caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Ar-Room الروم

60 આયતો · મક્કા · અવતરણ ક્રમ 84

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ الٓمٓ

Gujarati Translation - Rabella Al-Omari૧. અલિફ-લામ-મીમ્ [1]

આ આયતના તમામ અનુવાદો જુઓ →

غُلِبَتِ ٱلرُّومُ

Gujarati Translation - Rabella Al-Omari૨. રૂમના લોકો હારી ગયા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فِىٓ أَدْنَى ٱلْأَرْضِ وَهُم مِّنۢ بَعْدِ غَلَبِهِمْ سَيَغْلِبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩. તેઓ હારી ગયા પછી થોડાક જ સમયમાં ફરીવાર વિજય મેળવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فِى بِضْعِ سِنِينَ لِلَّهِ ٱلْأَمْرُ مِن قَبْلُ وَمِنۢ بَعْدُ وَيَوْمَئِذٍ يَفْرَحُ ٱلْمُؤْمِنُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪. આ (હાર) પહેલા અને પછી પણ અધિકાર તો અલ્લાહ તઆલાનો જ છે, અને (જ્યારે રૂમના લોકો વિજય મેળવશે) તે દિવસે મુસલમાન ખુશ હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

بِنَصْرِ ٱللَّهِ يَنصُرُ مَن يَشَآءُ وَهُوَ ٱلْعَزِيزُ ٱلرَّحِيمُ

Gujarati Translation - Rabella Al-Omari૫. તેમને પણ અલ્લાહની મદદ મળશે, તે જેની મદદ કરવા ઇચ્છે, તેની મદદ કરે છે, અલ્લાહ જ પ્રભુત્વશાળી અને દયાળુ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَعْدَ ٱللَّهِ لَا يُخْلِفُ ٱللَّهُ وَعْدَهُۥ وَلَٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يَعْلَمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૬. આ અલ્લાહનું વચન છે, અલ્લાહ તઆલા પોતાના વચનનો ભંગ નથી કરતો. પરંતુ ઘણા લોકો જાણતા નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَعْلَمُونَ ظَٰهِرًا مِّنَ ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا وَهُمْ عَنِ ٱلْـَٔاخِرَةِ هُمْ غَٰفِلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૭. તેઓ (ફક્ત) દુનિયાના જીવનનું જાહેર જ જાણે છે અને આખિરતથી તદ્દન અજાણ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَوَلَمْ يَتَفَكَّرُوا۟ فِىٓ أَنفُسِهِم مَّا خَلَقَ ٱللَّهُ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ وَمَا بَيْنَهُمَآ إِلَّا بِٱلْحَقِّ وَأَجَلٍ مُّسَمًّى وَإِنَّ كَثِيرًا مِّنَ ٱلنَّاسِ بِلِقَآئِ رَبِّهِمْ لَكَٰفِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૮. શું તે લોકોએ પોતાના હૃદયમાં એવો વિચાર ન કર્યો કે અલ્લાહ તઆલાએ આકાશો અને ધરતી તથા તે બન્નેની વચ્ચે જે કંઈ પણ છે બધાનું ઉત્તમ રીતે નક્કી કરેલ સમય સુધી (જ) સર્જન કર્યું છે. ઘણા લોકો પોતાના પાલનહારની મુલાકાતનો ઇન્કાર કરે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَوَلَمْ يَسِيرُوا۟ فِى ٱلْأَرْضِ فَيَنظُرُوا۟ كَيْفَ كَانَ عَٰقِبَةُ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ كَانُوٓا۟ أَشَدَّ مِنْهُمْ قُوَّةً وَأَثَارُوا۟ ٱلْأَرْضَ وَعَمَرُوهَآ أَكْثَرَ مِمَّا عَمَرُوهَا وَجَآءَتْهُمْ رُسُلُهُم بِٱلْبَيِّنَٰتِ فَمَا كَانَ ٱللَّهُ لِيَظْلِمَهُمْ وَلَٰكِن كَانُوٓا۟ أَنفُسَهُمْ يَظْلِمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૯. શું તેઓએ ધરતી પર હરીફરીને જોયું નથી કે તેમનાથી પહેલાના લોકોની દશા કેવી થઇ? તેઓ તેમના કરતા વધારે બળવાન હતા, અને તે લોકોએ પણ જમીનને ખેડી હતી અને જેટલું આ લોકોએ આબાદ કરી હતી તેના કરતા વધારે તે લોકોએ આબાદ કરી હતી, તેમની પાસે તેમના પયગંબર સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા હતા, આ શક્ય જ નથી કે અલ્લાહ તઆલા તેમના પર જુલમ કરતો, પરંતુ તેઓ પોતે પોતાના પર જુલમ કરતા હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ثُمَّ كَانَ عَٰقِبَةَ ٱلَّذِينَ أَسَٰٓـُٔوا۟ ٱلسُّوٓأَىٰٓ أَن كَذَّبُوا۟ بِـَٔايَٰتِ ٱللَّهِ وَكَانُوا۟ بِهَا يَسْتَهْزِءُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૦. છેવટે ખરાબ કાર્યો કરનારની દશા ખૂબ જ ખરાબ થઇ, એટલા માટે કે તેઓ અલ્લાહની આયતોને જુઠલાવતા હતા અને તેના વિશે ઠઠ્ઠામશ્કરી કરતા હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱللَّهُ يَبْدَؤُا۟ ٱلْخَلْقَ ثُمَّ يُعِيدُهُۥ ثُمَّ إِلَيْهِ تُرْجَعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૧. અલ્લાહ તઆલા જ સર્જનની શરૂઆત કરે છે, તે જ તેમનું બીજી વાર સર્જન કરશે, પછી તમે સૌ તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَيَوْمَ تَقُومُ ٱلسَّاعَةُ يُبْلِسُ ٱلْمُجْرِمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૨. અને જે દિવસે કયામત આવશે, તો અપરાધીઓ નિરાશ થઇ જશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَمْ يَكُن لَّهُم مِّن شُرَكَآئِهِمْ شُفَعَٰٓؤُا۟ وَكَانُوا۟ بِشُرَكَآئِهِمْ كَٰفِرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૩. અને તેમના બધા ભાગીદારો માંથી એક પણ તેમની ભલામણ કરનાર નહીં હોય અને (પોતે પણ) પોતાના ભાગીદારોના ઇન્કાર કરનારા બની જશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَيَوْمَ تَقُومُ ٱلسَّاعَةُ يَوْمَئِذٍ يَتَفَرَّقُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૪. અને જે દિવસે કયામત આવશે, તે દિવસે (જૂથો) અલગ-અલગ થઇ જશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَمَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ فَهُمْ فِى رَوْضَةٍ يُحْبَرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૫. જેઓ ઈમાન લાવી સત્કાર્યો કરતા રહ્યા, તેમને જન્નતમાં ખુશ કરી દેવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَمَّا ٱلَّذِينَ كَفَرُوا۟ وَكَذَّبُوا۟ بِـَٔايَٰتِنَا وَلِقَآئِ ٱلْـَٔاخِرَةِ فَأُو۟لَٰٓئِكَ فِى ٱلْعَذَابِ مُحْضَرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૬. જે લોકોએ કુફ્ર કર્યો અને અમારી આયતો તથા આખિરતની મુલાકાતને જુઠલાવી, તે બધાને અઝાબ આપવા માટે હાજર કરવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَسُبْحَٰنَ ٱللَّهِ حِينَ تُمْسُونَ وَحِينَ تُصْبِحُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૭. બસ! અલ્લાહ તઆલાની તસ્બીહ કરો સવાર અને સાંજના સમયે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَهُ ٱلْحَمْدُ فِى ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَعَشِيًّا وَحِينَ تُظْهِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૮. આકાશ અને ધરતીમાં દરેક પ્રકારની પ્રશંસા તે (અલ્લાહ) માટે જ છે. બપોર અને રાત્રિના સમયે પણ. (તેની પવિત્રતાનું વર્ણન કરતા રહો)

