caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Ma'aarij المعارج

44 આયતો · મક્કા · અવતરણ ક્રમ 79

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ سَأَلَ سَآئِلٌۢ بِعَذَابٍ وَاقِعٍ

Gujarati Translation - Rabella Al-Omari૧. એક સવાલ કરનારાએ તે અઝાબ વિશે સવાલ કર્યો, જે સાબિત થઈને રહેશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لِّلْكَٰفِرِينَ لَيْسَ لَهُۥ دَافِعٌ

Gujarati Translation - Rabella Al-Omari૨. કાફિરો પરથી જેને કોઇ ટાળનાર નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مِّنَ ٱللَّهِ ذِى ٱلْمَعَارِجِ

Gujarati Translation - Rabella Al-Omari૩. (આ અઝાબ) અલ્લાહ તરફથી (આવશે) જે ઉચ્ચતા વાળો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

تَعْرُجُ ٱلْمَلَٰٓئِكَةُ وَٱلرُّوحُ إِلَيْهِ فِى يَوْمٍ كَانَ مِقْدَارُهُۥ خَمْسِينَ أَلْفَ سَنَةٍ

Gujarati Translation - Rabella Al-Omari૪. જેના તરફ ફરિશ્તાઓ અને રૂહ એક દિવસમાં ચઢે છે. જેની સમયમર્યાદા પચાસ હજાર વર્ષ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱصْبِرْ صَبْرًا جَمِيلًا

Gujarati Translation - Rabella Al-Omari૫. બસ! તુ સારી રીતે ધીરજ રાખ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّهُمْ يَرَوْنَهُۥ بَعِيدًا

Gujarati Translation - Rabella Al-Omari૬. નિ:શંક આ લોકો તે (અઝાબ) ને દૂર સમજી રહયા છે,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَنَرَىٰهُ قَرِيبًا

Gujarati Translation - Rabella Al-Omari૭. પરંતુ અમે તેને નજીક જોઇ રહ્યા છીએ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَوْمَ تَكُونُ ٱلسَّمَآءُ كَٱلْمُهْلِ

Gujarati Translation - Rabella Al-Omari૮. જે દિવસે આકાશ ઊકળતા તાંબા જેવુ થઇ જશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَتَكُونُ ٱلْجِبَالُ كَٱلْعِهْنِ

Gujarati Translation - Rabella Al-Omari૯. અને પર્વત રંગીન ઊન જેવા થઇ જશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَا يَسْـَٔلُ حَمِيمٌ حَمِيمًا

Gujarati Translation - Rabella Al-Omari૧૦. તે દિવસે કોઇ મિત્ર બીજા મિત્રને નહી પૂછે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يُبَصَّرُونَهُمْ يَوَدُّ ٱلْمُجْرِمُ لَوْ يَفْتَدِى مِنْ عَذَابِ يَوْمِئِذٍۭ بِبَنِيهِ

Gujarati Translation - Rabella Al-Omari૧૧. જો કે તેઓ એકબીજાને દેખાડવામાં આવશે, તે દિવસે અઝાબથી બચવા માટે ગુનેગાર એવું ઈચ્છશે કે પોતાના દીકરાઓને મુક્તિદંડ રૂપે આપી દે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَصَٰحِبَتِهِۦ وَأَخِيهِ

Gujarati Translation - Rabella Al-Omari૧૨. પોતાની પત્નિને અને પોતાના ભાઇને

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَفَصِيلَتِهِ ٱلَّتِى تُـْٔوِيهِ

Gujarati Translation - Rabella Al-Omari૧૩. અને પોતાના તે કુટુંબીજનોને, જેઓ તેને આશરો આપતા હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَن فِى ٱلْأَرْضِ جَمِيعًا ثُمَّ يُنجِيهِ

Gujarati Translation - Rabella Al-Omari૧૪. અને જે કઈ જમીનમાં છે તે બધું જ આપી પોતાને બચાવી લે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَلَّآ إِنَّهَا لَظَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧૫. (પરંતુ) કદાપિ આવું નહીં થાય, નિ:શંક તે ભડકતી (આગ) હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

نَزَّاعَةً لِّلشَّوَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧૬. જે મોં અને માથાની ચામડીને ખેંચી લાવનારી છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

تَدْعُوا۟ مَنْ أَدْبَرَ وَتَوَلَّىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧૭. તે (આગ) તે દરેક વ્યક્તિને પોકારશે, જે પાછળ ફરનાર અને પીઠ બતાવનાર છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَجَمَعَ فَأَوْعَىٰٓ

Gujarati Translation - Rabella Al-Omari૧૮. અને ભેગુ કરીને સંભાળી રાખતો હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ ٱلْإِنسَٰنَ خُلِقَ هَلُوعًا

Gujarati Translation - Rabella Al-Omari૧૯. ખરેખર મનુષ્ય ખુબ જ કાચા મનનો બનાવેલો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِذَا مَسَّهُ ٱلشَّرُّ جَزُوعًا

Gujarati Translation - Rabella Al-Omari૨૦. જ્યારે તેને પરેશાની પહોંચે છે, તો ગભરાઇ જાય છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَا مَسَّهُ ٱلْخَيْرُ مَنُوعًا

Gujarati Translation - Rabella Al-Omari૨૧. અને જ્યારે રાહત મળે છે, તો કંજુસી કરવા લાગે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِلَّا ٱلْمُصَلِّينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૨. પરંતુ નમાઝ પઢવાવાળા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ دَآئِمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૩. જેઓ પોતાની નમાઝ પર હંમેશા પાંબદી કરનાર છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلَّذِينَ فِىٓ أَمْوَٰلِهِمْ حَقٌّ مَّعْلُومٌ

