મુખ્ય પૃષ્ઠ › સૂરહ › સૂરહ Al-Waaqia
સૂરહ Al-Waaqia الواقعة
96 આયતો · મક્કા · અવતરણ ક્રમ 46
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ إِذَا وَقَعَتِ ٱلْوَاقِعَةُ
Gujarati Translation - Rabella Al-Omari ૧. જ્યારે કયામત આવી પહોંચશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَيْسَ لِوَقْعَتِهَا كَاذِبَةٌ
Gujarati Translation - Rabella Al-Omari ૨. તેને કોઈ જુઠલાવી નહીં શકે,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
خَافِضَةٌ رَّافِعَةٌ
Gujarati Translation - Rabella Al-Omari ૩. તે (કયામત) નીચા કરવાવાળી અને ઊંચા કરવાવાળી હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِذَا رُجَّتِ ٱلْأَرْضُ رَجًّا
Gujarati Translation - Rabella Al-Omari ૪. જ્યારે કે જમીનને ધરતીકંપ સાથે હલાવી દેવામાં આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَبُسَّتِ ٱلْجِبَالُ بَسًّا
Gujarati Translation - Rabella Al-Omari ૫. અને પર્વતો અત્યંત ચૂરે ચૂરા કરી દેવામાં આવશે
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَكَانَتْ هَبَآءً مُّنۢبَثًّا
Gujarati Translation - Rabella Al-Omari ૬. પછી તે વિખેરાયેલી માટી જેવા થઇ જશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَكُنتُمْ أَزْوَٰجًا ثَلَٰثَةً
Gujarati Translation - Rabella Al-Omari ૭. તે સમયે તમે ત્રણ જૂથોમાં બની જશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَأَصْحَٰبُ ٱلْمَيْمَنَةِ مَآ أَصْحَٰبُ ٱلْمَيْمَنَةِ
Gujarati Translation - Rabella Al-Omari ૮. (એક) જમણા હાથવાળા હશે, કેવા સારા હશે. જમણા હાથવાળા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأَصْحَٰبُ ٱلْمَشْـَٔمَةِ مَآ أَصْحَٰبُ ٱلْمَشْـَٔمَةِ
Gujarati Translation - Rabella Al-Omari ૯. અને (બીજા) ડાબા હાથવાળા હશે, ડાબા હાથવાળાઓને શું કહીએ?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱلسَّٰبِقُونَ ٱلسَّٰبِقُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૦. અને (ત્રીજા) આગળ વધનારા, તે તો આગળ વધનારા જ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أُو۟لَٰٓئِكَ ٱلْمُقَرَّبُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૧. આ જ તે લોકો છે, જેઓ અલ્લાહના ખાસ બંદાઓ હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فِى جَنَّٰتِ ٱلنَّعِيمِ
Gujarati Translation - Rabella Al-Omari ૧૨. નેઅમતોવાળા બગીચામાં છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ثُلَّةٌ مِّنَ ٱلْأَوَّلِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૩. પહેલાના લોકો માંથી તેમનું મોટું જૂથ હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَقَلِيلٌ مِّنَ ٱلْـَٔاخِرِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૪. અને પાછળના લોકો માંથી ઓછા હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
عَلَىٰ سُرُرٍ مَّوْضُونَةٍ
Gujarati Translation - Rabella Al-Omari ૧૫. આ લોકો સોનાના તારથી બનેલા આસનો પર,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
مُّتَّكِـِٔينَ عَلَيْهَا مُتَقَٰبِلِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૬. એક-બીજા સામે તકિયા લગાવી બેઠા હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
يَطُوفُ عَلَيْهِمْ وِلْدَٰنٌ مُّخَلَّدُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૭. હંમેશા જવાન રહેનાર સેવકો તેમની આજુબાજુ હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
بِأَكْوَابٍ وَأَبَارِيقَ وَكَأْسٍ مِّن مَّعِينٍ
Gujarati Translation - Rabella Al-Omari ૧૮. એવી શરાબના પ્યાલા, જાગ અને જામ લઇ,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَّا يُصَدَّعُونَ عَنْهَا وَلَا يُنزِفُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૧૯. જેનાથી ન તો માથામાં દુખાવો થશે, ન તો બુધ્ધિ નિષ્ક્રિય થશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَفَٰكِهَةٍ مِّمَّا يَتَخَيَّرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૦. અને એવા ફળો લઇને, જે તેઓને મનગમતા હશે,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَحْمِ طَيْرٍ مِّمَّا يَشْتَهُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૧. અને પંખીઓના ગોશ્ત, જે તેઓને પસંદ હશે,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَحُورٌ عِينٌ
