caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Anbiyaa الأنبياء

112 આયતો · મક્કા · અવતરણ ક્રમ 73

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ ٱقْتَرَبَ لِلنَّاسِ حِسَابُهُمْ وَهُمْ فِى غَفْلَةٍ مُّعْرِضُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧. લોકોના હિસાબનો સમય નજીક આવી ગયો છે, તો પણ તેઓ ગાફેલ બની મોઢું ફેરવી રહ્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مَا يَأْتِيهِم مِّن ذِكْرٍ مِّن رَّبِّهِم مُّحْدَثٍ إِلَّا ٱسْتَمَعُوهُ وَهُمْ يَلْعَبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨. જ્યારે પણ તેમની પાસે તેમના પાલનહાર તરફથી કોઈ નવી શિખામણ આવે છે, તો તેને સાંભળી લે છે, પરંતુ રમત ગમતમાં જ પડ્યા હોય છે, (તેમાં વિચાર નથી કરતા).

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَاهِيَةً قُلُوبُهُمْ وَأَسَرُّوا۟ ٱلنَّجْوَى ٱلَّذِينَ ظَلَمُوا۟ هَلْ هَٰذَآ إِلَّا بَشَرٌ مِّثْلُكُمْ أَفَتَأْتُونَ ٱلسِّحْرَ وَأَنتُمْ تُبْصِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩. તેમના દિલ તો બેદરકાર વાતોમાં પડેલા છે અને તે જાલિમ લોકો ધીમે ધીમે સલાહ સૂચન કરે છે, કે શું આ વ્યક્તિ તો તમારા જેવો જ માનવી નથી? તો પણ નારી આખે જોતા જાદુમા કેમ સપડાયેલા છો?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ رَبِّى يَعْلَمُ ٱلْقَوْلَ فِى ٱلسَّمَآءِ وَٱلْأَرْضِ وَهُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ

Gujarati Translation - Rabella Al-Omari૪. પયગંબરે કહ્યું, આકાશ અને ધરતીમાં જે કઈ પણ વાત થઇ રહી હોય તેને મારો પાલનહાર ખૂબ સારી રીતે જાણે છે, કારણકે તે ખૂબ જ સાંભળવાવાળો અને જાણવાવાળો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

بَلْ قَالُوٓا۟ أَضْغَٰثُ أَحْلَٰمٍۭ بَلِ ٱفْتَرَىٰهُ بَلْ هُوَ شَاعِرٌ فَلْيَأْتِنَا بِـَٔايَةٍ كَمَآ أُرْسِلَ ٱلْأَوَّلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫. એટલું જ નહીં પરંતુ તેઓ કહે છે કે આ કુરઆન, વિખેરાયેલા સપનાનો સંગ્રહ છે, પરંતુ તેણે પોતે ઘડી કાઢ્યું છે, પરંતુ આ તો કવિ છે. નહીં તો તે અમારી સામે કોઈ એવી નિશાની લાવી બતાવે, જેવું કે આગળના પયગંબરોને (નિશાનીઓ) લઇને મોકલવામાં આવ્યા હતાં.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مَآ ءَامَنَتْ قَبْلَهُم مِّن قَرْيَةٍ أَهْلَكْنَٰهَآ أَفَهُمْ يُؤْمِنُونَ

Gujarati Translation - Rabella Al-Omari૬. જો કે તે લોકોથી પહેલા જેટલી વસ્તીઓને અમે નષ્ટ કરી, સૌ ઈમાન નહતી લાવી, તો શું હવે આ લોકો ઈમાન લાવશે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَآ أَرْسَلْنَا قَبْلَكَ إِلَّا رِجَالًا نُّوحِىٓ إِلَيْهِمْ فَسْـَٔلُوٓا۟ أَهْلَ ٱلذِّكْرِ إِن كُنتُمْ لَا تَعْلَمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૭. અને (હે નબી!) તમારા પહેલા પણ જેટલા પયગંબરો અમે મોકલ્યા, તે સૌ પુરુષ હતાં, જેમની તરફ અમે વહી કરતા હતાં, બસ! તમે કિતાબવાળાને પૂછી લો જો તમે પોતે ન જાણતા હોય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَا جَعَلْنَٰهُمْ جَسَدًا لَّا يَأْكُلُونَ ٱلطَّعَامَ وَمَا كَانُوا۟ خَٰلِدِينَ

Gujarati Translation - Rabella Al-Omari૮. અમે તે (પયગબરોના) શરીર એવા નહતાં બનાવ્યા કે તે ખોરાક ન લે અને ન તો તેઓ હંમેશા રહેવાવાળા હતાં.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ثُمَّ صَدَقْنَٰهُمُ ٱلْوَعْدَ فَأَنجَيْنَٰهُمْ وَمَن نَّشَآءُ وَأَهْلَكْنَا ٱلْمُسْرِفِينَ

Gujarati Translation - Rabella Al-Omari૯. પછી અમે તેમની સાથે કરેલા બધા વચનોને પૂરા કર્યા, તેમને અને જે જે લોકોને અમે ઇચ્છ્યું તે સૌને બચાવી લીધા, અને હદ વટાવી જનારને નષ્ટ કરી દીધા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَقَدْ أَنزَلْنَآ إِلَيْكُمْ كِتَٰبًا فِيهِ ذِكْرُكُمْ أَفَلَا تَعْقِلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૦. (લોકો) અમે તમારી તરફ એવી કિતાબ ઉતારી છે, જેમાં તમારા માટે શિખામણ છે, શું તો પણ તમે સમજતા નથી?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَكَمْ قَصَمْنَا مِن قَرْيَةٍ كَانَتْ ظَالِمَةً وَأَنشَأْنَا بَعْدَهَا قَوْمًا ءَاخَرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૧. એવી ઘણી વસ્તીઓ છે, જેમના રહેવાસી લોકો જાલિમ હતા, અમે તેમને નાબૂદ કરી દીધી, અને તેમના પછી બીજા લોકો પેદા કરી દીધા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَلَمَّآ أَحَسُّوا۟ بَأْسَنَآ إِذَا هُم مِّنْهَا يَرْكُضُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૨. જ્યારે તે લોકો અમારા અઝાબથી ચેતી ગયા તો ત્યાંથી ભાગવા લાગ્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَا تَرْكُضُوا۟ وَٱرْجِعُوٓا۟ إِلَىٰ مَآ أُتْرِفْتُمْ فِيهِ وَمَسَٰكِنِكُمْ لَعَلَّكُمْ تُسْـَٔلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૩. (અમે કહ્યું) ભાગદોડ ન કરો અને પોતાના ઘરો અને તે ખુશહાલી તરફ પાચા ફરો, જેનાથી તમે મજા કરી રહ્યા હતા, કદાચ તમને (સાચી પરિસ્થિતિ વિશે) પૂછવામાં આવે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالُوا۟ يَٰوَيْلَنَآ إِنَّا كُنَّا ظَٰلِمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૪. કહેવા લાગ્યા અફસોસ! અમારી ખરાબી! નિ:શંક અમે જ જાલિમ હતાં.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَمَا زَالَت تِّلْكَ دَعْوَىٰهُمْ حَتَّىٰ جَعَلْنَٰهُمْ حَصِيدًا خَٰمِدِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૫. તેઓ આ પ્રમાણે જ વાત કરતા રહ્યા અહી સુધી કે અમે ઉખાડેલી ખેતીની જેમ બનાવી દીધા, અને તેઓ હોલવાઇ ગયેલી આગ જેવા બની ગયા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَا خَلَقْنَا ٱلسَّمَآءَ وَٱلْأَرْضَ وَمَا بَيْنَهُمَا لَٰعِبِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૬. અને અમે આકાશ, ધરતી તથા તેમની વચ્ચેની વસ્તુઓને રમત-ગમત માટે નથી બનાવી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَوْ أَرَدْنَآ أَن نَّتَّخِذَ لَهْوًا لَّٱتَّخَذْنَٰهُ مِن لَّدُنَّآ إِن كُنَّا فَٰعِلِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૭. જો અમારો ધ્યેય રમત કરવાનો જ હોત, અને જો અમે ઈચ્છતા તો અમારી પાસે જ એવું કરી લેતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

