caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ An-Naazi'aat النازعات

46 આયતો · મક્કા · અવતરણ ક્રમ 81

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلنَّٰزِعَٰتِ غَرْقًا

Gujarati Translation - Rabella Al-Omari૧. કસમ છે તે (ફરિશ્તાઓની) જેઓ (કાફિરોની રૂહ) સખતી સાથે ખેંચે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلنَّٰشِطَٰتِ نَشْطًا

Gujarati Translation - Rabella Al-Omari૨. અને તે (ફરિશ્તાની) કસમ! જે (મોમિનોની રૂહ) નરમી સાથે ખોલી નાખે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلسَّٰبِحَٰتِ سَبْحًا

Gujarati Translation - Rabella Al-Omari૩. અને તેમની કસમ! જે સૃષ્ટિમાં ઝડપથી તરે-ફરે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱلسَّٰبِقَٰتِ سَبْقًا

Gujarati Translation - Rabella Al-Omari૪. પછી દોડીને એકબીજાથી આગળ વધનારાઓની કસમ!

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱلْمُدَبِّرَٰتِ أَمْرًا

Gujarati Translation - Rabella Al-Omari૫. પછી તેમની કસમ! જેઓ આદેશ મળ્યા પછી તેને (પૂરો કરવાની) વ્યવસ્થા કરે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَوْمَ تَرْجُفُ ٱلرَّاجِفَةُ

Gujarati Translation - Rabella Al-Omari૬. જે દિવસ ધ્રુજવાવાળી જમીન ધ્રુજવા લાગશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

تَتْبَعُهَا ٱلرَّادِفَةُ

Gujarati Translation - Rabella Al-Omari૭. ત્યારપછી એકબીજો ઝટકો આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قُلُوبٌ يَوْمَئِذٍ وَاجِفَةٌ

Gujarati Translation - Rabella Al-Omari૮. તેનાથી (કેટલાક) હૃદય ધ્રુજી રહ્યા હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَبْصَٰرُهَا خَٰشِعَةٌ

Gujarati Translation - Rabella Al-Omari૯. તેમની આંખો ઝુકેલી હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَقُولُونَ أَءِنَّا لَمَرْدُودُونَ فِى ٱلْحَافِرَةِ

Gujarati Translation - Rabella Al-Omari૧૦. તે મક્કાનાં કાફિરો કહેશે કે શું અમે ફરી પહેલાની સ્થિતિમાં લાવવામાં આવીશું?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَءِذَا كُنَّا عِظَٰمًا نَّخِرَةً

Gujarati Translation - Rabella Al-Omari૧૧. તે સમયે જ્યારે કે અમે ઓગળી ગયેલા હાડકા થઇ જઇશું?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالُوا۟ تِلْكَ إِذًا كَرَّةٌ خَاسِرَةٌ

Gujarati Translation - Rabella Al-Omari૧૨. કહે છે, પછી તો આ પાછુ ફરવુ નુકશાનકારક રહેશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَإِنَّمَا هِىَ زَجْرَةٌ وَٰحِدَةٌ

Gujarati Translation - Rabella Al-Omari૧૩. સત્ય વાત એ છે કે તે એક સખત અવાજ હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَإِذَا هُم بِٱلسَّاهِرَةِ

Gujarati Translation - Rabella Al-Omari૧૪. તેના પછી તેઓ એક સપાટ મેદાનમાં હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

هَلْ أَتَىٰكَ حَدِيثُ مُوسَىٰٓ

Gujarati Translation - Rabella Al-Omari૧૫. શું તમને મૂસા ની વાત પહોંચી છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِذْ نَادَىٰهُ رَبُّهُۥ بِٱلْوَادِ ٱلْمُقَدَّسِ طُوًى

Gujarati Translation - Rabella Al-Omari૧૬. જ્યારે પવિત્ર ઘાટી “તૂવા” માં તેમને તેમના પાલનહારે પોકાર્યો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱذْهَبْ إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُۥ طَغَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧૭. (કે) તમે ફિરઔન પાસે જાઓ, તે વિદ્રોહી બની ગયો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَقُلْ هَل لَّكَ إِلَىٰٓ أَن تَزَكَّىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧૮. અને તેને કહો, શું તું તારી ઈસ્લાહ કરવા ઈચ્છે છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَهْدِيَكَ إِلَىٰ رَبِّكَ فَتَخْشَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧૯. અને એ કે હું તને તારા પાલનહારનો માર્ગ બતાવું, જેથી તુ (તેનાથી) ડરવા લાગે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَرَىٰهُ ٱلْـَٔايَةَ ٱلْكُبْرَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૨૦. પછી તેને (મૂસાએ) મોટી નિશાની બતાવી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَكَذَّبَ وَعَصَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૨૧. તો તેણે જુઠલાવ્યું અને અવગણના કરી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ثُمَّ أَدْبَرَ يَسْعَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૨૨. પછી પીઠ બતાવીને યુક્તિઓ કરવા લાગ્યો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَحَشَرَ فَنَادَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૨૩. તેણે સૌને ભેગા કરી પોકાર્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَقَالَ أَنَا۠ رَبُّكُمُ ٱلْأَعْلَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૨૪. કહેવા લાગ્યો, હું તમારા સૌનો ઉચ્ચ પાલનહાર છું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَخَذَهُ ٱللَّهُ نَكَالَ ٱلْـَٔاخِرَةِ وَٱلْأُولَىٰٓ

