caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ An-Nisaa, આયત 23

મદીના · અવતરણ ક્રમ 92 · 4:23

حُرِّمَتْ عَلَيْكُمْ أُمَّهَٰتُكُمْ وَبَنَاتُكُمْ وَأَخَوَٰتُكُمْ وَعَمَّٰتُكُمْ وَخَٰلَٰتُكُمْ وَبَنَاتُ ٱلْأَخِ وَبَنَاتُ ٱلْأُخْتِ وَأُمَّهَٰتُكُمُ ٱلَّٰتِىٓ أَرْضَعْنَكُمْ وَأَخَوَٰتُكُم مِّنَ ٱلرَّضَٰعَةِ وَأُمَّهَٰتُ نِسَآئِكُمْ وَرَبَٰٓئِبُكُمُ ٱلَّٰتِى فِى حُجُورِكُم مِّن نِّسَآئِكُمُ ٱلَّٰتِى دَخَلْتُم بِهِنَّ فَإِن لَّمْ تَكُونُوا۟ دَخَلْتُم بِهِنَّ فَلَا جُنَاحَ عَلَيْكُمْ وَحَلَٰٓئِلُ أَبْنَآئِكُمُ ٱلَّذِينَ مِنْ أَصْلَٰبِكُمْ وَأَن تَجْمَعُوا۟ بَيْنَ ٱلْأُخْتَيْنِ إِلَّا مَا قَدْ سَلَفَ إِنَّ ٱللَّهَ كَانَ غَفُورًا رَّحِيمًا

Gujarati Translation - Rabella Al-Omari૨૩. તમારા પર તમારી માઁ હરામ કરવામાં આવી છે અને તમારી છોકરીઓ અને તમારી બહેનો, તમારી ફોઇઓ, તમારી માસીઓ અને ભત્રીજીઓ અને ભાણીઓ, અને તમારી તે માતાઓ જેમણે તમને દુધ પીવડાવ્યું હોય અને તમારી દુધ સરખી બહેનો અને તમારી સાસુ અને તમારી પત્નીની તે છોકરીઓ, જેમની પરવરીશ તમારા હેઠળ કરી ચુકયા હોય, હાઁ જો તમે તેઓ સાથે સંભોગ ન કર્યો હોય તો તેમને છોડી તેમની દીકરીઓ સાથે લગ્ન કરવામાં કોઇ ગુનોહ નથી, અને તમારા સગા છોકરાની પત્નિઓ પણ (તમારા માટે હરામ છે) અને તમારા માટે બે બહેનોને ભેગી કરવી (હરામ છે), હાઁ જે પસાર થઇ ગયું તે થઇ ગયું, નિંશંક અલ્લાહ તઆલા માફ કરનાર દયાળુ છે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70