بَلْ نَقْذِفُ بِٱلْحَقِّ عَلَى ٱلْبَٰطِلِ فَيَدْمَغُهُۥ فَإِذَا هُوَ زَاهِقٌ وَلَكُمُ ٱلْوَيْلُ مِمَّا تَصِفُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૮. પરંતુ અમે સત્યને જુઠ પર ફેકી દઇએ છીએ, બસ! સત્ય જુઠનુ માથું તોડી નાખે છે અને તે જ સમયે નષ્ટ થઇ જાય છે, તમે જે વાતો ઘડો છો તે તમારા માટે નષ્ટતાનું કારણ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَهُۥ مَن فِى ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَنْ عِندَهُۥ لَا يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِهِۦ وَلَا يَسْتَحْسِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૯. આકાશો અને ધરતીમાં જે કંઇ પણ છે, તે અલ્લાહનું જ છે અને જેઓ (ફરિશ્તાઓ) તેની પાસે છે, તે તેની બંદગીથી ન વિદ્રોહ કરે છે અને ન તો થાકે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يُسَبِّحُونَ ٱلَّيْلَ وَٱلنَّهَارَ لَا يَفْتُرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૦. તે રાત-દિવસ અલ્લાહનો ઝિકર કરે છે અને થોડીક પણ આળસ નથી કરતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمِ ٱتَّخَذُوٓا۟ ءَالِهَةً مِّنَ ٱلْأَرْضِ هُمْ يُنشِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૧. શું તે લોકોએ ધરતી પર એવા ઇલાહ બનાવી રાખ્યા છે, જે તેમને (અલ્લાહના અઝાબથી નાબૂદ થઇ ગયા પછી) જીવિત કરી ઉઠાવશે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَوْ كَانَ فِيهِمَآ ءَالِهَةٌ إِلَّا ٱللَّهُ لَفَسَدَتَا فَسُبْحَٰنَ ٱللَّهِ رَبِّ ٱلْعَرْشِ عَمَّا يَصِفُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૨. જો આકાશ અને ધરતીમાં અલ્લાહ સિવાય કોઈ ઇલાહ હોત તો આ આકાશ અને ધરતીની વ્યવસ્થા અસ્ત-વ્યસ્ત થઇ જાત, બસ! જે કઈ આં લોકો વાતો કરી રહ્યા છે, તેનાથી અલ્લાહ પાક છે, જે અર્શનો માલિક છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَا يُسْـَٔلُ عَمَّا يَفْعَلُ وَهُمْ يُسْـَٔلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૩. તે પોતાના કાર્યો માટે જવાબદાર નથી અને બધા જ (તેની સામે) જવાબદાર છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمِ ٱتَّخَذُوا۟ مِن دُونِهِۦٓ ءَالِهَةً قُلْ هَاتُوا۟ بُرْهَٰنَكُمْ هَٰذَا ذِكْرُ مَن مَّعِىَ وَذِكْرُ مَن قَبْلِى بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ ٱلْحَقَّ فَهُم مُّعْرِضُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૪. શું તે લોકોએ અલ્લાહ સિવાય બીજા ઇલાહ બનાવી રાખ્યા છે? તમે તેમને કહીદો કે આ વિશે કોઈ દલીલ લાવો, આ ઝિકર (કુરઆન) તે લોકો માટે નસીહત છે, જે મારી સાથે છે, અને આ ઝિકર (તોરાત, ઇન્જીલ વગેરે.) તે લોકો માટે પણ નસીહત છે, જે લોકો મારા કરતા પેહલા હતા, પરંતુ તેમના માંથી વધારે પડતા લોકો સત્ય વાતને જાણતા જ નથી, અને તેનાથી મોઢું ફેરવી રહ્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَآ أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رَّسُولٍ إِلَّا نُوحِىٓ إِلَيْهِ أَنَّهُۥ لَآ إِلَٰهَ إِلَّآ أَنَا۠ فَٱعْبُدُونِ

