caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Az-Zukhruf الزخرف

89 આયતો · મક્કા · અવતરણ ક્રમ 63

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ حمٓ

Gujarati Translation - Rabella Al-Omari૧. હા-મીમ્ [1]

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلْكِتَٰبِ ٱلْمُبِينِ

Gujarati Translation - Rabella Al-Omari૨. કસમ છે આ સ્પષ્ટ કિતાબની!

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّا جَعَلْنَٰهُ قُرْءَٰنًا عَرَبِيًّا لَّعَلَّكُمْ تَعْقِلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩. અમે આ કુરઆનને અરબી ભાષામાં બનાવ્યું, જેથી તમે સમજી શકો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِنَّهُۥ فِىٓ أُمِّ ٱلْكِتَٰبِ لَدَيْنَا لَعَلِىٌّ حَكِيمٌ

Gujarati Translation - Rabella Al-Omari૪. નિ:શંક આ કુરઆન "લોહે મહફૂઝ"માં છે અને અમારી નજીક ઉચ્ચ દરજ્જા વાળી, હિકમતવાળી છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَفَنَضْرِبُ عَنكُمُ ٱلذِّكْرَ صَفْحًا أَن كُنتُمْ قَوْمًا مُّسْرِفِينَ

Gujarati Translation - Rabella Al-Omari૫. શું અમે આ શિખામણને તમારાથી એટલા માટે દૂર કરી દઇએ કે તમે હદવટાવી જનારા લોકો છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَكَمْ أَرْسَلْنَا مِن نَّبِىٍّ فِى ٱلْأَوَّلِينَ

Gujarati Translation - Rabella Al-Omari૬. અને અમે પહેલાના લોકો માટે કેટલાંય પયગંબરો મોકલ્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَا يَأْتِيهِم مِّن نَّبِىٍّ إِلَّا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ

Gujarati Translation - Rabella Al-Omari૭. અને જ્યારે પણ તેમની પાસે કોઈ પયગંબર આવ્યા, તો તેમણે તેમની મશ્કરી જ કરી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَهْلَكْنَآ أَشَدَّ مِنْهُم بَطْشًا وَمَضَىٰ مَثَلُ ٱلْأَوَّلِينَ

Gujarati Translation - Rabella Al-Omari૮. બસ! અમે તેમને નષ્ટ કરી દીધા જો કે તે લોકો તમારા કરતા વધારે શક્તિશાળી હતા અને અમે આગળના લોકોનું ઉદાહરણ આપી ચૂક્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ لَيَقُولُنَّ خَلَقَهُنَّ ٱلْعَزِيزُ ٱلْعَلِيمُ

Gujarati Translation - Rabella Al-Omari૯. જો તમે તેમને પૂછશો કે આકાશો અને ધરતીનું સર્જન કોણે કર્યું, તો ખરેખર તેમનો જવાબ એ જ હશે કે તેમનું સર્જન વિજયી અને હિકમતવાળા (અલ્લાહ)એ જ કર્યું છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلَّذِى جَعَلَ لَكُمُ ٱلْأَرْضَ مَهْدًا وَجَعَلَ لَكُمْ فِيهَا سُبُلًا لَّعَلَّكُمْ تَهْتَدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૦. તે જ છે, જેણે તમારા માટે ધરતીને પાથરણું બનાવી અને તેમાં તમારા માટે માર્ગો બનાવ્યા, જેથી તમે (પોતાની મંજીલ સુધી પહોચવા માટે) માર્ગ મેળવી શકો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلَّذِى نَزَّلَ مِنَ ٱلسَّمَآءِ مَآءًۢ بِقَدَرٍ فَأَنشَرْنَا بِهِۦ بَلْدَةً مَّيْتًا كَذَٰلِكَ تُخْرَجُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૧. તેણે જ આકાશ માંથી એક પ્રમાણ મુજબ પાણી વરસાવ્યું, બસ! અમે તેના વડે નિષ્પ્રાણ જમીનને જીવિત કરી દીધી, આવી જ રીતે તમે (પણ જમીન માંથી) કાઢવામાં આવશો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلَّذِى خَلَقَ ٱلْأَزْوَٰجَ كُلَّهَا وَجَعَلَ لَكُم مِّنَ ٱلْفُلْكِ وَٱلْأَنْعَٰمِ مَا تَرْكَبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૨. જેણે દરેક વસ્તુના જોડીદાર બનાવ્યા અને તમારા માટે હોડીઓ બનાવી અને ઢોર બનાવ્યા, જેમના પર તમે સવારી કરો છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لِتَسْتَوُۥا۟ عَلَىٰ ظُهُورِهِۦ ثُمَّ تَذْكُرُوا۟ نِعْمَةَ رَبِّكُمْ إِذَا ٱسْتَوَيْتُمْ عَلَيْهِ وَتَقُولُوا۟ سُبْحَٰنَ ٱلَّذِى سَخَّرَ لَنَا هَٰذَا وَمَا كُنَّا لَهُۥ مُقْرِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૩. જેથી તમે તેમની પીઠ પર બેસીને સવારી કરો, જ્યારે તેમના પર સીધા બેસી જાવ પછી પોતાના પાલનહારની નેઅમતને યાદ કરો, અને કહો કે તે પવિત્ર છે, જેણે આ (ઢોરોને) અમારા વશમાં કરી દીધા, જોકે અમારી પાસે (આ ઢોરોને) વશમાં કરવાની શક્તિ ન હતી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِنَّآ إِلَىٰ رَبِّنَا لَمُنقَلِبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૪. ખરેખર અમે અમારા પાલનહાર તરફ પાછા ફરીશું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَجَعَلُوا۟ لَهُۥ مِنْ عِبَادِهِۦ جُزْءًا إِنَّ ٱلْإِنسَٰنَ لَكَفُورٌ مُّبِينٌ

