caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Aal-i-Imraan, આયત 154

મદીના · અવતરણ ક્રમ 89 · 3:154

ثُمَّ أَنزَلَ عَلَيْكُم مِّنۢ بَعْدِ ٱلْغَمِّ أَمَنَةً نُّعَاسًا يَغْشَىٰ طَآئِفَةً مِّنكُمْ وَطَآئِفَةٌ قَدْ أَهَمَّتْهُمْ أَنفُسُهُمْ يَظُنُّونَ بِٱللَّهِ غَيْرَ ٱلْحَقِّ ظَنَّ ٱلْجَٰهِلِيَّةِ يَقُولُونَ هَل لَّنَا مِنَ ٱلْأَمْرِ مِن شَىْءٍ قُلْ إِنَّ ٱلْأَمْرَ كُلَّهُۥ لِلَّهِ يُخْفُونَ فِىٓ أَنفُسِهِم مَّا لَا يُبْدُونَ لَكَ يَقُولُونَ لَوْ كَانَ لَنَا مِنَ ٱلْأَمْرِ شَىْءٌ مَّا قُتِلْنَا هَٰهُنَا قُل لَّوْ كُنتُمْ فِى بُيُوتِكُمْ لَبَرَزَ ٱلَّذِينَ كُتِبَ عَلَيْهِمُ ٱلْقَتْلُ إِلَىٰ مَضَاجِعِهِمْ وَلِيَبْتَلِىَ ٱللَّهُ مَا فِى صُدُورِكُمْ وَلِيُمَحِّصَ مَا فِى قُلُوبِكُمْ وَٱللَّهُ عَلِيمٌۢ بِذَاتِ ٱلصُّدُورِ

Gujarati Translation - Rabella Al-Omari૧૫૪. ત્યારબાદ અલ્લાહ તઆલાએ તમારા માંથી કેટલાક લોકોને શાંતિવાળી ઊંઘ આપી દીધી, કેટલાક લોકો એવા પણ હતા જેમને પોતાના જીવની ચિંતા થઈ રહી હતી, તે અલ્લાહ તઆલા વિશે ખોટી આશંકાઓ સેવી રહ્યા હતા અને કહેતા હતા શું આ બાબતે અમને પણ કોઇ વસ્તુનો અધિકાર છે? તમે કહી દો કે દરેક કાર્ય પર અલ્લાહનો અધિકાર છે, આ લોકો પોતાના હૃદયોના ભેદોને તમારી સમક્ષ જાહેર નથી કરતા. કહે છે કે જો અમને આ બાબતે (ઉહદનું યુદ્ધમાં) કંઇ પણ અમારો અધિકાર હોત તો અહીં કત્લ કરવામાં ન આવતા, તમે કહી દો કે જો તમે ઘરોમાં હોત તો પણ જેના ભાગ્યમાં કત્લ થવાનું હતું તે તો કતલ થવાની જગ્યા તરફ ચાલી આવતા, આ હાર એટલા માટે હતી કે અલ્લાહ તઆલા જે કઈ તમારા હૃદયમાં છુપાયેલી છું, તેના વડે અલ્લાહ તમારી આજમાયશ કરે, અને જે કંઈ (ખોટ) તમારા દિલોમાં છે, તેનાથી અલ્લાહ તમને પાક કરી દે, અને અલ્લાહ દિલોના ભેદોને પણ સારી રીતે જાણે છે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70