caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Ghaafir غافر

85 આયતો · મક્કા · અવતરણ ક્રમ 60

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ حمٓ

Gujarati Translation - Rabella Al-Omari૧. હા-મીમ્ [1]

આ આયતના તમામ અનુવાદો જુઓ →

تَنزِيلُ ٱلْكِتَٰبِ مِنَ ٱللَّهِ ٱلْعَزِيزِ ٱلْعَلِيمِ

Gujarati Translation - Rabella Al-Omari૨. આ કિતાબ અલ્લાહ તરફથી ઉતારવામાં આવી છે, જે વિજયી અને બધું જ જાણવાવાળો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

غَافِرِ ٱلذَّنۢبِ وَقَابِلِ ٱلتَّوْبِ شَدِيدِ ٱلْعِقَابِ ذِى ٱلطَّوْلِ لَآ إِلَٰهَ إِلَّا هُوَ إِلَيْهِ ٱلْمَصِيرُ

Gujarati Translation - Rabella Al-Omari૩. તે ગુનાહ માફ કરવાવાળો, તૌબા કબૂલ કરવાવાળો, સખત અઝાબ આપનાર અને ઘણો જ કૃપાળુ તેમજ શક્તિશાળી છે. તેના સિવાય કોઇ ઇલાહ નથી, તેની તરફ જ (સૌને) પાછા ફરવાનું છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مَا يُجَٰدِلُ فِىٓ ءَايَٰتِ ٱللَّهِ إِلَّا ٱلَّذِينَ كَفَرُوا۟ فَلَا يَغْرُرْكَ تَقَلُّبُهُمْ فِى ٱلْبِلَٰدِ

Gujarati Translation - Rabella Al-Omari૪. અલ્લાહ તઆલાની આયતો બાબતે તે જ લોકો ઝઘડો કરે છે જેઓ કાફિર છે, બસ! તે લોકોનું શહેરમાં હરવું-ફરવું તમને ધોખોમાં ન નાખી દે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ وَٱلْأَحْزَابُ مِنۢ بَعْدِهِمْ وَهَمَّتْ كُلُّ أُمَّةٍۭ بِرَسُولِهِمْ لِيَأْخُذُوهُ وَجَٰدَلُوا۟ بِٱلْبَٰطِلِ لِيُدْحِضُوا۟ بِهِ ٱلْحَقَّ فَأَخَذْتُهُمْ فَكَيْفَ كَانَ عِقَابِ

Gujarati Translation - Rabella Al-Omari૫. તેમના પહેલા નૂહની કોમ અને (પયગંબરોના વિરોધી) કેટલાય જૂથોએ તેમને જુઠલાવ્યા અને દરેક કોમે પોતાના પયગંબરને કેદી બનાવવાનો વિચાર કર્યો અને અસત્યથી સાથે ઝઘડો કરવા લાગ્યા, જેથી અસત્ય સત્યને હરાવી શકે, બસ! મેં તે લોકોને પકડી લીધા, તો જોઈ લો, મારી સજા કેવી હતી?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَكَذَٰلِكَ حَقَّتْ كَلِمَتُ رَبِّكَ عَلَى ٱلَّذِينَ كَفَرُوٓا۟ أَنَّهُمْ أَصْحَٰبُ ٱلنَّارِ

Gujarati Translation - Rabella Al-Omari૬. અને આવી જ રીતે તમારા પાલનહારનો આદેશ તે લોકો માટે સાબિત થઇ ગયો જેઓ કાફિર હતા, અને તેઓ જ જહન્નમી છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلَّذِينَ يَحْمِلُونَ ٱلْعَرْشَ وَمَنْ حَوْلَهُۥ يُسَبِّحُونَ بِحَمْدِ رَبِّهِمْ وَيُؤْمِنُونَ بِهِۦ وَيَسْتَغْفِرُونَ لِلَّذِينَ ءَامَنُوا۟ رَبَّنَا وَسِعْتَ كُلَّ شَىْءٍ رَّحْمَةً وَعِلْمًا فَٱغْفِرْ لِلَّذِينَ تَابُوا۟ وَٱتَّبَعُوا۟ سَبِيلَكَ وَقِهِمْ عَذَابَ ٱلْجَحِيمِ

Gujarati Translation - Rabella Al-Omari૭. જે (ફરિશ્તાઓએ) અર્શને ઉઠાવી રાખ્યું છે, અને જે તેની આજુબાજુ છે, તે સૌ પોતાના પાલનહારની તસ્બીહ પ્રશંસા સાથે કરી રહ્યા છે અને તેના પર ઈમાન ધરાવે છે અને ઈમાનવાળાઓ માટે માફી માંગે છે અને કહે છે કે, હે અમારા પાલનહાર! તેં પોતાની રહમત અને જ્ઞાન વડે દરેક વસ્તુને ઘેરાવમાં લઇ રાખી છે, બસ! જે લોકોએ તૌબા કરી અને તારા માર્ગનું અનુસરણ કર્યું, તેમને માફ કરી દે, અને તેમને જહન્નમના અઝાબથી પણ બચાવી લે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

رَبَّنَا وَأَدْخِلْهُمْ جَنَّٰتِ عَدْنٍ ٱلَّتِى وَعَدتَّهُمْ وَمَن صَلَحَ مِنْ ءَابَآئِهِمْ وَأَزْوَٰجِهِمْ وَذُرِّيَّٰتِهِمْ إِنَّكَ أَنتَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ

Gujarati Translation - Rabella Al-Omari૮. હે અમારા પાલનહાર! તું તે લોકોને હંમેશા રહેવાવાળી જન્નતોમાં પ્રવેશ આપ, જેનું વચન તેં તેમને આપ્યું છે અને તેમના બાપ-દાદાઓ, તેમની પત્નીઓ અને સંતાન માંથી (પણ) તે (બધા) ને જેઓ સત્કાર્યો કરે છે, તેમને પણ. નિ:શંક તું વિજયી અને હિકમતવાળો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَقِهِمُ ٱلسَّيِّـَٔاتِ وَمَن تَقِ ٱلسَّيِّـَٔاتِ يَوْمَئِذٍ فَقَدْ رَحِمْتَهُۥ وَذَٰلِكَ هُوَ ٱلْفَوْزُ ٱلْعَظِيمُ

Gujarati Translation - Rabella Al-Omari૯. તેમને દુષ્કર્મોથી પણ સુરક્ષિત રાખ, તે દિવસે તેં જેમને દુષ્કર્મોથી બચાવી લીધા છે, તેના પર તેં કૃપા કરી અને ભવ્ય સફળતા આ જ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ ٱلَّذِينَ كَفَرُوا۟ يُنَادَوْنَ لَمَقْتُ ٱللَّهِ أَكْبَرُ مِن مَّقْتِكُمْ أَنفُسَكُمْ إِذْ تُدْعَوْنَ إِلَى ٱلْإِيمَٰنِ فَتَكْفُرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૦. નિ:શંક જે લોકોએ કુફ્ર કર્યું, (કયામતના દિવસે) તેમને પોકારી કહેવામાં આવશે કે આજે જેટલો ગુસ્સો તમને તમારા પર આવી રહ્યો છે, અલ્લાહને તમારા પર તેના કરતા વધારે ગુસ્સો આવતો હતો, જ્યારે તમને ઈમાન તરફ બોલાવવામાં અને તમે તેનો ઇન્કાર કરતા હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالُوا۟ رَبَّنَآ أَمَتَّنَا ٱثْنَتَيْنِ وَأَحْيَيْتَنَا ٱثْنَتَيْنِ فَٱعْتَرَفْنَا بِذُنُوبِنَا فَهَلْ إِلَىٰ خُرُوجٍ مِّن سَبِيلٍ