Gujarati Translation - Rabella Al-Omari૨૫. તમારા કરતા પહેલા અમે જેટલા પયગંબરો મોકલ્યા, તેની તરફ આ જ વહી કરવામાં આવતી કે મારા સિવાય કોઈ સાચો ઇલાહ નથી, બસ! તમે સૌ મારી જ બંદગી કરો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَقَالُوا۟ ٱتَّخَذَ ٱلرَّحْمَٰنُ وَلَدًا سُبْحَٰنَهُۥ بَلْ عِبَادٌ مُّكْرَمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૬. (મુશરિક લોકો) કહે છે કે રહમાનને સંતાન છે, (ખોટું છે) અલ્લાહ આવી વાતોથી પવિત્ર છે, પરંતુ તે બધા તેના પ્રતિષ્ઠિત બંદાઓ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَا يَسْبِقُونَهُۥ بِٱلْقَوْلِ وَهُم بِأَمْرِهِۦ يَعْمَلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૭. કોઈ વાતમાં અલ્લાહની અવજ્ઞા નથી કરતા, પરંતુ તેના આદેશનું સંપૂર્ણ રીતે પાલન કરે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يَشْفَعُونَ إِلَّا لِمَنِ ٱرْتَضَىٰ وَهُم مِّنْ خَشْيَتِهِۦ مُشْفِقُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૮. તે તેમના આગળ-પાછળના દરેક કાર્યોને જાણે છે, અને તે લોકો તેમના માટે જ શિફારીશ (ભલામણ) કરી શકે છે, જેના માટે અલ્લાહ રાજી છે, અને તે લોકો પોતે હંમેશા તેનાથી ડરતા રહે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَن يَقُلْ مِنْهُمْ إِنِّىٓ إِلَٰهٌ مِّن دُونِهِۦ فَذَٰلِكَ نَجْزِيهِ جَهَنَّمَ كَذَٰلِكَ نَجْزِى ٱلظَّٰلِمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૯. અને તેમના માંથી જે વ્યક્તિ આમ કહે કે, અલ્લાહ સિવાય બીજો ઇલાહ હોવો જોઈએ, તેને અમે જહન્નમની સજા આપીશું, અને અમે જાલિમ લોકોને આવી જ સજા આપીએ છીએ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَوَلَمْ يَرَ ٱلَّذِينَ كَفَرُوٓا۟ أَنَّ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ كَانَتَا رَتْقًا فَفَتَقْنَٰهُمَا وَجَعَلْنَا مِنَ ٱلْمَآءِ كُلَّ شَىْءٍ حَىٍّ أَفَلَا يُؤْمِنُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૦. શું કાફિરોએ એ વાત પર ધ્યાન ન આપ્યું આકાશ અને ધરતી એક-બીજા સાથે જોડાયેલા હતાં, પછી અમે તે બન્નેને અલગ કર્યા,અને દરેક જીવિત વસ્તુનું સર્જન અમે પાણી વડે કર્યું, છતાં પણ આ લોકો ઈમાન નથી લાવતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَجَعَلْنَا فِى ٱلْأَرْضِ رَوَٰسِىَ أَن تَمِيدَ بِهِمْ وَجَعَلْنَا فِيهَا فِجَاجًا سُبُلًا لَّعَلَّهُمْ يَهْتَدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૧. અને અમે ધરતી પર પર્વત બનાવી દીધા, જેથી તે જમીન તેમને લઈ હરકત ન કરી શકે, અને અમે તેમાં પહોળા માર્ગ બનાવી દીધા, જેથી તે માર્ગદર્શન મેળવી શકે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَجَعَلْنَا ٱلسَّمَآءَ سَقْفًا مَّحْفُوظًا وَهُمْ عَنْ ءَايَٰتِهَا مُعْرِضُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૨. અને આકાશને સુરક્ષિત છત બનાવ્યું, તો પણ આ લોકો તેની કુદરતની નિશાનીઓ પર ધ્યાન જ નથી ધરતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَهُوَ ٱلَّذِى خَلَقَ ٱلَّيْلَ وَٱلنَّهَارَ وَٱلشَّمْسَ وَٱلْقَمَرَ كُلٌّ فِى فَلَكٍ يَسْبَحُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૩. તે જ અલ્લાહ છે, જેણે રાત અને દિવસનું તથા સૂર્ય અને ચંદ્રનું સર્જન કર્યું, તે દરેક પોતાના ક્ષેત્રમાં ફરી રહ્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَا جَعَلْنَا لِبَشَرٍ مِّن قَبْلِكَ ٱلْخُلْدَ أَفَإِي۟ن مِّتَّ فَهُمُ ٱلْخَٰلِدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૪. (હે નબી!) તમારાથી પહેલા કોઈ પણ મનુષ્યને અમે હંમેશાનું (જીવન) નથી આપ્યું, જો તમે મૃત્યુ પામ્યા તો શું તેઓ હંમેશા માટે રહેશે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كُلُّ نَفْسٍ ذَآئِقَةُ ٱلْمَوْتِ وَنَبْلُوكُم بِٱلشَّرِّ وَٱلْخَيْرِ فِتْنَةً وَإِلَيْنَا تُرْجَعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૫. દરેક સજીવ મૃત્યુનો સ્વાદ ચાખશે, અને અમે સારી અને ખરાબ (બન્ને પરિસ્થિતિ)માં તમારી કસોટી કરતા રહીએ છીએ, છેવટે તમારે અમારી તરફ જ પાછા ફરવાનું છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَا رَءَاكَ ٱلَّذِينَ كَفَرُوٓا۟ إِن يَتَّخِذُونَكَ إِلَّا هُزُوًا أَهَٰذَا ٱلَّذِى يَذْكُرُ ءَالِهَتَكُمْ وَهُم بِذِكْرِ ٱلرَّحْمَٰنِ هُمْ كَٰفِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૬. અને કાફિરો જ્યારે તમારી સામે જુએ છે, તો તમારી મશ્કરી કરે છે, (અને કહે છે) કે શું આ જ તે વ્યક્તિ છે, જે તમારા પૂજ્યોનું વર્ણન કરતો રહે છે? અને તે પોતે જ રહમાનની યાદના ઇન્કાર કરનારા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

خُلِقَ ٱلْإِنسَٰنُ مِنْ عَجَلٍ سَأُو۟رِيكُمْ ءَايَٰتِى فَلَا تَسْتَعْجِلُونِ

Gujarati Translation - Rabella Al-Omari૩૭. માનવી ઉતાવળું સર્જન છે, હું નજીક માંજ તમને મારી નિશાનીઓ બતાવી દઈશ, તમે મારી સામે ઉતાવળ ન કરો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا ٱلْوَعْدُ إِن كُنتُمْ صَٰدِقِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૮. તેઓ (મુસલમાનોને) કહે છે કે જો તમે સાચા છો તો જણાવો કે આ વચન (અઝાબ)ક્યારે પૂરું થશે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَوْ يَعْلَمُ ٱلَّذِينَ كَفَرُوا۟ حِينَ لَا يَكُفُّونَ عَن وُجُوهِهِمُ ٱلنَّارَ وَلَا عَن ظُهُورِهِمْ وَلَا هُمْ يُنصَرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૯. કાશ, આ કાફિરો તે સમય વિશે જાણતા હોત, જ્યારે તે પોતાના ચહેરાને અને પોતાની પીઠને આગથી બચાવી નહીં શકે, અને ન તો ક્યાંકથી તેમની મદદ કરવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

بَلْ تَأْتِيهِم بَغْتَةً فَتَبْهَتُهُمْ فَلَا يَسْتَطِيعُونَ رَدَّهَا وَلَا هُمْ يُنظَرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૦. (હાં-હાં) વચનનો સમય (અઝાબ) તેમની પાસે અચાનક આવી પહોંચશે અને તેમને આશ્ચર્ય ચકિત કરી દેશે, પછી ન તો આ લોકો તેને ટાળી શકશે અને ન તો તેમને થોડીક પણ મહેતલ આપવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَقَدِ ٱسْتُهْزِئَ بِرُسُلٍ مِّن قَبْلِكَ فَحَاقَ بِٱلَّذِينَ سَخِرُوا۟ مِنْهُم مَّا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૧. (હે પયગંબર)! તમારા પહેલા પયગંબરોની મજાક કરવામાં આવી છે, બસ! મશકરી કરનારને તે વસ્તુએ ઘેરાવમાં લઇ લીધી જેની તેઓ મશકરી કરતા હતાં.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قُلْ مَن يَكْلَؤُكُم بِٱلَّيْلِ وَٱلنَّهَارِ مِنَ ٱلرَّحْمَٰنِ بَلْ هُمْ عَن ذِكْرِ رَبِّهِم مُّعْرِضُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૨. તમે તેમને સવાલ કરો કે કોણ છે જે રાત અને દિવસમાં રહમાનના (અઝાબથી) તમારી હિફાજત કરે છે? વાત એવી છે કે આ લોકો પોતાના પાલનહારના ઝિકરથી મોઢું ફેરવી લે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمْ لَهُمْ ءَالِهَةٌ تَمْنَعُهُم مِّن دُونِنَا لَا يَسْتَطِيعُونَ نَصْرَ أَنفُسِهِمْ وَلَا هُم مِّنَّا يُصْحَبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૩. શું અમારા સિવાય તેમના બીજા મઅબૂદ છે, જે તેઓને મુસીબતથી બચાવી શકે? તે પોતે પોતાની મદદ નથી કરી શકતા, અને ન તો અમારી વિરુદ્ધ કોઈ તેમની સાથે ઉભો રહી શકે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

