يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ شَهَٰدَةُ بَيْنِكُمْ إِذَا حَضَرَ أَحَدَكُمُ ٱلْمَوْتُ حِينَ ٱلْوَصِيَّةِ ٱثْنَانِ ذَوَا عَدْلٍ مِّنكُمْ أَوْ ءَاخَرَانِ مِنْ غَيْرِكُمْ إِنْ أَنتُمْ ضَرَبْتُمْ فِى ٱلْأَرْضِ فَأَصَٰبَتْكُم مُّصِيبَةُ ٱلْمَوْتِ تَحْبِسُونَهُمَا مِنۢ بَعْدِ ٱلصَّلَوٰةِ فَيُقْسِمَانِ بِٱللَّهِ إِنِ ٱرْتَبْتُمْ لَا نَشْتَرِى بِهِۦ ثَمَنًا وَلَوْ كَانَ ذَا قُرْبَىٰ وَلَا نَكْتُمُ شَهَٰدَةَ ٱللَّهِ إِنَّآ إِذًا لَّمِنَ ٱلْـَٔاثِمِينَ
Gujarati Translation - Rabella Al-Omari૧૦૬. હે ઈમાનવાળાઓ! જો તમારા માંથી કોઈની મૌત આવી પહોંચે, તો વસિયત કરતી વખતે પોતાના (મુસલમાનો માંથી) બે ન્યાય કરનારને નિર્ણાયક બનાવી લો, અને જો તમે સફરમાં હોવ, ત્યાં તમને મૌત આવી પહોંચે તો બે બિન મુસ્લિમોને પણ ગવાહ બનાવી શકો છો, જો તમને કોઈ શંકા થાય તો તે બન્નેને નમાઝ પછી મસ્જિદમાં રોકી લો, પછી તે અલ્લાહની કસમ ખાઈ કહે કે અમે (અમારા ફાયદા માટે) ગવાહી વેચનારા નથી, ભલેને અમારો કોઈ સંબંધી જ કેમ ન હોય, અને અમે (અલ્લાહ માટે) ગવાહી નહીં છુપાવીએ અને જો અમે આવું કરીશું તો અમે પાપી બની જઈશું,