Gujarati Translation - Rabella Al-Omari૧૧. તેઓ કહેશે કે હે અમારા પાલનહાર! તેં અમને બે વખત મૃત્યુ આપ્યું અને બે વખત જીવન આપ્યું, હવે અમે પોતાના અપરાધનો એકરાર કરીએ છીએ, તો શું હવે કોઇ રસ્તો છુટકારા માટે છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ذَٰلِكُم بِأَنَّهُۥٓ إِذَا دُعِىَ ٱللَّهُ وَحْدَهُۥ كَفَرْتُمْ وَإِن يُشْرَكْ بِهِۦ تُؤْمِنُوا۟ فَٱلْحُكْمُ لِلَّهِ ٱلْعَلِىِّ ٱلْكَبِيرِ

Gujarati Translation - Rabella Al-Omari૧૨. (જવાબ આપવામાં આવશે) તમારી આવી પરિસ્થિતિ એટલા માટે છે, જ્યારે તમને એક અલ્લાહ તરફ બોલાવવામાં આવતા તો તમેં ઇન્કાર કરતા હતા અને જો તેની સાથે કોઈ ભાગીદાર બનાવવામાં આવતો તો તેને તમે માની લેતા હતા, હવે નિર્ણય તો તેના જ હાથમાં છે, જે સર્વોચ્ચ અને પ્રતિષ્ઠિત છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

هُوَ ٱلَّذِى يُرِيكُمْ ءَايَٰتِهِۦ وَيُنَزِّلُ لَكُم مِّنَ ٱلسَّمَآءِ رِزْقًا وَمَا يَتَذَكَّرُ إِلَّا مَن يُنِيبُ

Gujarati Translation - Rabella Al-Omari૧૩. તે જ છે, જે તમને પોતાની નિશાનીઓ બતાવે છે અને તમારા માટે આકાશ માંથી રોજી ઉતારે છે, શિખામણ તો ફક્ત તે જ લોકો પ્રાપ્ત કરે છે, જેઓ (અલ્લાહ તરફ) વિનમ્રતા દાખવે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱدْعُوا۟ ٱللَّهَ مُخْلِصِينَ لَهُ ٱلدِّينَ وَلَوْ كَرِهَ ٱلْكَٰفِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૪. તમે અલ્લાહને તેના માટે દીનને વિશિષ્ટ બનાવી, પોકારતા રહો, ભલેને કાફિરોને ખરાબ લાગે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

رَفِيعُ ٱلدَّرَجَٰتِ ذُو ٱلْعَرْشِ يُلْقِى ٱلرُّوحَ مِنْ أَمْرِهِۦ عَلَىٰ مَن يَشَآءُ مِنْ عِبَادِهِۦ لِيُنذِرَ يَوْمَ ٱلتَّلَاقِ

Gujarati Translation - Rabella Al-Omari૧૫. તે સર્વોચ્ચ, દરજ્જાવાળો અર્શનો માલિક છે, તે પોતાના બંદાઓ માંથી જેને ઇચ્છે તેના પર વહી ઉતારે છે, જેથી તેઓ લોકોને મુલાકાતના દિવસથી સચેત કરે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَوْمَ هُم بَٰرِزُونَ لَا يَخْفَىٰ عَلَى ٱللَّهِ مِنْهُمْ شَىْءٌ لِّمَنِ ٱلْمُلْكُ ٱلْيَوْمَ لِلَّهِ ٱلْوَٰحِدِ ٱلْقَهَّارِ

Gujarati Translation - Rabella Al-Omari૧૬. જે દિવસે સૌ સપાટ મેદાનમાં હશે, તેમની કોઇ વાત અલ્લાહથી છૂપી નહીં રહે, (પૂછવામાં આવશે) આજે કોની બાદશાહત છે? (અને પોતે જ કહેશે) એક અલ્લાહની, જે દરેક પર પ્રભુત્વ ધરાવે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلْيَوْمَ تُجْزَىٰ كُلُّ نَفْسٍۭ بِمَا كَسَبَتْ لَا ظُلْمَ ٱلْيَوْمَ إِنَّ ٱللَّهَ سَرِيعُ ٱلْحِسَابِ

Gujarati Translation - Rabella Al-Omari૧૭. આજે દરેકને તેની કરણીનું વળતર આપવામાં આવશે, કોઈના પર જુલમ નહીં થાય, નિ:શંક અલ્લાહ તઆલા ખૂબ જ ઝડપથી હિસાબ લેવાવાળો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَنذِرْهُمْ يَوْمَ ٱلْـَٔازِفَةِ إِذِ ٱلْقُلُوبُ لَدَى ٱلْحَنَاجِرِ كَٰظِمِينَ مَا لِلظَّٰلِمِينَ مِنْ حَمِيمٍ وَلَا شَفِيعٍ يُطَاعُ

Gujarati Translation - Rabella Al-Omari૧૮. અને (હે નબી) તેમને નજીક આવનારા (કયામતના) દિવસથી સચેત કરી દો, જ્યારે હૃદય, ગળા સુધી પહોંચી જશે અને દરેક લોકો ચૂપ હશે, (તે દિવસે) ઝાલિમ લોકોનો કોઇ મિત્ર હશે અને ન કોઇ ભલામણ કરનાર હશે, કે જેમની વાત માનવામાં આવે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَعْلَمُ خَآئِنَةَ ٱلْأَعْيُنِ وَمَا تُخْفِى ٱلصُّدُورُ

Gujarati Translation - Rabella Al-Omari૧૯. તે નજરોની ખિયાનતને પણ જાણે છે, અને હૃદયોની છૂપી વાતોને (પણ) જાણે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱللَّهُ يَقْضِى بِٱلْحَقِّ وَٱلَّذِينَ يَدْعُونَ مِن دُونِهِۦ لَا يَقْضُونَ بِشَىْءٍ إِنَّ ٱللَّهَ هُوَ ٱلسَّمِيعُ ٱلْبَصِيرُ