Gujarati Translation - Rabella Al-Omari૧૫. અને તે લોકોએ અલ્લાહના કેટલાક બંદાઓને તેનો ભાગ ઠેરાવી દીધા, નિ:શંક મનુષ્ય ખુલ્લો કૃતધ્ની છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمِ ٱتَّخَذَ مِمَّا يَخْلُقُ بَنَاتٍ وَأَصْفَىٰكُم بِٱلْبَنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૬. શું અલ્લાહ તઆલાએ પોતાના સર્જન માંથી પોતાના માટે દીકરીઓ રાખી અને તમને દીકરા આપ્યા?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَا بُشِّرَ أَحَدُهُم بِمَا ضَرَبَ لِلرَّحْمَٰنِ مَثَلًا ظَلَّ وَجْهُهُۥ مُسْوَدًّا وَهُوَ كَظِيمٌ

Gujarati Translation - Rabella Al-Omari૧૭. જો કે તેમના માંથી જ્યારે કોઇને (દીકરીનાં જન્મ)ની જાણ કરવામાં આવે છે, જેની નિસ્બત તેણે અલ્લાહ તરફ કરી હતી, તો તેનો ચહેરો કાળો પડી જાય છે અને તે નિરાશ થઇ જાય છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَوَمَن يُنَشَّؤُا۟ فِى ٱلْحِلْيَةِ وَهُوَ فِى ٱلْخِصَامِ غَيْرُ مُبِينٍ

Gujarati Translation - Rabella Al-Omari૧૮. શું (અલ્લાહના સંતાન દીકરીઓ છે)? જેમનું પાલન-પોષણ ઘરેણામાં થયું અને ઝઘડામાં (પોતાની વાત) સ્પષ્ટ નથી કરી શકતી?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَجَعَلُوا۟ ٱلْمَلَٰٓئِكَةَ ٱلَّذِينَ هُمْ عِبَٰدُ ٱلرَّحْمَٰنِ إِنَٰثًا أَشَهِدُوا۟ خَلْقَهُمْ سَتُكْتَبُ شَهَٰدَتُهُمْ وَيُسْـَٔلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૯. અને તેમણે ફરિશ્તાઓને, જેઓ રહમાનની બંદગી કરે છે, દીકરીઓ ઠેરવી દીધી, શું તેમના સર્જન વખતે તેઓ હાજર હતા? તેમની આ સાક્ષીને લખી લેવામાં આવશે અને તેમને પૂછવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَقَالُوا۟ لَوْ شَآءَ ٱلرَّحْمَٰنُ مَا عَبَدْنَٰهُم مَّا لَهُم بِذَٰلِكَ مِنْ عِلْمٍ إِنْ هُمْ إِلَّا يَخْرُصُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૦. અને કહે છે કે જો અલ્લાહ ઇચ્છતો તો અમે તેમની બંદગી ન કરતા, તેમને આ વિશેની કંઈ પણ જાણ નથી, આ તો ફક્ત બકવાસ કરે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمْ ءَاتَيْنَٰهُمْ كِتَٰبًا مِّن قَبْلِهِۦ فَهُم بِهِۦ مُسْتَمْسِكُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૧. શું અમે તે લોકોને આ પહેલા કોઇ કિતાબ આપી છે? જેને આ લોકોએ મજબૂતીથી પકડી રાખી છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

