ٱلْيَوْمَ أُحِلَّ لَكُمُ ٱلطَّيِّبَٰتُ وَطَعَامُ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَٰبَ حِلٌّ لَّكُمْ وَطَعَامُكُمْ حِلٌّ لَّهُمْ وَٱلْمُحْصَنَٰتُ مِنَ ٱلْمُؤْمِنَٰتِ وَٱلْمُحْصَنَٰتُ مِنَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَٰبَ مِن قَبْلِكُمْ إِذَآ ءَاتَيْتُمُوهُنَّ أُجُورَهُنَّ مُحْصِنِينَ غَيْرَ مُسَٰفِحِينَ وَلَا مُتَّخِذِىٓ أَخْدَانٍ وَمَن يَكْفُرْ بِٱلْإِيمَٰنِ فَقَدْ حَبِطَ عَمَلُهُۥ وَهُوَ فِى ٱلْـَٔاخِرَةِ مِنَ ٱلْخَٰسِرِينَ
Gujarati Translation - Rabella Al-Omari૫. બધી જ પાક વસ્તુઓ આજે તમારા માટે હલાલ કરવામાં આવી છે અને અહલે કિતાબનું ઝબહ (કરેલ જાનવર) તમારા માટે હલાલ છે અને તમારું ઝબહ કરેલ તેઓ માટે હલાલ છે. પવિત્ર મુસલમાન સ્ત્રીઓ અને જે લોકોને તમારા પહેલા કિતાબ આપવામાં આવી છે તેઓની પવિત્ર સ્ત્રીઓ પણ હલાલ છે, શરત એ છે કે તમે તેઓને મહેર આપી લગ્ન કરવા ઇચ્છતા હોય, ફક્ત મનેચ્છા પુરી કરવા અથવા છુપી રીતે સંબંધ ન હોવો જોઈએ, અને જે વ્યક્તિએ ઈમાનને છોડીને કૂફરનો માર્ગ અપનાવ્યો તો તેના દરેક કાર્યો વ્યર્થ થઈ જશે અને આખિરતમાં તે નુકસાન ઉઠાવનારાઓ માંથી હશે.