Gujarati Translation - Rabella Al-Omari૨૦. અને અલ્લાહ તઆલા ન્યાય પૂર્વક ફેંસલો કરશે, અને અલ્લાહને છોડીને, જેમને આ લોકો પોકારે છે, તેઓ કોઈ નિર્ણય નથી કરી શકતા. ખરેખર અલ્લાહ તઆલા ખૂબ સારી રીતે સાંભળવાવાળો, જોવાવાળો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَوَلَمْ يَسِيرُوا۟ فِى ٱلْأَرْضِ فَيَنظُرُوا۟ كَيْفَ كَانَ عَٰقِبَةُ ٱلَّذِينَ كَانُوا۟ مِن قَبْلِهِمْ كَانُوا۟ هُمْ أَشَدَّ مِنْهُمْ قُوَّةً وَءَاثَارًا فِى ٱلْأَرْضِ فَأَخَذَهُمُ ٱللَّهُ بِذُنُوبِهِمْ وَمَا كَانَ لَهُم مِّنَ ٱللَّهِ مِن وَاقٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૧. શું આ લોકોએ ધરતી પર હરીફરીને નથી જોયું કે જે લોકો તેમનાથી પહેલા હતા તેમની દશા કેવી થઇ? તે લોકો તેમના કરતા વધારે શક્તિશાળી હતા અને ધરતી પર પ્રબળ નિશાનીઓ પણ તેમના કરતા વધારે છોડીને ગયા છે, બસ! અલ્લાહએ તેમને તેમના ગુનાહોના કારણે પકડી લીધા અને તેમને અલ્લાહના અઝાબથી બચાવનાર કોઇ ન હતું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ذَٰلِكَ بِأَنَّهُمْ كَانَت تَّأْتِيهِمْ رُسُلُهُم بِٱلْبَيِّنَٰتِ فَكَفَرُوا۟ فَأَخَذَهُمُ ٱللَّهُ إِنَّهُۥ قَوِىٌّ شَدِيدُ ٱلْعِقَابِ

Gujarati Translation - Rabella Al-Omari૨૨. આ એટલા માટે કે તેમની પાસે તેમના પયગંબર સ્પષ્ટ નિશાનીઓ લઇને આવ્યા હતા, તેઓએ તેનો ઇન્કાર કર્યો, બસ! અલ્લાહએ તેમને પકડી લીધા,, નિ:શંક તે શક્તિશાળી અને સખત અઝાબ આપનાર છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَقَدْ أَرْسَلْنَا مُوسَىٰ بِـَٔايَٰتِنَا وَسُلْطَٰنٍ مُّبِينٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૩. અને અમે મૂસાને પોતાની આયતો અને સ્પષ્ટ પુરાવા સાથે મોકલ્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِلَىٰ فِرْعَوْنَ وَهَٰمَٰنَ وَقَٰرُونَ فَقَالُوا۟ سَٰحِرٌ كَذَّابٌ

Gujarati Translation - Rabella Al-Omari૨૪. ફિરઔન, હામાન અને કારૂન તરફ, પરંતુ તે લોકોએ કહ્યું, (આ તો) જાદુગર અને જુઠ્ઠો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَلَمَّا جَآءَهُم بِٱلْحَقِّ مِنْ عِندِنَا قَالُوا۟ ٱقْتُلُوٓا۟ أَبْنَآءَ ٱلَّذِينَ ءَامَنُوا۟ مَعَهُۥ وَٱسْتَحْيُوا۟ نِسَآءَهُمْ وَمَا كَيْدُ ٱلْكَٰفِرِينَ إِلَّا فِى ضَلَٰلٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૫. બસ! જ્યારે તેઓ તેમની પાસે અમારા તરફથી સત્ય લઇને આવ્યા, તો તે લોકોએ કહ્યું કે જે લોકો ઈમાન લાવી મૂસા સાથે મળી ગયા છે,તેમના બાળકોને મારી નાંખો અને તેમની બાળકીઓને જીવિત રાખો પરંતુ કાફિરોની આ યુક્તિ તો અસફળ રહી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَقَالَ فِرْعَوْنُ ذَرُونِىٓ أَقْتُلْ مُوسَىٰ وَلْيَدْعُ رَبَّهُۥٓ إِنِّىٓ أَخَافُ أَن يُبَدِّلَ دِينَكُمْ أَوْ أَن يُظْهِرَ فِى ٱلْأَرْضِ ٱلْفَسَادَ

Gujarati Translation - Rabella Al-Omari૨૬. અને ફિરઔને કહ્યું કે મને છોડી દો કે જેથી હું પોતે મૂસા ને કતલ કરી દઉ અને તે તેના પાલનહારને પોકારી જોય લે, મને ભય છે કે આ તમારો દીન બદલી નાખશે અથવા શહેરમાં કોઇ વિદ્રોહ ફેલાવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَقَالَ مُوسَىٰٓ إِنِّى عُذْتُ بِرَبِّى وَرَبِّكُم مِّن كُلِّ مُتَكَبِّرٍ لَّا يُؤْمِنُ بِيَوْمِ ٱلْحِسَابِ

Gujarati Translation - Rabella Al-Omari૨૭. મૂસાએ કહ્યું કે હું મારા અને તમારા પાલનહારના શરણમાં આવું છું, તે દરેક ઘમંડ કરનાર વ્યક્તિથી, જે હિસાબના દિવસ પર ઈમાન નથી ધરાવતો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَقَالَ رَجُلٌ مُّؤْمِنٌ مِّنْ ءَالِ فِرْعَوْنَ يَكْتُمُ إِيمَٰنَهُۥٓ أَتَقْتُلُونَ رَجُلًا أَن يَقُولَ رَبِّىَ ٱللَّهُ وَقَدْ جَآءَكُم بِٱلْبَيِّنَٰتِ مِن رَّبِّكُمْ وَإِن يَكُ كَٰذِبًا فَعَلَيْهِ كَذِبُهُۥ وَإِن يَكُ صَادِقًا يُصِبْكُم بَعْضُ ٱلَّذِى يَعِدُكُمْ إِنَّ ٱللَّهَ لَا يَهْدِى مَنْ هُوَ مُسْرِفٌ كَذَّابٌ

Gujarati Translation - Rabella Al-Omari૨૮. અને (તે સમયે) ફિરઔનના કુટુંબ માંથી એક ઈમાનવાળો વ્યક્તિ, જે પોતાનું ઈમાન છૂપાવી રહ્યો હતો, કહ્યું કે શું તમે એક વ્યક્તિને ફક્ત આટલી વાત માટે કતલ કરો છો કે તે કહે છે, કે મારો પાલનહાર અલ્લાહ છે અને તેં તમારા પાલનહાર તરફથી સ્પષ્ટ નિશાનીઓ લઇને આવ્યો છે? અને જો તે જુઠો હોય, તો તેના જૂઠ (ની સજા) તેના માટે જ છે અને જો તે સાચો હોય તો તેં જે (અઝાબ)નું વચન તમને આપી રહ્યો છે, તેમાંથી કંઈક તો તમારા પર આવી પહોંચશે, અલ્લાહ તઆલા તેને માર્ગ નથી બતાવતો, જે અતિરેક કરનાર અને જુઠો હોય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَٰقَوْمِ لَكُمُ ٱلْمُلْكُ ٱلْيَوْمَ ظَٰهِرِينَ فِى ٱلْأَرْضِ فَمَن يَنصُرُنَا مِنۢ بَأْسِ ٱللَّهِ إِن جَآءَنَا قَالَ فِرْعَوْنُ مَآ أُرِيكُمْ إِلَّا مَآ أَرَىٰ وَمَآ أَهْدِيكُمْ إِلَّا سَبِيلَ ٱلرَّشَادِ

Gujarati Translation - Rabella Al-Omari૨૯. હે મારી કોમના લોકો! આજના દિવસે બાદશાહત તમારી છે કે આ ધરતી પર તમે વિજયી છો, પરંતુ જો અલ્લાહનો અઝાબ આવી જશે તો આપણી મદદ કોણ કરશે? ફિરઔને કહ્યું, કે હું તો તમને તે જ સૂચન કરી રહ્યો છું, જે હું જોઇ રહ્યો છું અને હું તો તમને ભલાઇનો માર્ગ જ બતાવી રહ્યો છું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَقَالَ ٱلَّذِىٓ ءَامَنَ يَٰقَوْمِ إِنِّىٓ أَخَافُ عَلَيْكُم مِّثْلَ يَوْمِ ٱلْأَحْزَابِ