بَلْ قَالُوٓا۟ إِنَّا وَجَدْنَآ ءَابَآءَنَا عَلَىٰٓ أُمَّةٍ وَإِنَّا عَلَىٰٓ ءَاثَٰرِهِم مُّهْتَدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૨. (ના-ના) પરંતુ આ લોકો કહે છે કે અમે અમારા પૂર્વજોને એક દીન પર જોયા અને અમે તેમના જ માર્ગ પર ચાલી રહ્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَكَذَٰلِكَ مَآ أَرْسَلْنَا مِن قَبْلِكَ فِى قَرْيَةٍ مِّن نَّذِيرٍ إِلَّا قَالَ مُتْرَفُوهَآ إِنَّا وَجَدْنَآ ءَابَآءَنَا عَلَىٰٓ أُمَّةٍ وَإِنَّا عَلَىٰٓ ءَاثَٰرِهِم مُّقْتَدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૩. આવી જ રીતે તમારાથી પહેલા અમે જે વસ્તીમાં કોઇ સચેત કરનાર મોકલ્યા, ત્યાંના સુખી લોકોએ આ જ જવાબ આપ્યો કે અમે અમારા પૂર્વજોને એક દીન પર જોયા અને અમે તેમના જ માર્ગનું અનુસરણ કરનારા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَٰلَ أَوَلَوْ جِئْتُكُم بِأَهْدَىٰ مِمَّا وَجَدتُّمْ عَلَيْهِ ءَابَآءَكُمْ قَالُوٓا۟ إِنَّا بِمَآ أُرْسِلْتُم بِهِۦ كَٰفِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૪. (પયગંબરે) કહ્યું કે શું હું તમારી પાસે તેના કરતા ઉત્તમ માર્ગ લઇને આવું, જેના પર તમે તમારા પૂર્વજોને જોયા? (તો પણ તમે તેમનું જ અનુસરણ કરશો?) તો તેમણે જવાબ આપ્યો કે જે આદેશ લઈને તમને મોકલવામાં આવ્યા છે, અમે તેનો ઇન્કાર કરીએ છીએ,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱنتَقَمْنَا مِنْهُمْ فَٱنظُرْ كَيْفَ كَانَ عَٰقِبَةُ ٱلْمُكَذِّبِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૫. બસ! અમે તેમની સાથે બદલો લીધો અને જોઇ લો, જુઠલાવનારા લોકોની દશા કેવી થઇ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذْ قَالَ إِبْرَٰهِيمُ لِأَبِيهِ وَقَوْمِهِۦٓ إِنَّنِى بَرَآءٌ مِّمَّا تَعْبُدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૬. અને (તે સમયને યાદ કરો) જ્યારે ઇબ્રાહીમે પોતાના પિતા અને પોતાની કોમને કહ્યું કે હું તે વસ્તુને નથી માનતો, જેની બંદગી તમે કરો છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِلَّا ٱلَّذِى فَطَرَنِى فَإِنَّهُۥ سَيَهْدِينِ

Gujarati Translation - Rabella Al-Omari૨૭. હું તો ફક્ત તેની જ બંદગી કરું છું, જેણે મારું સર્જન કર્યું અને તે જ મને માર્ગદર્શન પણ આપશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَجَعَلَهَا كَلِمَةًۢ بَاقِيَةً فِى عَقِبِهِۦ لَعَلَّهُمْ يَرْجِعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૮. (અને ઇબ્રાહીમ) આ જ વાત પોતાના સંતાનમાં પણ છોડી ગયા, જેથી લોકો (શિર્કથી) છેટા રહે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

بَلْ مَتَّعْتُ هَٰٓؤُلَآءِ وَءَابَآءَهُمْ حَتَّىٰ جَآءَهُمُ ٱلْحَقُّ وَرَسُولٌ مُّبِينٌ

Gujarati Translation - Rabella Al-Omari૨૯. પરંતુ મેં તે લોકોને અને તેમના પૂર્વજોને (દુનિયાનો) સામાન આપ્યો, ત્યાં સુધી કે તેમની પાસે સત્ય અને સ્પષ્ટ રીતે જાણકારી આપનારા પયગંબર આવી ગયા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَمَّا جَآءَهُمُ ٱلْحَقُّ قَالُوا۟ هَٰذَا سِحْرٌ وَإِنَّا بِهِۦ كَٰفِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૦. અને સત્ય જોતા જ પોકારી ઉઠયા કે આ તો જાદુ છે અને અમે તેનો ઇન્કાર કરીએ છીએ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَقَالُوا۟ لَوْلَا نُزِّلَ هَٰذَا ٱلْقُرْءَانُ عَلَىٰ رَجُلٍ مِّنَ ٱلْقَرْيَتَيْنِ عَظِيمٍ

