caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ At-Talaaq الطلاق

12 આયતો · મદીના · અવતરણ ક્રમ 99

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ يَٰٓأَيُّهَا ٱلنَّبِىُّ إِذَا طَلَّقْتُمُ ٱلنِّسَآءَ فَطَلِّقُوهُنَّ لِعِدَّتِهِنَّ وَأَحْصُوا۟ ٱلْعِدَّةَ وَٱتَّقُوا۟ ٱللَّهَ رَبَّكُمْ لَا تُخْرِجُوهُنَّ مِنۢ بُيُوتِهِنَّ وَلَا يَخْرُجْنَ إِلَّآ أَن يَأْتِينَ بِفَٰحِشَةٍ مُّبَيِّنَةٍ وَتِلْكَ حُدُودُ ٱللَّهِ وَمَن يَتَعَدَّ حُدُودَ ٱللَّهِ فَقَدْ ظَلَمَ نَفْسَهُۥ لَا تَدْرِى لَعَلَّ ٱللَّهَ يُحْدِثُ بَعْدَ ذَٰلِكَ أَمْرًا

Gujarati Translation - Rabella Al-Omari૧. હે પયગંબર! જ્યારે તમે પોતાની પત્નીઓને તલાક આપો તો તેમની ઇદ્દત (માસિકનો સમયગાળો પુરો થયા પછી) માં તલાક આપો અને ઇદ્દતના સમયને યાદ રાખો અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, જે તમારો પાલનહાર છે, (ઇદ્દ્તનાસ સમયમાં) તેમને તેમના ઘરો માંથી ન કાઢો અને ન તો તે (પોતે) નીકળે, હાં તે અલગ વાત છે કે તેણી કોઈ સ્પષ્ટ બુરાઇ કરી લે, આ અલ્લાહની નક્કી કરેલ હદ છે, અને જે વ્યક્તિ અલ્લાહની હદથી આગળ વધી જાય તો તેણે ખરેખર પોતાના ઉપર જુલમ કર્યો, તમે નથી જાણતા, કદાચ આ પછી અલ્લાહ તઆલા (મેળ-મેળાપ) ની કોઇ નવી વાત ઉભી કરી દે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَإِذَا بَلَغْنَ أَجَلَهُنَّ فَأَمْسِكُوهُنَّ بِمَعْرُوفٍ أَوْ فَارِقُوهُنَّ بِمَعْرُوفٍ وَأَشْهِدُوا۟ ذَوَىْ عَدْلٍ مِّنكُمْ وَأَقِيمُوا۟ ٱلشَّهَٰدَةَ لِلَّهِ ذَٰلِكُمْ يُوعَظُ بِهِۦ مَن كَانَ يُؤْمِنُ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ وَمَن يَتَّقِ ٱللَّهَ يَجْعَل لَّهُۥ مَخْرَجًا

Gujarati Translation - Rabella Al-Omari૨. બસ! જ્યારે આ સ્ત્રીઓ પોતાની ઇદ્દતની નજીક પહોંચી જાય તો તેમને સારી રીતે પોતાના પાસે રાખો, અથવા તો સારી રીતે તેમને અલગ કરી દો અને એક-બીજા માંથી બે વ્યક્તિઓને સાક્ષી બનાવી લો અને (હે સાક્ષીઓ) અલ્લાહને માટે સાચી સાક્ષી આપો. આ જ તે વાત છે, જેની શિખામણ તે વ્યક્તિને આપવામાં આવે છે, જે અલ્લાહ અને આખિરત દિવસ પર ઇમાન રાખતા હોય અને જે વ્યક્તિ અલ્લાહથી ડરતો હોય તો અલ્લાહ તેના માટે (પરેશાનીથી) છૂટકારા માટે કોઈ માર્ગ બનાવી દેશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَيَرْزُقْهُ مِنْ حَيْثُ لَا يَحْتَسِبُ وَمَن يَتَوَكَّلْ عَلَى ٱللَّهِ فَهُوَ حَسْبُهُۥٓ إِنَّ ٱللَّهَ بَٰلِغُ أَمْرِهِۦ قَدْ جَعَلَ ٱللَّهُ لِكُلِّ شَىْءٍ قَدْرًا