بَلْ مَتَّعْنَا هَٰٓؤُلَآءِ وَءَابَآءَهُمْ حَتَّىٰ طَالَ عَلَيْهِمُ ٱلْعُمُرُ أَفَلَا يَرَوْنَ أَنَّا نَأْتِى ٱلْأَرْضَ نَنقُصُهَا مِنْ أَطْرَافِهَآ أَفَهُمُ ٱلْغَٰلِبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૪. પરંતુ અમે તે લોકોને અને તેમના પૂર્વજોને જીવન જીવવા માટે ખૂબ સામાન આપ્યો, ત્યાં સુધી કે તેમની ઉંમરનો સમય પસાર થઇ ગયો, શું તે લોકો નથી જોતા કે અમે ધરતીને તેના કિનારા પાસેથી ઘટાડી રહ્યા છે, હવે શું તે લોકો જ પ્રભુત્વશાળી છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قُلْ إِنَّمَآ أُنذِرُكُم بِٱلْوَحْىِ وَلَا يَسْمَعُ ٱلصُّمُّ ٱلدُّعَآءَ إِذَا مَا يُنذَرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૫. તમે તેમને કહી દો કે હું તો તમને અલ્લાહની વહી દ્વારા સચેત કરી રહ્યો છું પરંતુ જેમને પોકારવામાં આવી રહ્યા છે, જો તે બહેરા હોય તો તો પોકાર સાંભળી શકતા નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَئِن مَّسَّتْهُمْ نَفْحَةٌ مِّنْ عَذَابِ رَبِّكَ لَيَقُولُنَّ يَٰوَيْلَنَآ إِنَّا كُنَّا ظَٰلِمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૪૬. અને જો તે લોકો પર તમારા પાલનહાર તરફથી કોઈ અઝાબની ઝપટ પણ આવી પહોંચે તો, પોકારી ઉઠશે કે, હાય! અમારી ખરાબી, નિ:શંક અમે જ જાલિમ હતાં.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَنَضَعُ ٱلْمَوَٰزِينَ ٱلْقِسْطَ لِيَوْمِ ٱلْقِيَٰمَةِ فَلَا تُظْلَمُ نَفْسٌ شَيْـًٔا وَإِن كَانَ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ أَتَيْنَا بِهَا وَكَفَىٰ بِنَا حَٰسِبِينَ

Gujarati Translation - Rabella Al-Omari૪૭. અને અમે કયામતના દિવસે ન્યાયી ત્રાજવા વચ્ચે લાવીને મૂકીશું, પછી કોઈના પર કંઇ પણ જુલમ કરવામાં નહીં આવે અને જો એક કણ બરાબર પણ કર્મ કર્યું હશે, અમે તેને હાજર કરીશું અને અમે હિસાબ કરવા માટે પૂરતા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَقَدْ ءَاتَيْنَا مُوسَىٰ وَهَٰرُونَ ٱلْفُرْقَانَ وَضِيَآءً وَذِكْرًا لِّلْمُتَّقِينَ

Gujarati Translation - Rabella Al-Omari૪૮. અને ખરેખર અમે મૂસા અને હારૂનને જે કિતાબ આપી હતી, તે (સત્ય અને અસત્ય વચ્ચે) ફેંસલો કરનારી, પ્રકાશિત અને ડરવાવાળાઓ માટે શિખામણ હતી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلَّذِينَ يَخْشَوْنَ رَبَّهُم بِٱلْغَيْبِ وَهُم مِّنَ ٱلسَّاعَةِ مُشْفِقُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૯. જે લોકો પોતાના પાલનહારથી વિણ દેખે ડરે છે અને કયમાતના દિવસથી ડરે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَهَٰذَا ذِكْرٌ مُّبَارَكٌ أَنزَلْنَٰهُ أَفَأَنتُمْ لَهُۥ مُنكِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૦. અને આ (કુરઆન) પણ આ પ્રમાણે જ શિખામણ અને બરકતવાળું છે, જેને અમે ઉતાર્યું છે, શું તો પણ તમે આ કુરઆનનો ઇન્કાર કરો છો?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَقَدْ ءَاتَيْنَآ إِبْرَٰهِيمَ رُشْدَهُۥ مِن قَبْلُ وَكُنَّا بِهِۦ عَٰلِمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૫૧. અને અમે ઇબ્રાહીમને આ પહેલા સમજણ આપી હતી અને અમે તેની સ્થિતિ સારી રીતે જાણતા હતાં.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِۦ مَا هَٰذِهِ ٱلتَّمَاثِيلُ ٱلَّتِىٓ أَنتُمْ لَهَا عَٰكِفُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૨. જ્યારે કે તેણે તેના પિતા અને પોતાની કોમને કહ્યું કે આ મૂર્તિઓ શું છે, જેમના તમે સંતો બની બેઠા છો?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالُوا۟ وَجَدْنَآ ءَابَآءَنَا لَهَا عَٰبِدِينَ

Gujarati Translation - Rabella Al-Omari૫૩. તેઓ કહેવા લાગ્યા કે અમે અમારા પૂર્વજોને આમની બંદગી કરતા જોયા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ لَقَدْ كُنتُمْ أَنتُمْ وَءَابَآؤُكُمْ فِى ضَلَٰلٍ مُّبِينٍ

Gujarati Translation - Rabella Al-Omari૫૪. ઇબ્રાહીમે કહ્યું, પછી તો તમે અને તમારા પૂર્વજો, સૌ ખુલ્લી ગુમરાહીમાં છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالُوٓا۟ أَجِئْتَنَا بِٱلْحَقِّ أَمْ أَنتَ مِنَ ٱللَّٰعِبِينَ

Gujarati Translation - Rabella Al-Omari૫૫. તેઓ કહેવા લાગ્યા, શું તું અમારી પાસે સાચે જ કોઈ સત્ય વાત લાવ્યો છું? અથવા ફક્ત મજાક કરી રહ્યા છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ بَل رَّبُّكُمْ رَبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ ٱلَّذِى فَطَرَهُنَّ وَأَنَا۠ عَلَىٰ ذَٰلِكُم مِّنَ ٱلشَّٰهِدِينَ