Gujarati Translation - Rabella Al-Omari૩૧. અને (કાફિરો) કહેવા લાગ્યા, આ કુરઆન તે બન્ને શહેરના લોકો માંથી કોઇ પ્રભુત્વ ધરાવતા વ્યક્તિ પર કેમ ઉતારવામાં ન આવ્યું?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَهُمْ يَقْسِمُونَ رَحْمَتَ رَبِّكَ نَحْنُ قَسَمْنَا بَيْنَهُم مَّعِيشَتَهُمْ فِى ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا وَرَفَعْنَا بَعْضَهُمْ فَوْقَ بَعْضٍ دَرَجَٰتٍ لِّيَتَّخِذَ بَعْضُهُم بَعْضًا سُخْرِيًّا وَرَحْمَتُ رَبِّكَ خَيْرٌ مِّمَّا يَجْمَعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૨. શું તમારા પાલનહારની રહમતના ભાગ પાડે છે? અમે જ દુનિયાના જીવનની રોજી તેમની વચ્ચે વહેંચી છે અને એકને બીજા પર પ્રભુત્વ આપ્યું છે, જેથી તેઓ એકબીજાની ખિદમત લઈ શકે, અને તમારા પાલનહારની નેઅમત તે વસ્તુ કરતા ઉત્તમ છે, જે આ લોકો ભેગી કરી રહ્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَوْلَآ أَن يَكُونَ ٱلنَّاسُ أُمَّةً وَٰحِدَةً لَّجَعَلْنَا لِمَن يَكْفُرُ بِٱلرَّحْمَٰنِ لِبُيُوتِهِمْ سُقُفًا مِّن فِضَّةٍ وَمَعَارِجَ عَلَيْهَا يَظْهَرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૩. અને જો એ વાત ન હોત કે દરેક લોકો એક જ માર્ગ (કુફ્ર) પર આવી જાય, તો રહમાનનો ઇન્કાર કરનારાઓના ઘરની છતોને અમે ચાંદીની બનાવી દેતા, અને સીડીઓને પણ, જેના પર ચઢે તેઓ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلِبُيُوتِهِمْ أَبْوَٰبًا وَسُرُرًا عَلَيْهَا يَتَّكِـُٔونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૪. અને તેમના ઘરોના દરવાજા અને સિંહાસન પણ, જેના પર તેઓ તકિયા લગાવી બેસતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَزُخْرُفًا وَإِن كُلُّ ذَٰلِكَ لَمَّا مَتَٰعُ ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا وَٱلْـَٔاخِرَةُ عِندَ رَبِّكَ لِلْمُتَّقِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૫. અને આ બધું જ સોના અને ચાંદીનું બનાવી દેતા, આ દરેક વસ્તુ અમસ્તુ જ દુનિયાના જીવનના લાભ માટે છે અને આખિરત તો તમારા પાલનહારની નજીક ડરવાવાળાઓ માટે જ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَن يَعْشُ عَن ذِكْرِ ٱلرَّحْمَٰنِ نُقَيِّضْ لَهُۥ شَيْطَٰنًا فَهُوَ لَهُۥ قَرِينٌ

Gujarati Translation - Rabella Al-Omari૩૬. અને જે વ્યક્તિ રહમાનની યાદથી બેદરકારી કરે, અમે તેના પર એક શેતાન નક્કી કરી દઇએ છીએ, તે જ તેનો મિત્ર બને છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِنَّهُمْ لَيَصُدُّونَهُمْ عَنِ ٱلسَّبِيلِ وَيَحْسَبُونَ أَنَّهُم مُّهْتَدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૭. અને તે શેતાન તેમને સાચા માર્ગથી રોકે છે જ્યારે કે તેઓ એવું અનુમાન કરતા હોય છે કે અમે સત્ય માર્ગ પર છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

حَتَّىٰٓ إِذَا جَآءَنَا قَالَ يَٰلَيْتَ بَيْنِى وَبَيْنَكَ بُعْدَ ٱلْمَشْرِقَيْنِ فَبِئْسَ ٱلْقَرِينُ

Gujarati Translation - Rabella Al-Omari૩૮. ત્યાં સુધી કે જ્યારે તે અમારી પાસે આવશે, તો (પોતાના મિત્રને)કહેશે કે કાશ! મારી અને તારી વચ્ચે પૂર્વ અને પશ્ચિમ જેટલું અંતર હોત, તું ઘણો જ ખરાબ મિત્ર છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَن يَنفَعَكُمُ ٱلْيَوْمَ إِذ ظَّلَمْتُمْ أَنَّكُمْ فِى ٱلْعَذَابِ مُشْتَرِكُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૯. અને (તેમને કહેવામા આવશે) જ્યારે તમે જુલમ કરી ચુક્યા છો તો તો આજના દિવસે (આવી વાત) કઈ ફાયદો નહીં પહોચાડી શકે. તમે સૌ અઝાબમાં સરખા છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَفَأَنتَ تُسْمِعُ ٱلصُّمَّ أَوْ تَهْدِى ٱلْعُمْىَ وَمَن كَانَ فِى ضَلَٰلٍ مُّبِينٍ

Gujarati Translation - Rabella Al-Omari૪૦. (હે પયગંબ) શું તમે બહેરાને સંભળાવી શકો છો? અથવા આંધળાને માર્ગ બતાવી શકો છો અને તેને, જે સ્પષ્ટ રીતે ગુમરાહીમાં પડેલા છે? તેમને હિદાયત આપી શકો છો?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَإِمَّا نَذْهَبَنَّ بِكَ فَإِنَّا مِنْهُم مُّنتَقِمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૧. બસ! જો અમે તમને અહીંયાથી લઇ જઇએ, તો પણ અમે તેમની સાથે બદલો લઇશું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَوْ نُرِيَنَّكَ ٱلَّذِى وَعَدْنَٰهُمْ فَإِنَّا عَلَيْهِم مُّقْتَدِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૨. અથવા તેમની સાથે જે (અઝાબનું) વચન કર્યું છે, તે તમને બતાવી દેવા માટે પણ શક્તિ ધરાવીએ છીએ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱسْتَمْسِكْ بِٱلَّذِىٓ أُوحِىَ إِلَيْكَ إِنَّكَ عَلَىٰ صِرَٰطٍ مُّسْتَقِيمٍ

