-Omari૨૫. સિવાય ગરમ પાણી અને (વહેતુ) પરૂ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

جَزَآءً وِفَاقًا

Gujarati Translation - Rabella Al-Omari૨૬. આ (તેમનો) સંપૂર્ણ બદલો હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّهُمْ كَانُوا۟ لَا يَرْجُونَ حِسَابًا

Gujarati Translation - Rabella Al-Omari૨૭. તેઓ હિસાબની આશા જ નહતા રાખતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَكَذَّبُوا۟ بِـَٔايَٰتِنَا كِذَّابًا

Gujarati Translation - Rabella Al-Omari૨૮. અને હંમેશા અમારી આયતોને જુઠલાવતા હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَكُلَّ شَىْءٍ أَحْصَيْنَٰهُ كِتَٰبًا

Gujarati Translation - Rabella Al-Omari૨૯. અને અમે દરેક વસ્તુને લખીને સુરક્ષિત રાખી છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَذُوقُوا۟ فَلَن نَّزِيدَكُمْ إِلَّا عَذَابًا

Gujarati Translation - Rabella Al-Omari૩૦. (અને તેમને કહેવામાં આવશે) કે હવે સ્વાદ ચાખો, અમે તમારા માટે અઝાબ સિવાય બીજી કોઈ વસ્તુમાં વધારો નહીં કરીએ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ لِلْمُتَّقِينَ مَفَازًا

Gujarati Translation - Rabella Al-Omari૩૧. નિ:શંક ડરવા વાળાઓ માટે જ સફળતા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

حَدَآئِقَ وَأَعْنَٰبًا

Gujarati Translation - Rabella Al-Omari૩૨. બગીચાઓ અને દ્રાક્ષ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَكَوَاعِبَ أَتْرَابًا

Gujarati Translation - Rabella Al-Omari૩૩. અને નવયુવાન અને સરખી વયની કુમારિકાઓ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَكَأْسًا دِهَاقًا

Gujarati Translation - Rabella Al-Omari૩૪. અને છલકાતા પ્યાલા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَّا يَسْمَعُونَ فِيهَا لَغْوًا وَلَا كِذَّٰبًا

Gujarati Translation - Rabella Al-Omari૩૫. ત્યાં ન તો બકવાસ સાંભળશે અને ન તો કોઈ જુઠી વાત.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

جَزَآءً مِّن رَّبِّكَ عَطَآءً حِسَابًا

Gujarati Translation - Rabella Al-Omari૩૬. આ તમારા પાલનહાર તરફથી બદલો હશે, જે પોતાના કર્મ પ્રમાણે મળશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

رَّبِّ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَا ٱلرَّحْمَٰنِ لَا يَمْلِكُونَ مِنْهُ خِطَابًا

Gujarati Translation - Rabella Al-Omari૩૭. જે આકાશો અને જમીન અને જે કાંઇ પણ તેમની વચ્ચે છે, તેનો પાલનહાર છે, અને તે ખુબજ રહમકરવાવાળો છે, (તે દિવસે) કોઇને પણ તેનાથી વાતચીત કરવાનો અધિકાર નહી હોય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَوْمَ يَقُومُ ٱلرُّوحُ وَٱلْمَلَٰٓئِكَةُ صَفًّا لَّا يَتَكَلَّمُونَ إِلَّا مَنْ أَذِنَ لَهُ ٱلرَّحْمَٰنُ وَقَالَ صَوَابًا

Gujarati Translation - Rabella Al-Omari૩૮. જે દિવસે રૂહ અને ફરિશ્તાઓ કતારબંધ ઉભા હશે, કોઇ વાત નહી કરી શકે સિવાય તે, જેને અત્યંત દયાળુ પરવાનગી આપે, અને જે યોગ્ય વાત કહેશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ذَٰلِكَ ٱلْيَوْمُ ٱلْحَقُّ فَمَن شَآءَ ٱتَّخَذَ إِلَىٰ رَبِّهِۦ مَـَٔابًا

Gujarati Translation - Rabella Al-Omari૩૯. તે દિવસ નિશ્ર્ચિત છે. હવે જે ઇચ્છે તે પોતાના પાલનહાર પાસે (સારા કાર્યો) કરી ઠેકાણુ બનાવી લે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّآ أَنذَرْنَٰكُمْ عَذَابًا قَرِيبًا يَوْمَ يَنظُرُ ٱلْمَرْءُ مَا قَدَّمَتْ يَدَاهُ وَيَقُولُ ٱلْكَافِرُ يَٰلَيْتَنِى كُنتُ تُرَٰبًۢا

Gujarati Translation - Rabella Al-Omari૪૦. નિ:શંક અમે તમને નજીકમાં જ આવનારા અઝાબથી ડરાવી દીધા, જે દિવસે માનવી તેના હાથોએ કરેલા (કર્મ) જોઇ લેશે, અને કાફિર કહેશે કે કાશ! હું માટી હોત.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70