Gujarati Translation - Rabella Al-Omari૩૦. અને જે વ્યક્તિ ઈમાન લાવ્યો હતો તેણે કહ્યું, હે મારી કોમના લોકો! મને તો ભય છે કે તમારા પર પણ એવો દિવસ ન આવી જાય, જે દિવસ (પયગંબરોના વિરોધી) લોકો પર આવ્યો હતો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مِثْلَ دَأْبِ قَوْمِ نُوحٍ وَعَادٍ وَثَمُودَ وَٱلَّذِينَ مِنۢ بَعْدِهِمْ وَمَا ٱللَّهُ يُرِيدُ ظُلْمًا لِّلْعِبَادِ

Gujarati Translation - Rabella Al-Omari૩૧. જેવું કે નૂહ, આદ અને ષમૂદની કોમ તથા ત્યાર પછી આવનારી કોમોની (દશા થઇ) હતી, અલ્લાહ પોતાના બંદાઓ પર સહેજ પણ જુલમ કરતો નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَيَٰقَوْمِ إِنِّىٓ أَخَافُ عَلَيْكُمْ يَوْمَ ٱلتَّنَادِ

Gujarati Translation - Rabella Al-Omari૩૨. હે મારી કોમ! અને હું તમારા માટે શોર-બકોરના દિવસથી ડરું છું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَوْمَ تُوَلُّونَ مُدْبِرِينَ مَا لَكُم مِّنَ ٱللَّهِ مِنْ عَاصِمٍ وَمَن يُضْلِلِ ٱللَّهُ فَمَا لَهُۥ مِنْ هَادٍ

Gujarati Translation - Rabella Al-Omari૩૩. જે દિવસે તમે પીઠ ફેરવી પાછા ફરશો પરંતુ તમને અલ્લાહથી બચાવનાર કોઇ નહીં હોય અને જેને અલ્લાહ ગુમરાહ કરી દે, તેને સત્ય માર્ગ બતાવનાર કોઇ નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَقَدْ جَآءَكُمْ يُوسُفُ مِن قَبْلُ بِٱلْبَيِّنَٰتِ فَمَا زِلْتُمْ فِى شَكٍّ مِّمَّا جَآءَكُم بِهِۦ حَتَّىٰٓ إِذَا هَلَكَ قُلْتُمْ لَن يَبْعَثَ ٱللَّهُ مِنۢ بَعْدِهِۦ رَسُولًا كَذَٰلِكَ يُضِلُّ ٱللَّهُ مَنْ هُوَ مُسْرِفٌ مُّرْتَابٌ

Gujarati Translation - Rabella Al-Omari૩૪. અને આ પહેલા તમારી પાસે યૂસુફ સ્પષ્ટ પુરાવા લઇને આવ્યા હતા, તો પણ તમે તેમના લાવેલા (પુરાવા)માં શંકા કરતા રહ્યા, ત્યાં સુધી કે જ્યારે તેમનું મૃત્યુ થઇ ગયું તો કહેવા લાગ્યા, તેમના પછી અલ્લાહ કોઇ પયગંબરને મોકલશે જ નહીં, આવી જ રીતે અલ્લાહ તઆલા તે દરેક વ્યક્તિને ગુમરાહ કરે છે, જે હદ વટાવી જનાર અને શંકા કરવાવાળો હોય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلَّذِينَ يُجَٰدِلُونَ فِىٓ ءَايَٰتِ ٱللَّهِ بِغَيْرِ سُلْطَٰنٍ أَتَىٰهُمْ كَبُرَ مَقْتًا عِندَ ٱللَّهِ وَعِندَ ٱلَّذِينَ ءَامَنُوا۟ كَذَٰلِكَ يَطْبَعُ ٱللَّهُ عَلَىٰ كُلِّ قَلْبِ مُتَكَبِّرٍ جَبَّارٍ

Gujarati Translation - Rabella Al-Omari૩૫. જેઓ અલ્લાહની આયતોમાં ઝઘડો કરે છે, તેમની પાસે કોઈ પુરાવા નથી આવ્યા છતાં પણ, આ વસ્તુ અલ્લાહ અને ઈમાનવાળાઓની નજીક ખૂબ જ નારાજગીની વાત છે, અલ્લાહ તઆલા આવી જ રીતે દરેક અહંકારી અને વિદ્રોહીના હૃદય પર મહોર લગાવી દે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَقَالَ فِرْعَوْنُ يَٰهَٰمَٰنُ ٱبْنِ لِى صَرْحًا لَّعَلِّىٓ أَبْلُغُ ٱلْأَسْبَٰبَ

Gujarati Translation - Rabella Al-Omari૩૬. ફિરઔને કહ્યું, હે હામાન! મારા માટે એક ઊંચી ઈમારત બનાવ, કદાચ હું આકાશોના દ્વાર સુધી પહોચી શકું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَسْبَٰبَ ٱلسَّمَٰوَٰتِ فَأَطَّلِعَ إِلَىٰٓ إِلَٰهِ مُوسَىٰ وَإِنِّى لَأَظُنُّهُۥ كَٰذِبًا وَكَذَٰلِكَ زُيِّنَ لِفِرْعَوْنَ سُوٓءُ عَمَلِهِۦ وَصُدَّ عَنِ ٱلسَّبِيلِ وَمَا كَيْدُ فِرْعَوْنَ إِلَّا فِى تَبَابٍ

Gujarati Translation - Rabella Al-Omari૩૭. અને મૂસાના ઇલાહ તરફ ઝાંકી શકુ અને હું તો તેને જુઠ્ઠો સમજું છું અને આવી જ રીતે ફિરઔનનું ખરાબ વર્તન તેને સારું લાગવા લાગ્યું અને માર્ગથી રોકી દેવામાં આવ્યો અને ફિરઔનની દરેક યુક્તિઓમાં તેની પોતાની જ નષ્ટતા (છુપાયેલી) હતી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَقَالَ ٱلَّذِىٓ ءَامَنَ يَٰقَوْمِ ٱتَّبِعُونِ أَهْدِكُمْ سَبِيلَ ٱلرَّشَادِ

Gujarati Translation - Rabella Al-Omari૩૮. અને તે ઈમાનવાળા વ્યક્તિએ કહ્યું, કે હે મારી કોમના લોકો! તમે મારું અનુસરણ કરો, હું સત્ય માર્ગ તરફ તમને માર્ગદર્શન આપીશ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَٰقَوْمِ إِنَّمَا هَٰذِهِ ٱلْحَيَوٰةُ ٱلدُّنْيَا مَتَٰعٌ وَإِنَّ ٱلْـَٔاخِرَةَ هِىَ دَارُ ٱلْقَرَارِ