Gujarati Translation - Rabella Al-Omari૫૬. પયગંબરે કહ્યું કે, ના! ખરેખર તમારા સૌનો પાલનહાર તો તે છે, જે આકાશો અને ધરતીનો માલિક છે. જેણે તેમનું સર્જન કર્યું, અને હું આ વાત પર સાક્ષી આપું છું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَتَٱللَّهِ لَأَكِيدَنَّ أَصْنَٰمَكُم بَعْدَ أَن تُوَلُّوا۟ مُدْبِرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૫૭. અને અલ્લાહ કસમ! હું તમારા તે પૂજ્યો સાથે એક યુક્તિ કરીશ, જ્યારે તમે તેમનાથી દૂર જતા રહેશો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَجَعَلَهُمْ جُذَٰذًا إِلَّا كَبِيرًا لَّهُمْ لَعَلَّهُمْ إِلَيْهِ يَرْجِعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૮. જેથી ઇબ્રાહીમે મોટી મૂર્તિને છોડીને તે બધી મૂર્તિઓના ટુકડે-ટુકડા કરી નાખ્યા, જેથી તેઓ આ (મોટી મૂર્તિ) તરફ ફરે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالُوا۟ مَن فَعَلَ هَٰذَا بِـَٔالِهَتِنَآ إِنَّهُۥ لَمِنَ ٱلظَّٰلِمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૫૯. તેઓ કહેવા લાગ્યા કે અમારા પૂજ્યો સાથે આવું કોણે કર્યું? આવું કરનાર વ્યક્તિ ખરેખર જાલિમ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالُوا۟ سَمِعْنَا فَتًى يَذْكُرُهُمْ يُقَالُ لَهُۥٓ إِبْرَٰهِيمُ

Gujarati Translation - Rabella Al-Omari૬૦. કેટલાક લોકોએ કહ્યું, અમે એક નવયુવાનને આ વિશે વાત કરતા સાંભળ્યો હતો, જે ઇબ્રાહીમના નામે ઓળખાઈ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالُوا۟ فَأْتُوا۟ بِهِۦ عَلَىٰٓ أَعْيُنِ ٱلنَّاسِ لَعَلَّهُمْ يَشْهَدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૬૧. તેઓ કહેવા લાગ્યા કે તેને સૌની સમક્ષ લઈને આવો, જેથી તે જોઈ લે (કે અમે તેની સાથે શું કરીએ છીએ)?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالُوٓا۟ ءَأَنتَ فَعَلْتَ هَٰذَا بِـَٔالِهَتِنَا يَٰٓإِبْرَٰهِيمُ

Gujarati Translation - Rabella Al-Omari૬૨. (જ્યારે ઇબ્રાહિમ આવી ગયા) તેઓએ પૂછ્યું કે હે ઇબ્રાહીમ! શું તેં જ અમારા દેવી-દેવતાઓ સાથે આવું કર્યું છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ بَلْ فَعَلَهُۥ كَبِيرُهُمْ هَٰذَا فَسْـَٔلُوهُمْ إِن كَانُوا۟ يَنطِقُونَ

Gujarati Translation - Rabella Al-Omari૬૩. ઇબ્રાહીમે જવાબ આપ્યો, અરે! આ કૃત્યતો મોટી (મૂર્તિ) એ કર્યું છે, તમે આ (તૂટેલી મૂર્તિઓ)ને જ પૂછી લો, જો આ લોકો બોલતા હોય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَرَجَعُوٓا۟ إِلَىٰٓ أَنفُسِهِمْ فَقَالُوٓا۟ إِنَّكُمْ أَنتُمُ ٱلظَّٰلِمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૬૪. તે લોકોએ પોતાના દિલમાં વિચાર્યું તો દિલમાં કહેવા લાગ્યા ખરેખર જાલિમ તો તમે જ છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ثُمَّ نُكِسُوا۟ عَلَىٰ رُءُوسِهِمْ لَقَدْ عَلِمْتَ مَا هَٰٓؤُلَآءِ يَنطِقُونَ

Gujarati Translation - Rabella Al-Omari૬૫. પછી તેઓએ પોતાના માથા ઝૂકાવી દીધા (અને કહેવા લાગ્યા કે) આ તો તમે જાણો છો કે આ બોલી શકતા નથી .

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ أَفَتَعْبُدُونَ مِن دُونِ ٱللَّهِ مَا لَا يَنفَعُكُمْ شَيْـًٔا وَلَا يَضُرُّكُمْ

Gujarati Translation - Rabella Al-Omari૬૬. (આ વાત પર) ઇબ્રાહીમે કહ્યું, તો પછી તમે એવી વસ્તુની બંદગી કરી રહ્યા છો, જે ન તો તમને કોઈ ફાયદો પહોંચાડી શકે છે અને ન તો નુકસાન.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أُفٍّ لَّكُمْ وَلِمَا تَعْبُدُونَ مِن دُونِ ٱللَّهِ أَفَلَا تَعْقِلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૬૭. અફસોસ છે તમારા પર અને તેમના પર, જેમની તમે અલ્લાહને છોડીને બંદગી કરો છો, શું તમે સમજતા નથી?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالُوا۟ حَرِّقُوهُ وَٱنصُرُوٓا۟ ءَالِهَتَكُمْ إِن كُنتُمْ فَٰعِلِينَ

Gujarati Translation - Rabella Al-Omari૬૮. કહેવા લાગ્યા કે જો તમારે કઈ કરવું હોય તો ઈબ્રાહીમને બાળી નાખો અને (આવી રીતે) પોતાના દેવી-દેવતાઓની મદદ કરો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قُلْنَا يَٰنَارُ كُونِى بَرْدًا وَسَلَٰمًا عَلَىٰٓ إِبْرَٰهِيمَ

Gujarati Translation - Rabella Al-Omari૬૯. અમે આગને આદેશ આપ્યો કે હે આગ! તુ ઇબ્રાહીમ માટે ઠંડી અને સલામતી વાળી બની જા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَرَادُوا۟ بِهِۦ كَيْدًا فَجَعَلْنَٰهُمُ ٱلْأَخْسَرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૭૦. તે લોકો ઇબ્રાહીમને દુ:ખ પહોચાડવા ઈચ્છતા હતા, પરંતુ અમે તે લોકોને નિષ્ફળ બનાવી દીધા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَنَجَّيْنَٰهُ وَلُوطًا إِلَى ٱلْأَرْضِ ٱلَّتِى بَٰرَكْنَا فِيهَا لِلْعَٰلَمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૭૧. અને અમે ઇબ્રાહીમ અને લૂતને બચાવી તે ધરતી તરફ લઇ ગયા, જેમાં અમે દરેક લોકો માટે બરકત મુકી હતી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَوَهَبْنَا لَهُۥٓ إِسْحَٰقَ وَيَعْقُوبَ نَافِلَةً وَكُلًّا جَعَلْنَا صَٰلِحِينَ

Gujarati Translation - Rabella Al-Omari૭૨. અને અમે ઈબ્રાહીમને ઇસ્હાક આપ્યો અને ત્યાર પછી યાકૂબ અને દરેકને અમે સદાચારી બનાવ્યા હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَجَعَلْنَٰهُمْ أَئِمَّةً يَهْدُونَ بِأَمْرِنَا وَأَوْحَيْنَآ إِلَيْهِمْ فِعْلَ ٱلْخَيْرَٰتِ وَإِقَامَ ٱلصَّلَوٰةِ وَإِيتَآءَ ٱلزَّكَوٰةِ وَكَانُوا۟ لَنَا عَٰبِدِينَ

