caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Nooh نوح

28 આયતો · મક્કા · અવતરણ ક્રમ 71

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ إِنَّآ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِۦٓ أَنْ أَنذِرْ قَوْمَكَ مِن قَبْلِ أَن يَأْتِيَهُمْ عَذَابٌ أَلِيمٌ

Gujarati Translation - Rabella Al-Omari૧. નિ:શંક અમે નૂહ ને તેમની કોમ તરફ (પયગંબર) બનાવી મોક્લ્યા કે પોતાની કોમને (ખરાબ પરિણામથી) ડરાવી દો (અને સચેત કરી દો) તે પહેલા કે તેમનાં પર એક દુ:ખદાયી અઝાબ આવી જાય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ يَٰقَوْمِ إِنِّى لَكُمْ نَذِيرٌ مُّبِينٌ

Gujarati Translation - Rabella Al-Omari૨. (નૂહ એ) કહ્યુ, કે હે મારી કોમ! હું તમને સ્પષ્ટ રીતે ચેતવણી આપનાર છું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَنِ ٱعْبُدُوا۟ ٱللَّهَ وَٱتَّقُوهُ وَأَطِيعُونِ

Gujarati Translation - Rabella Al-Omari૩. કે તમે અલ્લાહની બંદગી કરો અને તેનાથી જ ડરો. અને મારુ કહ્યુ માનો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَغْفِرْ لَكُم مِّن ذُنُوبِكُمْ وَيُؤَخِّرْكُمْ إِلَىٰٓ أَجَلٍ مُّسَمًّى إِنَّ أَجَلَ ٱللَّهِ إِذَا جَآءَ لَا يُؤَخَّرُ لَوْ كُنتُمْ تَعْلَمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪. તો તે તમારા ગુનાહ માફ કરી દેશે અને તમને એક નિશ્ર્ચિત સમય સુધી છુટ આપશે. નિ:શંક જ્યારે અલ્લાહ તઆલાનું વચન આવી જશે, તો તેમાં વાર નહીં થાય કદાચ કે તમે આ વાત જાણતા હોત.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ رَبِّ إِنِّى دَعَوْتُ قَوْمِى لَيْلًا وَنَهَارًا

Gujarati Translation - Rabella Al-Omari૫. (નૂહ એ) કહ્યુ, હે મારા પાલનહાર! મેં પોતાની કોમને રાત દિવસ તારી (બંદગી) તરફ બોલાવ્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَلَمْ يَزِدْهُمْ دُعَآءِىٓ إِلَّا فِرَارًا

Gujarati Translation - Rabella Al-Omari૬. પરંતુ મારા બોલાવવા પર આ લોકો વધુ દૂર જવા લાગ્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِنِّى كُلَّمَا دَعَوْتُهُمْ لِتَغْفِرَ لَهُمْ جَعَلُوٓا۟ أَصَٰبِعَهُمْ فِىٓ ءَاذَانِهِمْ وَٱسْتَغْشَوْا۟ ثِيَابَهُمْ وَأَصَرُّوا۟ وَٱسْتَكْبَرُوا۟ ٱسْتِكْبَارًا

Gujarati Translation - Rabella Al-Omari૭. મેં જ્યારે પણ તેમને તારી માફી તરફ બોલાવ્યા, તો તેમણે પોતાની આંગળીઓ પોતાના કાનોમાં નાખી દીધી અને પોતાના કપડાથી (મોઢું) ઢાંકી દીધુ. અને જીદ તેમજ ઘમંડ કરવા લાગ્યા .

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ثُمَّ إِنِّى دَعَوْتُهُمْ جِهَارًا

Gujarati Translation - Rabella Al-Omari૮. પછી મેં તેમને ઊંચા અવાજે બોલાવ્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ثُمَّ إِنِّىٓ أَعْلَنتُ لَهُمْ وَأَسْرَرْتُ لَهُمْ إِسْرَارًا

Gujarati Translation - Rabella Al-Omari૯. અને નિ:શંક મેં તેમને જાહેરમાં પણ કહ્યુ અને ગુપ્ત રીતે પણ .

