يَسْـَٔلُكَ أَهْلُ ٱلْكِتَٰبِ أَن تُنَزِّلَ عَلَيْهِمْ كِتَٰبًا مِّنَ ٱلسَّمَآءِ فَقَدْ سَأَلُوا۟ مُوسَىٰٓ أَكْبَرَ مِن ذَٰلِكَ فَقَالُوٓا۟ أَرِنَا ٱللَّهَ جَهْرَةً فَأَخَذَتْهُمُ ٱلصَّٰعِقَةُ بِظُلْمِهِمْ ثُمَّ ٱتَّخَذُوا۟ ٱلْعِجْلَ مِنۢ بَعْدِ مَا جَآءَتْهُمُ ٱلْبَيِّنَٰتُ فَعَفَوْنَا عَن ذَٰلِكَ وَءَاتَيْنَا مُوسَىٰ سُلْطَٰنًا مُّبِينًا
Gujarati Translation - Rabella Al-Omari૧૫૩. અહલે કિતાબ તમારી પાસે માંગણી કરી રહ્યા છે કે તમે તેઓની સામે આકાશ માંથી કોઇ કિતાબ લાવો, તે લોકોએ મૂસા પાસે આના કરતા પણ મોટી માંગણી કરી હતી કે અમને સ્પષ્ટ રીતે અલ્લાહ તઆલાને બતાવ, બસ! તેઓના આ અત્યાચારના કારણે તેઓ પર કડાકા સાથે વિજળી ત્રાટકી, પછી (હે અહલે કિતાબ)! તમારી પાસે સ્પષ્ટ પુરાવા પહોંચી ગયા છતાં, તમે વાછરડાને (પોતાનો મઅબૂદ) બનાવી લીધો, પરંતુ અમે તેઓની આ ભૂલ પણ માફ કરી દીધી અને અમે મૂસાને સંપૂર્ણ વિજયી આપ્યો.