Gujarati Translation - Rabella Al-Omari૭૩. અને અમે તેમને આગેવાન બનાવી દીધા, જેઓ અમારા આદેશોથી લોકોને માર્ગદર્શન આપતા હતા અને અમે તેમની તરફ સત્કાર્ય કરવા, નમાઝોની પાબંદી કરવા અને ઝકાત આપવાની વહી કરી. અને તે બધા જ અમારી બંદગી કરનારા બંદાઓ હતાં.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلُوطًا ءَاتَيْنَٰهُ حُكْمًا وَعِلْمًا وَنَجَّيْنَٰهُ مِنَ ٱلْقَرْيَةِ ٱلَّتِى كَانَت تَّعْمَلُ ٱلْخَبَٰٓئِثَ إِنَّهُمْ كَانُوا۟ قَوْمَ سَوْءٍ فَٰسِقِينَ

Gujarati Translation - Rabella Al-Omari૭૪. અમે લૂતને હિકમત અને જ્ઞાન આપ્યું અને તેમને તે વસ્તીથી છૂટકારો આપ્યો, જ્યાંના લોકો ખરાબ કૃત્ય કરતા હતાં અને તે લોકો તદ્દન પાપી હતાં.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَدْخَلْنَٰهُ فِى رَحْمَتِنَآ إِنَّهُۥ مِنَ ٱلصَّٰلِحِينَ

Gujarati Translation - Rabella Al-Omari૭૫. અને અમે લૂતને પોતાની કૃપામાં દાખલ કરી લીધા, નિ:શંક તે સદાચારી લોકો માંથી હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَنُوحًا إِذْ نَادَىٰ مِن قَبْلُ فَٱسْتَجَبْنَا لَهُۥ فَنَجَّيْنَٰهُ وَأَهْلَهُۥ مِنَ ٱلْكَرْبِ ٱلْعَظِيمِ

Gujarati Translation - Rabella Al-Omari૭૬. અને નૂહને પણ (તેના પર પણ તે જ રહેમત કરી) જ્યારે તેમણે એ પહેલા દુઆ કરી, અમે તેમની દુઆ કબૂલ કરી અને તેમને તથા તેમના ઘરવાળાઓને મોટી મુસીબતથી છૂટકારો આપ્યો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَنَصَرْنَٰهُ مِنَ ٱلْقَوْمِ ٱلَّذِينَ كَذَّبُوا۟ بِـَٔايَٰتِنَآ إِنَّهُمْ كَانُوا۟ قَوْمَ سَوْءٍ فَأَغْرَقْنَٰهُمْ أَجْمَعِينَ

Gujarati Translation - Rabella Al-Omari૭૭. અને જે લોકો અમારી આયતોને જુઠલાવી રહ્યા હતાં, તેમની વિરુદ્ધ અમે તેમની મદદ કરી, નિ:શંક તે ખરાબ લોકો હતાં, બસ! અમે તે સૌને દુબાડી દીધા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَدَاوُۥدَ وَسُلَيْمَٰنَ إِذْ يَحْكُمَانِ فِى ٱلْحَرْثِ إِذْ نَفَشَتْ فِيهِ غَنَمُ ٱلْقَوْمِ وَكُنَّا لِحُكْمِهِمْ شَٰهِدِينَ

Gujarati Translation - Rabella Al-Omari૭૮. અને દાઉદ અને સુલૈમાનને પણ (આ જ નેઅમત આપી હતી) જ્યારે કે તે લોકો એક ખેતર બાબતે નિર્ણય કરી રહ્યા હતાં, જેને થોડાંક લોકોની બકરીઓ રાત્રે ખેતરમાં ચારો ચરી ગઇ હતી અને તેમના નિર્ણય વખતે અમે તેમને જોઈ રહ્યા હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَفَهَّمْنَٰهَا سُلَيْمَٰنَ وَكُلًّا ءَاتَيْنَا حُكْمًا وَعِلْمًا وَسَخَّرْنَا مَعَ دَاوُۥدَ ٱلْجِبَالَ يُسَبِّحْنَ وَٱلطَّيْرَ وَكُنَّا فَٰعِلِينَ

Gujarati Translation - Rabella Al-Omari૭૯. અમે તેમની બાબતે સુલૈમાનને સાચો નિર્ણય સમજાવી દીધો, હાં! અમે બન્નેને નિર્ણય કરવાની શક્તિ અને જ્ઞાન આપી રાખ્યું હતું અને દાઉદના વશમાં પર્વતો અને પંખીઓને પણ કરી દીધા હતાં, જેઓ તેમની સાથે તસ્બીહ કરતા રહે, અને આ દરેક કામ કરનાર અમે પોતે હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَعَلَّمْنَٰهُ صَنْعَةَ لَبُوسٍ لَّكُمْ لِتُحْصِنَكُم مِّنۢ بَأْسِكُمْ فَهَلْ أَنتُمْ شَٰكِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૮૦. અને અમે દાવૂદને તમારા (ફાયદા માટે) બખ્તર બનાવવાની કારીગરી શિખવાડી દીધી હતી, જેથી યુદ્વ વખતે તમારા માટે બચાવનું કારણ બને, શું તમે આભારી બનશો?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلِسُلَيْمَٰنَ ٱلرِّيحَ عَاصِفَةً تَجْرِى بِأَمْرِهِۦٓ إِلَى ٱلْأَرْضِ ٱلَّتِى بَٰرَكْنَا فِيهَا وَكُنَّا بِكُلِّ شَىْءٍ عَٰلِمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૮૧. અમે ભયંકર હવાને સુલૈમાનના વશમાં કરી દીધી હતી, જે તેમના આદેશ પ્રમાણે તે ધરતી તરફ ફૂંકાતી હતી, જ્યાં અમે બરકત આપી રાખી હતી અને અમે દરેક વસ્તુને ખૂબ સારી જાણીએ છીએ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمِنَ ٱلشَّيَٰطِينِ مَن يَغُوصُونَ لَهُۥ وَيَعْمَلُونَ عَمَلًا دُونَ ذَٰلِكَ وَكُنَّا لَهُمْ حَٰفِظِينَ

Gujarati Translation - Rabella Al-Omari૮૨. આવી જ રીતે ઘણા શેતાનોને પણ અમે તેમના વશમાં કર્યા હતાં, જેઓ તેમના આદેશ પ્રમાણે દરિયામાં ડુબકી મારતા હતાં અને તે ઉપરાંત પણ ઘણા કાર્યો કરતા હતાં, તેમની દેખરેખ રાખનારા અમે જ હતાં.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَيُّوبَ إِذْ نَادَىٰ رَبَّهُۥٓ أَنِّى مَسَّنِىَ ٱلضُّرُّ وَأَنتَ أَرْحَمُ ٱلرَّٰحِمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૮૩. અને આ જ નેઅમત અમે અય્યૂબને પણ આપી, જ્યારે તેમણે પોતાના પાલનહારને પોકાર્યા કે, મને આ બિમારી પહોંચી છે અને તું દયા કરવાવાળાઓ કરતા વધારે દયાળુ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱسْتَجَبْنَا لَهُۥ فَكَشَفْنَا مَا بِهِۦ مِن ضُرٍّ وَءَاتَيْنَٰهُ أَهْلَهُۥ وَمِثْلَهُم مَّعَهُمْ رَحْمَةً مِّنْ عِندِنَا وَذِكْرَىٰ لِلْعَٰبِدِينَ