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَقُلْتُ ٱسْتَغْفِرُوا۟ رَبَّكُمْ إِنَّهُۥ كَانَ غَفَّارًا

Gujarati Translation - Rabella Al-Omari૧૦. અને મેં કહ્યુ, કે પોતાના પાલનહારથી પોતાના ગુનાહની માફી માંગો, તે ખરેખર ખુબ જ માફ કરવાવાળો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يُرْسِلِ ٱلسَّمَآءَ عَلَيْكُم مِّدْرَارًا

Gujarati Translation - Rabella Al-Omari૧૧. તે તમારા પર આકાશમાંથી ખુબ જ (વરસાદ) વરસાવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَيُمْدِدْكُم بِأَمْوَٰلٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّٰتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَٰرًا

Gujarati Translation - Rabella Al-Omari૧૨. અને તમને ખુબ જ ધન અને સંતાનો આપશે. અને તમને બગીચાઓ આપશે અને તમારા માટે નહેર વહાવી દેશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مَّا لَكُمْ لَا تَرْجُونَ لِلَّهِ وَقَارًا

Gujarati Translation - Rabella Al-Omari૧૩. તમને શું થઇ ગયુ છે કે તમે અલ્લાહ ની મહાનતા નથી માનતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَقَدْ خَلَقَكُمْ أَطْوَارًا

Gujarati Translation - Rabella Al-Omari૧૪. જો કે તેણે તમને વિભિન્ન રીતે બનાવ્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَلَمْ تَرَوْا۟ كَيْفَ خَلَقَ ٱللَّهُ سَبْعَ سَمَٰوَٰتٍ طِبَاقًا

Gujarati Translation - Rabella Al-Omari૧૫. શું તમે જોતા નથી કે અલ્લાહ તઆલાએ કેવી રીતે સાત આકાશો તળ પર તળ બનાવ્યા?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَجَعَلَ ٱلْقَمَرَ فِيهِنَّ نُورًا وَجَعَلَ ٱلشَّمْسَ سِرَاجًا

Gujarati Translation - Rabella Al-Omari૧૬. અને તેમાં ચંદ્રને ખુબ જ પ્રકાશિત બનાવ્યો, અને સૂરજને પ્રકાશિત દીપક.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱللَّهُ أَنۢبَتَكُم مِّنَ ٱلْأَرْضِ نَبَاتًا

Gujarati Translation - Rabella Al-Omari૧૭. અને તમને જમીનથી એક (વિશેષ દેખરેખ હેઠળ) ઉગાડયા. (એટલે કે સર્જન કર્યુ)

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ثُمَّ يُعِيدُكُمْ فِيهَا وَيُخْرِجُكُمْ إِخْرَاجًا

Gujarati Translation - Rabella Al-Omari૧૮. ફરી તમને તેમાં જ પરત કરશે અને (એક ખાસ રીતે) ફરી કાઢશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱللَّهُ جَعَلَ لَكُمُ ٱلْأَرْضَ بِسَاطًا

Gujarati Translation - Rabella Al-Omari૧૯. અને અલ્લાહ તઆલાએ જ તમારા માટે ધરતીને પાથરણું બનાવી દીધુ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لِّتَسْلُكُوا۟ مِنْهَا سُبُلًا فِجَاجًا

Gujarati Translation - Rabella Al-Omari૨૦. જેથી તમે તેના ખુલ્લા રસ્તાઓ પર હરો-ફરો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ نُوحٌ رَّبِّ إِنَّهُمْ عَصَوْنِى وَٱتَّبَعُوا۟ مَن لَّمْ يَزِدْهُ مَالُهُۥ وَوَلَدُهُۥٓ إِلَّا خَسَارًا

