وَٱتَّبَعُوا۟ مَا تَتْلُوا۟ ٱلشَّيَٰطِينُ عَلَىٰ مُلْكِ سُلَيْمَٰنَ وَمَا كَفَرَ سُلَيْمَٰنُ وَلَٰكِنَّ ٱلشَّيَٰطِينَ كَفَرُوا۟ يُعَلِّمُونَ ٱلنَّاسَ ٱلسِّحْرَ وَمَآ أُنزِلَ عَلَى ٱلْمَلَكَيْنِ بِبَابِلَ هَٰرُوتَ وَمَٰرُوتَ وَمَا يُعَلِّمَانِ مِنْ أَحَدٍ حَتَّىٰ يَقُولَآ إِنَّمَا نَحْنُ فِتْنَةٌ فَلَا تَكْفُرْ فَيَتَعَلَّمُونَ مِنْهُمَا مَا يُفَرِّقُونَ بِهِۦ بَيْنَ ٱلْمَرْءِ وَزَوْجِهِۦ وَمَا هُم بِضَآرِّينَ بِهِۦ مِنْ أَحَدٍ إِلَّا بِإِذْنِ ٱللَّهِ وَيَتَعَلَّمُونَ مَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ وَلَقَدْ عَلِمُوا۟ لَمَنِ ٱشْتَرَىٰهُ مَا لَهُۥ فِى ٱلْـَٔاخِرَةِ مِنْ خَلَٰقٍ وَلَبِئْسَ مَا شَرَوْا۟ بِهِۦٓ أَنفُسَهُمْ لَوْ كَانُوا۟ يَعْلَمُونَ
Gujarati Translation - Rabella Al-Omari૧૦૨. અને (યહૂદી તૌરાતને છોડીને) તે વસ્તુની પાછળ લાગી ગયા જેને શૈયતાનો સુલૈમાનના રાજ્યમાં પઢતા હતા, સુલૈમાનએ કોઈ કૂફરનું (કામ) નહતું કર્યું, પરંતુ આ કૂફર તો જાદુ શીખવાડનાર શૈતાનો કરતા હતા, અને (યહૂદી તે વસ્તુની પણ પાછળ લાગી ગયા) જે બાબિલમાં હારૂત અને મારૂત બન્ને ફરિશ્તાઓ પર જે અવતરિત કરવામાં આવ્યું હતું, તે બન્ને પણ કોઇ વ્યક્તિને તે સમય સુધી નહોતા શિખવાડતા, જ્યાં સુધી કે આવું ન કહી દે કે અમે તો એક આઝમાયશ છે, તું કાફિર ન બન, તો પણ તે લોકો તે બન્ને પાસેથી એવી વાતો શીખતાં, જેના વડે પતિ પત્નિ વચ્ચે વિચ્છેદ ઉભો થાય જો કે તેઓ અલ્લાહ તઆલાની ઇચ્છા વગર કોઇને નુકસાન પહોંચાડી શકતા ન હતા, આ લોકો એવી વાતો શિખે છે, જે વાતો તેમને નુકસાન પહોંચાડતી અને ફાયદો ન પહોંચાડી શકે અને તે સારી રીતે જાણતા હતા, જેઓએ (ઉપર વર્ણવેલ) વાતોને ખરીદી તેને માટે આખિરતમાં કોઇ ભાગ નથી, કેટલી ખરાબ વસ્તુ છે જેના બદલામાં તે પોતાને વેચી રહ્યા છે, કદાચ કે આ લોકો જાણતા હોત.