caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Qaaf ق

45 આયતો · મક્કા · અવતરણ ક્રમ 34

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ قٓ وَٱلْقُرْءَانِ ٱلْمَجِيدِ

Gujarati Translation - Rabella Al-Omari૧. કૉફ[1] કસમ છે, તે કુરઆનની, જે ભવ્ય શાનવાળું છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

بَلْ عَجِبُوٓا۟ أَن جَآءَهُم مُّنذِرٌ مِّنْهُمْ فَقَالَ ٱلْكَٰفِرُونَ هَٰذَا شَىْءٌ عَجِيبٌ

Gujarati Translation - Rabella Al-Omari૨. પરંતુ તેઓ એ વાત પર આશ્ચર્ય કરે છે કે તેઓ પાસે તેમના માંથી જ એક ડરાવનાર આવ્યો. તો કાફિરોએ કહ્યુ કે આ તો અદભુત વાત છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَءِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا ذَٰلِكَ رَجْعٌۢ بَعِيدٌ

Gujarati Translation - Rabella Al-Omari૩. શું જ્યારે અમે મૃત્યુ પામ્યા પછી માટી થઇ જઇશું? (તો ફરીવાર ઉઠાવવામાં આવીશું?) પછી વાત તો સમજની બહાર છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَدْ عَلِمْنَا مَا تَنقُصُ ٱلْأَرْضُ مِنْهُمْ وَعِندَنَا كِتَٰبٌ حَفِيظٌۢ

Gujarati Translation - Rabella Al-Omari૪. અમે જાણીએ છીએ કે ધરતી (તેમના મૃત શરીર) માંથી કઇ કઈ વસ્તુ ઘટાડે છે અને અમારી પાસે એક કિતાબ છે, જેમાં દરેક વસ્તુ સુરક્ષિત છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

بَلْ كَذَّبُوا۟ بِٱلْحَقِّ لَمَّا جَآءَهُمْ فَهُمْ فِىٓ أَمْرٍ مَّرِيجٍ

Gujarati Translation - Rabella Al-Omari૫. પરંતુ જ્યારે તેમની પાસે સાચી વાત આવી ગઈ ઓ તેઓએ તેને જુઠલાવી દીધું, બસ! તેઓ એક મૂંઝવણમાં પડી ગયા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَفَلَمْ يَنظُرُوٓا۟ إِلَى ٱلسَّمَآءِ فَوْقَهُمْ كَيْفَ بَنَيْنَٰهَا وَزَيَّنَّٰهَا وَمَا لَهَا مِن فُرُوجٍ

Gujarati Translation - Rabella Al-Omari૬. શું તેઓએ પોતાની ઉપર આકાશ તરફ નથી જોતા? કે અમે તેને કેવી રીતે બનાવ્યું છે, અને શણગાર્યું છે, તેમાં કોઇ કાણું નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلْأَرْضَ مَدَدْنَٰهَا وَأَلْقَيْنَا فِيهَا رَوَٰسِىَ وَأَنۢبَتْنَا فِيهَا مِن كُلِّ زَوْجٍۭ بَهِيجٍ

Gujarati Translation - Rabella Al-Omari૭. અને ધરતીને અમે પાથરી દીધી અને તેમાં અમે પહાડો નાખી દીધા અને તેમાં અમે અલગ અલગ પ્રકારની સુંદર વનસ્પતિઓ ઉગાડી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

تَبْصِرَةً وَذِكْرَىٰ لِكُلِّ عَبْدٍ مُّنِيبٍ

Gujarati Translation - Rabella Al-Omari૮. (તે વસ્તુઓમાં) દરેક ઝૂક્નાર બંદાઓ શિખામણ અને (નસીહત પ્રાપ્ત કરવાનો સામાન) છે .