Gujarati Translation - Rabella Al-Omari૩૯. હે મારી કોમના લોકો! આ દુનિયાનું જીવન તો બસ થોડાક જ દિવસ છે અને નિ:શંક હંમેશા રહેવાવાળું ઘર તો આખિરતનું જ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مَنْ عَمِلَ سَيِّئَةً فَلَا يُجْزَىٰٓ إِلَّا مِثْلَهَا وَمَنْ عَمِلَ صَٰلِحًا مِّن ذَكَرٍ أَوْ أُنثَىٰ وَهُوَ مُؤْمِنٌ فَأُو۟لَٰٓئِكَ يَدْخُلُونَ ٱلْجَنَّةَ يُرْزَقُونَ فِيهَا بِغَيْرِ حِسَابٍ

Gujarati Translation - Rabella Al-Omari૪૦. અને જે વ્યક્તિ બુરાઈ કરશે, તેને તે પ્રમાણે જ બદલો આપવામાં આવશે અને જે નેક અમલ કરશે, ભલેને પુરુષ હોય અથવા સ્ત્રી પરંતુ શરત એ કે તેઓ ઈમાન ધરાવતા હોવા જોઈએ, તો આવા લોકો જન્નતમાં જશે અને તેમને ત્યાં પુષ્કળ રોજી આપવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَيَٰقَوْمِ مَا لِىٓ أَدْعُوكُمْ إِلَى ٱلنَّجَوٰةِ وَتَدْعُونَنِىٓ إِلَى ٱلنَّارِ

Gujarati Translation - Rabella Al-Omari૪૧. હે મારી કોમ! શું વાત છે કે હું તો તમને નજાત તરફ બોલાવી રહ્યો છું અને તમે મને જહન્નમ તરફ બોલાવી રહ્યા છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

تَدْعُونَنِى لِأَكْفُرَ بِٱللَّهِ وَأُشْرِكَ بِهِۦ مَا لَيْسَ لِى بِهِۦ عِلْمٌ وَأَنَا۠ أَدْعُوكُمْ إِلَى ٱلْعَزِيزِ ٱلْغَفَّٰرِ

Gujarati Translation - Rabella Al-Omari૪૨. તમે મને અલ્લાહનો ઇન્કાર કરવાનું કહી રહ્યા છો અને તેનો ભાગીદાર ઠેરવવાનું કહી રહ્યા છો, જેનું જ્ઞાન મારી પાસે નથી અને હું તમને વિજયી, માફ કરનાર (ઇલાહ) તરફ બોલાવી રહ્યો છું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَا جَرَمَ أَنَّمَا تَدْعُونَنِىٓ إِلَيْهِ لَيْسَ لَهُۥ دَعْوَةٌ فِى ٱلدُّنْيَا وَلَا فِى ٱلْـَٔاخِرَةِ وَأَنَّ مَرَدَّنَآ إِلَى ٱللَّهِ وَأَنَّ ٱلْمُسْرِفِينَ هُمْ أَصْحَٰبُ ٱلنَّارِ

Gujarati Translation - Rabella Al-Omari૪૩. આ ચોક્કસ વાત છે કે તમે મને જેની તરફ બોલાવી રહ્યા છો, તેઓ ન તો દુનિયામાં પોકારવાને લાયક છે અને ન આખિરતમાં અને એ કે આપણે સૌએ અલ્લાહ તરફ જ પાછા ફરવાનું છે અને હદ વટાવી જનારા લોકો જ જહન્નમી છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَسَتَذْكُرُونَ مَآ أَقُولُ لَكُمْ وَأُفَوِّضُ أَمْرِىٓ إِلَى ٱللَّهِ إِنَّ ٱللَّهَ بَصِيرٌۢ بِٱلْعِبَادِ

Gujarati Translation - Rabella Al-Omari૪૪. જે કઈ હું તમને કહી રહ્યો છું, નજીકમાં જ તેને યાદ કરશો, હું મારો મુકદ્દમો અલ્લાહને સોંપુ છું, ખરેખર અલ્લાહ તઆલા પોતાના બંદાઓને જોઈ રહ્યો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَوَقَىٰهُ ٱللَّهُ سَيِّـَٔاتِ مَا مَكَرُوا۟ وَحَاقَ بِـَٔالِ فِرْعَوْنَ سُوٓءُ ٱلْعَذَابِ

Gujarati Translation - Rabella Al-Omari૪૫. તે લોકોએ જે યુક્તિઓ આ ઈમાનવાળા વ્યક્તિ વિરુદ્ધ કરી હતી, અલ્લાહએ તેને તેનાથી બચાવી લીધો, અને ફિરઔનવાળાઓ જ સખત અઝાબમાં પડી ગયા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلنَّارُ يُعْرَضُونَ عَلَيْهَا غُدُوًّا وَعَشِيًّا وَيَوْمَ تَقُومُ ٱلسَّاعَةُ أَدْخِلُوٓا۟ ءَالَ فِرْعَوْنَ أَشَدَّ ٱلْعَذَابِ

Gujarati Translation - Rabella Al-Omari૪૬. તે લોકો પ્રત્યેક સવાર-સાંજ અલ્લાહની સામે આ લોકોને હાજર કરવામાં આઅવે છે, અને જે દિવસે કયામત આવી જશે, (કહેવામાં આવશે કે) ફિરઔનના લોકોને સખત અઝાબમાં નાંખો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذْ يَتَحَآجُّونَ فِى ٱلنَّارِ فَيَقُولُ ٱلضُّعَفَٰٓؤُا۟ لِلَّذِينَ ٱسْتَكْبَرُوٓا۟ إِنَّا كُنَّا لَكُمْ تَبَعًا فَهَلْ أَنتُم مُّغْنُونَ عَنَّا نَصِيبًا مِّنَ ٱلنَّارِ

Gujarati Translation - Rabella Al-Omari૪૭. અને જ્યારે તેઓ જહન્નમમાં એકબીજા સાથે ઝઘડો કરશે તો નબળા લોકો અહંકારી લોકોને કહેશે કે અમે તો (દુનિયામાં) તમારું અનુસરણ કરતા હતા, તો શું હવે તમે અમારા પરથી આગનો કોઇ ભાગ દૂર કરી શકો છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالَ ٱلَّذِينَ ٱسْتَكْبَرُوٓا۟ إِنَّا كُلٌّ فِيهَآ إِنَّ ٱللَّهَ قَدْ حَكَمَ بَيْنَ ٱلْعِبَادِ

Gujarati Translation - Rabella Al-Omari૪૮. તે અહંકારી લોકો જવાબ આપશે કે આપણે સૌ આ આગમાં છે, અલ્લાહ તઆલા પોતાના બંદાઓ વચ્ચે નિર્ણય કરી ચૂક્યો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَقَالَ ٱلَّذِينَ فِى ٱلنَّارِ لِخَزَنَةِ جَهَنَّمَ ٱدْعُوا۟ رَبَّكُمْ يُخَفِّفْ عَنَّا يَوْمًا مِّنَ ٱلْعَذَابِ

Gujarati Translation - Rabella Al-Omari૪૯. અને (દરેક) જહન્નમી લોકો ભેગા મળી, જહન્નમના ચોકીદારોને કહેશે કે તમે જ પોતાના પાલનહારને દુઆ કરો કે તે એક દિવસ તો અમારા અઝાબમાં ઘટાડો કરે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَالُوٓا۟ أَوَلَمْ تَكُ تَأْتِيكُمْ رُسُلُكُم بِٱلْبَيِّنَٰتِ قَالُوا۟ بَلَىٰ قَالُوا۟ فَٱدْعُوا۟ وَمَا دُعَٰٓؤُا۟ ٱلْكَٰفِرِينَ إِلَّا فِى ضَلَٰلٍ