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يُخْرِجُ ٱلْحَىَّ مِنَ ٱلْمَيِّتِ وَيُخْرِجُ ٱلْمَيِّتَ مِنَ ٱلْحَىِّ وَيُحْىِ ٱلْأَرْضَ بَعْدَ مَوْتِهَا وَكَذَٰلِكَ تُخْرَجُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૯. તે (અલ્લાહ) જ જીવિતને મૃત માંથી અને મૃતને જીવિત માંથી કાઢે છે અને તે જ ધરતીને તેના મર્યા પછી જીવિત કરે છે, આવી જ રીતે તમને (પણ મૃત્યુ પછી જમીન માંથી) ઉઠાડવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمِنْ ءَايَٰتِهِۦٓ أَنْ خَلَقَكُم مِّن تُرَابٍ ثُمَّ إِذَآ أَنتُم بَشَرٌ تَنتَشِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૦. અલ્લાહની નિશાનીઓ માંથી છે કે તેણે તમારું સર્જન માટી વડે કર્યું, પછી તમે માનવી બનીને ફેલાઇ ગયા છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمِنْ ءَايَٰتِهِۦٓ أَنْ خَلَقَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَٰجًا لِّتَسْكُنُوٓا۟ إِلَيْهَا وَجَعَلَ بَيْنَكُم مَّوَدَّةً وَرَحْمَةً إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَٰتٍ لِّقَوْمٍ يَتَفَكَّرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૧. અને તેની નિશાનીઓ માંથી છે કે તમારા માંથી જ તમારી પત્નીઓનું સર્જન કર્યું, જેથી તમે તેમના દ્વારા શાંતિ મેળવો, તેણે તમારી વચ્ચે પ્યાર અને સહાનુભૂતિ મૂકી દીધી, ખરેખર ચિંતન કરનારાઓ માટે આમાં ઘણી નિશાનીઓ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمِنْ ءَايَٰتِهِۦ خَلْقُ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَٱخْتِلَٰفُ أَلْسِنَتِكُمْ وَأَلْوَٰنِكُمْ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَٰتٍ لِّلْعَٰلِمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૨. અને તેની નિશાનીઓ માંથી આકાશો અને ધરતીનું સર્જન અને તમારી ભાષાઓ અને રંગોનો તફાવત (પણ) છે, બુદ્ધિશાળી લોકો માટે આમાં ખરેખર ઘણી નિશાનીઓ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمِنْ ءَايَٰتِهِۦ مَنَامُكُم بِٱلَّيْلِ وَٱلنَّهَارِ وَٱبْتِغَآؤُكُم مِّن فَضْلِهِۦٓ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَٰتٍ لِّقَوْمٍ يَسْمَعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૩. અને તેની નિશાનીઓ માંથી તમારી રાત અને દિવસની નિંદ્રા છે અને તેની કૃપા (એટલે કે રોજી)ને શોધવી પણ છે, જે લોકો સાંભળે છે તેમના માટે આમાં ઘણી નિશાનીઓ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمِنْ ءَايَٰتِهِۦ يُرِيكُمُ ٱلْبَرْقَ خَوْفًا وَطَمَعًا وَيُنَزِّلُ مِنَ ٱلسَّمَآءِ مَآءً فَيُحْىِۦ بِهِ ٱلْأَرْضَ بَعْدَ مَوْتِهَآ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَٰتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૪. અને તેની નિશાનીઓ માંથી એક એ (પણ) છે કે તે તમને ડરાવવા અને આશા જગાવવા વીજળીઓ બતાવે છે અને આકાશ માંથી વરસાદ વરસાવે છે અને તેના વડે મૃત ધરતીને જીવિત કરી દે છે, આમાં (પણ) બુદ્ધિશાળી લોકો માટે ઘણી નિશાનીઓ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمِنْ ءَايَٰتِهِۦٓ أَن تَقُومَ ٱلسَّمَآءُ وَٱلْأَرْضُ بِأَمْرِهِۦ ثُمَّ إِذَا دَعَاكُمْ دَعْوَةً مِّنَ ٱلْأَرْضِ إِذَآ أَنتُمْ تَخْرُجُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૫. તેની એક નિશાની એ પણ છે કે આકાશ અને ધરતી તેના જ આદેશથી કાયમ છે, પછી એક પોકાર આપી જમીન માંથી બોલાવશે તો તમે સૌ ધરતી માંથી તરત જ નીકળી આવશો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَهُۥ مَن فِى ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ كُلٌّ لَّهُۥ قَٰنِتُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૬. અને ધરતી તથા આકાશની દરેક વસ્તુનો માલિક તે જ છે અને દરેક તેના આદેશનું અનુસરણ કરે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَهُوَ ٱلَّذِى يَبْدَؤُا۟ ٱلْخَلْقَ ثُمَّ يُعِيدُهُۥ وَهُوَ أَهْوَنُ عَلَيْهِ وَلَهُ ٱلْمَثَلُ ٱلْأَعْلَىٰ فِى ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ