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَنَزَّلْنَا مِنَ ٱلسَّمَآءِ مَآءً مُّبَٰرَكًا فَأَنۢبَتْنَا بِهِۦ جَنَّٰتٍ وَحَبَّ ٱلْحَصِيدِ

Gujarati Translation - Rabella Al-Omari૯. અને અમે આકાશ માંથી બરકતવાળું પાણી વરસાવ્યું અને તેનાથી બગીચાઓ અને અનાજના દાણા ઉગાડ્યાં, જેમને કાપવામાં આવે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلنَّخْلَ بَاسِقَٰتٍ لَّهَا طَلْعٌ نَّضِيدٌ

Gujarati Translation - Rabella Al-Omari૧૦. અને ખજૂરોના ઊંચા ઊંચા વૃક્ષો જેમના ગુચ્છા એક પર એક છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

رِّزْقًا لِّلْعِبَادِ وَأَحْيَيْنَا بِهِۦ بَلْدَةً مَّيْتًا كَذَٰلِكَ ٱلْخُرُوجُ

Gujarati Translation - Rabella Al-Omari૧૧. આ બંદાઓની રોજી છે અને અમે પાણી વડે મૃત જમીનને જીવિત કરીએ છીએ, (તમારું જમીન માંથી બીજીવાર) નીકળવું પણ આવી જ રીતે થશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ وَأَصْحَٰبُ ٱلرَّسِّ وَثَمُودُ

Gujarati Translation - Rabella Al-Omari૧૨. આ પહેલા નૂહની કોમે,કૂંવાવાળાઓ અને ષમૂદીયોએ જુઠલાવ્યા .

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَعَادٌ وَفِرْعَوْنُ وَإِخْوَٰنُ لُوطٍ

Gujarati Translation - Rabella Al-Omari૧૩. આદ,ફિરઔને અને લૂતના લોકોએ પણ (જુઠલાવ્યા).

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَصْحَٰبُ ٱلْأَيْكَةِ وَقَوْمُ تُبَّعٍ كُلٌّ كَذَّبَ ٱلرُّسُلَ فَحَقَّ وَعِيدِ

Gujarati Translation - Rabella Al-Omari૧૪. અને અયકહવાળાઓએ અને તુબ્બઅ ની કોમવાળાએ પણ, સૌએ પયગંબરોને જૂઠલાવ્યા, બસ! મારા અઝાબનું વચન તેઓ પર સાચુ થઇ ગયું

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَفَعَيِينَا بِٱلْخَلْقِ ٱلْأَوَّلِ بَلْ هُمْ فِى لَبْسٍ مِّنْ خَلْقٍ جَدِيدٍ

Gujarati Translation - Rabella Al-Omari૧૫. શું અમે પ્રથમ વખત પેદા કરી થાકી ગયા? (પરંતુ સાચી વાત તો એ છે કે) આ લોકો નવા સર્જન વિશે શંકામાં પડેલા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَقَدْ خَلَقْنَا ٱلْإِنسَٰنَ وَنَعْلَمُ مَا تُوَسْوِسُ بِهِۦ نَفْسُهُۥ وَنَحْنُ أَقْرَبُ إِلَيْهِ مِنْ حَبْلِ ٱلْوَرِيدِ

Gujarati Translation - Rabella Al-Omari૧૬. અમે માનવીનું સર્જન કર્યુ છે અને તેઓના હૃદયોમાં જે વિચારો ઉત્પન્ન થાય છે તેને પણ અમે જાણીએ છીએ અને અમે તેની ધોરી નસથી પણ વધુ નજીક છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِذْ يَتَلَقَّى ٱلْمُتَلَقِّيَانِ عَنِ ٱلْيَمِينِ وَعَنِ ٱلشِّمَالِ قَعِيدٌ

Gujarati Translation - Rabella Al-Omari૧૭. જ્યારે કે બે (ફરિશ્તાઓ) દરેક વસ્તુને નોંધ કરનાર જમણી અને ડાબી બાજુ બેસી બધું જ લખી રહ્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مَّا يَلْفِظُ مِن قَوْلٍ إِلَّا لَدَيْهِ رَقِيبٌ عَتِيدٌ

