وَقَالُوا۟ لَن تَمَسَّنَا ٱلنَّارُ إِلَّآ أَيَّامًا مَّعْدُودَةً قُلْ أَتَّخَذْتُمْ عِندَ ٱللَّهِ عَهْدًا فَلَن يُخْلِفَ ٱللَّهُ عَهْدَهُۥٓ أَمْ تَقُولُونَ عَلَى ٱللَّهِ مَا لَا تَعْلَمُونَ
Gujarati Translation - Rabella Al-Omari૮૦. અને (યહૂદી) એવુ પણ કહે છે કે અમને તો ફકત થોડાક જ દિવસ જહન્નમમાં આગ સ્પર્શ કરશે, તેઓને કહી દો કે શું તમારી પાસે અલ્લાહ તઆલાનું કોઇ વચન છે, અને અલ્લાહ ક્યારેય પોતાનું વચન તોડતો નથી. પરંતુ તમે તો અલ્લાહ માટે તે વાતો કહો છો જેને તમે જાણતા નથી.