Gujarati Translation - Rabella Al-Omari૮૪. તો અમે તેમની (દુઆ) સાંભળી લીધી અને જે દુ:ખ તેમને પહોંચ્યું હતું તેને દૂર કરી દીધું અને તેમને પત્ની અને સંતાન આપ્યા, પરંતુ તેમની સાથે તેમના જેવા જ બીજા પણ, આ અમારી ખાસ કૃપા હતી, (આમાં પણ) સાચા બંદાઓ માટે શિખામણનું કારણ હતું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِسْمَٰعِيلَ وَإِدْرِيسَ وَذَا ٱلْكِفْلِ كُلٌّ مِّنَ ٱلصَّٰبِرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૮૫. અને ઇસ્માઇલ,ઇદરિસ અને ઝુલ્ કિફ્લ (આ દરેકને અમે નેઅમત આપી હતી) સૌ સબર કરવાવાળાઓ બંદાઓ હતાં.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَدْخَلْنَٰهُمْ فِى رَحْمَتِنَآ إِنَّهُم مِّنَ ٱلصَّٰلِحِينَ

Gujarati Translation - Rabella Al-Omari૮૬. અમે તેમને પોતાની કૃપામાં દાખલ કરી લીધા, આ સૌ સદાચારી લોકો હતાં.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَذَا ٱلنُّونِ إِذ ذَّهَبَ مُغَٰضِبًا فَظَنَّ أَن لَّن نَّقْدِرَ عَلَيْهِ فَنَادَىٰ فِى ٱلظُّلُمَٰتِ أَن لَّآ إِلَٰهَ إِلَّآ أَنتَ سُبْحَٰنَكَ إِنِّى كُنتُ مِنَ ٱلظَّٰلِمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૮૭. માછલીવાળા (યૂનુસ) ને, અમે તેમને પણ અમારી નેઅમત આપી. જ્યારે તેઓ ગુસ્સામાં (વસ્તી છોડી) નીકળી ગયા, તેમને અનુમાન હતું કે અમે તેમની પકડ નહીં કરી શકીએ, છેવટે તેમણે અંધકારમાં અમને પોકાર્યા, અલ્લાહ! તારા સિવાય કોઈ ઇલાહ નથી, તું પવિત્ર છે. નિ:શંક હું જ જાલિમ છું. (છેવટે તે ઉઠયા કે,)

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱسْتَجَبْنَا لَهُۥ وَنَجَّيْنَٰهُ مِنَ ٱلْغَمِّ وَكَذَٰلِكَ نُـۨجِى ٱلْمُؤْمِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૮૮. ત્યારે અમે તેમની દુઆ કબૂલ કરી અને તેમને તે દુ:ખથી છૂટકારો આપ્યો અને આ રીતે જ અમે ઈમાનવાળાઓને બચાવી લઇએ છીએ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَزَكَرِيَّآ إِذْ نَادَىٰ رَبَّهُۥ رَبِّ لَا تَذَرْنِى فَرْدًا وَأَنتَ خَيْرُ ٱلْوَٰرِثِينَ

Gujarati Translation - Rabella Al-Omari૮૯. અને ઝકરિયાને પણ (નેઅમત આપી હતી) જ્યારે તેમણે પોતાના પાલનહારને પોકાર્યા હે મારા પાલનહાર! મને એકલો ન છોડ, તું સૌથી શ્રેષ્ઠ વારસદાર છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱسْتَجَبْنَا لَهُۥ وَوَهَبْنَا لَهُۥ يَحْيَىٰ وَأَصْلَحْنَا لَهُۥ زَوْجَهُۥٓ إِنَّهُمْ كَانُوا۟ يُسَٰرِعُونَ فِى ٱلْخَيْرَٰتِ وَيَدْعُونَنَا رَغَبًا وَرَهَبًا وَكَانُوا۟ لَنَا خَٰشِعِينَ

Gujarati Translation - Rabella Al-Omari૯૦. અમે તેમની દુઆ કબૂલ કરી, અને તેમને યહ્યા આપ્યા અને તેમની પત્નીને તેમના માટે સ્વસ્થ કરી દીધી, આ બધા પ્રભુત્વશાળી લોકો સત્કાર્ય તરફ ઉતાવળ કરતા હતાં અને અમને આશા અને ડર બન્નેની સાથે પોકારતા હતાં અને અમારી સામે આજીજી કરવાવાળા હતાં.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلَّتِىٓ أَحْصَنَتْ فَرْجَهَا فَنَفَخْنَا فِيهَا مِن رُّوحِنَا وَجَعَلْنَٰهَا وَٱبْنَهَآ ءَايَةً لِّلْعَٰلَمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૯૧. અને તે પવિત્ર સ્ત્રી, જેણે પોતાની આબરૂની સુરક્ષા કરી, અમે તેમનામાં પોતાની રૂહ ફૂંકી અને તેમને અને તેમના દિકરાને દરેક લોકો માટે નિશાની બનાવી દીધા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ هَٰذِهِۦٓ أُمَّتُكُمْ أُمَّةً وَٰحِدَةً وَأَنَا۠ رَبُّكُمْ فَٱعْبُدُونِ

Gujarati Translation - Rabella Al-Omari૯૨. આ (પયગંબરોનું જૂથ) જ તમારી કોમ છે, જે ખરેખર એક જ કોમ છે અને હું તમારા સૌનો પાલનહાર છું, બસ! તમે મારી જ બંદગી કરો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَتَقَطَّعُوٓا۟ أَمْرَهُم بَيْنَهُمْ كُلٌّ إِلَيْنَا رَٰجِعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૯૩. પરંતુ લોકોએ અંદરોઅંદર પોતાના ધર્મમાં મતભેદ કરી દીધા, સૌ અમારી તરફ જ પાછા ફરવાના છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَمَن يَعْمَلْ مِنَ ٱلصَّٰلِحَٰتِ وَهُوَ مُؤْمِنٌ فَلَا كُفْرَانَ لِسَعْيِهِۦ وَإِنَّا لَهُۥ كَٰتِبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૯૪. પછી જે પણ સત્કાર્ય કરશે અને તે ઈમાનવાળો હશે તો તેના પ્રયત્નોની અવગણના કરવામાં નહીં આવે. અમે તો તેના (દરેક અમલને) લખી રહ્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَحَرَٰمٌ عَلَىٰ قَرْيَةٍ أَهْلَكْنَٰهَآ أَنَّهُمْ لَا يَرْجِعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૯૫. અને જે વસ્તીને અમે નષ્ટ કરી દીધી, તેમના માટે શક્ય નથી કે તે (અમારી પાસે) પાછા ન ફરે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