Gujarati Translation - Rabella Al-Omari૨૭. તે જ છે, જે પ્રથમ વાર સર્જન કરે છે અને ફરીવાર જીવિત કરશે અને આવું (બીજી વારનું સર્જન કરવું) તો તેના માટે ખૂબ જ સરળ છે. તેના જ ગુણો ઉત્તમ છે આકાશો અને ધરતીમાં પણ, અને તે જ પ્રભુત્વશાળી, હિકમતવાળો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ضَرَبَ لَكُم مَّثَلًا مِّنْ أَنفُسِكُمْ هَل لَّكُم مِّن مَّا مَلَكَتْ أَيْمَٰنُكُم مِّن شُرَكَآءَ فِى مَا رَزَقْنَٰكُمْ فَأَنتُمْ فِيهِ سَوَآءٌ تَخَافُونَهُمْ كَخِيفَتِكُمْ أَنفُسَكُمْ كَذَٰلِكَ نُفَصِّلُ ٱلْـَٔايَٰتِ لِقَوْمٍ يَعْقِلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૮. અલ્લાહ તઆલાએ તમારા માટે એક ઉદાહરણ તમારા માંથી જ વર્ણવ્યું છે, જે કંઈ અમે તમને આપી રાખ્યું છે, શું તેમાં તમારા દાસો માંથી કોઇ તમારો ભાગીદાર છે? કે તમે અને તે તેમાં સમકક્ષ હોય? અને તમે તેમનો એવો ભય રાખો છો જેવો પોતાના લોકોનો. અમે બુદ્ધિશાળી લોકો માટે આવી જ રીતે સ્પષ્ટ રીતે આયતોનું વર્ણન કરીએ છીએ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