Gujarati Translation - Rabella Al-Omari૧૮. (માનવી) મોં વડે કોઇ શબ્દ બોલી શકતો નથી પરંતુ તેની ઉપર એક દેખરેખ રાખનારા તૈયાર છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَجَآءَتْ سَكْرَةُ ٱلْمَوْتِ بِٱلْحَقِّ ذَٰلِكَ مَا كُنتَ مِنْهُ تَحِيدُ

Gujarati Translation - Rabella Al-Omari૧૯. અને મૃતની બેહોશી સાચે જ આવીને રહેશે, (હે માનવી!) આ તે વસ્તુ છે, જેનાથી તું કતરાતો હતો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَنُفِخَ فِى ٱلصُّورِ ذَٰلِكَ يَوْمُ ٱلْوَعِيدِ

Gujarati Translation - Rabella Al-Omari૨૦. અને (પછી જ્યારે) સૂરમાં ફૂંક મારવામાં આવશે, (તો તેને કહેવામાં આવશે કે) આ જ અઝાબના વચનનો દિવસ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَجَآءَتْ كُلُّ نَفْسٍ مَّعَهَا سَآئِقٌ وَشَهِيدٌ

Gujarati Translation - Rabella Al-Omari૨૧. અને દરેક વ્યક્તિ તે દિવસે એવી રીતે આવશે કે તેની સાથે એક હાંકનાર અને એક શાક્ષી આપનાર (ફરિશ્તો) હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَّقَدْ كُنتَ فِى غَفْلَةٍ مِّنْ هَٰذَا فَكَشَفْنَا عَنكَ غِطَآءَكَ فَبَصَرُكَ ٱلْيَوْمَ حَدِيدٌ

Gujarati Translation - Rabella Al-Omari૨૨. નિ:શંક તમે તે દિવસથી ગાફેલ હતા, પરંતુ આજે અમે તમારી આંખો પરથી પરદો હટાવી દીધો, બસ! આજે તારી નઝર ખુબ જ તેઝ થઇ ગઈ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَقَالَ قَرِينُهُۥ هَٰذَا مَا لَدَىَّ عَتِيدٌ

Gujarati Translation - Rabella Al-Omari૨૩. તેનો સાથી (ફરિશ્તો) કહેશે, આ રહ્યું તેનું કર્મનોધ, મારી પાસે હાજર છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَلْقِيَا فِى جَهَنَّمَ كُلَّ كَفَّارٍ عَنِيدٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૪. (હાંકનાર અને સાક્ષી આપનાર બન્ને ફરિશ્તાઓને આદેશ આપવામાં આવશે) કે દરેક ગુમરાહ અને વિદ્રોહી લોકોને જહન્નમમાં ધકેલી દો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مَّنَّاعٍ لِّلْخَيْرِ مُعْتَدٍ مُّرِيبٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૫. જે સદકાર્યોથી રોકનાર, હદ વટાવી જનાર અને શંકા કરનાર હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلَّذِى جَعَلَ مَعَ ٱللَّهِ إِلَٰهًا ءَاخَرَ فَأَلْقِيَاهُ فِى ٱلْعَذَابِ ٱلشَّدِيدِ

Gujarati Translation - Rabella Al-Omari૨૬. જેણે અલ્લાહ સાથે બીજાને ઇલાહ બનાવી રાખ્યા હતા, બસ! તેને સખત અઝાબમાં ધકેલી દો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ قَرِينُهُۥ رَبَّنَا مَآ أَطْغَيْتُهُۥ وَلَٰكِن كَانَ فِى ضَلَٰلٍۭ بَعِيدٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૭. તેની સાથેનો (શૈતાન) કહેશે હે અમારા પાલનહાર મેં તેને વિદ્રોહી નહતો બનાવ્યો, પરંતુ આ પોતે જ દૂરની ગુમરાહીમાં હતો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ لَا تَخْتَصِمُوا۟ لَدَىَّ وَقَدْ قَدَّمْتُ إِلَيْكُم بِٱلْوَعِيدِ