Gujarati Translation - Rabella Al-Omari૨૧. નૂહ એ કહ્યુ કે હે મારા પાલનહાર! તે લોકોએ મારી અવજ્ઞા કરી અને અને તેવા લોકોની પાછળ લાગી ગયા, જેમનું ધન અને સંતાનોએ તેમનાં માટે નુકસાનમાં વધારો કર્યો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَكَرُوا۟ مَكْرًا كُبَّارًا

Gujarati Translation - Rabella Al-Omari૨૨. અને તે લોકોએ ખૂબ યુક્તિઓ કરી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَقَالُوا۟ لَا تَذَرُنَّ ءَالِهَتَكُمْ وَلَا تَذَرُنَّ وَدًّا وَلَا سُوَاعًا وَلَا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًا

Gujarati Translation - Rabella Al-Omari૨૩. અને તેમણે કહ્યુ કે તમે પોતાના પુજ્યોને કદાપિ ન છોડશો, અને ન વદ્દ, સૂવાઅ, અને યગૂષ અને યઊક અને નસ્ર ને (છોડશો).

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَقَدْ أَضَلُّوا۟ كَثِيرًا وَلَا تَزِدِ ٱلظَّٰلِمِينَ إِلَّا ضَلَٰلًا

Gujarati Translation - Rabella Al-Omari૨૪. તે લોકોએ ઘણા લોકોને ગુમરાહ કરી દીધા. તો હવે (હે અલ્લાહ) તુ તે જાલિમોની ગુમરાહીમાં વધારો કર.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مِّمَّا خَطِيٓـَٰٔتِهِمْ أُغْرِقُوا۟ فَأُدْخِلُوا۟ نَارًا فَلَمْ يَجِدُوا۟ لَهُم مِّن دُونِ ٱللَّهِ أَنصَارًا

Gujarati Translation - Rabella Al-Omari૨૫. આ લોકો પોતાના પાપોના લીધે ડુબાડી દેવામાં આવ્યા અને જહન્નમમાં પહોંચાડી દેવામાં આવ્યા. પછી તે લોકોએ પોતાના માટે અલ્લાહ સિવાય તેમણે કોઇ મદદગાર ન જોયો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَقَالَ نُوحٌ رَّبِّ لَا تَذَرْ عَلَى ٱلْأَرْضِ مِنَ ٱلْكَٰفِرِينَ دَيَّارًا

Gujarati Translation - Rabella Al-Omari૨૬. અને નૂહ એ કહ્યુ, કે હે મારા પાલનહાર! કાફિરો માંથી કોઈને તું આ જમીન પર રહેવા માટે ન છોડીશ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّكَ إِن تَذَرْهُمْ يُضِلُّوا۟ عِبَادَكَ وَلَا يَلِدُوٓا۟ إِلَّا فَاجِرًا كَفَّارًا

Gujarati Translation - Rabella Al-Omari૨૭. જો તુ તેમને છોડી દઇશ, તો (નિ:શંક) આ લોકો તારા બંદાઓને ગુમરાહ કરશે અને તેમની જે સંતાન હશે, તેઓ પણ દુરાચારી અને સખત કાફિર જ હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

رَّبِّ ٱغْفِرْ لِى وَلِوَٰلِدَىَّ وَلِمَن دَخَلَ بَيْتِىَ مُؤْمِنًا وَلِلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَٰتِ وَلَا تَزِدِ ٱلظَّٰلِمِينَ إِلَّا تَبَارًۢا

Gujarati Translation - Rabella Al-Omari૨૮. હે મારા પાલનહાર! તુ મને અને મારા માતા-પિતાને અને તે દરેક વ્યક્તિને, જે ઇમાનની સ્થિતિમાં મારા ઘરમાં હોય અને દરેક મોમિન પુરૂષો અને સ્ત્રીઓને માફ કરી દે અને જાલિમોની બરબાદીમાં વધારો કર.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70