بَلِ ٱتَّبَعَ ٱلَّذِينَ ظَلَمُوٓا۟ أَهْوَآءَهُم بِغَيْرِ عِلْمٍ فَمَن يَهْدِى مَنْ أَضَلَّ ٱللَّهُ وَمَا لَهُم مِّن نَّٰصِرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૯. પરંતુ વાત એવી છે કે આ જાલિમ લોકો જ્ઞાન વગર જ મનેચ્છાઓનું અનુસરણ કરી રહ્યા છે, તેમને કોણ માર્ગ બતાવે, જેને અલ્લાહ માર્ગથી હટાવી દે. તેમની મદદ કરનાર કોઈ નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ حَنِيفًا فِطْرَتَ ٱللَّهِ ٱلَّتِى فَطَرَ ٱلنَّاسَ عَلَيْهَا لَا تَبْدِيلَ لِخَلْقِ ٱللَّهِ ذَٰلِكَ ٱلدِّينُ ٱلْقَيِّمُ وَلَٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يَعْلَمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૦. બસ! (હે નબી!) તમે એકાગ્ર થઇ પોતાનું મોઢું દીન તરફ કરી દો, આ જ અલ્લાહ તઆલાની તે ફિતરત છે, જેના માટે તેણે લોકોનું સર્જન કર્યું, અલ્લાહ તઆલાની બનાવટમાં ફેરબદલ હોઈ શકતો નથી, આ જ સાચો દીન છે, પરંતુ ઘણા લોકો સમજતા નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مُنِيبِينَ إِلَيْهِ وَٱتَّقُوهُ وَأَقِيمُوا۟ ٱلصَّلَوٰةَ وَلَا تَكُونُوا۟ مِنَ ٱلْمُشْرِكِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૧. અલ્લાહ તઆલા તરફ રજૂ થઇ, તેનાથી ડરતા રહો અને નમાઝ પઢતા રહો અને મુશરિક લોકો માંથી ન થઇ જાવ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مِنَ ٱلَّذِينَ فَرَّقُوا۟ دِينَهُمْ وَكَانُوا۟ شِيَعًا كُلُّ حِزْبٍۭ بِمَا لَدَيْهِمْ فَرِحُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૨. તે લોકો માંથી જેમણે પોતાના દીનના ટુકડે ટુકડા કરી નાખ્યા અને પોતે પણ અલગ-અલગ થઇ ગયા, દરેક જૂથ તેમની પાસે જે કંઈ છે, તેમાં મગ્ન છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَا مَسَّ ٱلنَّاسَ ضُرٌّ دَعَوْا۟ رَبَّهُم مُّنِيبِينَ إِلَيْهِ ثُمَّ إِذَآ أَذَاقَهُم مِّنْهُ رَحْمَةً إِذَا فَرِيقٌ مِّنْهُم بِرَبِّهِمْ يُشْرِكُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૩. લોકોને જ્યારે પણ કોઇ તકલીફ પહોંચે છે તો પોતાના પાલનહાર તરફ રજૂ થઇ દુઆ કરે છે, પછી જ્યારે તે (અલ્લાહ) પોતાના તરફથી દયા કરે છે તો તેમના માંથી કેટલાક લોકો પોતાના પાલનહાર સાથે ભાગીદાર ઠેરવે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لِيَكْفُرُوا۟ بِمَآ ءَاتَيْنَٰهُمْ فَتَمَتَّعُوا۟ فَسَوْفَ تَعْلَمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૪. જેથી અમે તેમને જે કઈ આપી રાખ્યું છે, તેનો આભાર વ્યક્ત ન કરે, સારું, તમે ફાયદો ઉઠાવી લો, નજીક માંજ તમને ખબર પડી જશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَمْ أَنزَلْنَا عَلَيْهِمْ سُلْطَٰنًا فَهُوَ يَتَكَلَّمُ بِمَا كَانُوا۟ بِهِۦ يُشْرِكُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૫. શું અમે તેમના વિશે કોઇ એવા પુરાવા મોકલ્યા છે? જે આ ભાગીદારીને સાચી વર્ણન કરતી હોય, જેને આ લોકો અલ્લાહના ભાગીદાર ઠેરવી રહ્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَآ أَذَقْنَا ٱلنَّاسَ رَحْمَةً فَرِحُوا۟ بِهَا وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌۢ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ إِذَا هُمْ يَقْنَطُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૬. અને જ્યારે અમે લોકો પર દયા કરીએ છીએ તો તેઓ ઈતરાવવા લાગે છે અને જો તેમને તેમના હાથોના કરતૂતોના કારણે કોઇ તકલીફ પહોંચે તો અચાનક તેઓ નિરાશ થઇ જાય છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَوَلَمْ يَرَوْا۟ أَنَّ ٱللَّهَ يَبْسُطُ ٱلرِّزْقَ لِمَن يَشَآءُ وَيَقْدِرُ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَٰتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૭. શું તે લોકોએ જોયું નથી કે અલ્લાહ તઆલા જેને ઇચ્છે પુષ્કળ રોજી આપે છે અને જેને ઇચ્છે તંગ, આમાં પણ ઈમાનવાળાઓ માટે નિશાનીઓ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَـَٔاتِ ذَا ٱلْقُرْبَىٰ حَقَّهُۥ وَٱلْمِسْكِينَ وَٱبْنَ ٱلسَّبِيلِ ذَٰلِكَ خَيْرٌ لِّلَّذِينَ يُرِيدُونَ وَجْهَ ٱللَّهِ وَأُو۟لَٰٓئِكَ هُمُ ٱلْمُفْلِحُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૮. (હે મુસલમાનો!) કુટુંબીજનોને, લાચારને, મુસાફરને-દરેકને તેમનો અધિકાર આપો, આ વાત તેમના માટે ઉત્તમ છે, જે અલ્લાહ તઆલાની પ્રસન્નતા ઇચ્છતો હોય, આવા જ લોકો સફળ થશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَآ ءَاتَيْتُم مِّن رِّبًا لِّيَرْبُوَا۟ فِىٓ أَمْوَٰلِ ٱلنَّاسِ فَلَا يَرْبُوا۟ عِندَ ٱللَّهِ وَمَآ ءَاتَيْتُم مِّن زَكَوٰةٍ تُرِيدُونَ وَجْهَ ٱللَّهِ فَأُو۟لَٰٓئِكَ هُمُ ٱلْمُضْعِفُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૯. જે કઈ પણ તમે વ્યાજ પર આપો છો, જેથી લોકોના માલ દ્વારા તમારા માલમાં વધારો થાય, તો આવો માલ અલ્લાહ પાસે વધતો નથી, અને જે કંઈ સદકો, ઝકાત તમે અલ્લાહ તઆલાની પ્રસન્નતા માટે આપો છો, તો આવા લોકો જ પોતાના માલમાં વધારો કરી રહ્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱللَّهُ ٱلَّذِى خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ هَلْ مِن شُرَكَآئِكُم مَّن يَفْعَلُ مِن ذَٰلِكُم مِّن شَىْءٍ سُبْحَٰنَهُۥ وَتَعَٰلَىٰ عَمَّا يُشْرِكُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૦. અલ્લાહ તઆલા તે છે, જેણે તમારું સર્જન કર્યું, પછી રોજી આપી, પછી મૃત્યુ આપશે, પછી જીવિત કરશે, જણાવો તમે ઠેરવેલ ભાગીદારો માંથી કોઇ એવું છે, જે આમાંથી કંઈ પણ કરી બતાવે, અલ્લાહ તઆલા પવિત્ર છે, અને તે ઘણો જ ઉચ્ચ છે તેનાથી જે કઈ તેઓ ભાગીદાર ઠેરવે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ظَهَرَ ٱلْفَسَادُ فِى ٱلْبَرِّ وَٱلْبَحْرِ بِمَا كَسَبَتْ أَيْدِى ٱلنَّاسِ لِيُذِيقَهُم بَعْضَ ٱلَّذِى عَمِلُوا۟ لَعَلَّهُمْ يَرْجِعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૧. ધરતી અને સમુદ્રમાં લોકોના અપરાધના કારણે વિદ્રોહ ફેલાઇ ગયો, એટલા માટે કે તેમને તેમના કેટલાક કરતુતોનો બદલો અલ્લાહ તઆલા ચખાડી દે, શક્ય છે કે તેઓ સુધારો કરી લે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قُلْ سِيرُوا۟ فِى ٱلْأَرْضِ فَٱنظُرُوا۟ كَيْفَ كَانَ عَٰقِبَةُ ٱلَّذِينَ مِن قَبْلُ كَانَ أَكْثَرُهُم مُّشْرِكِينَ