Gujarati Translation - Rabella Al-Omari૨૮. (અલ્લાહ) કહેશે બસ! મારી સામે ઝઘડવાની વાત ન કરો, હું તો પહેલાથી જ તમારી તરફ ચેતવણી (અઝાબનું વચન) મોકલી ચુકયો હતો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مَا يُبَدَّلُ ٱلْقَوْلُ لَدَىَّ وَمَآ أَنَا۠ بِظَلَّٰمٍ لِّلْعَبِيدِ

Gujarati Translation - Rabella Al-Omari૨૯. મારી પાસે વાત બદલાતી નથી અને હું મારા બંદાઓ પર જુલમ કરવાવાળો નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَوْمَ نَقُولُ لِجَهَنَّمَ هَلِ ٱمْتَلَأْتِ وَتَقُولُ هَلْ مِن مَّزِيدٍ

Gujarati Translation - Rabella Al-Omari૩૦. તે દિવસે અમે જહન્નમને પૂછીશું, શું તું ભરાઇ ગઇ? તે જવાબ આપશે, શું હજુ વધારે છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأُزْلِفَتِ ٱلْجَنَّةُ لِلْمُتَّقِينَ غَيْرَ بَعِيدٍ

Gujarati Translation - Rabella Al-Omari૩૧. અને જન્નત સંયમરાખનાર માટે નજીક કરવામાં આવશે, થોડીક પણ દૂર નહી હોય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

هَٰذَا مَا تُوعَدُونَ لِكُلِّ أَوَّابٍ حَفِيظٍ

Gujarati Translation - Rabella Al-Omari૩૨. આ તે છે, જેનું વચન તમને આપવામાં આવતુ હતું, દરેક તે વ્યક્તિ માટે જે ઝૂક્નાર અને નિયંત્રણ રાખનાર હશે,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مَّنْ خَشِىَ ٱلرَّحْمَٰنَ بِٱلْغَيْبِ وَجَآءَ بِقَلْبٍ مُّنِيبٍ

Gujarati Translation - Rabella Al-Omari૩૩. જે રહમાનથી વિણદેખે ડરે છે, અને તૌબા કરનારૂ હૃદય લાવ્યો હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱدْخُلُوهَا بِسَلَٰمٍ ذَٰلِكَ يَوْمُ ٱلْخُلُودِ

Gujarati Translation - Rabella Al-Omari૩૪. તમે આ જન્નતમાં સલામતી સાથે પ્રવેશ પામો, તે દિવસ હંમેશા માટેનો દિવસ હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَهُم مَّا يَشَآءُونَ فِيهَا وَلَدَيْنَا مَزِيدٌ

Gujarati Translation - Rabella Al-Omari૩૫. આ (લોકો) ત્યાં જે વસ્તુની ઈચ્છા કરશે, તેમને મળી જશે, અને અમારી પાસે તેના કરતા વધારે વસ્તુ હાજર છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَكَمْ أَهْلَكْنَا قَبْلَهُم مِّن قَرْنٍ هُمْ أَشَدُّ مِنْهُم بَطْشًا فَنَقَّبُوا۟ فِى ٱلْبِلَٰدِ هَلْ مِن مَّحِيصٍ

Gujarati Translation - Rabella Al-Omari૩૬. અને આ પહેલા પણ અમે ઘણી કોમોને નષ્ટ કરી ચુકયા છે, જે તેમના કરતા વધુ શક્તિશાળી હતી, (જ્યારે અઝાબ આવ્યો) તે લોકોએ શહેરનો ખૂણો ખૂણો શોધી કાઢ્યો કે તેમને શરણ માટે કોઈ જગ્યા મળી જાય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ فِى ذَٰلِكَ لَذِكْرَىٰ لِمَن كَانَ لَهُۥ قَلْبٌ أَوْ أَلْقَى ٱلسَّمْعَ وَهُوَ شَهِيدٌ

