وَلَا يَأْتَلِ أُو۟لُوا۟ ٱلْفَضْلِ مِنكُمْ وَٱلسَّعَةِ أَن يُؤْتُوٓا۟ أُو۟لِى ٱلْقُرْبَىٰ وَٱلْمَسَٰكِينَ وَٱلْمُهَٰجِرِينَ فِى سَبِيلِ ٱللَّهِ وَلْيَعْفُوا۟ وَلْيَصْفَحُوٓا۟ أَلَا تُحِبُّونَ أَن يَغْفِرَ ٱللَّهُ لَكُمْ وَٱللَّهُ غَفُورٌ رَّحِيمٌ
Gujarati Translation - Rabella Al-Omari૨૨. તમારા માંથી જે લોકો ખુશહાલ, ધનવાન છે, તે લોકોએ પોતાના સગા-સંબંધીઓ અને લાચારો અને હિજરત કરનાર લોકોને અલ્લાહના માર્ગમાં દાન ન આપવાની કસમ ન ખાવી જોઇએ, તેમણે તે લોકોને માફ કરી દેવા જોઇએ અને દરગુજર કરવું જોઇએ, શું તમે ઇચ્છતા નથી કે અલ્લાહ તઆલા તમને માફ કરી દે? અલ્લાહ ઘણો માફ કરવાવાળો, દયાળુ છે.