Gujarati Translation - Rabella Al-Omari૪૨. (હે પયગંબર!) તમે તેમને કહો, ધરતી પર હરીફરીને જુઓ તો ખરા કે પહેલાના લોકોની દશા કેવી થઇ? જેમાં ઘણા લોકો મુશરિક હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ ٱلْقَيِّمِ مِن قَبْلِ أَن يَأْتِىَ يَوْمٌ لَّا مَرَدَّ لَهُۥ مِنَ ٱللَّهِ يَوْمَئِذٍ يَصَّدَّعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૩. બસ! (હે નબી!) તમે તમારો ચહેરો તે સાચા અને સીધા દીન તરફ જ રાખો, એ પહેલા કે તે દિવસ આવી જાય, જેને ટાળી દેવું અલ્લાહ તરફથી છે જ નહીં, તે દિવસે સૌ અલગ-અલગ થઇ જશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مَن كَفَرَ فَعَلَيْهِ كُفْرُهُۥ وَمَنْ عَمِلَ صَٰلِحًا فَلِأَنفُسِهِمْ يَمْهَدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૪. જેણે કુફ્ર કર્યું, તેની સજા તેના પર જ છે,અને જેણે સત્કાર્યો કર્યા તો તે પોતાનો જ (સફળતાનો) માર્ગ અપનાવી રહ્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لِيَجْزِىَ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ مِن فَضْلِهِۦٓ إِنَّهُۥ لَا يُحِبُّ ٱلْكَٰفِرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૪૫. જેથી અલ્લાહ તઆલા તેમને પોતાની કૃપાથી બદલો આપે, જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, તે કાફિરોને પસંદ નથી કરતો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمِنْ ءَايَٰتِهِۦٓ أَن يُرْسِلَ ٱلرِّيَاحَ مُبَشِّرَٰتٍ وَلِيُذِيقَكُم مِّن رَّحْمَتِهِۦ وَلِتَجْرِىَ ٱلْفُلْكُ بِأَمْرِهِۦ وَلِتَبْتَغُوا۟ مِن فَضْلِهِۦ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૬. તેની નિશાનીઓ માંથી ખુશખબર આપનારી હવાઓને મોકલવી પણ છે, એટલા માટે કે તમારા પર પોતાની કૃપા કરે અને એટલા માટે કે તેના આદેશથી હોડીઓ ચાલે અને એટલા માટે કે તેની કૃપાને તમે શોધો અને એટલા માટે કે તમે આભાર વ્યક્ત કરો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَقَدْ أَرْسَلْنَا مِن قَبْلِكَ رُسُلًا إِلَىٰ قَوْمِهِمْ فَجَآءُوهُم بِٱلْبَيِّنَٰتِ فَٱنتَقَمْنَا مِنَ ٱلَّذِينَ أَجْرَمُوا۟ وَكَانَ حَقًّا عَلَيْنَا نَصْرُ ٱلْمُؤْمِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૪૭. અને અમે તમારાથી પહેલા પણ પોતાના પયગંબરોને તેમની કોમ તરફ મોકલ્યા, તેઓ તેમની પાસે પુરાવા લાવ્યા, પછી અમે અપરાધીઓને સજા આપી, અમારા માટે ઈમાનવાળાઓની મદદ કરવી જરૂરી છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱللَّهُ ٱلَّذِى يُرْسِلُ ٱلرِّيَٰحَ فَتُثِيرُ سَحَابًا فَيَبْسُطُهُۥ فِى ٱلسَّمَآءِ كَيْفَ يَشَآءُ وَيَجْعَلُهُۥ كِسَفًا فَتَرَى ٱلْوَدْقَ يَخْرُجُ مِنْ خِلَٰلِهِۦ فَإِذَآ أَصَابَ بِهِۦ مَن يَشَآءُ مِنْ عِبَادِهِۦٓ إِذَا هُمْ يَسْتَبْشِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૮. અલ્લાહ તઆલા હવાઓને ચલાવે છે, તે વાદળને ઉઠાવે છે, પછી અલ્લાહ તઆલા પોતાની ઇચ્છા પ્રમાણે તેને આકાશમાં ફેલાવી દે છે અને તેના ટુકડે ટુકડા કરી નાખે છે, પછી તમે જુઓ છો કે તેની અંદરથી ટીંપા નીકળે છે અને જેમને અલ્લાહ ઇચ્છે, તે બંદાઓ પર પાણી વરસાવે છે. તો તેઓ રાજી થઇ જાય છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِن كَانُوا۟ مِن قَبْلِ أَن يُنَزَّلَ عَلَيْهِم مِّن قَبْلِهِۦ لَمُبْلِسِينَ