Gujarati Translation - Rabella Al-Omari૩૭. આમાં હૃદયવાળા માટે શિખામણ છે, અને તેના માટે જે ધ્યાનધરીને સાંભળે અને તે હાજર હોય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَقَدْ خَلَقْنَا ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ وَمَا بَيْنَهُمَا فِى سِتَّةِ أَيَّامٍ وَمَا مَسَّنَا مِن لُّغُوبٍ

Gujarati Translation - Rabella Al-Omari૩૮. નિ:શંક અમે આકાશ અને ધરતી અને જે કંઇ તેઓની વચ્ચે છે, દરેક વસ્તુઓને છ દિવસમાં પેદા કરી, અને અમે સહેજ પણ થાકયા નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ قَبْلَ طُلُوعِ ٱلشَّمْسِ وَقَبْلَ ٱلْغُرُوبِ

Gujarati Translation - Rabella Al-Omari૩૯. બસ! (હે નબી) આ લોકો જે કંઇ પણ કહે છે, તમે તેના પર ધીરજ રાખો અને પોતાના પાલનહારનાનામની પ્રશંસા તસ્બીહ સાથે સુર્યોદય અને સુર્યાસ્ત પહેલા કરો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمِنَ ٱلَّيْلِ فَسَبِّحْهُ وَأَدْبَٰرَ ٱلسُّجُودِ

Gujarati Translation - Rabella Al-Omari૪૦. અને રાતના કોઇ પણ સમયે અને નમાઝ પછી પણ તેની તસ્બીહ કરતા રહો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱسْتَمِعْ يَوْمَ يُنَادِ ٱلْمُنَادِ مِن مَّكَانٍ قَرِيبٍ

Gujarati Translation - Rabella Al-Omari૪૧. અને ધ્યાનથી સાંભળો કે જે દિવસ એક પોકારવાવાળો નજીકની જગ્યાએથી પોકારશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَوْمَ يَسْمَعُونَ ٱلصَّيْحَةَ بِٱلْحَقِّ ذَٰلِكَ يَوْمُ ٱلْخُرُوجِ

Gujarati Translation - Rabella Al-Omari૪૨. (અને) દરેક લોકો તે સખત ચીસને નિશ્ર્ચિતપણે સાંભળી લેશે, આ (જમીન માંથી બીજીવાર) નીકળવાનો દિવસ હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّا نَحْنُ نُحْىِۦ وَنُمِيتُ وَإِلَيْنَا ٱلْمَصِيرُ

Gujarati Translation - Rabella Al-Omari૪૩. અમે જ જીવિત કરીએ છીએ અને અમે જ મૃત્યુ પણ આપીએ છીએ. અને અમારી પાસે પાછા આવવાનું છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَوْمَ تَشَقَّقُ ٱلْأَرْضُ عَنْهُمْ سِرَاعًا ذَٰلِكَ حَشْرٌ عَلَيْنَا يَسِيرٌ

Gujarati Translation - Rabella Al-Omari૪૪. જે દિવસે ધરતી ફાટી પડશે અને તેઓ દોડતા (નીકળી પડશે), આ પ્રમાણે ભેગા કરવા, અમારા માટે ખુબ જ સરળ છે

આ આયતના તમામ અનુવાદો જુઓ →

نَّحْنُ أَعْلَمُ بِمَا يَقُولُونَ وَمَآ أَنتَ عَلَيْهِم بِجَبَّارٍ فَذَكِّرْ بِٱلْقُرْءَانِ مَن يَخَافُ وَعِيدِ

Gujarati Translation - Rabella Al-Omari૪૫. જે કંઇ આ લોકો કહી રહ્યા છે, અમે ખુબ સારી રીતે જાણીએ છીએ અને તમે તેઓના પર સમર્થ નથી, તો તમે તે દરેક વ્યક્તિને નસીહત કરતા રહો, જે મેં આપેલ અઝાબના વચનથી ડરે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70