Gujarati Translation - Rabella Al-Omari૪૩. બસ! જે વહી તમારી તરફ કરવામાં આવી છે તેને મજબૂતીથી પકડી રાખો, નિ:શંક તમે સત્ય માર્ગ પર છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِنَّهُۥ لَذِكْرٌ لَّكَ وَلِقَوْمِكَ وَسَوْفَ تُسْـَٔلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૪. અને નિ:શંક આ કિતાબ તમારા માટે અને તમારી કોમ માટે શિખામણ છે અને નજીક માંજ તમને (આના વિશે) પૂછવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَسْـَٔلْ مَنْ أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رُّسُلِنَآ أَجَعَلْنَا مِن دُونِ ٱلرَّحْمَٰنِ ءَالِهَةً يُعْبَدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૫. અને અમારા તે પયગંબરોને પૂછી લો, જેમને અમે તમારા કરતા પહેલા મોકલ્યા હતા, કે શું અમે રહમાન સિવાય બીજા ઇલાહ બનાવ્યા હતા? જેમની બંદગી કરવામાં આવે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَقَدْ أَرْسَلْنَا مُوسَىٰ بِـَٔايَٰتِنَآ إِلَىٰ فِرْعَوْنَ وَمَلَإِي۟هِۦ فَقَالَ إِنِّى رَسُولُ رَبِّ ٱلْعَٰلَمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૪૬. અને અમે મૂસાને અમારી નિશાનીઓ લઇને ફિરઔન અને તેના લોકો તરફ મોકલ્યા, તો (મૂસાએ જઇને) કહ્યું કે, હું સમગ્ર સૃષ્ટિના પાલનહારનો પયગંબર છું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَلَمَّا جَآءَهُم بِـَٔايَٰتِنَآ إِذَا هُم مِّنْهَا يَضْحَكُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૭. બસ! જ્યારે તેઓ અમારી નિશાનીઓ લઇને તેઓને પાસે પહોંચ્યા, તો તેઓ તેમની મશ્કરી કરવા લાગ્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَا نُرِيهِم مِّنْ ءَايَةٍ إِلَّا هِىَ أَكْبَرُ مِنْ أُخْتِهَا وَأَخَذْنَٰهُم بِٱلْعَذَابِ لَعَلَّهُمْ يَرْجِعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૮. અને જે નિશાની અમે તેઓને બતાવતા હતા, તે એકબીજાથી ચઢીયાતી હતી અને અમે તેમના પર અઝાબ ઉતારતા રહ્યા, જેથી તેઓ સુધારો કરી લે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَقَالُوا۟ يَٰٓأَيُّهَ ٱلسَّاحِرُ ٱدْعُ لَنَا رَبَّكَ بِمَا عَهِدَ عِندَكَ إِنَّنَا لَمُهْتَدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૯. અને તે લોકોએ કહ્યું કે, હે જાદુગર! અમારા માટે પોતાના પાલનહારથી તેના માટે દુઆ કર, જેનું વચન તે અમને આપ્યું છે, નિ:શંક અમે સત્ય માર્ગ પર આવી જઇશું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَلَمَّا كَشَفْنَا عَنْهُمُ ٱلْعَذَابَ إِذَا هُمْ يَنكُثُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૦. પછી જ્યારે અમે તેમના પરથી અઝાબ દૂર કરી દેતા, તો તેઓ તે જ સમયે તેમનું વચન તોડી નાંખતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَنَادَىٰ فِرْعَوْنُ فِى قَوْمِهِۦ قَالَ يَٰقَوْمِ أَلَيْسَ لِى مُلْكُ مِصْرَ وَهَٰذِهِ ٱلْأَنْهَٰرُ تَجْرِى مِن تَحْتِىٓ أَفَلَا تُبْصِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૧. અને ફિરઔને (એક વખતે) પોતાની કોમમાં જાહેર કરાવ્યું અને કહ્યું કે હે મારી કોમના લોકો! શું મિસ્રનું શહેર મારું નથી? અને મારા (મહેલો) નીચે આ નહેરો વહી રહી છે, શું તમે જોતા નથી?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمْ أَنَا۠ خَيْرٌ مِّنْ هَٰذَا ٱلَّذِى هُوَ مَهِينٌ وَلَا يَكَادُ يُبِينُ

Gujarati Translation - Rabella Al-Omari૫૨. પરંતુ હું તે તુચ્છ વ્યક્તિ કરતા શ્રેષ્ઠ છું, જે સ્પષ્ટ બોલી પણ નથી શકતો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَلَوْلَآ أُلْقِىَ عَلَيْهِ أَسْوِرَةٌ مِّن ذَهَبٍ أَوْ جَآءَ مَعَهُ ٱلْمَلَٰٓئِكَةُ مُقْتَرِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૫૩. (જો આ પયગંબર હોય) તો તેના માટે સોનાની બંગડીઓ કેમ ન ઉતરી? અથવા તેની સાથે પ્રતિષ્ઠિત ફરિશ્તાઓ કેમ ન આવ્યા?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱسْتَخَفَّ قَوْمَهُۥ فَأَطَاعُوهُ إِنَّهُمْ كَانُوا۟ قَوْمًا فَٰسِقِينَ