Gujarati Translation - Rabella Al-Omari૨૪. અને જેમના ધનમાં નક્કી કરેલો ભાગ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لِّلسَّآئِلِ وَٱلْمَحْرُومِ

Gujarati Translation - Rabella Al-Omari૨૫. માંગવાવાળા માટે પણ અને સવાલથી બચનારાનો પણ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلَّذِينَ يُصَدِّقُونَ بِيَوْمِ ٱلدِّينِ

Gujarati Translation - Rabella Al-Omari૨૬. અને જે કયામતના દિવસની પુષ્ટિ કરે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلَّذِينَ هُم مِّنْ عَذَابِ رَبِّهِم مُّشْفِقُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૭. અને જે પોતાના પાલનહારના અઝાબથી ડરતા રહે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ عَذَابَ رَبِّهِمْ غَيْرُ مَأْمُونٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૮. કારણકે તેમના પાલનહારનો અઝાબ નીડર થવા જેવી વસ્તુ નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَٰفِظُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૯. અને જે લોકો પોતાના ગુંપ્તાગની (હરામથી) રક્ષા કરે છે..

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِلَّا عَلَىٰٓ أَزْوَٰجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَٰنُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૦. હા! તેમની પત્નિઓ અને બાંદીઓ વિશે જેમના તેઓ માલિક છે, તેમના પર કોઇ નિંદા નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَمَنِ ٱبْتَغَىٰ وَرَآءَ ذَٰلِكَ فَأُو۟لَٰٓئِكَ هُمُ ٱلْعَادُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૧. હવે જે કોઇ તેના સિવાય અન્ય (રસ્તો) શોધશે, તો આવા લોકો હદ વટાવી જનારા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلَّذِينَ هُمْ لِأَمَٰنَٰتِهِمْ وَعَهْدِهِمْ رَٰعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૨. અને જે પોતાની નિષ્ઠાનું અને પોતાના વચનોનું ધ્યાન રાખે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلَّذِينَ هُم بِشَهَٰدَٰتِهِمْ قَآئِمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૩. અને જે પોતાની સાક્ષીઓ પર સીધા અને મક્કમ રહે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ يُحَافِظُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૪. અને જેઓ પોતાની નમાઝોની રક્ષા કરે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أُو۟لَٰٓئِكَ فِى جَنَّٰتٍ مُّكْرَمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૫. આ જ લોકો જન્નતોમાં ઇઝઝતવાળા હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَمَالِ ٱلَّذِينَ كَفَرُوا۟ قِبَلَكَ مُهْطِعِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૬. બસ! આ કાફિરોને શુ થઇ ગયુ છે કે તે તમારી તરફ દોડતા આવી રહ્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

عَنِ ٱلْيَمِينِ وَعَنِ ٱلشِّمَالِ عِزِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૭. જમણે અને ડાબેથી, જૂથના જૂથ (આવી રહ્યા છે)

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَيَطْمَعُ كُلُّ ٱمْرِئٍ مِّنْهُمْ أَن يُدْخَلَ جَنَّةَ نَعِيمٍ

Gujarati Translation - Rabella Al-Omari૩૮. શું તેમના માંથી દરેક આશા રાખે છે કે તેને નેઅમતો વાળી જન્નતમાં દાખલ કરવામાં આવશે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَلَّآ إِنَّا خَلَقْنَٰهُم مِّمَّا يَعْلَمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૯. (આવું) કદાપિ નહી થાય અમે તેમનુ તે (વસ્તુ) થી સર્જન કર્યુ છે, જેને તેઓ પોતે પણ જાણે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَلَآ أُقْسِمُ بِرَبِّ ٱلْمَشَٰرِقِ وَٱلْمَغَٰرِبِ إِنَّا لَقَٰدِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૦. બસ! હું પશ્ર્ચિમો અને પૂર્વના પાલનહારની કસમ ખાઈને કહું છું (કે) અમે ખરેખર આ વાત પર કુદરત ધરાવીએ છીએ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

عَلَىٰٓ أَن نُّبَدِّلَ خَيْرًا مِّنْهُمْ وَمَا نَحْنُ بِمَسْبُوقِينَ

Gujarati Translation - Rabella Al-Omari૪૧. કે અમે તેમના બદલે તેમનાથી સારા લોકોને લઇને આવીએ, અને અમે અક્ષમ કરનાર કોઈ નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَذَرْهُمْ يَخُوضُوا۟ وَيَلْعَبُوا۟ حَتَّىٰ يُلَٰقُوا۟ يَوْمَهُمُ ٱلَّذِى يُوعَدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૨. બસ! તુ એમને લડતા-ઝઘડતા અને ખેલકૂદ કરતા છોડી દે અહીં સુધી કે તેઓ તે દિવસ જોઈ લે, જેનું તેમને વચન આપવામાં આવે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَوْمَ يَخْرُجُونَ مِنَ ٱلْأَجْدَاثِ سِرَاعًا كَأَنَّهُمْ إِلَىٰ نُصُبٍ يُوفِضُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૩. જે દિવસે તે લોકો પોતાની કબરોમાંથી નીકળી એવી રીતે દોડતા જઈ રહ્યા હશે, જેવું કે પોતાના પૂજકો પાસે દોડતા જઈ રહ્યા હોય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

خَٰشِعَةً أَبْصَٰرُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ ذَٰلِكَ ٱلْيَوْمُ ٱلَّذِى كَانُوا۟ يُوعَدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૪. તેમની આંખો નમેલી હશે, તેમના પર બદનામી છવાયેલી હશે. આ છે, તે દિવસ જેનું તેમને વચન આપવામાં આવ્યુ હતું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70