ٱلشَّهْرُ ٱلْحَرَامُ بِٱلشَّهْرِ ٱلْحَرَامِ وَٱلْحُرُمَٰتُ قِصَاصٌ فَمَنِ ٱعْتَدَىٰ عَلَيْكُمْ فَٱعْتَدُوا۟ عَلَيْهِ بِمِثْلِ مَا ٱعْتَدَىٰ عَلَيْكُمْ وَٱتَّقُوا۟ ٱللَّهَ وَٱعْلَمُوٓا۟ أَنَّ ٱللَّهَ مَعَ ٱلْمُتَّقِينَ
Gujarati Translation - Rabella Al-Omari૧૯૪. પવિત્ર મહીનાનો બદલો પવિત્ર મહીનામાં છે અને પવિત્ર મહિનાઓમાં પણ બદલો લેવાના આદેશો લાગુ પડે છે, જો કોઈ તમારા પર અતિરેક કરે તો તમે પણ તેના પર તેના જેવો જ અતિરેક કરી શકો છો, અને અલ્લાહ તઆલાથી ડરતા રહો અને જાણી લો કે અલ્લાહ તઆલા ડરવાવાળાઓની સાથે છે.