Gujarati Translation - Rabella Al-Omari૫૪. તેણે પોતાની કોમને પથભ્રષ્ટ કરી દીધા અને તે લોકોએ તેનું જ અનુસરણ કર્યું, ખરેખર આ બધા અવજ્ઞાકારી લોકો હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَلَمَّآ ءَاسَفُونَا ٱنتَقَمْنَا مِنْهُمْ فَأَغْرَقْنَٰهُمْ أَجْمَعِينَ

Gujarati Translation - Rabella Al-Omari૫૫. પછી જ્યારે તેઓએ અમને ગુસ્સે કર્યા, તો અમે તેમની સાથે બદલો લીધો અને સૌને ડુબાડી દીધા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَجَعَلْنَٰهُمْ سَلَفًا وَمَثَلًا لِّلْـَٔاخِرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૫૬. બસ! અમે તે લોકોને એક દાસ્તાન બનાવી દીધા અને બીજા લોકો માટે શિખામણ મેળવવાનું કારણ બનાવી દીધા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَمَّا ضُرِبَ ٱبْنُ مَرْيَمَ مَثَلًا إِذَا قَوْمُكَ مِنْهُ يَصِدُّونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૭. અને જ્યારે ઈસા બિન મરયમનું ઉદાહરણ આપવામાં આવ્યું, તો તમારી કોમ ચીસો પાડવા લાગી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَقَالُوٓا۟ ءَأَٰلِهَتُنَا خَيْرٌ أَمْ هُوَ مَا ضَرَبُوهُ لَكَ إِلَّا جَدَلًۢا بَلْ هُمْ قَوْمٌ خَصِمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૮. અને કહેવા લાગ્યા કે શું અમારા ઇલાહ સારાં છે અથવા તે (ઈસા)? તે લોકોનું આવું કહેવું ફક્ત ઝઘડાના હેતુથી હતું. પરંતુ આ લોકો ઝઘડો કરનારા જ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنْ هُوَ إِلَّا عَبْدٌ أَنْعَمْنَا عَلَيْهِ وَجَعَلْنَٰهُ مَثَلًا لِّبَنِىٓ إِسْرَٰٓءِيلَ

Gujarati Translation - Rabella Al-Omari૫૯. ઈસા ફક્ત એક બંદા હતા, જેના પર અમે ઉપકાર કર્યા અને તેમને બની ઇસ્રાઇલના માટે (પોતાની કુદરતની) નિશાની બનાવી દીધી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَوْ نَشَآءُ لَجَعَلْنَا مِنكُم مَّلَٰٓئِكَةً فِى ٱلْأَرْضِ يَخْلُفُونَ

Gujarati Translation - Rabella Al-Omari૬૦. જો અમે ઇચ્છતા તો તમારા બદલામાં ફરિશ્તાઓને લાવતા, જેઓ ધરતી પર નાયબ બનતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِنَّهُۥ لَعِلْمٌ لِّلسَّاعَةِ فَلَا تَمْتَرُنَّ بِهَا وَٱتَّبِعُونِ هَٰذَا صِرَٰطٌ مُّسْتَقِيمٌ

Gujarati Translation - Rabella Al-Omari૬૧. અને નિ:શંક (ઈસા) કયામતની એક નિશાની છે, બસ! તમે (કયામત) વિશે શંકા ન કરો અને મારું અનુસરણ કરો, આ જ સત્ય માર્ગ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَا يَصُدَّنَّكُمُ ٱلشَّيْطَٰنُ إِنَّهُۥ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ

Gujarati Translation - Rabella Al-Omari૬૨. અને શેતાન તમને આ માર્ગથી રોકી ન લે, ખરેખર તે તમારો ખુલ્લો દુશ્મન છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَمَّا جَآءَ عِيسَىٰ بِٱلْبَيِّنَٰتِ قَالَ قَدْ جِئْتُكُم بِٱلْحِكْمَةِ وَلِأُبَيِّنَ لَكُم بَعْضَ ٱلَّذِى تَخْتَلِفُونَ فِيهِ فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ

Gujarati Translation - Rabella Al-Omari૬૩. અને જ્યારે ઈસા સ્પષ્ટ નિશાનીઓ લઇને આવ્યા હતા, તો કહ્યું કે હું તમારી પાસે હિકમત લઇને આવ્યો છું અને એટલા માટે આવ્યો છું કે તમે થોડીક બાબતોમાં વિવાદ કરો છો, તેને સ્પષ્ટ કરી દઉં, બસ! તમે અલ્લાહ તઆલાથી ડરો અને મારું કહ્યું માનો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ ٱللَّهَ هُوَ رَبِّى وَرَبُّكُمْ فَٱعْبُدُوهُ هَٰذَا صِرَٰطٌ مُّسْتَقِيمٌ

Gujarati Translation - Rabella Al-Omari૬૪. મારો અને તમારો પાલનહાર ફક્ત અલ્લાહ તઆલા છે, બસ! તમે સૌ તેની બંદગી કરો, સત્ય માર્ગ આ (જ) છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱخْتَلَفَ ٱلْأَحْزَابُ مِنۢ بَيْنِهِمْ فَوَيْلٌ لِّلَّذِينَ ظَلَمُوا۟ مِنْ عَذَابِ يَوْمٍ أَلِيمٍ