Gujarati Translation - Rabella Al-Omari૪૯. જો કે તેઓ તે વરસાદ વરસતા પહેલા નિરાશ થઇ રહ્યા હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱنظُرْ إِلَىٰٓ ءَاثَٰرِ رَحْمَتِ ٱللَّهِ كَيْفَ يُحْىِ ٱلْأَرْضَ بَعْدَ مَوْتِهَآ إِنَّ ذَٰلِكَ لَمُحْىِ ٱلْمَوْتَىٰ وَهُوَ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ

Gujarati Translation - Rabella Al-Omari૫૦. બસ! તમે અલ્લાહની કૃપાની નિશાનીઓને જુઓ કે નિષ્પ્રાણ ધરતીને કેવી રીતે અલ્લાહ તેને જીવિત કરે છે? કોઇ શંકા નથી કે તે જ મૃતકોને જીવિત કરનાર છે અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَئِنْ أَرْسَلْنَا رِيحًا فَرَأَوْهُ مُصْفَرًّا لَّظَلُّوا۟ مِنۢ بَعْدِهِۦ يَكْفُرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૧. અને જો અમે વાવાઝોડું ચલાવી દઇએ તો આ લોકો તે ખેતરોને સૂકાયેલા જોઇ લે, ત્યાર પછી તે લોકો કુફ્ર કરવા લાગશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَإِنَّكَ لَا تُسْمِعُ ٱلْمَوْتَىٰ وَلَا تُسْمِعُ ٱلصُّمَّ ٱلدُّعَآءَ إِذَا وَلَّوْا۟ مُدْبِرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૫૨. (હે નબી!) નિ:શંક તમે મૃતકોને સંભળાવી નથી શકતા અને ન તો બહેરાને પોતાનો અવાજ સંભળાવી શકો છો, જ્યારે તેઓ પીઠ ફેરવી પાછા ફરી ગયા હોય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَآ أَنتَ بِهَٰدِ ٱلْعُمْىِ عَن ضَلَٰلَتِهِمْ إِن تُسْمِعُ إِلَّا مَن يُؤْمِنُ بِـَٔايَٰتِنَا فَهُم مُّسْلِمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૩. અને ન તમે આંધળાઓને તેમની પથભ્રષ્ટતા માંથી બચાવી તેમને સત્ય માર્ગ તરફ લાવી શકો છો, તમે ફક્ત તે લોકોને જ સંભળાવી શકો છો, જેઓ અમારી આયતો પર ઈમાન ધરાવે છે. બસ! તે જ લોકો અનુસરણ કરનારા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱللَّهُ ٱلَّذِى خَلَقَكُم مِّن ضَعْفٍ ثُمَّ جَعَلَ مِنۢ بَعْدِ ضَعْفٍ قُوَّةً ثُمَّ جَعَلَ مِنۢ بَعْدِ قُوَّةٍ ضَعْفًا وَشَيْبَةً يَخْلُقُ مَا يَشَآءُ وَهُوَ ٱلْعَلِيمُ ٱلْقَدِيرُ

