caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Abasa عبس

42 આયતો · મક્કા · અવતરણ ક્રમ 24

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ عَبَسَ وَتَوَلَّىٰٓ

Gujarati Translation - Rabella Al-Omari૧. (પયગંબરે) મોઢું બનાવ્યું, અને મોં ફેરવી લીધું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَن جَآءَهُ ٱلْأَعْمَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૨. (એટલા માટે) કે તેમની પાસે એક અંધ વ્યક્તિ આવી ગયો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَا يُدْرِيكَ لَعَلَّهُۥ يَزَّكَّىٰٓ

Gujarati Translation - Rabella Al-Omari૩. તમને શું ખબર કદાચ તે સુધરવાની ઈચ્છા ધરાવતો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَوْ يَذَّكَّرُ فَتَنفَعَهُ ٱلذِّكْرَىٰٓ

Gujarati Translation - Rabella Al-Omari૪. અથવા શિખામણ પ્રાપ્ત કરતો તો તેને તે શિખામણ લાભ પહોંચાડતી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمَّا مَنِ ٱسْتَغْنَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૫. પરંતુ જે વ્યક્તિ અવગણના કરે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَنتَ لَهُۥ تَصَدَّىٰ

Gujarati Translation - Rabella Al-Omari૬. તો તમે તેની તરફ (તેમની હિદાયત માટે) પૂરતુ ધ્યાન આપી રહ્યા છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَا عَلَيْكَ أَلَّا يَزَّكَّىٰ

Gujarati Translation - Rabella Al-Omari૭. જો કે તેમના ન સુધારવા થી તમારા પર કોઇ તેમની કોઈ જવાબદારી નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَمَّا مَن جَآءَكَ يَسْعَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૮. અને જે વ્યક્તિ તમારી પાસે દોડતો આવે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَهُوَ يَخْشَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૯. અને તે ડરી (પણ) રહ્યો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَنتَ عَنْهُ تَلَهَّىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧૦. તમે તેની તરફ બેધ્યાન છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَلَّآ إِنَّهَا تَذْكِرَةٌ

Gujarati Translation - Rabella Al-Omari૧૧. આવું ઠીક નથી, આ કુરઆન તો એક ઉપદેશ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَمَن شَآءَ ذَكَرَهُۥ

Gujarati Translation - Rabella Al-Omari૧૨. જે ઈચ્છે તેને યાદ કરી લે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فِى صُحُفٍ مُّكَرَّمَةٍ

Gujarati Translation - Rabella Al-Omari૧૩. (આ તો) પ્રતિષ્ઠિત સહીફામાં (છે).

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مَّرْفُوعَةٍ مُّطَهَّرَةٍۭ

Gujarati Translation - Rabella Al-Omari૧૪. જે ઉચ્ચ કક્ષાના છે અને પવિત્ર છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

بِأَيْدِى سَفَرَةٍ

Gujarati Translation - Rabella Al-Omari૧૫. તે એવા લખનારના હાથોમાં રહે છે,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كِرَامٍۭ بَرَرَةٍ

Gujarati Translation - Rabella Al-Omari૧૬. જેઓ આદરણીય અને પ્રામણિક છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قُتِلَ ٱلْإِنسَٰنُ مَآ أَكْفَرَهُۥ

Gujarati Translation - Rabella Al-Omari૧૭. લઅનત થાય ઇન્સાન પર, તે કેવો કૃત્ઘની છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مِنْ أَىِّ شَىْءٍ خَلَقَهُۥ

Gujarati Translation - Rabella Al-Omari૧૮. અલ્લાહએ તેને કઈ વસ્તુ વડે પેદા કર્યો?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مِن نُّطْفَةٍ خَلَقَهُۥ فَقَدَّرَهُۥ

Gujarati Translation - Rabella Al-Omari૧૯. એક ટીપા વડે તેને પેદા કર્યો, પછી તેની તકદીર (ભાગ્ય) નક્કી કર્યું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ثُمَّ ٱلسَّبِيلَ يَسَّرَهُۥ

Gujarati Translation - Rabella Al-Omari૨૦. પછી તેના માટે માર્ગ સરળ કર્યો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ثُمَّ أَمَاتَهُۥ فَأَقْبَرَهُۥ

Gujarati Translation - Rabella Al-Omari૨૧. પછી તેને મૃત્યુ આપ્યું, અને પછી કબરમાં દફનાવ્યો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ثُمَّ إِذَا شَآءَ أَنشَرَهُۥ