Gujarati Translation - Rabella Al-Omari૩. અને તેને એવી જ્ગ્યાએથી રોજી પહોંચાડશે, જેની તેને કલ્પના પણ ન હોય અને જે વ્યક્તિ અલ્લાહ પર ભરોસો કરશે તો અલ્લાહ તેના માટે પૂરતો છે, અલ્લાહ તઆલા પોતાનું કામ પુરુ કરીને જ રહેશે, અલ્લાહ તઆલાએ દરેક વસ્તુનો એક અંદાજો નક્કી કરી રાખ્યો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلَّٰٓـِٔى يَئِسْنَ مِنَ ٱلْمَحِيضِ مِن نِّسَآئِكُمْ إِنِ ٱرْتَبْتُمْ فَعِدَّتُهُنَّ ثَلَٰثَةُ أَشْهُرٍ وَٱلَّٰٓـِٔى لَمْ يَحِضْنَ وَأُو۟لَٰتُ ٱلْأَحْمَالِ أَجَلُهُنَّ أَن يَضَعْنَ حَمْلَهُنَّ وَمَن يَتَّقِ ٱللَّهَ يَجْعَل لَّهُۥ مِنْ أَمْرِهِۦ يُسْرًا

Gujarati Translation - Rabella Al-Omari૪. તમારી સ્ત્રીઓ માંથી, જે સ્ત્રીઓ માસિકથી નિરાશ થઇ ગઇ હોય, જો તમને (તેમની ઇદ્દત વિશે) કોઈ શંકા હોય તો તેમની ઇદ્દત ત્રણ મહીના છે અને તેમની પણ જેને માસિક આવવાનું શરૂ પણ ન થઇ હોય, અને ગર્ભવતી સ્ત્રીઓની ઇદ્દત તેમની પ્રસૂતિ થઇ જાય ત્યાં સુધી છે. અને જે વ્યક્તિ અલ્લાહ તઆલાથી ડરશે અલ્લાહ તેના (દરેક) કાર્ય સરળ બનાવી દેશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ذَٰلِكَ أَمْرُ ٱللَّهِ أَنزَلَهُۥٓ إِلَيْكُمْ وَمَن يَتَّقِ ٱللَّهَ يُكَفِّرْ عَنْهُ سَيِّـَٔاتِهِۦ وَيُعْظِمْ لَهُۥٓ أَجْرًا

Gujarati Translation - Rabella Al-Omari૫. આ અલ્લાહનો આદેશ છે, જે તેણે તમારી તરફ ઉતાર્યો છે અને જે વ્યક્તિ અલ્લાહથી ડરશે અલ્લાહ તેમની બુરાઈ દૂર કરી દેશે અને તેને ખુબ જ મોટો બદલો આપશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَسْكِنُوهُنَّ مِنْ حَيْثُ سَكَنتُم مِّن وُجْدِكُمْ وَلَا تُضَآرُّوهُنَّ لِتُضَيِّقُوا۟ عَلَيْهِنَّ وَإِن كُنَّ أُو۟لَٰتِ حَمْلٍ فَأَنفِقُوا۟ عَلَيْهِنَّ حَتَّىٰ يَضَعْنَ حَمْلَهُنَّ فَإِنْ أَرْضَعْنَ لَكُمْ فَـَٔاتُوهُنَّ أُجُورَهُنَّ وَأْتَمِرُوا۟ بَيْنَكُم بِمَعْرُوفٍ وَإِن تَعَاسَرْتُمْ فَسَتُرْضِعُ لَهُۥٓ أُخْرَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૬. તલાકવાળી સ્ત્રીઓને (તેમની ઇદ્દતના સમયે) ત્યાં રાખો જ્યાં તમે રહો છો, જે જગ્યા તમને અનુકુળ હોય, અને તેમને સતાવવા માટે તકલીફ ન આપો અને જો તે ગર્ભથી હોય તો જ્યાં સુધી બાળક જન્મે ત્યાં સુધી તેમને ખર્ચ આપતા રહો, ફરી જો તમારા માટે (બાળકને) તે જ દુધ પીવડાવે તો તમે તેણીઓને તેનો વળતર આપી દો અને એક-બીજાથી સલાહસૂચન કરી (વળતર) નક્કી કરો અને જો તમે (વળતર નક્કી કરવામાં) એક-બીજાને તંગ કરશો તો કોઈ બીજી સ્ત્રી દૂધ પીવડાવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لِيُنفِقْ ذُو سَعَةٍ مِّن سَعَتِهِۦ وَمَن قُدِرَ عَلَيْهِ رِزْقُهُۥ فَلْيُنفِقْ مِمَّآ ءَاتَىٰهُ ٱللَّهُ لَا يُكَلِّفُ ٱللَّهُ نَفْسًا إِلَّا مَآ ءَاتَىٰهَا سَيَجْعَلُ ٱللَّهُ بَعْدَ عُسْرٍ يُسْرًا