Gujarati Translation - Rabella Al-Omari ૨૨. અને મોટી મોટી આંખોવાળી અપ્સરાઓ હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَأَمْثَٰلِ ٱللُّؤْلُؤِ ٱلْمَكْنُونِ
Gujarati Translation - Rabella Al-Omari ૨૩. જે છૂપાયેલા મોતીઓ જેવી હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
جَزَآءًۢ بِمَا كَانُوا۟ يَعْمَلُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૨૪. આ તે કર્મોનો બદલો હશે, જે તેઓ કરતા હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَا يَسْمَعُونَ فِيهَا لَغْوًا وَلَا تَأْثِيمًا
Gujarati Translation - Rabella Al-Omari ૨૫. ન ત્યાં બકવાસ સાંભળશે અને ન તો કોઈ ગુનાહની વાત.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِلَّا قِيلًا سَلَٰمًا سَلَٰمًا
Gujarati Translation - Rabella Al-Omari ૨૬. તેઓ બસ (એકબીજાને) સલામ જ સલામ કહેતા હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأَصْحَٰبُ ٱلْيَمِينِ مَآ أَصْحَٰبُ ٱلْيَمِينِ
Gujarati Translation - Rabella Al-Omari ૨૭. અને જમણા હાથવાળા કેટલા (ખુશનસીબ) છે. જમણા હાથવાળાઓ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فِى سِدْرٍ مَّخْضُودٍ
Gujarati Translation - Rabella Al-Omari ૨૮. તેઓ મજા કરશે, કાંટા વગરની વેલોમાં.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَطَلْحٍ مَّنضُودٍ
Gujarati Translation - Rabella Al-Omari ૨૯. અને એક પર એક બનાવેલા ખૂંટા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَظِلٍّ مَّمْدُودٍ
Gujarati Translation - Rabella Al-Omari ૩૦. દૂર સુધી ફેલાયેલા પડછાયા,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَمَآءٍ مَّسْكُوبٍ
Gujarati Translation - Rabella Al-Omari ૩૧. અને વહેતા પાણીમાં,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَفَٰكِهَةٍ كَثِيرَةٍ
Gujarati Translation - Rabella Al-Omari ૩૨. અને ઘણા જ ફળોમાં હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَّا مَقْطُوعَةٍ وَلَا مَمْنُوعَةٍ
Gujarati Translation - Rabella Al-Omari ૩૩. જે ન તો ખત્મ થશે, ન તો રોકી લેવામાં આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَفُرُشٍ مَّرْفُوعَةٍ
Gujarati Translation - Rabella Al-Omari ૩૪. અને ઊંચા ઊંચા પાથરણા પર બેઠા હશે
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّآ أَنشَأْنَٰهُنَّ إِنشَآءً
Gujarati Translation - Rabella Al-Omari ૩૫. અમે તેમની (ની પત્નીઓને) ખાસ તરીકાથી નવેસરથી પેદા કરીશું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَجَعَلْنَٰهُنَّ أَبْكَارًا
Gujarati Translation - Rabella Al-Omari ૩૬. અને અમે તેણીઓને કુમારીકાઓ બનાવીશું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
عُرُبًا أَتْرَابًا
Gujarati Translation - Rabella Al-Omari ૩૭. જે પોતાના પતિને મુહબ્બત કરવાવાળી અને સરખી ઉંમરની હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لِّأَصْحَٰبِ ٱلْيَمِينِ
Gujarati Translation - Rabella Al-Omari ૩૮. આ બધુ જ જમણા હાથવાળાઓ માટે હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ثُلَّةٌ مِّنَ ٱلْأَوَّلِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૩૯. ઘણા લોકો આગળ રહેવાવાળા લોકો માંથી હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَثُلَّةٌ مِّنَ ٱلْـَٔاخِرِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૦. અને ઘણું જ મોટું જૂથ પાછળ રહેવાવાળાઓનું છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأَصْحَٰبُ ٱلشِّمَالِ مَآ أَصْحَٰبُ ٱلشِّمَالِ
Gujarati Translation - Rabella Al-Omari ૪૧. અને ડાબા હાથવાળા જે હશે તો તેમની (નષ્ટતા)નું શું કહેવું?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فِى سَمُومٍ وَحَمِيمٍ
Gujarati Translation - Rabella Al-Omari ૪૨. તેઓ લુ અને ગરમ પાણી માં (હશે).