Gujarati Translation - Rabella Al-Omari૬૫. પછી તેમના માંથી કઈ જૂથોએ અંદરોઅંદર વિવાદ કર્યો, બસ! જાલિમ લોકો દુ:ખદાયી અઝાબના દિવસની ખરાબી છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

هَلْ يَنظُرُونَ إِلَّا ٱلسَّاعَةَ أَن تَأْتِيَهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૬૬. શું આ લોકો ફક્ત કયામતની રાહ જૂએ છે કે તે અચાનક તેમના પર આવી જશે અને તેમને જાણ પણ નહીં થાય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلْأَخِلَّآءُ يَوْمَئِذٍۭ بَعْضُهُمْ لِبَعْضٍ عَدُوٌّ إِلَّا ٱلْمُتَّقِينَ

Gujarati Translation - Rabella Al-Omari૬૭. તે દિવસે પરહેજ્ગાર સિવાય દરેક મિત્રો એકબીજાના દુશ્મન બની જશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَٰعِبَادِ لَا خَوْفٌ عَلَيْكُمُ ٱلْيَوْمَ وَلَآ أَنتُمْ تَحْزَنُونَ

Gujarati Translation - Rabella Al-Omari૬૮. હે મારા બંદાઓ! આજના દિવસે તમારા માટે ન કોઇ દુ:ખ હશે અને ન તો તમે નિરાશ થશો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلَّذِينَ ءَامَنُوا۟ بِـَٔايَٰتِنَا وَكَانُوا۟ مُسْلِمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૬૯. જે અમારી આયતો પર ઈમાન લાવ્યા અને તેઓ મુસલમાન હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱدْخُلُوا۟ ٱلْجَنَّةَ أَنتُمْ وَأَزْوَٰجُكُمْ تُحْبَرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૭૦. તમે અને તમારી પત્નીઓ રાજી-ખુશીથી જન્નતમાં પ્રવેશો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يُطَافُ عَلَيْهِم بِصِحَافٍ مِّن ذَهَبٍ وَأَكْوَابٍ وَفِيهَا مَا تَشْتَهِيهِ ٱلْأَنفُسُ وَتَلَذُّ ٱلْأَعْيُنُ وَأَنتُمْ فِيهَا خَٰلِدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૭૧. તેમની ચારેય બાજુથી સોનાની રકાબી અને સોનાના પ્યાલા લાવવામાં આવશે, તે લોકો જેની ઇચ્છા કરશે અને જેનાથી તેઓની આંખોને શાંતિ મળે, બધું જ ત્યાં હશે અને તમે તેમાં હંમેશા રહેશો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَتِلْكَ ٱلْجَنَّةُ ٱلَّتِىٓ أُورِثْتُمُوهَا بِمَا كُنتُمْ تَعْمَلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૭૨. આ જ તે જન્નત છે, જેના તમે વારસદાર બનાવવામાં આવ્યા છો. પોતાના તે કર્મોના બદલામાં, જે તમે (દુનિયામાં) કરતા રહ્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَكُمْ فِيهَا فَٰكِهَةٌ كَثِيرَةٌ مِّنْهَا تَأْكُلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૭૩. ત્યાં તમારા માટે ખૂબ જ ફળો હશે, જેને તમે ખાતા રહેશો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ ٱلْمُجْرِمِينَ فِى عَذَابِ جَهَنَّمَ خَٰلِدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૭૪. (અને) અપરાધી લોકો જહન્નમમાં હંમેશા રહેશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَا يُفَتَّرُ عَنْهُمْ وَهُمْ فِيهِ مُبْلِسُونَ

Gujarati Translation - Rabella Al-Omari૭૫. આ અઝાબ ક્યારેય તેમના પરથી હળવો કરવામાં નહીં આવે અને તેઓ તેમાં નિરાશ પડ્યા રહેશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَا ظَلَمْنَٰهُمْ وَلَٰكِن كَانُوا۟ هُمُ ٱلظَّٰلِمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૭૬. અને અમે તેમના પર જુલમ નથી કર્યો, પરંતુ તે પોતે જ જાલિમ હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَنَادَوْا۟ يَٰمَٰلِكُ لِيَقْضِ عَلَيْنَا رَبُّكَ قَالَ إِنَّكُم مَّٰكِثُونَ

Gujarati Translation - Rabella Al-Omari૭૭. અને પોકારી-પોકારીને કહેશે કે હે દ્વારપાળ! તમારો પાલનહાર અમને મૃત્યુ આપી દે, (તો સારું રહેશે) તે કહેશે કે તમને (હંમેશા) અહિયાં જ રહેવાનું છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَقَدْ جِئْنَٰكُم بِٱلْحَقِّ وَلَٰكِنَّ أَكْثَرَكُمْ لِلْحَقِّ كَٰرِهُونَ

