caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Ad-Dukhaan الدخان

59 આયતો · મક્કા · અવતરણ ક્રમ 64

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ حمٓ

Gujarati Translation - Rabella Al-Omari૧. હા-મીમ્ [1]

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلْكِتَٰبِ ٱلْمُبِينِ

Gujarati Translation - Rabella Al-Omari૨. તે કિતાબની કસમ! જે સત્યને સ્પષ્ટ કરે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّآ أَنزَلْنَٰهُ فِى لَيْلَةٍ مُّبَٰرَكَةٍ إِنَّا كُنَّا مُنذِرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩. નિ:શંક અમે આ કિતાબને બરકતવાળી રાતમાં ઉતારી છે, નિ:શંક અમે સચેત કરનારા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فِيهَا يُفْرَقُ كُلُّ أَمْرٍ حَكِيمٍ

Gujarati Translation - Rabella Al-Omari૪. તે જ રાતમાં દરેક ઠોસ કાર્યનો નિર્ણય કરવામાં આવે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمْرًا مِّنْ عِندِنَآ إِنَّا كُنَّا مُرْسِلِينَ

Gujarati Translation - Rabella Al-Omari૫. ખરેખર અમે જ પયગંબર બનાવી મોકલીએ છીએ,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

رَحْمَةً مِّن رَّبِّكَ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ

Gujarati Translation - Rabella Al-Omari૬. અને આ તમારા પાલનહારની કૃપાથી હતું, તે જ સાંભળવાવાળો, જાણવાવાળો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

رَبِّ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَآ إِن كُنتُم مُّوقِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૭. જે આકાશો અને ધરતીનો પાલનહાર છે અને જે કંઈ તેમની વચ્ચે છે, જો તમે યકીન કરતા હોય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَآ إِلَٰهَ إِلَّا هُوَ يُحْىِۦ وَيُمِيتُ رَبُّكُمْ وَرَبُّ ءَابَآئِكُمُ ٱلْأَوَّلِينَ

Gujarati Translation - Rabella Al-Omari૮. તેના સિવાય કોઇ ઇલાહનથી, તે જ જીવિત કરે છે અને મૃત્યુ આપે છે, તે જ તમારો અને તમારા પૂર્વજોનો પાલનહાર છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

بَلْ هُمْ فِى شَكٍّ يَلْعَبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૯. પરંતુ તે શંકામાં પડીને મોજમજા કરી રહ્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱرْتَقِبْ يَوْمَ تَأْتِى ٱلسَّمَآءُ بِدُخَانٍ مُّبِينٍ

Gujarati Translation - Rabella Al-Omari૧૦. તમે તે દિવસની રાહ જૂઓ. જ્યારે આકાશ ખુલ્લો ધુમાડો લાવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَغْشَى ٱلنَّاسَ هَٰذَا عَذَابٌ أَلِيمٌ

Gujarati Translation - Rabella Al-Omari૧૧. જે લોકોને ઘેરાવમાં લઇ લેશે, આ સખત અઝાબ હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

رَّبَّنَا ٱكْشِفْ عَنَّا ٱلْعَذَابَ إِنَّا مُؤْمِنُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૨. (તે સમયે લોકો) કહેશે કે હે અમારા પાલનહાર! આ અઝાબ અમારી સામેથી હઠાવી દે અમે ઈમાન લાવીએ છીએ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَنَّىٰ لَهُمُ ٱلذِّكْرَىٰ وَقَدْ جَآءَهُمْ رَسُولٌ مُّبِينٌ

Gujarati Translation - Rabella Al-Omari૧૩. તે સમયે તેમને નસીહત ફાયદો નહીં પહોચાડે, જો કે સ્પષ્ટ રીતે જણાવી દેનારા પયગંબરો તેમની પાસે આવી ગયા,.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ثُمَّ تَوَلَّوْا۟ عَنْهُ وَقَالُوا۟ مُعَلَّمٌ مَّجْنُونٌ