Gujarati Translation - Rabella Al-Omari૫૦. તે જવાબ આપશે કે શું તમારી પાસે તમારા પયગંબર ચમત્કાર લઇ નહતા આવ્યા? તેઓ કહેશે કેમ નહીં (જરૂર આવ્યા હતા), તેઓ કહેશે કે પછી તમે જ દુઆ કરો અને કાફિરોને દુઆ વ્યર્થ થઇ જશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّا لَنَنصُرُ رُسُلَنَا وَٱلَّذِينَ ءَامَنُوا۟ فِى ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا وَيَوْمَ يَقُومُ ٱلْأَشْهَٰدُ

Gujarati Translation - Rabella Al-Omari૫૧. નિ:શંક અમે પોતાના પયગંબરોની અને ઈમાનવાળાઓની દુનિયામાં પણ મદદ કરીએ છીએ અને અને તે દિવસે પણ જરૂર મદદ કરીશું, જ્યારે સાક્ષી આપનારા ઊભા થશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَوْمَ لَا يَنفَعُ ٱلظَّٰلِمِينَ مَعْذِرَتُهُمْ وَلَهُمُ ٱللَّعْنَةُ وَلَهُمْ سُوٓءُ ٱلدَّارِ

Gujarati Translation - Rabella Al-Omari૫૨. જે દિવસે જાલિમોને તેમના બહાના કંઈ ફાયદો નહીં પહોંચાડે, તેમના માટે લઅનત (ફિટકાર) જ હશે અને તેમના માટે ખરાબ ઘર હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَقَدْ ءَاتَيْنَا مُوسَى ٱلْهُدَىٰ وَأَوْرَثْنَا بَنِىٓ إِسْرَٰٓءِيلَ ٱلْكِتَٰبَ

Gujarati Translation - Rabella Al-Omari૫૩. અમે મૂસાને હિદાયત આપી, અને બની ઇસ્રાઇલને કિતાબ (તોરાત) ના વારસદાર બનાવ્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

هُدًى وَذِكْرَىٰ لِأُو۟لِى ٱلْأَلْبَٰبِ

Gujarati Translation - Rabella Al-Omari૫૪. જે બુદ્ધિશાળી લોકો માટે હિદાયત અને શિખામણ હતી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱصْبِرْ إِنَّ وَعْدَ ٱللَّهِ حَقٌّ وَٱسْتَغْفِرْ لِذَنۢبِكَ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ بِٱلْعَشِىِّ وَٱلْإِبْكَٰرِ

Gujarati Translation - Rabella Al-Omari૫૫. બસ! હે પયગંબર તમે ધીરજ રાખો, નિ:શંક અલ્લાહનું વચન સાચું છે, તમે પોતાના ગુનાહોની માફી માંગતા રહો. અને સવાર-સાંજ પોતાના પાલનહારની તસ્બીહ અને પ્રશંસા કરતા રહો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ ٱلَّذِينَ يُجَٰدِلُونَ فِىٓ ءَايَٰتِ ٱللَّهِ بِغَيْرِ سُلْطَٰنٍ أَتَىٰهُمْ إِن فِى صُدُورِهِمْ إِلَّا كِبْرٌ مَّا هُم بِبَٰلِغِيهِ فَٱسْتَعِذْ بِٱللَّهِ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلْبَصِيرُ

Gujarati Translation - Rabella Al-Omari૫૬. જે લોકો પોતાની પાસે કોઇ પુરાવા ન હોવા છતાં, અલ્લાહની આયતો બાબતે ઝઘડો કરે છે, તેમના હૃદયોમાં અહંકાર સિવાય કંઈ નથી, તેઓ તે પદ પ્રાપ્ત કરી શકતા નથી (જેની તેઓ ઈચ્છા કરી રહ્યા છે.) તો તમે (તેમની યુક્તિઓથી) અલ્લાહનું શરણ માંગતા રહો, નિ:શંક તે સંપૂર્ણ સાંભળવાવાળો અને બધું જ જોવાવાળો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَخَلْقُ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ أَكْبَرُ مِنْ خَلْقِ ٱلنَّاسِ وَلَٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يَعْلَمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૭. આકાશ અને ધરતીનું સર્જન, ખરેખર, માનવીના સર્જન કરતા ઘણું મોટું કાર્ય છે, પરંતુ ઘણા લોકો જાણતા નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَا يَسْتَوِى ٱلْأَعْمَىٰ وَٱلْبَصِيرُ وَٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ وَلَا ٱلْمُسِىٓءُ قَلِيلًا مَّا تَتَذَكَّرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૮. દૃષ્ટિહીન અને જોનાર સરખા નથી, અને જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, તેઓ દુરાચારી (જેવા નથી). તમે (ખૂબ જ) ઓછી શિખામણ પ્રાપ્ત કરો છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ ٱلسَّاعَةَ لَـَٔاتِيَةٌ لَّا رَيْبَ فِيهَا وَلَٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يُؤْمِنُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૯. નિ:શંક કયામત આવશે જ, જેમાં કોઈ શંકા નથી, પરંતુ ઘણા લોકો ઈમાન નથી લાવતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَقَالَ رَبُّكُمُ ٱدْعُونِىٓ أَسْتَجِبْ لَكُمْ إِنَّ ٱلَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِى سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૬૦. અને તમારા પાલનહારનો આદેશ છે કે તમે મને પોકારો, હું તમારી દુઆ કબૂલ કરીશ, નિ:શંક જે લોકો મારી બંદગીથી ઘમંડ કરે છે, તે નજીકમાં જ અપમાનિત થઇ જહન્નમમાં પહોંચી જશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱللَّهُ ٱلَّذِى جَعَلَ لَكُمُ ٱلَّيْلَ لِتَسْكُنُوا۟ فِيهِ وَٱلنَّهَارَ مُبْصِرًا إِنَّ ٱللَّهَ لَذُو فَضْلٍ عَلَى ٱلنَّاسِ وَلَٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يَشْكُرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૬૧. અલ્લાહ તઆલાએ તમારા માટે રાત બનાવી, કે તમે તેમાં આરામ કરો અને દિવસને પ્રકાશિત બનાવ્યો, નિ:શંક અલ્લાહ તઆલા લોકો માટે કૃપાળુ અને દયાળુ છે. પરંતુ ઘણા લોકો આભાર નથી માનતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ذَٰلِكُمُ ٱللَّهُ رَبُّكُمْ خَٰلِقُ كُلِّ شَىْءٍ لَّآ إِلَٰهَ إِلَّا هُوَ فَأَنَّىٰ تُؤْفَكُونَ