Gujarati Translation - Rabella Al-Omari૫૪. અલ્લાહ તઆલા તે છે, જેણે તમારું સર્જન નબળી સ્થિતિમાં કર્યું, તે નબળાઇ પછી શક્તિ આપી, તે શક્તિ પછી નબળાઇ અને વૃદ્ધાવસ્થા આપી, જેમ ઇચ્છે છે, તેમ સર્જન કરે છે, તે બધાને સારી રીતે જાણે છે અને બધા પર સંપૂર્ણ શક્તિ ધરાવે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَيَوْمَ تَقُومُ ٱلسَّاعَةُ يُقْسِمُ ٱلْمُجْرِمُونَ مَا لَبِثُوا۟ غَيْرَ سَاعَةٍ كَذَٰلِكَ كَانُوا۟ يُؤْفَكُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૫. અને જે દિવસે કયામત આવી જશે, અપરાધી લોકો સોગંદ ખાશે કે (દુનિયામાં) એક ક્ષણથી વધારે નથી રહ્યા, આવી જ રીતે આ લોકો (દુનિયામાં પણ) ખોટા અનુમાન કરતા હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَقَالَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْعِلْمَ وَٱلْإِيمَٰنَ لَقَدْ لَبِثْتُمْ فِى كِتَٰبِ ٱللَّهِ إِلَىٰ يَوْمِ ٱلْبَعْثِ فَهَٰذَا يَوْمُ ٱلْبَعْثِ وَلَٰكِنَّكُمْ كُنتُمْ لَا تَعْلَمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૬. અને જે લોકોને જ્ઞાન અને ઈમાન આપવામાં આવ્યું તેઓ જવાબ આપશે કે તમે તો અલ્લાહની લખેલી તકદીર પ્રમાણે હશરનાં દિવસ સુધી (બરઝખમાં) પડ્યા રહ્યા, હવે આ જ તે હશરનો દિવસ છે, પરંતુ તમે માનતા જ નહતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَيَوْمَئِذٍ لَّا يَنفَعُ ٱلَّذِينَ ظَلَمُوا۟ مَعْذِرَتُهُمْ وَلَا هُمْ يُسْتَعْتَبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૭. બસ! તે દિવસે અત્યાચારીઓને તેમનું બહાનું કંઈ જ કામ નહીં આવે અને ન તો તેમની પાસે તૌબા અને કાર્યો માંગવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَقَدْ ضَرَبْنَا لِلنَّاسِ فِى هَٰذَا ٱلْقُرْءَانِ مِن كُلِّ مَثَلٍ وَلَئِن جِئْتَهُم بِـَٔايَةٍ لَّيَقُولَنَّ ٱلَّذِينَ كَفَرُوٓا۟ إِنْ أَنتُمْ إِلَّا مُبْطِلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૮. નિ:શંક અમે આ કુરઆનમાં લોકોની સામે સંપૂર્ણ ઉદાહરણો વર્ણવી દીધા, તમે તેમની પાસે કોઇ પણ નિશાની લાવો, કાફિર લોકો તો એવું જ કહેશે કે તમે તદ્દન જુઠ્ઠા છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَذَٰلِكَ يَطْبَعُ ٱللَّهُ عَلَىٰ قُلُوبِ ٱلَّذِينَ لَا يَعْلَمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૯. અલ્લાહ તઆલા તે લોકોના હૃદયો પર મહોર લગાવી દે છે, જેઓ સમજતા નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱصْبِرْ إِنَّ وَعْدَ ٱللَّهِ حَقٌّ وَلَا يَسْتَخِفَّنَّكَ ٱلَّذِينَ لَا يُوقِنُونَ

Gujarati Translation - Rabella Al-Omari૬૦. બસ! તમે ધીરજ રાખો, નિ:શંક અલ્લાહનું વચન સાચું છે. એવું ન થાય કે જે લોકો યકીન નથી કરતા તેમના કારણે તમે નબળા પડી જાવ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70