يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ كُتِبَ عَلَيْكُمُ ٱلْقِصَاصُ فِى ٱلْقَتْلَى ٱلْحُرُّ بِٱلْحُرِّ وَٱلْعَبْدُ بِٱلْعَبْدِ وَٱلْأُنثَىٰ بِٱلْأُنثَىٰ فَمَنْ عُفِىَ لَهُۥ مِنْ أَخِيهِ شَىْءٌ فَٱتِّبَاعٌۢ بِٱلْمَعْرُوفِ وَأَدَآءٌ إِلَيْهِ بِإِحْسَٰنٍ ذَٰلِكَ تَخْفِيفٌ مِّن رَّبِّكُمْ وَرَحْمَةٌ فَمَنِ ٱعْتَدَىٰ بَعْدَ ذَٰلِكَ فَلَهُۥ عَذَابٌ أَلِيمٌ
Gujarati Translation - Rabella Al-Omari૧૭૮. હે ઇમાનવાળાઓ! જે લોકોનું (નાહક) કતલ કરી દેવામાં આવે, તેમની બાબતે તમારા પર કિસાસ (લેવાનો આદેશ) જરૂરી કરી દેવામાં આવ્યો છે, સ્વતંત્ર વ્યક્તિ-સ્વતંત્ર વ્યક્તિના બદલામાં, દાસ-દાસના બદલામાં, સ્ત્રી-સ્ત્રીના બદલામાં (જ કતલ કરવામાં આવે). જો કતલ કરનારને કતલ થયેલ વ્યક્તિના ભાઈ તરફથી કંઇક માફ કરી દેવામાં આવે તો સ્થિતિ પ્રમાણે (કતલની રકમ) તલબ કરવી (વારસદસરનો) અધિકાર છે, અને તે (રકમ) એહસાન તરીકાથી આપવી જોઈએ, તમારા પાલનહાર તરફથી સરળતાનો માર્ગ બતાવવમાં આવ્યો છે, અને તમારા પાલનહાર તરફથી રહેમત છે, તે પછી પણ જો કોઈ અતિરેક કરે તો તેના માટે દુ:ખદાયી અઝાબ હશે.