Gujarati Translation - Rabella Al-Omari૧૪. તો પણ તેઓએ તેમનાથી મોઢું ફેરવી લીધું અને કહી દીધું કે શિખવાડેલો, પાગલ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّا كَاشِفُوا۟ ٱلْعَذَابِ قَلِيلًا إِنَّكُمْ عَآئِدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૫. અમે અઝાબને સહેજ દૂર કરી દઇશું તો તમે ફરીવાર પોતાની તે જ સ્થિતિમાં આવી જશો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَوْمَ نَبْطِشُ ٱلْبَطْشَةَ ٱلْكُبْرَىٰٓ إِنَّا مُنتَقِمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૬. જે દિવસે અમે સખત પકડ કરીશું, ખરેખર અમે બદલો લેવાવાળા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَقَدْ فَتَنَّا قَبْلَهُمْ قَوْمَ فِرْعَوْنَ وَجَآءَهُمْ رَسُولٌ كَرِيمٌ

Gujarati Translation - Rabella Al-Omari૧૭. નિ:શંક અમે આ પહેલા ફિરઔનની કોમની (પણ) કસોટી કરી, જેમની પાસે (અલ્લાહના) પ્રતિષ્ઠિત પયગંબર આવ્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَنْ أَدُّوٓا۟ إِلَىَّ عِبَادَ ٱللَّهِ إِنِّى لَكُمْ رَسُولٌ أَمِينٌ

Gujarati Translation - Rabella Al-Omari૧૮. (જેણે કહ્યું) કે અલ્લાહના બંદાઓ મને સોંપી દો, નિ:શંક હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَن لَّا تَعْلُوا۟ عَلَى ٱللَّهِ إِنِّىٓ ءَاتِيكُم بِسُلْطَٰنٍ مُّبِينٍ

Gujarati Translation - Rabella Al-Omari૧૯. અને એ કે તમે અલ્લાહની સામે વિદ્રોહ ન કરો, હું તમારી સામે સ્પષ્ટ પુરાવા લાવીશ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِنِّى عُذْتُ بِرَبِّى وَرَبِّكُمْ أَن تَرْجُمُونِ

Gujarati Translation - Rabella Al-Omari૨૦. અને હું મારા અને તમારા પાલનહારના શરણમાં આવું છું, એ વાતથી કે તમે મને પથ્થરો વડે મારી નાંખો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِن لَّمْ تُؤْمِنُوا۟ لِى فَٱعْتَزِلُونِ

Gujarati Translation - Rabella Al-Omari૨૧. અને જો તમે મારા પર ઈમાન ન લાવતા હોવ, તો તમે મારાથી અળગા રહો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَدَعَا رَبَّهُۥٓ أَنَّ هَٰٓؤُلَآءِ قَوْمٌ مُّجْرِمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૨. પછી તેમણે પોતાના પાલનહારની સમક્ષ દુઆ કરી કે આ બધા અપરાધી લોકો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَسْرِ بِعِبَادِى لَيْلًا إِنَّكُم مُّتَّبَعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૩. (અલ્લાહએ આદેશ આપ્યો) કે તમે રાતના સમયે મારા બંદાઓને લઇને નીકળી જાવ, ખરેખર (આ લોકો) તમારી પાછળ આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱتْرُكِ ٱلْبَحْرَ رَهْوًا إِنَّهُمْ جُندٌ مُّغْرَقُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૪. તમે દરિયાને રોકાયેલો છોડી દો, ખરેખર તેમના લશ્કરને ડુબાડી દેવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَمْ تَرَكُوا۟ مِن جَنَّٰتٍ وَعُيُونٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૫. તે લોકો ઘણાં બગીચાઓ અને ઝરણાં છોડીને ગયા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَزُرُوعٍ وَمَقَامٍ كَرِيمٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૬. તથા ખેતરો અને શાંતિવાળા ઘર.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَنَعْمَةٍ كَانُوا۟ فِيهَا فَٰكِهِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૭. અને આરામ કરવાની વસ્તુઓ, જે વૈભવશાળી હતી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَذَٰلِكَ وَأَوْرَثْنَٰهَا قَوْمًا ءَاخَرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૮. આવી જ દશા થઇ અને અમે તે બધી વસ્તુઓના વારસદાર બીજી કોમને બનાવી દીધા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَمَا بَكَتْ عَلَيْهِمُ ٱلسَّمَآءُ وَٱلْأَرْضُ وَمَا كَانُوا۟ مُنظَرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૯. ન તો તેમના માટે આકાશ રડ્યું અને ન તો જમીન અને ન તો તેઓને મહેતલ આપવામાં આવી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَقَدْ نَجَّيْنَا بَنِىٓ إِسْرَٰٓءِيلَ مِنَ ٱلْعَذَابِ ٱلْمُهِينِ