Gujarati Translation - Rabella Al-Omari૭૮. અમે તો તમારી પાસે સત્ય લઇને આવ્યા, પરંતુ તમારા માંથી વધારે પડતા લોકો સત્યથી ચીડાતા હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمْ أَبْرَمُوٓا۟ أَمْرًا فَإِنَّا مُبْرِمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૭૯. શું તે લોકોએ કોઇ કાર્યનો પાક્કો ઇરાદો કરી લીધો છે, (જો આવી વાત હોય) તો અમે પણ ઠોસ નિર્ણય કરી દઈએ છીએ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمْ يَحْسَبُونَ أَنَّا لَا نَسْمَعُ سِرَّهُمْ وَنَجْوَىٰهُم بَلَىٰ وَرُسُلُنَا لَدَيْهِمْ يَكْتُبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૮૦. શું તે લોકો અનુમાન કરે છે કે અમે તેમની છૂપી અને ખાનગી વાતો નથી જાણતા? (નિ:શંક અમે બધું સાંભળી રહ્યા છીએ). ઉપરાંત અમારા નક્કી કરેલા (ફરિશ્તાઓ) તેમની પાસે જ લખી રહ્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قُلْ إِن كَانَ لِلرَّحْمَٰنِ وَلَدٌ فَأَنَا۠ أَوَّلُ ٱلْعَٰبِدِينَ

Gujarati Translation - Rabella Al-Omari૮૧. (હે પયગંબર) તમે તેમને કહી દો! કે જો કદાચ રહમાનને કોઈ દીકરો હોત, તો હું સૌ પ્રથમ બંદગી કરવાવાળો હોત.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

سُبْحَٰنَ رَبِّ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ رَبِّ ٱلْعَرْشِ عَمَّا يَصِفُونَ

Gujarati Translation - Rabella Al-Omari૮૨. તે પાક છે, આકાશો, ધરતી અને અર્શનો પાલનહાર, તે વાતોથી, જેનું આ લોકો વર્ણન કરી રહ્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَذَرْهُمْ يَخُوضُوا۟ وَيَلْعَبُوا۟ حَتَّىٰ يُلَٰقُوا۟ يَوْمَهُمُ ٱلَّذِى يُوعَدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૮૩. હવે (હે પયગંબર) તમે તે લોકોને આજ તકરાર અને વિવાદમાં છોડી દો, ત્યાં સુધી કે તે લોકો તે દિવસ જોઇ લે, જેનું વચન તેમને આપવામાં આવે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَهُوَ ٱلَّذِى فِى ٱلسَّمَآءِ إِلَٰهٌ وَفِى ٱلْأَرْضِ إِلَٰهٌ وَهُوَ ٱلْحَكِيمُ ٱلْعَلِيمُ

Gujarati Translation - Rabella Al-Omari૮૪. આકાશોમાં પણ તે જ ઇલાહ છે અને ધરતીમાં પણ તે જ ઇલાહ છે, તે ખૂબ હિકમતવાળો અને સંપૂર્ણ જ્ઞાનવાળો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَتَبَارَكَ ٱلَّذِى لَهُۥ مُلْكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَعِندَهُۥ عِلْمُ ٱلسَّاعَةِ وَإِلَيْهِ تُرْجَعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૮૫. અને તે ખૂબ જ બરકતવાળો છે, જેની પાસે આકાશો અને ધરતી અને તેની વચ્ચેની દરેક વસ્તુનું સામ્રાજ્ય છે અને કયામતનું જ્ઞાન પણ તે જ જાણે છે અને તેની જ તરફ તમે સૌ પાછા ફરશો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَا يَمْلِكُ ٱلَّذِينَ يَدْعُونَ مِن دُونِهِ ٱلشَّفَٰعَةَ إِلَّا مَن شَهِدَ بِٱلْحَقِّ وَهُمْ يَعْلَمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૮૬. જેમને આ લોકો અલ્લાહ સિવાય પોકારે છે, તેઓ ભલામણ કરવાનો અધિકાર નથી ધરાવતા, (ભલામણ કરવાનો અધિકાર તેનો છે) જે સત્ય વાતને માને અને તેમને જ્ઞાન પણ હોય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَهُمْ لَيَقُولُنَّ ٱللَّهُ فَأَنَّىٰ يُؤْفَكُونَ

Gujarati Translation - Rabella Al-Omari૮૭. જો તમે તે લોકોને પૂછો કે તેમનું સર્જન કોણે કર્યું, તો નિ:શંક તે લોકો જવાબ આપશે કે "અલ્લાહ"એ, પછી આ લોકો ક્યાં જઇ રહ્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَقِيلِهِۦ يَٰرَبِّ إِنَّ هَٰٓؤُلَآءِ قَوْمٌ لَّا يُؤْمِنُونَ

Gujarati Translation - Rabella Al-Omari૮૮. અને તેમના (પયગંબરનું) એવું કહેવું છે કે હે મારા પાલનહાર! ખરેખર આ તે લોકો છે, જેઓ ઈમાન નથી લાવતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱصْفَحْ عَنْهُمْ وَقُلْ سَلَٰمٌ فَسَوْفَ يَعْلَمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૮૯. બસ! તમે તેમનાથી મોઢું ફેરવી લો અને સલામ કહી દો, તે લોકો નજીકમાં જ જાણી લેશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70