caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Aal-i-Imraan, આયત 152

મદીના · અવતરણ ક્રમ 89 · 3:152

وَلَقَدْ صَدَقَكُمُ ٱللَّهُ وَعْدَهُۥٓ إِذْ تَحُسُّونَهُم بِإِذْنِهِۦ حَتَّىٰٓ إِذَا فَشِلْتُمْ وَتَنَٰزَعْتُمْ فِى ٱلْأَمْرِ وَعَصَيْتُم مِّنۢ بَعْدِ مَآ أَرَىٰكُم مَّا تُحِبُّونَ مِنكُم مَّن يُرِيدُ ٱلدُّنْيَا وَمِنكُم مَّن يُرِيدُ ٱلْـَٔاخِرَةَ ثُمَّ صَرَفَكُمْ عَنْهُمْ لِيَبْتَلِيَكُمْ وَلَقَدْ عَفَا عَنكُمْ وَٱللَّهُ ذُو فَضْلٍ عَلَى ٱلْمُؤْمِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૫૨. અલ્લાહ તઆલાએ જે વચન તમને આપ્યું હતું તે પૂરું કરી બતાવ્યું, જ્યારે કે તમેં(ઉહદના યુદ્ધમાં શરૂ શરૂમાં) અલ્લાહના આદેશથી કાફિરોને ખૂબ કતલ કરી રહ્યા હતા, અહીં સુધી કે જ્યારે તમે કમજોરી દાખવી અને પયગંબરના કાર્યમાં ઝઘડો કરવા લાગ્યા અને પોતાની પસંદની વસ્તુ (ગનીમતનો માલ) જોઈ લીધા પછી તમે (પોતાના સરદારના આદેશની) અવજ્ઞા કરી, તમારા માંથી કેટલાક તો દુનિયા ઇચ્છતા હતા અને કેટલાક તો આખિરતની ઈચ્છા કરતા હતા, પછી અલ્લાહ તઆલાએ તમને કાફિરો વિરુદ્ધ કમજોર કરી દીધા, જેથી તેં તમારી આઝમાયશ કરે, અને ખરેખર અલ્લાહ તઆલાએ તમારો આ ગુનોહ માફ કરી દીધો, કારણકે તે મોમિનો માટે ઘણો કૃપાળુ છે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70