Gujarati Translation - Rabella Al-Omari૩૦. અને નિ:શંક અમે (જ) બની ઇસ્રાઇલને અપમાનિત કરી દેનારા અઝાબથી છુટકારો આપ્યો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مِن فِرْعَوْنَ إِنَّهُۥ كَانَ عَالِيًا مِّنَ ٱلْمُسْرِفِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૧. (અર્થાત) ફિરઔનથી, ખરેખર તે વિદ્રોહી અને હદ વટાવી જનારા લોકો માંથી હતો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَقَدِ ٱخْتَرْنَٰهُمْ عَلَىٰ عِلْمٍ عَلَى ٱلْعَٰلَمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૨. અને અમે બની ઇસ્રાઇલને પોતાના ઇલ્મના કારણે સમગ્ર સૃષ્ટિ પર શ્રેષ્ઠતા આપી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَءَاتَيْنَٰهُم مِّنَ ٱلْـَٔايَٰتِ مَا فِيهِ بَلَٰٓؤٌا۟ مُّبِينٌ

Gujarati Translation - Rabella Al-Omari૩૩. અને અમે તે લોકોને એવી નિશાનીઓ આપી, જેમાં તે લોકોની સ્પષ્ટ કસોટી હતી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ هَٰٓؤُلَآءِ لَيَقُولُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૪. આ લોકો તો આવું જ કહે છે,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنْ هِىَ إِلَّا مَوْتَتُنَا ٱلْأُولَىٰ وَمَا نَحْنُ بِمُنشَرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૫. કે આ જ અમારું પ્રથમ વખત (દુનિયા માંથી) મૃત્યુ પામવું છે અને અમને બીજી વખત ઉઠાડવામાં નહીં આવે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأْتُوا۟ بِـَٔابَآئِنَآ إِن كُنتُمْ صَٰدِقِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૬. જો તમે સાચા હોય, તો અમારા પૂર્વજોને લઇને આવો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَهُمْ خَيْرٌ أَمْ قَوْمُ تُبَّعٍ وَٱلَّذِينَ مِن قَبْلِهِمْ أَهْلَكْنَٰهُمْ إِنَّهُمْ كَانُوا۟ مُجْرِمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૭. શું આ લોકો શ્રેષ્ઠ છે અથવા તુબ્બઅની કોમના લોકો અને જે તેમના કરતાં પણ પહેલાં હતા, અમે તે બધાને નષ્ટ કરી દીધા, ખરેખર તે લોકો અપરાધી હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَا خَلَقْنَا ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ وَمَا بَيْنَهُمَا لَٰعِبِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૮. અમે આકાશો અને ધરતી તથા તેમની વચ્ચેની વસ્તુઓનું સર્જન રમત-ગમત માટે નથી કર્યું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مَا خَلَقْنَٰهُمَآ إِلَّا بِٱلْحَقِّ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૯. પરંતુ અમે તેમનું સર્જન સત્ય સાથે કર્યું છે, પરંતુ તેમના માંથી વધારે પડતા લોકો જાણતા નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ يَوْمَ ٱلْفَصْلِ مِيقَٰتُهُمْ أَجْمَعِينَ

Gujarati Translation - Rabella Al-Omari૪૦. નિ:શંક નિર્ણયનો દિવસ, તે બધા માટે નક્કી કરેલ સમય છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَوْمَ لَا يُغْنِى مَوْلًى عَن مَّوْلًى شَيْـًٔا وَلَا هُمْ يُنصَرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૧. તે દિવસે કોઇ મિત્ર, બીજા મિત્રને કામ નહીં આવે અને ન તેમની મદદ કરવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِلَّا مَن رَّحِمَ ٱللَّهُ إِنَّهُۥ هُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ

Gujarati Translation - Rabella Al-Omari૪૨. સિવાય તે, જેના પર અલ્લાહની કૃપા થઇ જાય, તે જબરદસ્ત અને દયાળુ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ شَجَرَتَ ٱلزَّقُّومِ

Gujarati Translation - Rabella Al-Omari૪૩. નિ:શંક ઝક્કૂમનું વૃક્ષ,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

