Gujarati Translation - Rabella Al-Omari૧. આકાશો અને ધરતીમાં જે કઈ સર્જન છે, તે દરેક અલ્લાહ તઆલાની તસ્બીહ કરી રહી છે, (જે) બાદશાહ, અત્યંત પવિત્ર (છે). વિજયી અને હિકમતવાળો છે.
Gujarati Translation - Rabella Al-Omari૨. તે જ છે, જેણે અભણ લોકોમાં તેમના માંથી જ એક પયગંબર મોકલ્યા, જે તેમને (કુરઆન)ની આયતો સંભળાવે છે અને તેમને પવિત્ર કરે છે અને તેઓને કિતાબ (કુરઆન) તથા હિકમત શિખવાડે છે, તેઓ આ પહેલા ખુલ્લી ગુમરાહીમા હતા.
Gujarati Translation - Rabella Al-Omari૩. અને (આ પયગંબર,જે લોકો તરફ મોકલવામાં આવ્યા છે) તેમના માંથી કેટલાક અન્ય લોકો પણ છેમ જેઓ તેમની સાથે હજુ સુધી નથી મળ્યા, અને તે જ વિજયી અને હિકમતવાળો છે.
Gujarati Translation - Rabella Al-Omari૫. જે લોકોને તૌરાત આપવામાં આવી પરતું તે લોકો તેનો ભાર ઉઠાવી ન શક્યા,તેમનું ઉદાહરણ તે ગધેડા જેવું છે,જેણે ઘણી જ પુસ્તકો ઉઠાવેલી હોય. આના કરતા પણ વધારે ખરાબ ઉદાહરણ તે લોકોનું છે, જે લોકોએ અલ્લાહની આયતોને જુઠલાવી દીધી, અને અલ્લાહ જાલિમ લોકોને હિદાયત નથી આપતો.
Gujarati Translation - Rabella Al-Omari૬. (હે પયગંબર!) તમે તેમને કહીં દો કે હે યહુદીઓ! જો તમે એવું વિચારતા હોય કે ફક્ત તમે અલ્લાહના દોસ્ત છો, તો તમે મૃત્યુની ઇચ્છા કરો, જો તમે સાચા હોય.
Gujarati Translation - Rabella Al-Omari૭. આ લોકો કદાપિ મૃત્યુની ઇચ્છા નહીં કરે, પોતાના અતે કાર્યોના કારણે, જે તેઓ કરી ચુક્યા છે, અને જાલિમ લોકોને ખૂબ જાણે છે.
Gujarati Translation - Rabella Al-Omari૮. તમેં તેમને કહીં દો કે જે મૃત્યુથી તમે ભાગતા ફરો છો તે તો તમને આવીને જ રહેશે, પછી તમે દરેક છુપી તથા ખુલ્લી (વાતો) નો જાણનાર (અલ્લાહ) ની તરફ પાછા ફેરવવામાં આવશો. અને તે તમારા કરેલા દરેક કાર્યો બતાવી દેશે.
Gujarati Translation - Rabella Al-Omari૯. હે ઇમાનવાળાઓ! જુમ્અહના દિવસે નમાઝ માટે અઝાન આપવામાં આવે તો તમે અલ્લાહના ઝિકર તરફ ભાગો અને લે-વેચ છોડી દો, આ તમારા માટે ખૂબ જ ઉત્તમ છે, જો તમે જાણતા હોવ.
Gujarati Translation - Rabella Al-Omari૧૦. પછી જ્યારે નમાઝ પુરી થઇ જાય તો ધરતી પર ફેલાઇ જાવ અને અલ્લાહની કૃપાને શોધો અને વધારે માં વધારે અલ્લાહને યાદ કરતા રહો, જેથી તમે સફળતા મેળવી લો.
Gujarati Translation - Rabella Al-Omari૧૧. અને જ્યારે તે લોકોએ કોઇ સોદો અથવા કોઇ તમાશો થતો જોયો, તો તેઓ તેની તરફ ભાગી ગયા અને તમને (એકલા) ઉભા રહેલા છોડી દીધા, તમે તેમને કહીં દો કે જે કઈ અલ્લાહ પાસે છે, તે આ રમત અને વેપારથી ઉત્તમ છે અને અલ્લાહ તઆલા જ ઉત્તમ રોજી આપનાર છે.