Gujarati Translation - Rabella Al-Omari૭. ખુશહાલ વ્યક્તિએ પોતાની તાકાત પ્રમાણે ખર્ચ આપવો જોઈએ, અને જેને ઓછી રોજી આપવામાં આવી હોય તો તે તે જ પ્રમાણે ખર્ચ આપશે, જેટલું અલ્લાહએ તેને આપ્યું છે, અલ્લાહ કોઈને એટલી જ તકલીફ પહોચાડે છે, જેટલી સહનશીલતા તેને આપી રાખી છે, નજીક માંજ અલ્લાહ તંગી પછી ખુશહાલી આપી દેશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَكَأَيِّن مِّن قَرْيَةٍ عَتَتْ عَنْ أَمْرِ رَبِّهَا وَرُسُلِهِۦ فَحَاسَبْنَٰهَا حِسَابًا شَدِيدًا وَعَذَّبْنَٰهَا عَذَابًا نُّكْرًا

Gujarati Translation - Rabella Al-Omari૮. અને કેટલીક વસ્તીઓવાળાઓએ પોતાના પાલનહારના આદેશો અને તેના પયગંબરોની અવજ્ઞા કરી, તો અમે પણ તેમનો સખત હિસાબ લીધો અને તેઓને સખત સજા આપી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَذَاقَتْ وَبَالَ أَمْرِهَا وَكَانَ عَٰقِبَةُ أَمْرِهَا خُسْرًا

Gujarati Translation - Rabella Al-Omari૯. બસ! તેઓએ પોતાના કાર્યોની મજા ચાખી લીધી અને છેવટે તેમનું નુકસાન જ થયું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَعَدَّ ٱللَّهُ لَهُمْ عَذَابًا شَدِيدًا فَٱتَّقُوا۟ ٱللَّهَ يَٰٓأُو۟لِى ٱلْأَلْبَٰبِ ٱلَّذِينَ ءَامَنُوا۟ قَدْ أَنزَلَ ٱللَّهُ إِلَيْكُمْ ذِكْرًا

Gujarati Translation - Rabella Al-Omari૧૦. અલ્લાહ તઆલાએ તેમના માટે સખત અઝાબ તૈયાર કરી રાખ્યો છે, બસ! તમે અલ્લાહથી ડરતા રહો, હે સમજદાર ઇમાનવાળાઓ, નિ:શંક અલ્લાહએ તમારી તરફ ઝિકર (કુરઆન) ઉતાર્યું છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

رَّسُولًا يَتْلُوا۟ عَلَيْكُمْ ءَايَٰتِ ٱللَّهِ مُبَيِّنَٰتٍ لِّيُخْرِجَ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ مِنَ ٱلظُّلُمَٰتِ إِلَى ٱلنُّورِ وَمَن يُؤْمِنۢ بِٱللَّهِ وَيَعْمَلْ صَٰلِحًا يُدْخِلْهُ جَنَّٰتٍ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَٰرُ خَٰلِدِينَ فِيهَآ أَبَدًا قَدْ أَحْسَنَ ٱللَّهُ لَهُۥ رِزْقًا

Gujarati Translation - Rabella Al-Omari૧૧. એક એવો પયગંબર, જે તમને અલ્લાહની સ્પષ્ટ આયતો પઢી સંભળાવે છે, જેથી મોમિનોને અને જેઓ સદકાર્યો કરે છે, તેમને અંધકાર માંથી કાઢી પ્રકાશ તરફ લઇ આવે. અને જે વ્યક્તિ અલ્લાહ પર ઇમાન લઇ આવે અને સદકાર્યો કરશે, અલ્લાહ તેમને એવી જન્નતોમાં દાખલ કરશે, જેની નીચે નહેરો વહી રહી છે, જેમાં તેઓ હંમેશા રહેશે, નિ:શંક અલ્લાહએ આવા વ્યક્તિ માટે ઉત્તમ રોજી તૈયાર કરી રાખી છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱللَّهُ ٱلَّذِى خَلَقَ سَبْعَ سَمَٰوَٰتٍ وَمِنَ ٱلْأَرْضِ مِثْلَهُنَّ يَتَنَزَّلُ ٱلْأَمْرُ بَيْنَهُنَّ لِتَعْلَمُوٓا۟ أَنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ وَأَنَّ ٱللَّهَ قَدْ أَحَاطَ بِكُلِّ شَىْءٍ عِلْمًۢا

Gujarati Translation - Rabella Al-Omari૧૨. અલ્લાહ તે છે, જેણે સાત આકાશો બનાવ્યા અને તે જ પ્રમાણે ધરતી પણ. તેનો આદેશ બન્નેની વચ્ચે ઉતરે છે, જેથી તમે જાણી લો કે અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે. અને અલ્લાહ તઆલાએ દરેક વસ્તુને (પોતાના) જ્ઞાનમાં ઘેરી રાખી છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70