caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Jinn الجن

28 આયતો · મક્કા · અવતરણ ક્રમ 40

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ قُلْ أُوحِىَ إِلَىَّ أَنَّهُ ٱسْتَمَعَ نَفَرٌ مِّنَ ٱلْجِنِّ فَقَالُوٓا۟ إِنَّا سَمِعْنَا قُرْءَانًا عَجَبًا

Gujarati Translation - Rabella Al-Omari૧. (હે મુહમ્મદ) તમે તેમને કહી દો કે મને વહી કરવામાં આવી છે કે જિન્નાતોના એક જૂથે આ (કુરઆનને) ધ્યાનથી સાંભળ્યુ પછી (પોતાની કોમ તરફ જઈને) કહ્યુ કે અમે અદ્- ભૂત કુરઆન સાંભળ્યુ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَهْدِىٓ إِلَى ٱلرُّشْدِ فَـَٔامَنَّا بِهِۦ وَلَن نُّشْرِكَ بِرَبِّنَآ أَحَدًا

Gujarati Translation - Rabella Al-Omari૨. જે ભલાઈનો માર્ગ બતાવે છે. એટલે અમે તેના પર ઇમાન લઇ આવ્યા. અને અમે કદાપિ કોઇને પણ પોતાના પાલનહારનો ભાગીદાર નહી ઠેરવીએ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنَّهُۥ تَعَٰلَىٰ جَدُّ رَبِّنَا مَا ٱتَّخَذَ صَٰحِبَةً وَلَا وَلَدًا

Gujarati Translation - Rabella Al-Omari૩. અને નિ:શંક અમારા પાલનહારનું ગૌરવ ખુબ જ બુલંદ છે. ન તેણે કોઇને (પોતાની) પત્નિ બનાવી અને ન તો દીકરો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنَّهُۥ كَانَ يَقُولُ سَفِيهُنَا عَلَى ٱللَّهِ شَطَطًا

Gujarati Translation - Rabella Al-Omari૪. અને એ કે આપણા માંથી મૂર્ખ લોકો અલ્લાહ વિશે જુઠી વાત ઘડતા રહે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنَّا ظَنَنَّآ أَن لَّن تَقُولَ ٱلْإِنسُ وَٱلْجِنُّ عَلَى ٱللَّهِ كَذِبًا

Gujarati Translation - Rabella Al-Omari૫. અને એ કે અમે તો એવું જ સમજતા હતા કે માનવી અને જિન્નાત અલ્લાહ વિશે કદાપી જૂઠ બોલી નથી શકતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنَّهُۥ كَانَ رِجَالٌ مِّنَ ٱلْإِنسِ يَعُوذُونَ بِرِجَالٍ مِّنَ ٱلْجِنِّ فَزَادُوهُمْ رَهَقًا

Gujarati Translation - Rabella Al-Omari૬. અને એ કે માનવીઓ માંથી કેટલાક જિન્નાતોથી શરણ માંગતા હતા. જેનાથી જિન્નાતોનાં ઘમંડમાં વધારો થયો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنَّهُمْ ظَنُّوا۟ كَمَا ظَنَنتُمْ أَن لَّن يَبْعَثَ ٱللَّهُ أَحَدًا

Gujarati Translation - Rabella Al-Omari૭. અને એ કે માનવીઓ પણ એવું જ સમજતા હતા કે જેવું તામે સમજો છો કે અલ્લાહ કોઇને પણ ક્યારેય બીજીવાર જીવીત નહીં કરે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنَّا لَمَسْنَا ٱلسَّمَآءَ فَوَجَدْنَٰهَا مُلِئَتْ حَرَسًا شَدِيدًا وَشُهُبًا

Gujarati Translation - Rabella Al-Omari૮. અને એ કે અમે આકાશને ચકાસ્યું તો તેને સખત ચોકીદારો અને સખત અંગારાઓથી છવાયેલુ જોયુ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنَّا كُنَّا نَقْعُدُ مِنْهَا مَقَٰعِدَ لِلسَّمْعِ فَمَن يَسْتَمِعِ ٱلْـَٔانَ يَجِدْ لَهُۥ شِهَابًا رَّصَدًا

Gujarati Translation - Rabella Al-Omari૯. અને એ કે પહેલા અમે વાતો સાંભળવા માટે આકાશમાં જ્ગ્યાએ જ્ગ્યાએ બેસી જતા હતા, હવે જે પણ કાન લગાવશે તો તે એક અંગારાને પોતાની લાગમાં જોશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنَّا لَا نَدْرِىٓ أَشَرٌّ أُرِيدَ بِمَن فِى ٱلْأَرْضِ أَمْ أَرَادَ بِهِمْ رَبُّهُمْ رَشَدًا