Gujarati Translation - Rabella Al-Omari૬૨. આ જ છે. તમારો પાલનહાર, દરેક વસ્તુનો સર્જનહાર, તેના સિવાય કોઇ ઇલાહ નથી, પછી તમે ક્યાં જઇ રહ્યા છો?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَذَٰلِكَ يُؤْفَكُ ٱلَّذِينَ كَانُوا۟ بِـَٔايَٰتِ ٱللَّهِ يَجْحَدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૬૩. આવી જ રીતે તે લોકોને પણ પથભ્રષ્ટ કારી દેવામાં આવ્યા, જેઓ અલ્લાહની આયતોનો ઇન્કાર કરતા હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱللَّهُ ٱلَّذِى جَعَلَ لَكُمُ ٱلْأَرْضَ قَرَارًا وَٱلسَّمَآءَ بِنَآءً وَصَوَّرَكُمْ فَأَحْسَنَ صُوَرَكُمْ وَرَزَقَكُم مِّنَ ٱلطَّيِّبَٰتِ ذَٰلِكُمُ ٱللَّهُ رَبُّكُمْ فَتَبَارَكَ ٱللَّهُ رَبُّ ٱلْعَٰلَمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૬૪. અલ્લાહ જ છે, જેણે તમારા માટે ધરતીને રહેવાની જગ્યા અને આકાશને છત બનાવ્યું અને તમારા ચહેરા બનાવ્યા અને ખૂબ જ સુંદર બનાવ્યા અને તમને ઉત્તમ વસ્તુઓ ખાવા માટે આપી, આ જ અલ્લાહ તમારો પાલનહાર છે, બસ! ખૂબ જ બરકતવાળો અનેસમગ્ર સૃષ્ટિનો પાલનહાર.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

هُوَ ٱلْحَىُّ لَآ إِلَٰهَ إِلَّا هُوَ فَٱدْعُوهُ مُخْلِصِينَ لَهُ ٱلدِّينَ ٱلْحَمْدُ لِلَّهِ رَبِّ ٱلْعَٰلَمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૬૫. તે જ જીવંત છે, તેના સિવાય કોઇ ઇલા નથી, બસ! તમે નિખાલસતાથી તેની બંદગી કરો અને તેને પોકારો. દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قُلْ إِنِّى نُهِيتُ أَنْ أَعْبُدَ ٱلَّذِينَ تَدْعُونَ مِن دُونِ ٱللَّهِ لَمَّا جَآءَنِىَ ٱلْبَيِّنَٰتُ مِن رَّبِّى وَأُمِرْتُ أَنْ أُسْلِمَ لِرَبِّ ٱلْعَٰلَمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૬૬. તમે તમને કહી દો કે મને તેમની બંદગી કરવાથી રોકવામાં આવ્યો છે, જેમને તમે અલ્લાહ સિવાય પોકારો છો, એટલા માટે કે મારી પાસે મારા પાલનહારના સ્પષ્ટ પુરાવા આવી ગયા છે, મને આદેશ મળ્યો છે કે હું સમગ્ર સૃષ્ટિના પાલનહારનું અનુસરણ કરવાવાળો બની જઉં.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

هُوَ ٱلَّذِى خَلَقَكُم مِّن تُرَابٍ ثُمَّ مِن نُّطْفَةٍ ثُمَّ مِنْ عَلَقَةٍ ثُمَّ يُخْرِجُكُمْ طِفْلًا ثُمَّ لِتَبْلُغُوٓا۟ أَشُدَّكُمْ ثُمَّ لِتَكُونُوا۟ شُيُوخًا وَمِنكُم مَّن يُتَوَفَّىٰ مِن قَبْلُ وَلِتَبْلُغُوٓا۟ أَجَلًا مُّسَمًّى وَلَعَلَّكُمْ تَعْقِلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૬૭. તે જ છે, જેણે તમારું સર્જન માટી વડે, પછી ટીપાં વડે, પછી જામેલા લોહી વડે કર્યું, પછી તમને બાળકના રૂપ (માતાના પેટ માંથી) કાઢે છે, પછી (તમારો વિકાસ કરે છે), તમે પુખ્તવયે પહોંચી જાવ, પછી વૃદ્ધ બની જાવ, તમારા માંથી કેટલાક આ પહેલાં જ મૃત્યુ પામે છે, (તે તમને છોડી દે છે) જેથી તમે નક્કી કરેલ સમય સુધી પહોંચી જાવ અને જેથી તમે વિચાર કરી લો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

هُوَ ٱلَّذِى يُحْىِۦ وَيُمِيتُ فَإِذَا قَضَىٰٓ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُۥ كُن فَيَكُونُ

Gujarati Translation - Rabella Al-Omari૬૮. તે જ છે, જે તમને જીવિત કરે છે અને મૃત્યુ આપે છે, પછી જ્યારે તે કોઇ કામ કરવા ઇચ્છે છે, તો ફક્ત આટલું જ કહે છે કે થઇ જા, બસ તે થઇ જાય છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَلَمْ تَرَ إِلَى ٱلَّذِينَ يُجَٰدِلُونَ فِىٓ ءَايَٰتِ ٱللَّهِ أَنَّىٰ يُصْرَفُونَ

Gujarati Translation - Rabella Al-Omari૬૯. શું તમે તેમને નથી જોયા, જે અલ્લાહની આયતો વિશે ઝઘડો કરે છે, તેઓ ક્યાં ફેરવવામાં આવે છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلَّذِينَ كَذَّبُوا۟ بِٱلْكِتَٰبِ وَبِمَآ أَرْسَلْنَا بِهِۦ رُسُلَنَا فَسَوْفَ يَعْلَمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૭૦. તે લોકોએ આ કિતાબ (કુરઆન)નો ઇન્કાર કર્યો અને તે કિતાબોનો પણ ઇન્કાર કર્યો, જે અમે અમારા પયગંબરો સાથે મોકલી હતી, તેમને નજીકમાં જ સત્યતાની ખબર પડી જશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِذِ ٱلْأَغْلَٰلُ فِىٓ أَعْنَٰقِهِمْ وَٱلسَّلَٰسِلُ يُسْحَبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૭૧. જ્યારે તેમના ગળામાં પટ્ટા હશે અને એવી સાંકળો હશેમ જેનાથી તેમને ઘસેડવામા આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فِى ٱلْحَمِيمِ ثُمَّ فِى ٱلنَّارِ يُسْجَرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૭૨. ઉકળતા પાણીમાં અને પછી જહન્નમની આગમાં બાળવામાં આવશે,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ثُمَّ قِيلَ لَهُمْ أَيْنَ مَا كُنتُمْ تُشْرِكُونَ

Gujarati Translation - Rabella Al-Omari૭૩. પછી તેમને પૂછવામાં આવશે કે જેમને તમે ભાગીદાર ઠેરવતા હતા તેઓ ક્યાં છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مِن دُونِ ٱللَّهِ قَالُوا۟ ضَلُّوا۟ عَنَّا بَل لَّمْ نَكُن نَّدْعُوا۟ مِن قَبْلُ شَيْـًٔا كَذَٰلِكَ يُضِلُّ ٱللَّهُ ٱلْكَٰفِرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૭૪. જેઓ અલ્લાહ સિવાય (ઇલાહ) હતા, તેઓ કહેશે કે તે તો અમારાથી અળગા થઇ ગયા, પરંતુ અમે તે પહેલા કોઇને પણ પોકારતા ન હતા, અલ્લાહ તઆલા આવી જ રીતે કાફીર્રોને પથભ્રષ્ટ કરે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ذَٰلِكُم بِمَا كُنتُمْ تَفْرَحُونَ فِى ٱلْأَرْضِ بِغَيْرِ ٱلْحَقِّ وَبِمَا كُنتُمْ تَمْرَحُونَ

Gujarati Translation - Rabella Al-Omari૭૫. (પછી તેમને કહેવામાં આવશે કે) આ બદલો છે, તે વસ્તુનો, જેમાં તમે ધરતી પર મગ્ન હતા અને ઈતરાતા હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱدْخُلُوٓا۟ أَبْوَٰبَ جَهَنَّمَ خَٰلِدِينَ فِيهَا فَبِئْسَ مَثْوَى ٱلْمُتَكَبِّرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૭૬. હવે જહન્નમમાં દ્વારથી દાખલ થઇ જાવ, તમે ત્યાં હંમેશા રહેશો, ઘમંડ કરનારાઓ માટે કેટલી ખરાબ જગ્યા છે .

