بِئْسَمَا ٱشْتَرَوْا۟ بِهِۦٓ أَنفُسَهُمْ أَن يَكْفُرُوا۟ بِمَآ أَنزَلَ ٱللَّهُ بَغْيًا أَن يُنَزِّلَ ٱللَّهُ مِن فَضْلِهِۦ عَلَىٰ مَن يَشَآءُ مِنْ عِبَادِهِۦ فَبَآءُو بِغَضَبٍ عَلَىٰ غَضَبٍ وَلِلْكَٰفِرِينَ عَذَابٌ مُّهِينٌ
Gujarati Translation - Rabella Al-Omari૯૦. અત્યંત ખરાબ વસ્તુ છે, જેના કારણે તેઓએ પોતાને વેચી દીધા, (અને તે ખરાબ વસ્તુ એ છે કે) તેઓ અલ્લાહ તઆલા તરફથી અવતરિત કરેલ વસ્તુ સાથે ફકત એ વાતથી હસદ કરે છે, કે અલ્લાહ તઆલાએ પોતાની કૃપા પોતાના જે બંદા પર કરવા ઈચ્છી, તેના પર કૃપા કરી, તેના કારણે આ લોકો ગુસ્સા પર ગુસ્સાના લાયક થઇ ગયા અને આવા કાફિરો માટે અપમાનિત કરી દેનાર અઝાબ હશે.