وَقَالَ ٱلَّذِى ٱشْتَرَىٰهُ مِن مِّصْرَ لِٱمْرَأَتِهِۦٓ أَكْرِمِى مَثْوَىٰهُ عَسَىٰٓ أَن يَنفَعَنَآ أَوْ نَتَّخِذَهُۥ وَلَدًا وَكَذَٰلِكَ مَكَّنَّا لِيُوسُفَ فِى ٱلْأَرْضِ وَلِنُعَلِّمَهُۥ مِن تَأْوِيلِ ٱلْأَحَادِيثِ وَٱللَّهُ غَالِبٌ عَلَىٰٓ أَمْرِهِۦ وَلَٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يَعْلَمُونَ
Gujarati Translation - Rabella Al-Omari૨૧. મિસ્રમાં જે વ્યક્તિએ યૂસુફ ને ખરીદ્યા હતા, તેણે પોતાની પત્નીને કહ્યું કે આ બાળકને ખૂબ જ ઇજજત અને આદર સાથે રાખજે, શક્ય છે આ આપણને ફાયદો પહોંચાડશે અથવા શક્ય છે કે આ બાળકને આપણે આપણો જ બાળક માની લઇએ, આમ અમે મિસ્રની ધરતીમાં યૂસુફને નિવાસી બનાવ્યા, કે અમે વાત કરવાનું થોડુંક જ્ઞાન શીખવાડી દઇએ, અલ્લાહ પોતાના આદેશ પર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે પરંતુ ઘણા લોકો આ વાત જાણતા નથી.