મુખ્ય પૃષ્ઠ › સૂરહ › સૂરહ Al-Burooj
સૂરહ Al-Burooj البروج
22 આયતો · મક્કા · અવતરણ ક્રમ 27
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلسَّمَآءِ ذَاتِ ٱلْبُرُوجِ
Gujarati Translation - Rabella Al-Omari ૧. બુરૂજોવાળા આકાશની કસમ!
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱلْيَوْمِ ٱلْمَوْعُودِ
Gujarati Translation - Rabella Al-Omari ૨. અને તે દિવસની, જેનું વચન આપવામાં આવ્યું છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَشَاهِدٍ وَمَشْهُودٍ
Gujarati Translation - Rabella Al-Omari ૩. હાજર થવાવાળા અને હાજર કરેલાની કસમ!
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قُتِلَ أَصْحَٰبُ ٱلْأُخْدُودِ
Gujarati Translation - Rabella Al-Omari ૪. અલ્લાહની લઅનત છે, તે ખાડા (ખોદનાર) લોકો પર.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ٱلنَّارِ ذَاتِ ٱلْوَقُودِ
Gujarati Translation - Rabella Al-Omari ૫. જેમાં ઇંધણવાળી આગ હતી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِذْ هُمْ عَلَيْهَا قُعُودٌ
Gujarati Translation - Rabella Al-Omari ૬. જ્યારે કે તે લોકો તેની આજુબાજુ બેઠા હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَهُمْ عَلَىٰ مَا يَفْعَلُونَ بِٱلْمُؤْمِنِينَ شُهُودٌ
Gujarati Translation - Rabella Al-Omari ૭. અને જે કઈ ઈમાનવાળાઓ સાથે કરી રહ્યા હતા, તેને પોતાની સામે જોઇ રહ્યા હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَمَا نَقَمُوا۟ مِنْهُمْ إِلَّآ أَن يُؤْمِنُوا۟ بِٱللَّهِ ٱلْعَزِيزِ ٱلْحَمِيدِ
Gujarati Translation - Rabella Al-Omari ૮. અને તે લોકોને ઇમાનવાળાઓની આ જ વાત ખરાબ લાગતી હતી કે તેઓ અલ્લાહ પર ઈમાન લાવ્યા હતા, જે પ્રભુત્વશાળી અને દરેક પ્રશંસાને લાયક છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ٱلَّذِى لَهُۥ مُلْكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَىْءٍ شَهِيدٌ
Gujarati Translation - Rabella Al-Omari ૯. આકાશો અને જમીન પર બાદશાહત તેની જ છે અને દરેક વસ્તુ અલ્લાહ તઆલાની સામે જ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّ ٱلَّذِينَ فَتَنُوا۟ ٱلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَٰتِ ثُمَّ لَمْ يَتُوبُوا۟ فَلَهُمْ عَذَابُ جَهَنَّمَ وَلَهُمْ عَذَابُ ٱلْحَرِيقِ
Gujarati Translation - Rabella Al-Omari ૧૦. જે લોકોએ મોમિન પુરૂષો અને સ્ત્રીઓ ઉપર અત્યાચાર કર્યો, પછી તૌબા (પણ) ન કરી તો તેમના માટે જહન્નમનો અઝાબ છે અને તેમના માટે એવો અઝાબ છે, જે તેમને ભષ્મ કરી દેશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ لَهُمْ جَنَّٰتٌ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَٰرُ ذَٰلِكَ ٱلْفَوْزُ ٱلْكَبِيرُ
Gujarati Translation - Rabella Al-Omari ૧૧. નિ:શંક ઇમાન લાવ્યા અને નેક કામ કર્યા, તેમના માટે એવા બગીચા છે, જેની નીચે નહેરો વહી રહી છે. આ જ ભવ્ય સફળતા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِيدٌ
Gujarati Translation - Rabella Al-Omari ૧૨. નિ:શંક તારા પાલનહારની પકડ ખુબ જ સખત છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّهُۥ هُوَ يُبْدِئُ وَيُعِيدُ
Gujarati Translation - Rabella Al-Omari ૧૩. તે જ પહેલી વાર સર્જન કરે છે અને તે જ ફરીવાર સર્જન કરશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَهُوَ ٱلْغَفُورُ ٱلْوَدُودُ
Gujarati Translation - Rabella Al-Omari ૧૪. તે ખૂબ માફ કરવાવાળો અને ખુબ જ મોહબ્બત કરનાર છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ذُو ٱلْعَرْشِ ٱلْمَجِيدُ
Gujarati Translation - Rabella Al-Omari ૧૫. અર્શનો માલિક ઉચ્ચ પ્રતિષ્ઠા વાળો છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَعَّالٌ لِّمَا يُرِيدُ
Gujarati Translation - Rabella Al-Omari ૧૬. જે ઇચ્છે, તેને કરી નાખનાર છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
هَلْ أَتَىٰكَ حَدِيثُ ٱلْجُنُودِ
Gujarati Translation - Rabella Al-Omari ૧૭. શું તમારી પાસે સેનાઓની સુચના પહોંચી છે.?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فِرْعَوْنَ وَثَمُودَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૮. (એટલે કે) ફિરઔન અને ષમૂદના (લશ્કરોની)
આ આયતના તમામ અનુવાદો જુઓ →
بَلِ ٱلَّذِينَ كَفَرُوا۟ فِى تَكْذِيبٍ
Gujarati Translation - Rabella Al-Omari ૧૯. પરંતુ કાફિરો તો જુઠલાવવામાં લાગેલા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱللَّهُ مِن وَرَآئِهِم مُّحِيطٌۢ
Gujarati Translation - Rabella Al-Omari ૨૦. અને અલ્લાહ તઆલાએ પણ તેઓને દરેક બાજુથી ઘેરી રાખ્યા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
بَلْ هُوَ قُرْءَانٌ مَّجِيدٌ
Gujarati Translation - Rabella Al-Omari ૨૧. પરંતુ આ કુરઆન છે. ઉચ્ચ દરજ્જાવાળુ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فِى لَوْحٍ مَّحْفُوظٍۭ
Gujarati Translation - Rabella Al-Omari ૨૨. લૌહે મહફૂઝ માં (લખેલું) છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
← સૂરહ Al-Inshiqaaq
સૂરહ At-Taariq →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→
Arabic text and translations via Tanzil and QuranEnc — verbatim, unmodified · Translations belong to their translators and are not the Qur'an itself
આ સંશોધન સહાયક છે; ધાર્મિક ચુકાદાનો સ્રોત નથી.