Gujarati Translation - Rabella Al-Omari૨૨. પછી જ્યારે ઇચ્છશે તેને ફરીવાર જીવિત કરી દેશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَلَّا لَمَّا يَقْضِ مَآ أَمَرَهُۥ

Gujarati Translation - Rabella Al-Omari૨૩. કદાપિ નહી, જે વાતનો તેને આદેશ આપવામાં આવ્યો હતો, તે આદેશનું પાલન નથી કર્યું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَلْيَنظُرِ ٱلْإِنسَٰنُ إِلَىٰ طَعَامِهِۦٓ

Gujarati Translation - Rabella Al-Omari૨૪. માનવીએ પોતાના ભોજન તરફ ધ્યાન ધરવું જોઈએ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَنَّا صَبَبْنَا ٱلْمَآءَ صَبًّا

Gujarati Translation - Rabella Al-Omari૨૫. નિ:શંક અમે જ મુશળધાર પાણી વરસાવ્યું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ثُمَّ شَقَقْنَا ٱلْأَرْضَ شَقًّا

Gujarati Translation - Rabella Al-Omari૨૬. પછી અમે જ ધરતીને ચીરી ફાડી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَنۢبَتْنَا فِيهَا حَبًّا

Gujarati Translation - Rabella Al-Omari૨૭. પછી અમે જ તેમાં અનાજ ઉગાવ્યું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَعِنَبًا وَقَضْبًا

Gujarati Translation - Rabella Al-Omari૨૮. દ્રાક્ષ અને શાકભાજીઓ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَزَيْتُونًا وَنَخْلًا

Gujarati Translation - Rabella Al-Omari૨૯. જૈતૂન અને ખજુરો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَحَدَآئِقَ غُلْبًا

Gujarati Translation - Rabella Al-Omari૩૦. અને હર્યા-ભર્યા બગીચા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَفَٰكِهَةً وَأَبًّا

Gujarati Translation - Rabella Al-Omari૩૧. અને ફળો તેમજ (ઘાસ) ચારો (પણ) ઉગાવ્યો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مَّتَٰعًا لَّكُمْ وَلِأَنْعَٰمِكُمْ

Gujarati Translation - Rabella Al-Omari૩૨. આ બધું તમારા અને તમારા પશુઓ ના ફાયદા માટે ઉગાડ્યું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَإِذَا جَآءَتِ ٱلصَّآخَّةُ

Gujarati Translation - Rabella Al-Omari૩૩. બસ! જ્યારે કાન બહેરા કરી નાખનારી (કયામત) આવી જશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَوْمَ يَفِرُّ ٱلْمَرْءُ مِنْ أَخِيهِ

Gujarati Translation - Rabella Al-Omari૩૪. તે દિવસે માનવી પોતાના સગાભાઇથી ભાગશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأُمِّهِۦ وَأَبِيهِ

Gujarati Translation - Rabella Al-Omari૩૫. અને પોતાની માતા તેમજ પિતાથી,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَصَٰحِبَتِهِۦ وَبَنِيهِ

Gujarati Translation - Rabella Al-Omari૩૬. અને પોતાની પત્નિ તેમજ પુત્રોથી ભાગશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لِكُلِّ ٱمْرِئٍ مِّنْهُمْ يَوْمَئِذٍ شَأْنٌ يُغْنِيهِ

Gujarati Translation - Rabella Al-Omari૩૭. તે દિવસે દરેક વ્યક્તિની એવી પરિસ્થિતિ હશે, જે તેને (બીજાથી) અળગો કરી દેશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وُجُوهٌ يَوْمَئِذٍ مُّسْفِرَةٌ

Gujarati Translation - Rabella Al-Omari૩૮. તે દિવસે કેટલાક ચહેરા ચમકતા હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ضَاحِكَةٌ مُّسْتَبْشِرَةٌ

Gujarati Translation - Rabella Al-Omari૩૯. (જે) હસતા તેમજ પ્રફુલ્લિત હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَوُجُوهٌ يَوْمَئِذٍ عَلَيْهَا غَبَرَةٌ

Gujarati Translation - Rabella Al-Omari૪૦. અને કેટલાક ચહેરાઓ પર તે દિવસે ધૂળ લાગેલી હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

تَرْهَقُهَا قَتَرَةٌ

Gujarati Translation - Rabella Al-Omari૪૧. તેમના પર કાળાશ છવાયેલી હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أُو۟لَٰٓئِكَ هُمُ ٱلْكَفَرَةُ ٱلْفَجَرَةُ

Gujarati Translation - Rabella Al-Omari૪૨. અને તેઓ તે લોકો હશે, જેઓ કાફિર અને દુરાચારી હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70