وَإِذِ ٱسْتَسْقَىٰ مُوسَىٰ لِقَوْمِهِۦ فَقُلْنَا ٱضْرِب بِّعَصَاكَ ٱلْحَجَرَ فَٱنفَجَرَتْ مِنْهُ ٱثْنَتَا عَشْرَةَ عَيْنًا قَدْ عَلِمَ كُلُّ أُنَاسٍ مَّشْرَبَهُمْ كُلُوا۟ وَٱشْرَبُوا۟ مِن رِّزْقِ ٱللَّهِ وَلَا تَعْثَوْا۟ فِى ٱلْأَرْضِ مُفْسِدِينَ
Gujarati Translation - Rabella Al-Omari૬૦. (અને તે સમય પણ યાદ કરો) જ્યારે મૂસાએ પોતાની કૌમ માટે પાણી તલબ કર્યું, તો અમે તેમને કહ્યું કે પોતાની લાકડીને પત્થર પર મારો, જેનાથી બાર ઝરણા ફુટી નીકળ્યા અને (મૂસાની કોમના બાર કબીલાઓ માંથી) પ્રત્યેક જૂથે પોતાનું ઝરણું ઓળખી લીધું (અને અમે તેમને કહી દીધું કે) અલ્લાહ તઆલાની રોજી ખાવો પીવો, અને ધરતી પર ભ્રષ્ટાચાર ન ફેલાવશો.