حَتَّىٰٓ إِذَا فُتِحَتْ يَأْجُوجُ وَمَأْجُوجُ وَهُم مِّن كُلِّ حَدَبٍ يَنسِلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૯૬. ત્યાં સુધી કે યાજૂજ અને માજૂજને છોડી દેવામાં આવશે અને તેઓ દરેક ઊંચા સ્થાનો પરથી દોડતા આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱقْتَرَبَ ٱلْوَعْدُ ٱلْحَقُّ فَإِذَا هِىَ شَٰخِصَةٌ أَبْصَٰرُ ٱلَّذِينَ كَفَرُوا۟ يَٰوَيْلَنَا قَدْ كُنَّا فِى غَفْلَةٍ مِّنْ هَٰذَا بَلْ كُنَّا ظَٰلِمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૯૭. અને સાચું વચન (કયામત) નજીક આવી જશે, તે સમયે કાફિરોની નજરો ફાટેલી રહી જશે, (અને તેઓ કહેશે) અફસોસ! અમે તો આ પરિસ્થિતિથી અજાણ હતાં, પરંતુ ખરેખર અમે જ જાલિમ હતાં.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّكُمْ وَمَا تَعْبُدُونَ مِن دُونِ ٱللَّهِ حَصَبُ جَهَنَّمَ أَنتُمْ لَهَا وَٰرِدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૯૮. તમે અને જેની તમે અલ્લાહ સિવાય બંદગી કરો છો, સૌ જહન્નમના ઇંધણ બનશો, તમે સૌ જહન્નમમાં જવાના છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَوْ كَانَ هَٰٓؤُلَآءِ ءَالِهَةً مَّا وَرَدُوهَا وَكُلٌّ فِيهَا خَٰلِدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૯૯. જો આ સાચા ઇલાહ હોત તો જહન્નમમાં ક્યારેય દાખલ ન થાત અને દરેકે દરેક તેમાં જ હંમેશા રહેનારા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَهُمْ فِيهَا زَفِيرٌ وَهُمْ فِيهَا لَا يَسْمَعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૦૦. તેઓ ત્યાં ચીસો પાડતા હશે અને ત્યાં કંઇ પણ સાંભળી નહીં શકે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ ٱلَّذِينَ سَبَقَتْ لَهُم مِّنَّا ٱلْحُسْنَىٰٓ أُو۟لَٰٓئِكَ عَنْهَا مُبْعَدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૦૧. હાં, જેના માટે અમારા તરફથી સત્કાર્ય કરવાનો નિર્ણય પહેલા જ થઇ ચુક્યો છે, તેઓને જ જહન્નમથી દૂર રાખવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَا يَسْمَعُونَ حَسِيسَهَا وَهُمْ فِى مَا ٱشْتَهَتْ أَنفُسُهُمْ خَٰلِدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૦૨. તે તો જહન્નમની આહટ પણ નહીં સાંભળે અને તેઓ પોતાની મનપસંદ વસ્તુઓમાં હંમેશા રહેવાવાળા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَا يَحْزُنُهُمُ ٱلْفَزَعُ ٱلْأَكْبَرُ وَتَتَلَقَّىٰهُمُ ٱلْمَلَٰٓئِكَةُ هَٰذَا يَوْمُكُمُ ٱلَّذِى كُنتُمْ تُوعَدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૦૩. કોઈ મોટી બેચેની (પણ) તેઓને નિરાશ નહીં કરી શકે અને ફરિશ્તાઓ તેમને હાથો હાથ લેશે. કે આ જ તમારા માટે તે દિવસ છે, જેનું વચન તમને આપવામાં આવતું હતું,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَوْمَ نَطْوِى ٱلسَّمَآءَ كَطَىِّ ٱلسِّجِلِّ لِلْكُتُبِ كَمَا بَدَأْنَآ أَوَّلَ خَلْقٍ نُّعِيدُهُۥ وَعْدًا عَلَيْنَآ إِنَّا كُنَّا فَٰعِلِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૦૪. તે દિવસે આકાશને અમે એવી રીતે લપેટી દઇશું, જેવી રીતે લેખક પાનાને લપેટી દે છે, જેવી રીતે અમે પ્રથમ વખત તમારું સર્જન કર્યું હતું, તેવી જ રીતે બીજી વખત કરીશું. આ અમારા શિરે એક વચન છે અને અમે તેને જરૂર પૂરું કરીશું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَقَدْ كَتَبْنَا فِى ٱلزَّبُورِ مِنۢ بَعْدِ ٱلذِّكْرِ أَنَّ ٱلْأَرْضَ يَرِثُهَا عِبَادِىَ ٱلصَّٰلِحُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૦૫. અમે ઝબૂરમાં શિખામણ આપ્યા પછી આ લખી ચુક્યા છે કે ધરતીના વારસદાર મારા સદાચારી બંદાઓ (જ) હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ فِى هَٰذَا لَبَلَٰغًا لِّقَوْمٍ عَٰبِدِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૦૬. ખરેખર બંદગી કરનારાઓ માટે તો આમાં એક મોટો આદેશ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَآ أَرْسَلْنَٰكَ إِلَّا رَحْمَةً لِّلْعَٰلَمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૦૭. અને અમે તમને સૃષ્ટિના લોકો માટે દયાળુ બનાવીને જ મોકલ્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قُلْ إِنَّمَا يُوحَىٰٓ إِلَىَّ أَنَّمَآ إِلَٰهُكُمْ إِلَٰهٌ وَٰحِدٌ فَهَلْ أَنتُم مُّسْلِمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૦૮. કહી દો કે, મારી પાસે તો બસ વહી કરવામાં આવે છે કે તમારા સૌનો ઇલાહ એક જ છે, તો શું તમે પણ તેની આજ્ઞાનું પાલન કરો છો?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَإِن تَوَلَّوْا۟ فَقُلْ ءَاذَنتُكُمْ عَلَىٰ سَوَآءٍ وَإِنْ أَدْرِىٓ أَقَرِيبٌ أَم بَعِيدٌ مَّا تُوعَدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૦૯. પછી જો આ લોકો મોઢું ફેરવી લે તો કહી દો કે મેં તમને બરાબર સચેત કરી દીધા, જેનું વચન તમને આપવામાં આવ્યું છે તેનું જ્ઞાન મારી પાસે નથી કે તે નજીક છે અથવા દૂર છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّهُۥ يَعْلَمُ ٱلْجَهْرَ مِنَ ٱلْقَوْلِ وَيَعْلَمُ مَا تَكْتُمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૧૦. હાં, અલ્લાહ તઆલા દરેક વાતોને જાણે છે, જે ઊચા અવાજમાં કરે છે અને તે વાતોને પણ જાણે છે, જેને તમે છુપી રીતે કરો છો

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِنْ أَدْرِى لَعَلَّهُۥ فِتْنَةٌ لَّكُمْ وَمَتَٰعٌ إِلَىٰ حِينٍ

Gujarati Translation - Rabella Al-Omari૧૧૧. મને આ વિશેની પણ જાણ નથી કદાચ (અઝાબમાં વિલંબ) તમારી કસોટી હોય અને તમને એક નક્કી કરેલ સમય સુધીનો ફાયદો ઉઠાવવાની તક આપવામાં આવતી હોય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَٰلَ رَبِّ ٱحْكُم بِٱلْحَقِّ وَرَبُّنَا ٱلرَّحْمَٰنُ ٱلْمُسْتَعَانُ عَلَىٰ مَا تَصِفُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૧૨. (છેવટે) પયગંબરે કહ્યું, હે મારા પાલનહાર! ન્યાયથી ફેંસલો કર અને હે લોકો! જે કઈ તમે વર્ણન કરી રહ્યા છો, તેના કરતા અમારો પાલનહાર દયાળુ જ છે, જેની પાસે મદદ માંગી શકાય છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70