وَرَفَعَ أَبَوَيْهِ عَلَى ٱلْعَرْشِ وَخَرُّوا۟ لَهُۥ سُجَّدًا وَقَالَ يَٰٓأَبَتِ هَٰذَا تَأْوِيلُ رُءْيَٰىَ مِن قَبْلُ قَدْ جَعَلَهَا رَبِّى حَقًّا وَقَدْ أَحْسَنَ بِىٓ إِذْ أَخْرَجَنِى مِنَ ٱلسِّجْنِ وَجَآءَ بِكُم مِّنَ ٱلْبَدْوِ مِنۢ بَعْدِ أَن نَّزَغَ ٱلشَّيْطَٰنُ بَيْنِى وَبَيْنَ إِخْوَتِىٓ إِنَّ رَبِّى لَطِيفٌ لِّمَا يَشَآءُ إِنَّهُۥ هُوَ ٱلْعَلِيمُ ٱلْحَكِيمُ
Gujarati Translation - Rabella Al-Omari૧૦૦. અને યૂસુફે પોતાના માતાપિતાને ઉઠાવી (પોતાની સાથે) સિંહાસન બેસાડ્યા અને સૌ તેમની સામે સિજદામાં પડી ગયા, યૂસુફે કહ્યું કે પિતાજી! આ મારા પહેલા સપનાનું સ્પષ્ટીકરણ છે. મારા પાલનહારે આ સપનાને સાચું કરી બતાવ્યું. તેણે મારા પર તે સમયે પણ ઉપકાર કર્યો, જ્યારે કે મને જેલ માંથી કાઢ્યો અને તે સમયે પણ જ્યારે કે તમને રણ પ્રદેશ માંથી લઇ આવ્યો, જો કે શેતાન મારી અને મારા ભાઈઓ વચ્ચે ફિતનો ઉભો કરી ચુક્યો હતો, મારો પાલનહાર જે ઇચ્છે તેની ઉત્તમ વ્યવસ્થા કરવાવાળો છે અને તે ઘણો જ જ્ઞાની અને હિકમતવાળો છે.