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَظِلٍّ مِّن يَحْمُومٍ
Gujarati Translation - Rabella Al-Omari ૪૩. અને કાળા ધુમાડાના પડછાયામાં હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَّا بَارِدٍ وَلَا كَرِيمٍ
Gujarati Translation - Rabella Al-Omari ૪૪. જે ન તો ઠંડો હશે અને ન તો આરામદાયક.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّهُمْ كَانُوا۟ قَبْلَ ذَٰلِكَ مُتْرَفِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૫. નિ:શંક આ લોકો આ (પરિણામ) પહેલા ખૂબ જ ઠાઠમાઠમાં હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَكَانُوا۟ يُصِرُّونَ عَلَى ٱلْحِنثِ ٱلْعَظِيمِ
Gujarati Translation - Rabella Al-Omari ૪૬. અને મોટા મોટા ગુનાહ પર અડગ રહેતા હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَكَانُوا۟ يَقُولُونَ أَئِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَٰمًا أَءِنَّا لَمَبْعُوثُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૭. અને કહેતા હતા, શું અમે મૃત્યુ પામીશું, માટી અને હાડકા થઇ જઇશું તો અમને બીજીવાર જીવિત કરવામાં આવશે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَوَءَابَآؤُنَا ٱلْأَوَّلُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૮. અને શું અમારા આગળના બાપ-દાદાઓ પણ?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قُلْ إِنَّ ٱلْأَوَّلِينَ وَٱلْـَٔاخِرِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૯. તમે તેમને કહી દો કે નિ:શંક આગળ અને પાછળના સૌને,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَمَجْمُوعُونَ إِلَىٰ مِيقَٰتِ يَوْمٍ مَّعْلُومٍ
Gujarati Translation - Rabella Al-Omari ૫૦. સૌને એક નક્કી કરેલ દિવસે ભેગા કરવામાં આવશે,જેનો સમય નક્કી છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ثُمَّ إِنَّكُمْ أَيُّهَا ٱلضَّآلُّونَ ٱلْمُكَذِّبُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૫૧. પછી તમે હે જૂઠલાવનારાઓ! તમે ગુમરાહ છો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَـَٔاكِلُونَ مِن شَجَرٍ مِّن زَقُّومٍ
Gujarati Translation - Rabella Al-Omari ૫૨. તમારે એક એવું વ્રુક્ષ ખાવું પડશે, જેનું નામ ઝક્કૂમ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَمَالِـُٔونَ مِنْهَا ٱلْبُطُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૫૩. અને તેનાથી જ તમે પેટ ભરશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَشَٰرِبُونَ عَلَيْهِ مِنَ ٱلْحَمِيمِ
Gujarati Translation - Rabella Al-Omari ૫૪. પછી તેના પર ગરમ ઉકળતું પાણી પીશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَشَٰرِبُونَ شُرْبَ ٱلْهِيمِ
Gujarati Translation - Rabella Al-Omari ૫૫. જેને તમે તરસ્યા ઊંટ જેવું પીશો, જે બીમાર હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
هَٰذَا نُزُلُهُمْ يَوْمَ ٱلدِّينِ
Gujarati Translation - Rabella Al-Omari ૫૬. બદલાના દિવસે તેઓની આ મહેમાની હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
نَحْنُ خَلَقْنَٰكُمْ فَلَوْلَا تُصَدِّقُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૫૭. અમે જ તમારા સૌનું સર્જન કર્યું છે. પછી તમે કેમ માનતા નથી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَفَرَءَيْتُم مَّا تُمْنُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૫૮. હા, એવું તો જણાવો કે જે વિર્ય તમે ટપકાવો છો,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ءَأَنتُمْ تَخْلُقُونَهُۥٓ أَمْ نَحْنُ ٱلْخَٰلِقُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૫૯. તો તે બાળકને તમે પેદા કરો છો અથવા તો તેને પેદા કરવાવાળા અમે જ છે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
نَحْنُ قَدَّرْنَا بَيْنَكُمُ ٱلْمَوْتَ وَمَا نَحْنُ بِمَسْبُوقِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૬૦. અમે જ તમારા પર મૃત્યુને નક્કી કરી દીધુ છે. અને અમે તેનાથી હારેલા નથી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