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱصْبِرْ إِنَّ وَعْدَ ٱللَّهِ حَقٌّ فَإِمَّا نُرِيَنَّكَ بَعْضَ ٱلَّذِى نَعِدُهُمْ أَوْ نَتَوَفَّيَنَّكَ فَإِلَيْنَا يُرْجَعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૭૭. (હે પયગંબર) બસ! તમે ધીરજ રાખો, અલ્લાહનું વચન ખરેખર સાચું છે, તેમને અમે જે (અઝાબનું) વચન આપ્યું છે, તેમાંથી અમે થોડુક (તમારા જીવનમાં જ) બતાવીએ અથવા (તે પહેલા) અમે તમને મૃત્યુ આપીએ, (અને તેમને પછી આઝાબ આપીએ) છેવટે તેમને અમારી તરફ જ પાછા ફરવાનું છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَقَدْ أَرْسَلْنَا رُسُلًا مِّن قَبْلِكَ مِنْهُم مَّن قَصَصْنَا عَلَيْكَ وَمِنْهُم مَّن لَّمْ نَقْصُصْ عَلَيْكَ وَمَا كَانَ لِرَسُولٍ أَن يَأْتِىَ بِـَٔايَةٍ إِلَّا بِإِذْنِ ٱللَّهِ فَإِذَا جَآءَ أَمْرُ ٱللَّهِ قُضِىَ بِٱلْحَقِّ وَخَسِرَ هُنَالِكَ ٱلْمُبْطِلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૭૮. નિ:શંક અમે તમારા કરતા પહેલા પણ ઘણા પયગંબરો મોકલી ચૂક્યા છીએ, જેમાંથી કેટલાકના (કિસ્સા) અમે તમને બતાવી ચૂક્યા છીએ અને તેમાંથી કેટલાકના તો અમે તમને નથી બતાવ્યા અને કોઇ પયગંબરને (અધિકાર) નહતો કે કોઇ મુઅજિઝો અલ્લાહની પરવાનગી વગર લાવી બતાવે, પછી જે સમયે અલ્લાહનો આદેશ આવશે, સત્ય સાથે નિર્ણય કરી દેવામાં આવશે અને તે જગ્યા પર અસત્ય લોકો નુકસાનમાં રહેશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱللَّهُ ٱلَّذِى جَعَلَ لَكُمُ ٱلْأَنْعَٰمَ لِتَرْكَبُوا۟ مِنْهَا وَمِنْهَا تَأْكُلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૭૯. અલ્લાહ તે છે, જેણે તમારા માટે ઢોર બનાવ્યા, જેમાંથી કેટલાકની તમે સવારી કરો છો અને કેટલાકને તમે ખાઓ છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَكُمْ فِيهَا مَنَٰفِعُ وَلِتَبْلُغُوا۟ عَلَيْهَا حَاجَةً فِى صُدُورِكُمْ وَعَلَيْهَا وَعَلَى ٱلْفُلْكِ تُحْمَلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૮૦. તમારા માટે તેમાં બીજા ઘણાં ફાયદાઓ છે, જ્યાં જવાની ઈચ્છા હોય ત્યાં તમે તેના પર સવારી કરી પહોચી જાઓ છો, અને તમે તે ઢોરો પર અને હોડીમાં મુસાફરી કરો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَيُرِيكُمْ ءَايَٰتِهِۦ فَأَىَّ ءَايَٰتِ ٱللَّهِ تُنكِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૮૧. અલ્લાહ તમને પોતાની નિશાનીઓ બતાવે છે, બસ! તમે અલ્લાહની કેવી કેવી નિશાનીઓને ઇન્કાર કરશો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَفَلَمْ يَسِيرُوا۟ فِى ٱلْأَرْضِ فَيَنظُرُوا۟ كَيْفَ كَانَ عَٰقِبَةُ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ كَانُوٓا۟ أَكْثَرَ مِنْهُمْ وَأَشَدَّ قُوَّةً وَءَاثَارًا فِى ٱلْأَرْضِ فَمَآ أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا۟ يَكْسِبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૮૨. શું તે લોકોએ ધરતી પર હરીફરીને જોયું નથી કે જે લોકો તેમના પહેલા હતા, તેમની દશા કેવી થઇ? જેઓ તેમના કરતા સંખ્યામાં વધારે હતા, શક્તિશાળી અને ધરતી પર ઘણા બધાં ભવ્ય અવશેષો છોડી ગયા છે, તેમના તે કાર્યોએ કંઈ ફાયદો ન પહોંચાડ્યો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَلَمَّا جَآءَتْهُمْ رُسُلُهُم بِٱلْبَيِّنَٰتِ فَرِحُوا۟ بِمَا عِندَهُم مِّنَ ٱلْعِلْمِ وَحَاقَ بِهِم مَّا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ

Gujarati Translation - Rabella Al-Omari૮૩. બસ! જ્યારે પણ તેમની પાસે તેમના પયગંબર સ્પષ્ટ નિશાનીઓ લઇને આવ્યા, તો આ લોકો પોતાની પાસેના જ્ઞાન પર ઇતરાવા લાગ્યા, છેવટે જે (અઝાબ)ની મશ્કરી કરતા હતા, તે જ તેમના પર આવી ગયો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَلَمَّا رَأَوْا۟ بَأْسَنَا قَالُوٓا۟ ءَامَنَّا بِٱللَّهِ وَحْدَهُۥ وَكَفَرْنَا بِمَا كُنَّا بِهِۦ مُشْرِكِينَ

Gujarati Translation - Rabella Al-Omari૮૪. અમારો અઝાબ જોઇ કહેવા લાગ્યા કે અમે એક અલ્લાહ પર ઈમાન લાવ્યા અને જે જે લોકોને અમે તેના ભાગીદાર ઠેરવતા રહ્યા, તે સૌનો ઇન્કાર કરીએ છીએ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَلَمْ يَكُ يَنفَعُهُمْ إِيمَٰنُهُمْ لَمَّا رَأَوْا۟ بَأْسَنَا سُنَّتَ ٱللَّهِ ٱلَّتِى قَدْ خَلَتْ فِى عِبَادِهِۦ وَخَسِرَ هُنَالِكَ ٱلْكَٰفِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૮૫. પરંતુ અમારા અઝાબને જોઇ લીધા પછી તેમનું ઈમાન લાવવું કંઈ ફાયદાકારક સાબિત ન થયું, અલ્લાહનો આ જ નિયમ છે, જે તેના બંદાઓ પર લાગુ છે અને તે જગ્યા પર કાફિરો નુકસાનમાં પડી ગયા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70