Gujarati Translation - Rabella Al-Omari૨૫. તો અલ્લાહ તેને આખિરત અને દુનિયાના અઝાબમાં પકડી લીધો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ فِى ذَٰلِكَ لَعِبْرَةً لِّمَن يَخْشَىٰٓ

Gujarati Translation - Rabella Al-Omari૨૬. આ કિસ્સામાં નસીહત છે, તે વ્યક્તિ માટે જે (અલ્લાહની પકડથી) ડરતો હોય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ءَأَنتُمْ أَشَدُّ خَلْقًا أَمِ ٱلسَّمَآءُ بَنَىٰهَا

Gujarati Translation - Rabella Al-Omari૨૭. શું તમને પેદા કરવું વધારે મુશ્કેલ છે કે આકાશનું? જેને તેણે બનાવ્યું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

رَفَعَ سَمْكَهَا فَسَوَّىٰهَا

Gujarati Translation - Rabella Al-Omari૨૮. તેની છત ઊંચી ઉઠાવી અને તેને સંતુલન આપ્યું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَغْطَشَ لَيْلَهَا وَأَخْرَجَ ضُحَىٰهَا

Gujarati Translation - Rabella Al-Omari૨૯. અને તેની રાતને અંધારી બનાવી અને દિવસને પ્રકાશિત કર્યો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلْأَرْضَ بَعْدَ ذَٰلِكَ دَحَىٰهَآ

Gujarati Translation - Rabella Al-Omari૩૦. અને ત્યારપછી ધરતીને (સમતોલ) પાથરી દીધી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَخْرَجَ مِنْهَا مَآءَهَا وَمَرْعَىٰهَا

Gujarati Translation - Rabella Al-Omari૩૧. તેનાથી પાણી અને ઘાસ-ચારો ઉપજાવ્યો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلْجِبَالَ أَرْسَىٰهَا

Gujarati Translation - Rabella Al-Omari૩૨. અને પર્વતોને (સખત) ઠોસી દીધા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مَتَٰعًا لَّكُمْ وَلِأَنْعَٰمِكُمْ

Gujarati Translation - Rabella Al-Omari૩૩. આ બધુ તમારા અને તમારા પશુઓના લાભ માટે (છે).

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَإِذَا جَآءَتِ ٱلطَّآمَّةُ ٱلْكُبْرَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૩૪. તો જ્યારે મોટી આફત આવી જશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَوْمَ يَتَذَكَّرُ ٱلْإِنسَٰنُ مَا سَعَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૩૫. તે દિવસ માનવી પોતાના કર્મોને યાદ કરશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَبُرِّزَتِ ٱلْجَحِيمُ لِمَن يَرَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૩૬. અને (દરેક) જોવાવાળા સામે જહન્નમ લાવવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَمَّا مَن طَغَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૩૭. તો જે (માનવીએ) અવજ્ઞા કરી (હશે).

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَءَاثَرَ ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا

Gujarati Translation - Rabella Al-Omari૩૮. અને દુન્યવી જીવનને પ્રાથમિકતા આપી (હશે).

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَإِنَّ ٱلْجَحِيمَ هِىَ ٱلْمَأْوَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૩૯. (તેનું) ઠેકાણું જહન્નમ જ હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِۦ وَنَهَى ٱلنَّفْسَ عَنِ ٱلْهَوَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૪૦. હા! જે વ્યક્તિ પોતાના પાલનહાર સામે (સવાલોના જવાબ આપવા માટે) ઉભો રહેવાથી ડરતો રહ્યો, અને પોતાના મનને મનમાની કરવાથી રોકી રાખ્યું હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَإِنَّ ٱلْجَنَّةَ هِىَ ٱلْمَأْوَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૪૧. તો જન્નત જ તેનું ઠેકાણું હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَسْـَٔلُونَكَ عَنِ ٱلسَّاعَةِ أَيَّانَ مُرْسَىٰهَا

Gujarati Translation - Rabella Al-Omari૪૨. આ લોકો તમને કયામત વિશે પૂછે છે કે તે ક્યારે આવશે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فِيمَ أَنتَ مِن ذِكْرَىٰهَآ

Gujarati Translation - Rabella Al-Omari૪૩. તમને તેની ચર્ચા કરવાની શી જરૂર?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِلَىٰ رَبِّكَ مُنتَهَىٰهَآ

Gujarati Translation - Rabella Al-Omari૪૪. તેનું જ્ઞાન તો તમારા પાલનહાર પાસે જ ખત્મ થાય છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّمَآ أَنتَ مُنذِرُ مَن يَخْشَىٰهَا

Gujarati Translation - Rabella Al-Omari૪૫. તમે તો ફકત એક ડરાવનાર છો, તે વ્યક્તિને જે તેનાથી ડરી જાય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَأَنَّهُمْ يَوْمَ يَرَوْنَهَا لَمْ يَلْبَثُوٓا۟ إِلَّا عَشِيَّةً أَوْ ضُحَىٰهَا

Gujarati Translation - Rabella Al-Omari૪૬. જે દિવસ તેઓ તેને જોઇ લેશે તો તેમને એવું લાગશે કે તેઓ (દુનિયામાં) ફકતએક દિવસની સાંજ અથવા તેની પહોર રોકાયા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70