عَلَىٰٓ أَن نُّبَدِّلَ أَمْثَٰلَكُمْ وَنُنشِئَكُمْ فِى مَا لَا تَعْلَمُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૬૧. કે તમારી જગ્યા પર તમારા જેવા કેટલાયને પેદા કરી દઇએ અને તેમને ફરીથી આ જગતમાં એવી સ્થિતિમાં પેદા કરી દઇએ, જેને તમને જાણતા પણ નથી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَقَدْ عَلِمْتُمُ ٱلنَّشْأَةَ ٱلْأُولَىٰ فَلَوْلَا تَذَكَّرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૬૨. તમને નિશ્ર્ચિતપણે પહેલા સર્જન વિશે ખબર જ છે, પછી કેમ બોધ ગ્રહણ નથી કરતા?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَفَرَءَيْتُم مَّا تَحْرُثُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૬૩. હા તો એ પણ જણાવો કે તમે જે કંઇ પણ વાવો છો,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ءَأَنتُمْ تَزْرَعُونَهُۥٓ أَمْ نَحْنُ ٱلزَّٰرِعُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૬૪. તેની વાવણી તમે જ કરો છો અથવા તો અમે જ વાવેતર છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَوْ نَشَآءُ لَجَعَلْنَٰهُ حُطَٰمًا فَظَلْتُمْ تَفَكَّهُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૬૫. જો અમે ઇચ્છીએ તો તેને ચુરે ચુરા કરી દઇએ અને તમે આશ્ર્ચર્યથી વાતો ઘડવામાં જ રહી જાઓ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّا لَمُغْرَمُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૬૬. કે અમારા પર ભાર થઇ ગયો છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
بَلْ نَحْنُ مَحْرُومُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૬૭. પરંતુ અમારું નસીબ જ ફૂટી ગયું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَفَرَءَيْتُمُ ٱلْمَآءَ ٱلَّذِى تَشْرَبُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૬૮. હા એ તો જણાવો કે જે પાણી તમે પીવો છો,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ءَأَنتُمْ أَنزَلْتُمُوهُ مِنَ ٱلْمُزْنِ أَمْ نَحْنُ ٱلْمُنزِلُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૬૯. તેને વાદળો માંથી તમે જ ઉતારો છો અથવા તો અમે ઉતારીએ છીએ?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَوْ نَشَآءُ جَعَلْنَٰهُ أُجَاجًا فَلَوْلَا تَشْكُرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૭૦. જો અમારી ઇચ્છા હોય તો અમે તેને કડવું બનાવી દઇએ. પછી તમે અમારો આભાર કેમ નથી માનતા?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَفَرَءَيْتُمُ ٱلنَّارَ ٱلَّتِى تُورُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૭૧. હાં એ પણ જણાવો કે જે આગ તમે સળગાવો છો,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ءَأَنتُمْ أَنشَأْتُمْ شَجَرَتَهَآ أَمْ نَحْنُ ٱلْمُنشِـُٔونَ
Gujarati Translation - Rabella Al-Omari ૭૨. તેના વુક્ષને તમે પેદા કર્યુ છે અથવા અમે તેને પેદા કરવાવાળા છે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
نَحْنُ جَعَلْنَٰهَا تَذْكِرَةً وَمَتَٰعًا لِّلْمُقْوِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૭૩. અમે તેને શિખામણ માટે અને મુસાફરોના ફાયદા માટે બનાવ્યું છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَسَبِّحْ بِٱسْمِ رَبِّكَ ٱلْعَظِيمِ
Gujarati Translation - Rabella Al-Omari ૭૪. બસ! પોતાના ઘણા જ મહાનતાવાળા પાલનહારની તસ્બીહ કરતા રહો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَلَآ أُقْسِمُ بِمَوَٰقِعِ ٱلنُّجُومِ
Gujarati Translation - Rabella Al-Omari ૭૫. બસ! હું કસમ ખાઉં છુંમ એ જગ્યાની જ્યાં તારાઓના પડે છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِنَّهُۥ لَقَسَمٌ لَّوْ تَعْلَمُونَ عَظِيمٌ
Gujarati Translation - Rabella Al-Omari ૭૬. અને જો તમને સમજતા હોય, તો આ ઘણી જ મોટી કસમ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّهُۥ لَقُرْءَانٌ كَرِيمٌ
Gujarati Translation - Rabella Al-Omari ૭૭. નિ:શંક આ કુરઆન ખુબ જ ઇજજતવાળું છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فِى كِتَٰبٍ مَّكْنُونٍ
Gujarati Translation - Rabella Al-Omari ૭૮. જે એક સુરક્ષિત કિતાબમાં છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَّا يَمَسُّهُۥٓ إِلَّا ٱلْمُطَهَّرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૭૯. તેને ફકત પવિત્ર લોકો જ સ્પર્શ કરી શકે છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