Gujarati Translation - Rabella Al-Omari૧૦. અને એ કે અમે ન જાણી શક્યા કે ધરતીવાળાઓ સાથે કોઇ ખરાબ વર્તનનો ઇરાદો છે અથવા તેમના પાલનહારનો ઇરાદો તેમની સાથે ભલાઇનો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنَّا مِنَّا ٱلصَّٰلِحُونَ وَمِنَّا دُونَ ذَٰلِكَ كُنَّا طَرَآئِقَ قِدَدًا

Gujarati Translation - Rabella Al-Omari૧૧. અને એ કે અમારા માંથી કેટલાક તો સદાચારીઓ છે. અને કેટલાક તેના કરતા નીચા દરજજાના છે, અમે વિવિધ તરીકા પર વહેંચાયેલા છીએ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنَّا ظَنَنَّآ أَن لَّن نُّعْجِزَ ٱللَّهَ فِى ٱلْأَرْضِ وَلَن نُّعْجِزَهُۥ هَرَبًا

Gujarati Translation - Rabella Al-Omari૧૨. અને અમને યકીન થઇ ગયું છે કે અમે અલ્લાહ તઆલાને ધરતી પર કદાપિ અક્ષમ નહી કરી શકીએ અને ન અમે દોડીને તેને હરાવી શકીએ છીએ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنَّا لَمَّا سَمِعْنَا ٱلْهُدَىٰٓ ءَامَنَّا بِهِۦ فَمَن يُؤْمِنۢ بِرَبِّهِۦ فَلَا يَخَافُ بَخْسًا وَلَا رَهَقًا

Gujarati Translation - Rabella Al-Omari૧૩. અને એ કે જ્યારે હિદયાત (ની વાત) સાંભળી તો અમે તેના પર ઇમાન લઈ લાવ્યા અને જે કોઈ પોતાના પાલનહાર પર ઇમાન લાવશે, તેને ન કોઇ નુકસાન નો ભય હશે અને ન તો અત્યાચારનો ભય હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنَّا مِنَّا ٱلْمُسْلِمُونَ وَمِنَّا ٱلْقَٰسِطُونَ فَمَنْ أَسْلَمَ فَأُو۟لَٰٓئِكَ تَحَرَّوْا۟ رَشَدًا

Gujarati Translation - Rabella Al-Omari૧૪. અને એ કે અમારામાંથી કેટલાક તો મુસલમાન છે અને કેટલાક અન્યાયી છે. બસ! જે આજ્ઞાકારી બની ગયા તેમણે સત્ય માર્ગ શોધી લીધો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَمَّا ٱلْقَٰسِطُونَ فَكَانُوا۟ لِجَهَنَّمَ حَطَبًا

Gujarati Translation - Rabella Al-Omari૧૫. અને જે અન્યાયી લોકો છે તે જહન્નમનું ઇંધણ બનશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَلَّوِ ٱسْتَقَٰمُوا۟ عَلَى ٱلطَّرِيقَةِ لَأَسْقَيْنَٰهُم مَّآءً غَدَقًا

Gujarati Translation - Rabella Al-Omari૧૬. અને જો લોકો સત્ય માર્ગ પર સીધા ચાલતા તો ખરેખર અમે તેમને પુષ્કળ માત્રામાં પાણી પીવડાવતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لِّنَفْتِنَهُمْ فِيهِ وَمَن يُعْرِضْ عَن ذِكْرِ رَبِّهِۦ يَسْلُكْهُ عَذَابًا صَعَدًا

Gujarati Translation - Rabella Al-Omari૧૭. જેથી અમે આ નેઅમત વડે તેમની કસોટી કરીએ અને જે વ્યક્તિ પોતાના પાલનહારના ઝિકરથી મોઢું ફેરવી લેશે તો અલ્લાહ તઆલા તેને સખત અઝાબમાં નાખી દેશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنَّ ٱلْمَسَٰجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا۟ مَعَ ٱللَّهِ أَحَدًا

Gujarati Translation - Rabella Al-Omari૧૮. અને એ કે મસ્જિદો ફકત અલ્લાહ માટે જ છે. બસ! અલ્લાહ તઆલા સાથે કોઇ અન્યને ન પોકારો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنَّهُۥ لَمَّا قَامَ عَبْدُ ٱللَّهِ يَدْعُوهُ كَادُوا۟ يَكُونُونَ عَلَيْهِ لِبَدًا