طَعَامُ ٱلْأَثِيمِ

Gujarati Translation - Rabella Al-Omari૪૪. અપરાધીનો ખોરાક છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَٱلْمُهْلِ يَغْلِى فِى ٱلْبُطُونِ

Gujarati Translation - Rabella Al-Omari૪૫. જે ઓગળેલા તાંબા જેવું છે અને પેટમાં ઉકળતું રહે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَغَلْىِ ٱلْحَمِيمِ

Gujarati Translation - Rabella Al-Omari૪૬. સખત ગરમ પાણી જેવું,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

خُذُوهُ فَٱعْتِلُوهُ إِلَىٰ سَوَآءِ ٱلْجَحِيمِ

Gujarati Translation - Rabella Al-Omari૪૭. (પછી આદેશ આપવામાં આવશે) કે તેને પકડી લો, પછી ઘસેડીને જહન્નમની વચ્ચે પહોંચાડો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ثُمَّ صُبُّوا۟ فَوْقَ رَأْسِهِۦ مِنْ عَذَابِ ٱلْحَمِيمِ

Gujarati Translation - Rabella Al-Omari૪૮. પછી તેના માથા પર સખત ગરમ પાણીનો અઝાબ વહાવો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ذُقْ إِنَّكَ أَنتَ ٱلْعَزِيزُ ٱلْكَرِيمُ

Gujarati Translation - Rabella Al-Omari૪૯. (તેને કહેવામાં આવશે) ચાખતો રહે, તું ખૂબ જ ઇજજતવાળો અને પ્રભુત્વશાળી હતો,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ هَٰذَا مَا كُنتُم بِهِۦ تَمْتَرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૦. આ જ તે વસ્તુ છે, જેના વિશે તમે શંકા કરતા હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ ٱلْمُتَّقِينَ فِى مَقَامٍ أَمِينٍ

Gujarati Translation - Rabella Al-Omari૫૧. નિ:શંક (અલ્લાહથી) ડરવાવાળાઓ શાંત જગ્યામાં હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فِى جَنَّٰتٍ وَعُيُونٍ

Gujarati Translation - Rabella Al-Omari૫૨. બગીચા અને ઝરણાઓમાં.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَلْبَسُونَ مِن سُندُسٍ وَإِسْتَبْرَقٍ مُّتَقَٰبِلِينَ

Gujarati Translation - Rabella Al-Omari૫૩. પાતળા અને રેશમના પોશાક પહેરી સામ-સામે બેઠા હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَذَٰلِكَ وَزَوَّجْنَٰهُم بِحُورٍ عِينٍ

Gujarati Translation - Rabella Al-Omari૫૪. આ એવી જ રીતે છે અને અમે મોટી-મોટી આંખોવાળી હૂરો સાથે તેમના લગ્ન કરાવી દઇશું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَدْعُونَ فِيهَا بِكُلِّ فَٰكِهَةٍ ءَامِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૫૫. શાંતિપૂર્વક ત્યાં દરેક પ્રકારના ફળો માંગશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَا يَذُوقُونَ فِيهَا ٱلْمَوْتَ إِلَّا ٱلْمَوْتَةَ ٱلْأُولَىٰ وَوَقَىٰهُمْ عَذَابَ ٱلْجَحِيمِ

Gujarati Translation - Rabella Al-Omari૫૬. ત્યાં તેમને મૃત્યુ નહીં આવે, હાં પ્રથમ વખતનું મૃત્યુ, જે દુનિયામાં આવી ગયું, તેમને અલ્લાહ તઆલાએ જહન્નમના અઝાબથી બચાવી લેશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَضْلًا مِّن رَّبِّكَ ذَٰلِكَ هُوَ ٱلْفَوْزُ ٱلْعَظِيمُ

Gujarati Translation - Rabella Al-Omari૫૭. આ ફક્ત તમારા પાલનહારની કૃપા છે, આ જ ભવ્ય સફળતા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَإِنَّمَا يَسَّرْنَٰهُ بِلِسَانِكَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૮. અમે આ (કુરઆન)ને તમારી ભાષામાં સરળ કરી દીધું, જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱرْتَقِبْ إِنَّهُم مُّرْتَقِبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૯. હવે તમે રાહ જુઓ, આ લોકો પણ રાહ જુએ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70