تَنزِيلٌ مِّن رَّبِّ ٱلْعَٰلَمِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૮૦. આ સૃષ્ટિના પાલનહાર તરફથી ઉતારવામાં આવ્યું છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَفَبِهَٰذَا ٱلْحَدِيثِ أَنتُم مُّدْهِنُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૮૧. શું તમે આ વાતને સામાન્ય જાણો છો?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَتَجْعَلُونَ رِزْقَكُمْ أَنَّكُمْ تُكَذِّبُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૮૨. અને તેની બાબતે તમે નક્કી કર્યું છે કે અમે ફકત જુઠલાવતા રહીશું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَلَوْلَآ إِذَا بَلَغَتِ ٱلْحُلْقُومَ
Gujarati Translation - Rabella Al-Omari ૮૩. એવું કેમ થયું કે જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأَنتُمْ حِينَئِذٍ تَنظُرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૮૪. અને તમે તે સમયે આંખો વડે જોતા રહી જશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَنَحْنُ أَقْرَبُ إِلَيْهِ مِنكُمْ وَلَٰكِن لَّا تُبْصِرُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૮૫. અમે તે વ્યક્તિ સાથે તમારા કરતા વધારે નજીક હોઇએ છીએ, પરંતુ તમે જોઇ નથી શકતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَلَوْلَآ إِن كُنتُمْ غَيْرَ مَدِينِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૮૬. જો તમારો હિસાબ થવાનો જ નથી, તો આવું કેમ ન થયું?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
تَرْجِعُونَهَآ إِن كُنتُمْ صَٰدِقِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૮૭. અને જો તમે (પોતાની વાતમાં) સાચા હોવ તો આ જીવને પાછે લાવી બતાઓ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَأَمَّآ إِن كَانَ مِنَ ٱلْمُقَرَّبِينَ
Gujarati Translation - Rabella Al-Omari ૮૮. હા, (મૃત્યુ પામનાર) અલ્લાહના નિકટ બંદાઓ માંથી હોય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَرَوْحٌ وَرَيْحَانٌ وَجَنَّتُ نَعِيمٍ
Gujarati Translation - Rabella Al-Omari ૮૯. તેને તો આરામ, ખોરાક અને આરામદાયક બગીચા હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأَمَّآ إِن كَانَ مِنْ أَصْحَٰبِ ٱلْيَمِينِ
Gujarati Translation - Rabella Al-Omari ૯૦. અને જો તે વ્યક્તિ જમણા (હાથ) વાળાઓ માંથી હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَسَلَٰمٌ لَّكَ مِنْ أَصْحَٰبِ ٱلْيَمِينِ
Gujarati Translation - Rabella Al-Omari ૯૧. તો (તેને કહેવામાં આવશે કે) તમારા માટે સલામતી જ સલામતી છે, કે તમે જમણા હાથવાળાઓ માંથી છો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأَمَّآ إِن كَانَ مِنَ ٱلْمُكَذِّبِينَ ٱلضَّآلِّينَ
Gujarati Translation - Rabella Al-Omari ૯૨. પરંતુ જો કોઇ જુઠલાવનારા ગુમરાહ લોકો માંથી હશે,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَنُزُلٌ مِّنْ حَمِيمٍ
Gujarati Translation - Rabella Al-Omari ૯૩. તો તેના માટે ઉકળતા ગરમ પાણીની મહેમાની હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَتَصْلِيَةُ جَحِيمٍ
Gujarati Translation - Rabella Al-Omari ૯૪. અને તેને જહન્નમમાં નાખી દેવામાં આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّ هَٰذَا لَهُوَ حَقُّ ٱلْيَقِينِ
Gujarati Translation - Rabella Al-Omari ૯૫. આ ખબર ખરેખર સાચી અને સત્ય છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَسَبِّحْ بِٱسْمِ رَبِّكَ ٱلْعَظِيمِ
Gujarati Translation - Rabella Al-Omari ૯૬. બસ (હે પયગંબર)! તમે પોતાના પાલનહારનાં નામની તસ્બીહ કરતા રહો, જે ખૂબ જ મહાનતા વાળો છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
← સૂરહ Ar-Rahmaan
સૂરહ Al-Hadid →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→
Arabic text and translations via Tanzil and QuranEnc — verbatim, unmodified · Translations belong to their translators and are not the Qur'an itself
આ સંશોધન સહાયક છે; ધાર્મિક ચુકાદાનો સ્રોત નથી.