Gujarati Translation - Rabella Al-Omari૧૯. અને જ્યારે અલ્લાહનો બંદો (રસૂલ) તેની બંદગી માટે ઉભો થયો તો નજીકમાં જ જૂથના જૂથ તેની ઉપર તુટી પડવા માટે તૈયાર થઇ ગયા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قُلْ إِنَّمَآ أَدْعُوا۟ رَبِّى وَلَآ أُشْرِكُ بِهِۦٓ أَحَدًا

Gujarati Translation - Rabella Al-Omari૨૦. તમે તેમને કહી દો કે હું તો ફકત મારા પાલનહારને જ પોકારુ છું અને તેની સાથે કોઇને પણ ભાગીદાર નથી ઠેરવતો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قُلْ إِنِّى لَآ أَمْلِكُ لَكُمْ ضَرًّا وَلَا رَشَدًا

Gujarati Translation - Rabella Al-Omari૨૧. કહી દો કે હું તમારા માટે કોઇ નુકસાન અને ફાયદાનો અધિકાર નથી ધરાવતો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قُلْ إِنِّى لَن يُجِيرَنِى مِنَ ٱللَّهِ أَحَدٌ وَلَنْ أَجِدَ مِن دُونِهِۦ مُلْتَحَدًا

Gujarati Translation - Rabella Al-Omari૨૨. કહી દો કે મને અલ્લાહથી કોઈ નહી બચાવી શકે અને હું તેના સિવાય કોઈ આશરો નહી મેળવી શકું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِلَّا بَلَٰغًا مِّنَ ٱللَّهِ وَرِسَٰلَٰتِهِۦ وَمَن يَعْصِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَإِنَّ لَهُۥ نَارَ جَهَنَّمَ خَٰلِدِينَ فِيهَآ أَبَدًا

Gujarati Translation - Rabella Al-Omari૨૩. પરંતુ હું અલ્લાહની વાત અને તેના આદેશો (લોકો સુધી) પહોંચાડી દઉ, (હવે) જે કોઈ અલ્લાહ અને તેના પયગંબરનું કહ્યું નહીં માને, તેના માટે જહન્નમ ની આગ છે, જેમાં તેઓ હંમેશા રહેશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

حَتَّىٰٓ إِذَا رَأَوْا۟ مَا يُوعَدُونَ فَسَيَعْلَمُونَ مَنْ أَضْعَفُ نَاصِرًا وَأَقَلُّ عَدَدًا

Gujarati Translation - Rabella Al-Omari૨૪. (આ લોકો પોતાના માર્ગથી અહી હટે) અહીં સુધી કે તેઓ તેને (અઝાબ) જોઇ ન લે, જેનું વચન તેમને આપવામાં આવે છે, બસ! નજીકમાં જ જાણી લેશે કે કોના મદદગાર નિર્બળ અને કોનું જૂથ ઓછું છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قُلْ إِنْ أَدْرِىٓ أَقَرِيبٌ مَّا تُوعَدُونَ أَمْ يَجْعَلُ لَهُۥ رَبِّىٓ أَمَدًا

Gujarati Translation - Rabella Al-Omari૨૫. કહી દો કે મને ખબર નથી કે જેનું વચન (અઝાબ) તમને આપવામાં આવે છે, તે નજીક છે અથવા તેના માટે મારો પાલનહાર લાંબો સમયગાળો નક્કી કરી દે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

عَٰلِمُ ٱلْغَيْبِ فَلَا يُظْهِرُ عَلَىٰ غَيْبِهِۦٓ أَحَدًا

Gujarati Translation - Rabella Al-Omari૨૬. તે ગૈબ જાણવાવાળો છે અને તે પોતાના ગૈબની જાણ કોઈને નથી આપતો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِلَّا مَنِ ٱرْتَضَىٰ مِن رَّسُولٍ فَإِنَّهُۥ يَسْلُكُ مِنۢ بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِۦ رَصَدًا

Gujarati Translation - Rabella Al-Omari૨૭. સિવાય એવા પયગંબરને, જેને તે (કોઈ ગૈબની વાત જણાવવાનું) પસંદ કરે, પછી તે (વહી)ની આગળ-પાછળ ચોકીદાર નક્કી કરી દે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لِّيَعْلَمَ أَن قَدْ أَبْلَغُوا۟ رِسَٰلَٰتِ رَبِّهِمْ وَأَحَاطَ بِمَا لَدَيْهِمْ وَأَحْصَىٰ كُلَّ شَىْءٍ عَدَدًۢا

Gujarati Translation - Rabella Al-Omari૨૮. જેથી તે જાણી લે કે તેઓએ પોતાના પાલનહારનાં આદેશો પહોચાડી દીધા છે, અને તે તેમની દરેક સ્થિતિને ઘેરી રાખી છે, અને તેણે દરેક વસ્તુની સંપૂર્ણ રીતે ગણતરી કરી રાખી છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70